________________
આર્યનાગહસ્તી નામે સૂરી હાલ આપણા નગરમાં આવેલા છે. તેનું ચરણોદક જો તારી સ્ત્રી પીએ તો તેને પુત્ર ઉત્પન્ન થાય. આટલું વરદાન આપી વૈરોટ્યા દેવી અન્તર્ધાન થયાં. દેવીનું વચન સાંભળી હરખાતો હરખાતો શેઠ પોતાને ઘેર આવ્યો. આ સઘળી બીના શેઠાણીને કહી. તત્કાળ તે નાગહસ્તી આચાર્યને ઉપાશ્રયે ગઇ. ઉપાશ્રયમાં પેસતાં આચાર્યનો મુખ્ય શિષ્ય તેને સામો મળ્યો. તેના હાથમાં પાત્ર જોઇ શેઠાણીએ પુછ્યું, આ શું છે મહારાજ ? શિષ્યે જવાબ આપ્યો કે તે ગુરુનું ચરણોદક છે. તે સાંભળી ઝટ તેણીએ પરઠવતી વખતે લઇ લીધું. આચમન કરી લીધું. પછી ગુરુના દર્શન માટે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. ગુરુને વન્દના કરી ઉભી રહી. ગુરુ મહારાજે જ્ઞાનના પ્રભાવથી તેની ભણી જોઇ કહ્યું કે તારે દશ પુત્ર ઉત્પન્ન થશે. પણ તે દશ ડગલાં દુરથી ચરણોદક લીધું માટે જે પેહેલો પુત્ર થશે તે તારાથી દશ યોજન દુર રહેશે. નવ છોકરાઓ મોટી સમૃદ્ધિના ભોક્તા થશે. ગુરુનો આશીર્વાદ સાંભળી તેણે કહ્યું જે મારો પ્રથમનો પુત્ર થશે તે હું તમને અર્પણ કરીશ. એ પ્રકારે કહી પોતાને ઘેર આવી, થોડે દિવસે ગુરુ કૃપાથી તેને પ્રથમ પુત્ર ઉત્પન્ન થયો. તેનું નામ નાગેંદ્ર પાડ્યું. પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે તે દસ દિવસનો છોકરો ઉપાશ્રયે ગુરુને નિવેદન કર્યો. ગુરુ બોલ્યા કે હમણા તેને અમારે માટે ઉછેરીને મોટો કરવો એ પણ ગુરુભક્તિ છે તે પ્રમાણે કરવાથી તે શેઠને ત્યાં સાત વર્ષનો થયો. આઠમે વર્ષે આચાર્ય મહારાજે તેને દિક્ષા આપી. તેને ભણાવવા માટે મંડન મુનિને સોંપ્યો. નાની વયમાં જ તે સર્વ વિદ્યા સંપન્ન થયો. એક દિવસ ગુરુએ જળ વ્હોરવાને મોકલ્યો - તે વ્હોરી આવીને આલોયણ કરતી વખતે નીચે પ્રમાણે ગાથા બોલ્યો. अम्बं तम्बच्छीए अपुप्फिअं पुप्फदन्तपन्तीए । नवसालिकञ्जिअं नववहूइ कूडएणमह दिन्नम् ॥१॥
અર્થ : ૨ક્ત કમળનાં જેવાં જેનાં નેત્ર છે અને પ્રફુલ્લિત પુષ્પની કળીઓ જેવી જેના દન્તની પંક્તિ છે. એવી નવોઢા સ્ત્રીએ નવી ડાંગરના તરત છડેલા ચોખાની ધોવણનું ઠારેલું પાણી મને ઘણા હર્ષ વડે વ્હોરાવ્યું છે. તે વચન સાંભળી ગુરુએ કહ્યું. હવે તું પલિત (પ્રદિપ્ત) થયો. હાથ જોડી શિષ્યે કહ્યું. આપે કૃપા કરી તેમાં એક માત્રા ઉમેરો. (માત્રા વધારો એમ કહેવામાં એટલો શ્લેષાર્થ રહ્યો છે કે ગુરુએ એને પલ્લિત્ત કહ્યો ત્યારે તેણે પા િ કરો. એમ માગ્યું. પાર્ + ત્તિપ્ત = પાશ્રિત એટલે આકાશ ગમન વિદ્યા.) શિષ્યની આટલી બધી વિદ્વત્તા જોઇ ગુરુએ પ્રસન્ન થઇ તેને પાલ્લિત વિદ્યા આપી. દશ વર્ષની ઉંમરે ગુરુની કૃપા થકી તે પાદલિપ્ત નામે મોટા આચાર્ય કહેવાયા. એ પાદલિપ્તાચાર્ય એક દિવસ પોતાના શિષ્યો સાથે વિહાર કરતા કરતા પાટલીપુત્ર નગરના સીમાડામાં આવી પહોચ્યાં.
(૧) ભૂમિ ઉપર પુંજીને રેડતી વખત. (૨) ગુરુને સર્વ બીના કહી નિર્દોષ થવું. (૩) માગધી ભાષામાં લિત એમ લખાય છે.
૩૨
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર