________________
ભાગ્ય રૂઠે છે ત્યારે વ્યક્તિની ગતિ પણ નીચે વિચિત્ર થાય છે. જેમકે જ્યારે સૂર્ય ઉદય પામે છે ત્યારે ચંદ્ર અસ્ત પામે છે તેથી રાત્રિ વિકાસી કુમુદવન (પોયણાનું વન) શોભારહિત થઈ મીંચાઈ જાય છે અને કમળવન ખીલી રહે છે અને ઘુવડ પક્ષી દિવસે અંધ થવાથી પોતાના મદનો ત્યાગ કરે છે અને ચક્રવાકપક્ષી દિવસ ઉગવાથી સ્ત્રીવિરહ ટળવાથી અતિ આનંદ પામે છે. આ કાવ્યનો અર્થ વિચારી ભોજ રાજા બોલ્યો કે આ કાવ્યના બદલામાં આખી પૃથ્વી આપું તો પણ ઘણી જ ઓછી છે તે તો નહિ આપી શકું પરંતુ આ શ્લોકમાં અત્યંત યોગ્ય સ્થાને “ડી” અવ્યય મૂકવામાં આવ્યો છે તેનું મૂલ્ય એક લાખ રૂપિયા આપું છું. એમ કહી તે સ્ત્રીને વિદાય કરી. માર્ગમાં યાચક લોકોએ માઘ પંડિતની સ્ત્રી છે એમ જાણી યાચના કરી, તેથી તેમને આપતાં આપતાં જેવી ગઇ હતી તેવી ખાલી હાથે ઘરમાં આવી. તે વાત પોતાના સોજાના રોગથી પીડાતા ધણીને નિવેદન કરી. તે વાત સાંભળી માઘ પંડિત બોલ્યો કે તું મારી મૂર્તિમાન કીર્તિ છો. એમ કહ્યા પછી પોતાને ઘેર યાચના કરવા આવેલા ભિક્ષુકને જોઈ કાંઇપણ આપવા યોગ્ય ન દેખી અતિશય વૈરાગ્ય પામી આ પ્રકારનું કાવ્ય બોલ્યો કે, હે પ્રાણ ! ઘરમાં દ્રવ્ય નથી તેથી દાન આપવામાં હાથ સંકોચાય છે. કોઈ પાસે કાંઇક માગીને આપવું તે શરમ ભરેલું છે. આત્મઘાત કરીએ છીએ તો ય પાપ લાગે છે. માટે હવે શોક કરવાથી શું ? હે પ્રાણ ! તમે તમારી મેળે જ ચાલ્યા જાઓ. (૧) દારિદ્રય રૂપી અગ્નિથી તપેલો, સંતોષ રૂપી જળથી શાંત થાય છે પણ ગરીબ લોકની આશા
ભાંગવાથી ઉત્પન્ન થયેલાં સંતાપને શાંત કરવાનો ઉપાય નથી. (૨) વળી દુકાળમાં ભિક્ષા મળતી નથી, તેમ કોઇ ધીરતું પણ નથી. તેમજ કોઇના દાસ થવા
જઇએ તો બ્રાહ્મણ જાણી દાસ તરીકે રાખી કોઈ દ્રવ્ય આપતું નથી. માટે તે સ્ત્રી આજે હું એક ગ્રાસની પણ ભિક્ષા પામ્યા વગર નાશ પામીશ માટે ક્યાં જઉ ને શું કરું; મારાથી પણ
અન્ન વિના જીવાય એમ નથી. આવું જીવવું ઘણું કઠિન છે. (૩) ભૂખથી પીડાતો આ યાચક મારું ઘર પૂછી આવ્યો માટે તે સ્ત્રી એ જમે એવું કાંઇપણ ઘરમાં
છે? ત્યારે સ્ત્રીએ છે એમ કહીને આંખમાંથી નીકળતાં મોટાં મોટાં આંસુનાં બિંદુ કાઢી આપ્યાં. (૪) માટે હે પ્રાણ ! યાચક લોકો નિરાશ થઈને જાય છે તેનો સંગાથ કરી તમો પણ ચાલવા
માંડો, કેમકે આવો સંગાથ તમને ફરીથી ક્યાં મળશે. એ વાક્યનો અંત્યાક્ષર બોલતાં જ માઘ પંડિતના પ્રાણ નીકળી ગયા.
પ્રાત:કાળે ભોજરાજાએ તેની ખબર જોવાને મોકલેલા માણસ પાસેથી માઘ પંડિતના પ્રાણ અન્ન વિના ગયા એ વાત સાંભળી ખેદયુક્ત થઈ સ્વજાતિના ધનવાન બ્રાહ્મણો ત્યાં ઘણા હતા તેમ છતાં પણ માઘ પંડિતની દુર્દશા નિર્દયપણે જોઈ રહ્યા માટે તે નગરનું નામ શ્રીમાલને બદલે ભિન્નમાળ પાડ્યું.
પૂર્વે ઘણી જ સમૃદ્ધિવાળી વિશાળા નામની નગરીમાં, મધ્ય દેશમાં જન્મેલો કાશ્યપગોત્રીય સર્વદેવ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે જૈન સાધુના સંગથી જૈન થયો હતો. તેણે પોતાના ધનપાળ
८४
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર