________________
બળ વડે આચાર્યે પોતાનો આત્મા બ્રહ્મ રન્ધ્રમાં ખેંચી લીધો. સહુએ જાણ્યું કે તે મરી ગયા. તેથી શિબિકામાં બેસાડી ઉત્સવ સાથે તેમની અવસાન ક્રિયા કરવા સારુ બજાર માર્ગે લઇ ગયા. તે સમયે લોકોના મુખ ઉપર ઉદાસી ઘણી છવાઇ ગયેલી દેખાતી હતી. તે કહેવા લાગ્યા અરે આવા મોટા ઇશ્વરાવતાર પુરુષ પૃથ્વીને છોડી ચાલતા થયા. હતભાગ્યવાળા આપણને મોટા પુરુષનો સમાગમ ઘણો કાળ રહેવો એ દુર્લભ છે. એમ બધા પશ્ચાત્તાપ કરે છે તેવામાં ગણિકાએ તેમનું શબ જતું જોયું. તેથી વ્હેલી વ્હેલી તેમની પાલખીની નજીક આવીને પ્રશંસા કરવા લાગી. અરેરે ! આ પ્રખ્યાત પુરુષ પરલોક પધાર્યા, તે પરમેશ્વર રૂપ હતા. તેમ કહી તેમને નમસ્કાર કર્યો. એટલે વેશ્યાએ કરેલી સ્તુતિ સાંભળી પાદલિપ્તાચાર્ય પાલખીમાંથી ઝટ બોલી ઉઠ્યા. તે જોઇ નગરમાં મોટો આનંદ વર્તાયો, અલ્યા મહારાજ જીવ્યા, જીવ્યા, આપણા ઉપર દયા કરી. એ પ્રમાણે રાજી થતાં થતાં પોતાના સ્થાન પ્રત્યે ગયા. આ રીતે આચાર્યદેવે ગણિકા પાસે પણ સ્તુતિ કરાવી. મુફંડ રાજા ઘણો ખુશ થયો.
પાદલિપ્તાચાર્યની ઘણી કીર્તિ સાંભળીને પૂર્વે કહેલા નાગાર્જુન વધારે વિદ્યાબળ મેળવવાના અભિલાષથી તેમની સેવામાં હાજર થયા. ઔષધી જ્ઞાનમાં પાદલિપ્તાચાર્યથી નાગાર્જુન કાંઇ ઉતરે એવા નહિ હતા તો પણ પાદલિપ્તાચાર્યમાં વધુ શક્તિ એ હતી કે પગ ઉપર કેટલાક પ્રકારની ઔષધિઓનું લેપન કરીને તેના બળથી આકાશ માર્ગે ગમન કરી અષ્ટપદ વિગેરે તીર્થોમાં હમેશાં દર્શન કરી આવતા હતા. ગુરુની આ પ્રકારની ચમત્કારિક ગતિ જોઇ નાગાર્જુન તો વિચારસાગરમાં ડોલવા લાગ્યા પણ કાંઇ કિનારો હાથ લાગે નહીં. એમ છતાં નાગાર્જુન પણ કાંઇ મતલબ પાર પાડવામાં પાછા હઠે એવા નહિ હતા. આકાશ ગમન વિદ્યા શીખવાના દૃઢ નિશ્ચયે કરીને એક દિવસ લાગ જોઇને અષ્ટાપદ વિગેરે તીર્થોમાં દર્શન કરીને પાછા સ્વસ્થાનમાં આવેલા પાદલિપ્તાચાર્યના પાદપ્રક્ષાલન માટે ઘણા શિષ્યો છતાં નાગાર્જુન પ્રથમ ગુરુ સમક્ષ આવી ઉભા અને ઝટપટ ગુરુના પગ ધોઇ ચરણોદક પરઠવતી વખતે લાગ જોઇ ગુરુની નજર ચૂકવી એકાન્તમાં જઇ તે ચરણોદકનો સ્વાદ તથા વાસ લઇ જોયો. પછી સ્વબુદ્ધિની કલ્પનાથી આ લેપમાં સમાયેલી એકસોને સાત પ્રકારની ઔષધિઓ શોધી કાઢી. પછી તેનો લેપ કરી પોતાને પગે ચોપડીને ગુરુની માફક ઉડવાનો આરંભ કર્યો. ગુરુગમ્યરહસ્ય મળ્યા વગર નાગાર્જુન સ્હેજ ઉડ્યા તો ખરા પણ પાછા નીચે પડ્યાં. કુકડા માફક ઉડાઉડ કરવા મંડી ગયા પણ આકાશમાં તો જવાય જ શાનું ? ઉલટા ધોબીનાં લુગડાં માફક ધીબોધીબ કુટાવા લાગ્યા. એમ છતાં પણ ઔષધિઓમાં કાંઇ ન્યુનતા નથી એ વિષે પુનઃ ખાત્રી કરી. પછી મન સાથે પુષ્ટ વિચાર કરી જે ઔષિધ જે કાળે અને જે નક્ષત્રે લાવવી જોઇએ તે પ્રમાણે લાવીને પાછો લેપ તૈયાર કરી પગે ચોપડીને ઉડવા માંડ્યું. પણ નાગાર્જુન જરા ઊંચે ગયા ન ગયા એટલામાં તો પાછા ચક્કર ખાતાં અને લોટતાં, આડી અવળી ખભાણવાળા ઊંડા ખાડામાં જઇ પડ્યા. શરીરે ઘાયલ થયા અને ખાડામાં ઉગેલી વનસ્પતિઓના ઘસારાથી અંગ ઉપર ઉઝરડા પડી લોહી નીકળવા માંડ્યું. ઊંડી ખભાણમાં દબાઇ જવાથી આપ બળે ઉઠી બહાર નીકળવાની શક્તિ રહી નહિ એટલે નાસીપાસ થઇ નાગાર્જુન તો જંગલની ખુલ્લી
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
૩૪