________________
સામાં આવી તેનું યોગ્ય ભક્તિથી સન્માન કર્યું. રાજા પોતાના સૈન્ય સહિત માઘ પંડિતની ઘોડા બાંધવાની જગ્યાના ખૂણામાં સમાઈ રહ્યો. તો પણ માઘ પંડિતે ભોજ રાજાને પોતાને રહેવાના મહેલમાં જ નિવાસ કરાવ્યો. તે મહેલની સઘળી ભૂમિ સુવર્ણમય હતી અને તેની અંદર દેવસ્થાનની જગ્યા મણિ મરકત વિગેરે કિંમતી રત્નોથી જડેલી હતી તેથી શેવાળ સહિત જળ ભરેલું છે એવી ભ્રાંતિથી સ્નાન કરીને જતી વખતે રાજાએ પોતાના વસ્ત્ર સંકોચવા માંડ્યાં તે વખતે સેવકોએ ખરેખરી વાત નિવેદન કરી જેથી રાજાને ઘણું આશ્ચર્ય થયું. વળી ભોજન સમયે આવેલા સોનાના થાળમાં પોતાના દેશમાં ન ઉત્પન્ન થતા ભાત ભાતનાં શાક, ફળ તથા જાત-જાતના મેવા તથા સંસ્કાર કરેલી દૂધ ભાત વિગેરે અનેક પ્રકારની સામગ્રી જોઈ ઘણા આશ્ચર્યસહિત તે સર્વનો સારી પેઠે ઉપભોગ લઇ ચંદ્રશાળામાં ભોજ રાજા ગયો ત્યાં અનેક પ્રકારના કોઈ દિવસ નહીં સાંભળેલા અને નહીં દીઠેલા ગ્રંથો તથા પુષ્કળ વસ્તુઓ જોઈ. શિયાળામાં પણ ઉનાળાની બ્રાંતિથી સ્વચ્છ શ્વેત વસ્ત્ર ધારણ કરી ચંદનનો લેપ કરી, પંખાના મંદમંદ વાયુનો અનુભવ લેતા રાજાને સુખ નિંદ્રાથી રાત્રિ
ક્યાં ગઈ તે ખબર પડી નહિ. પ્રાત:કાળમાં શંખનાદ સાંભળી જાગેલા રાજાને માઘ પંડિત ક્ષણે ક્ષણે ખબર પૂછતા હતા. આ પ્રમાણે કેટલાક દિવસ સુખમાં નિર્ગમન કર્યા પછી પોતાના દેશમાં જવાની આજ્ઞા માગી. તે વખતે માઘ પંડિતે પ્રસન્ન થઈ ભટણામાં પોતે નવો જ રચવાને ઇચ્છેલો નવ્ય' ભોજસ્વામી પ્રસાદ” નામનો ગ્રંથ, તેનું પુન્ય અર્પણ કર્યું. તે લઈ રાજા માળવામાં ગયો.
કોઈ સારા જ્યોતિષીએ માઘ પંડિતની જન્મોત્રીમાં એવું લખેલું હતું કે પૂર્વ અવસ્થામાં ઘણી જ સમૃદ્ધિ મળવાથી ઘણો ઉદય થશે અને ઉત્તર અવસ્થામાં ઘણી સમૃદ્ધિ ઘટી જવાથી ઘણો જ દરિદ્રી થશે ને પગમાં સોજાનો રોગ ઉત્પન્ન થવાથી મરણ પામશે. આ પ્રકારે જોશી લોકોએ નિર્ધારિત કરીને કહેલી ગ્રહગતિને મટાડવા માઘ પંડિતના પિતાએ, માણસનું આયુષ્ય સો વરસનું હોય છે એમ ધારી તેના છત્રીસ હજાર દિવસ ગણી તે પ્રમાણે સોનામાં જડાવેલા હીરાના છત્રીસ હજાર હાર કરાવી એક ગુપ્ત ભંડારમાં રાખી મૂક્યાં તથા તે સિવાય બીજી ઘણી સમૃદ્ધિ માઘ પંડિતને અર્પણ કરી, પોતાના કુળને ઘટે તેવી શિક્ષા આપી તે મરણ પામ્યો. પછીથી માઘ પંડિતે પોતાને કુબેર જેવો ધનવંત જાણી પંડિતોને તેમજ યાચકોને મોં માગ્યું ધન આપવાથી તથા દેવતાની જેમ વૈભવ ભોગવવાથી થોડા કાળમાં પોતાની સઘળી લક્ષ્મી ઉડાડી દીધી.
શિશુપાળ વધ” નામે મહા કાવ્ય રચી પંડિતોના મનમાં ચમત્કાર ઉત્પન્ન કરનાર માઘ પંડિત પોતાના પુન્યના લયથી અંતે દરિદ્ર થયો. પોતાના દેશમાં ન રહી શકવાથી કેટલાક કાળ સુધી ધારા નગરીમાં જઈ પુસ્તક ધીરાણે મૂકી કાળક્ષેપ કરવા લાગ્યો. પછી પોતાના દેશમાં આવી પોતાનો નવો કરેલો ગ્રંથ સ્ત્રીને આપી ભોજ રાજા પાસે દ્રવ્ય લેવા મોકલી. ભોજ રાજા માઘ પંડિતની સ્ત્રીની દુર્દશા જોઈ ઘણું આશ્ચર્ય પામ્યો. માઘ પંડિતનું મોકલેલું પુસ્તક શલાકા મૂકી જોયું, એટલે (ઓચિંતું ઉઘાડીને ગમે તે જગ્યાએ જોવું તે) તે વખતે એક શ્લોક વંચાયો. તેનો અર્થ : જ્યારે (૧) આ ગ્રંથમાં તે જ ભોજરાજાનું ચરિત્ર વર્ણવ્યું હતું.
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
૮૩