________________
કરી રામપાત્રમાં ભિક્ષા નાખતા તે જોઇ મુંજરાજને અતિશય વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. તેથી તે નીચે પ્રમાણે વારંવાર કહેતો.
ગમે તેવા પુરુષને ફસાવવાને માટે, ચિત્તને હર્ષ ઉત્પન્ન કરનાર વિષય સંબંધી નાના પ્રકારની વાર્તાલાપ કરવામાં ઘણી ચતુર એવી સ્ત્રીઓના ઉપર જે પુરુષ વિશ્વાસ રાખે છે તે નિચે હૈયામાં અતિશય બળે છે. મહાપશ્ચાત્તાપ પામે છે.
અહો ! હું બાળપણમાં જ બળી-ઝળી તુટી-ફાટી કેમ ન મર્યો ને રાખનો ઢગલો કેમ ન થઈ ગયો !! આ મુંજ માંકડાની માફક દોરીએ બંધાયેલો ચાલે છે.
- હાથી, રથ, ઘોડા તથા પાયદળ વગેરે મારું સર્વે લશ્કર છે, પણ અરેરે !! આ વખતે તેમાંનું કોઈ મને ખપ લાગતું નથી. હું પરિજનરહિત થયો છું. હે રૂદ્રાદિત્ય ! તું આ વખતે મને સહાયક થઈ સ્વર્ગમાં ખેંચી લે.
એ વખતે જેને ફાટેલા તૂટેલા વસ્ત્ર પહેરાવેલાં છે તથા જેના હાથમાં છાશ પીવાને રામપાત્ર આપેલું છે, એવા મુંજ પાસે ઘેર ઘેર ભિક્ષા મંગાવતી વખતે કોઈ જગ્યાએથી છાશ માંગતા, તેની સ્થિતિ જોઇ, કોઈ સ્ત્રી તેને મજાકપૂર્વક હસવાથી મુંજે તેને કહ્યું કે –
ચૌદસો અને છોત્તેર હાથી જેના લશ્કરમાં અગ્રેસર ચાલતા હતા એવો હું મુંજરાજ આજે દૈવયોગે આ દશાને પામ્યો છું; તે મારું સઘળું સૈન્ય છતાં આ વખતે મને ખપ લાગતું નથી તો હે સ્ત્રી ! તું શાના ઉપર ગર્વ રાખે છે ?
સંન્યાસપણાનો ગર્વ રાખનાર કોઈ એક વિદ્વાન પણ ભિક્ષા કરતી વખતે કોઈ અતિ રૂપવાન સ્ત્રીના ઝપાટામાં આવ્યા પછી પશ્ચાત્તાપની શાંતિ માટે મુંજની દશા જોઇ તે બોલ્યો કે -
હે મનરૂપી માંકડા ! “મને સ્ત્રીએ આ પ્રકારે ખંડિત કર્યો.' એમ તું ઉદ્વેગ ના કર. તું વિચાર કર કે રામ, રાવણ અને મુંજાદિ મોટા મોટા કયા પુરુષોને સ્ત્રીએ ખંડિત નથી કર્યા?
કોઈ સ્ત્રી રેંટિયો ફેરવતી હતી તે રેંટિયાની ચીસ સાંભળી તેને કોઈ ફરતા સંન્યાસીના ગુરુ કહે છે કે -
હે યંત્રક ! હે રેંટિયા ! “આ સ્ત્રી અને ભમાવી ચકડોળે ચઢાવે છે.' એમ ધારી તું રડ માં. સ્ત્રીના કટાક્ષ માત્રથી જ ભલભલાઓની તારા જેવી ભ્રમણદશા થાય છે તો તું તો એના હાથમાં સપડાયેલો છે એટલે તું એ દશાએ પહોંચે તેમાં શી નવાઈ ?
ભિક્ષા માંગતાં માંગતા મુંજરાજ રાજ મહેલ આગળ આવ્યા ત્યારે તેની ફજેતી જોતી ગવાક્ષમાં ઉભેલી મૃણાલવતીના મનોવેધક સાભિપ્રાય કટાક્ષથી મુંજ તેની પ્રત્યે કહે છે કે –
હે મૃણાલવતી ! માણસને દુઃખ પડ્યા પછી જેવી મતિ ઉત્પન્ન થાય છે તેવી મતિ જો પ્રથમથી જ ઉત્પન્ન થતી હોય તો કોઈ માણસ દુઃખ વેઠે જ નહીં. (૧) બ્રહ્મચર્ય વૃત્ત તથા માનનો ભંગ.
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર