________________
નવો અનુવાદ કરવાનું કાર્ય ઘણો સમય માંગી લેશે તેમ લાગતાં અંતે જૂના ભાષાંતરને જ ઉપર મુજબ મઠારીને પ્રગટ કરીએ છીએ. - વિ.સં. ૧૯૬૫ માં આ ભાષાંતરની છેલ્લી આવૃત્તિ પ્રગટ થઇ હતી. એકસો ને પાંચ વર્ષ પછી આજે તેનું પુનઃ સંપાદન પૂર્વકનું પુનઃ પ્રકાશન થઇ રહ્યું છે.
જ આવા ઇતિહાસ ગ્રંથોનું અધ્યયન માત્ર માનસિક આનંદ માટે નથી કરવાનું પરંતુ તેમાંથી પ્રેરણા ગ્રહણ કરવા માટે કરવાનું છે. નૈતિક અને આત્મિક પ્રેરણાઓ પ્રબન્ધ ચિન્તામણિ” માં ડગલે ને પગલે મળે છે. તેને સ્વીકારીને આપણે સહુ કોઇ જીવનની તાત્ત્વિક ઉન્નતિનું સત્ત્વ પામનારા બનીએ એ જ એક શુભાભિલાષા.
- ગણી હિતવર્ધન વિજય વિ.સં. ૨૦૭૦, પોષ વદ-૫, તા. ૨૦-૧-૧૪, સોમવાર શંખેશ્વર તીર્થ - ગુજરાત
(
(
C (
0 () ()
0 () 0 0
0
|