________________
મર્દન થાય તેમ તેમ ઉલટી મીઠાશ વધતી જાય છે માટે “મર્દન ગુણ વર્ધન એ વાત સાચી છે એમ કહી તેના મનનું સમાધાન કર્યું.'
હવે માળવામાં રહેલા પ્રધાનોએ મુંજરાજને કેદખાનામાંથી મુક્ત કરવાના હેતુથી, તેના શયનગૃહ સુધી જમીનમાં ગુપ્ત રીતે સુરંગ ખોદાવી, મુંજનો મેળાપ કરી, પોતાની સાથે પોતાના દેશમાં નાસી આવવાની યુક્તિ બતાવી પણ આ સ્ત્રીના વિરહને ન સહન કરી શકતો અને ભયથી તે વૃતાંત મૃણાલવતીને ન કહી શકતો મુંજરાજ અતિશય ચિંતામાં પડ્યો. રાજાને ચિંતાતુર થયેલો તથા તે વિષે કાંઈ પણ ખુલાસો ન કરતો જોઈ તેની મૂઢ બુદ્ધિની પરીક્ષા કરવા માટે કોઈ પ્રસંગે લુણ વિનાની તેમજ કોઈ વખતે લુણ વધારે નાખી બેસ્વાદ રસોઈ કરી રાજાને જમાડવા માંડી પણ તે વિષે મુંજ કાંઇ તેને ન કહેતાં મુંગે મોઢે ખાયા કરતો તે જોઇ મૃણાલવતીએ ધાર્યું કે એના પેટમાં કોઈ પણ પ્રકારનો ચોર પેઠો છે ખરો, પછી એક દિવસ ઘણો સ્નેહ દેખાડી આલિંગન કરી ચુંબન કરી તેના મનનો ભેદ ભાંગવા માટે પોતે અતિ આગ્રહપૂર્વક પ્રતિજ્ઞા આપી તેના મનની ખરી વાત સર્વે જાણવાને મધુર વચનથી વાતનો ઉપાડ કરી પૂછવા માંડ્યું. તે વખતે મુંજરાજ પણ ઘણો વિદ્વાન હોવાથી સ્ત્રીનો વિશ્વાસ ન કરવો’ એમ સમજે છે તે છતાં પણ ભાવભાવ બનવાકાળ છે માટે મુંજરાજની સઘળી સમજણ મૃણાલવતીના પ્રેમરસના પ્રવાહમાં ઘસડાઈ જવાથી સઘળી ગુપ્તવાર્તા કહી સંભળાવી કહ્યું કે આ સુરંગમાં થઈ મારા સ્થાનમાં જવાનો મારો વિચાર છે, પણ હે પ્રિયે ! તારા વિના જવું મને ઝેર જેવું લાગે છે માટે તું પણ મારી સાથે આવવાને સત્વર તૈયાર થા. ત્યાં તને મારી મોટી પટરાણી કરી મારી પ્રસન્નતાનું ફળ દેખાડીશ. આ વાત સાંભળી મૃણાલવતી બોલી “ઘણું સારું સ્વામીનાથ ! હું પણ તમને લઈ કોઈ પ્રકારે ચાલ્યા જવાની કલ્પનામાં ઘુમતી હતી, આ યુક્તિ ઠીક છે. એક ક્ષણ માત્ર કૃપા કરી ઉભા રહો, હું હેજવારમાં મારા આભૂષણનો કરંડીયો લઈ આવું છું. એમ કહી ત્યાંથી મહેલ મધ્યે જઈ તે કાત્યાયિની મૃણાલવતીએ વિચાર કર્યો કે, કપટથી ત્યાં લઈ જઈ, મને વૃદ્ધ જાણી મારો પરિત્યાગ કરી બીજી સ્ત્રી વિષે જરૂર આસક્ત થશે માટે હું જ પ્રથમ મારા ભાઈને કહીને એનું અત્રે જ કાત્યાયન (વિનાશ) કરાવી નાખું, તો કેવું ? એમ ધારી તત્કાળ પોતાનો ભાઈ જે તૈલિપ રાજા તેની પાસે જઈ મુંજરાજનો ગમન સંકેત કહી સંભળાવ્યો. તે શ્રવણ થતાં રાજા તો મુંજરાજ ઉપર રાતો પીળો થઈ ગયો ને તત્કાળ પોતાના સેવકો મોકલી પકડાવી મંગાવ્યો ને તેની વિડંબના કરવા માટે તેના હાથ પગમાં બેડીઓ નંખાવી, એવો સખત હુકમ કર્યો કે આ કટ્ટા શત્રુ મુંજ પાસે આખા નગરમાં ઘેર ઘેરથી ભિક્ષા મંગાવી તે જ તેને ખવરાવ્યા પછી એકદમ શૂળીએ ચડાવવો.
રાજાની આજ્ઞા પ્રમાણે તેના પરિજનો મુંજરાજને સાથે લઈ હાથમાં રામપાત્ર આપી ઘેર ઘેર ફેરવી તેની પાસે ભિક્ષા મંગાવતા તે વખતે કોઇક પાષાણ હૃદયના માણસો તેનો શ્વાન તુલ્ય તિરસ્કાર (૧) પેટમાં પાપ રાખી મોઢે મીઠાશ વાપરી વિનાશ કરનારી.
મુંજરાજાનો પ્રબન્ધ
૬૫