________________
મારી નજરે દીઠો માટે મારવાના આગ્રહથી હું નિવૃત્તિ પામ્યો છું. પછી દેવરાજે આદરસત્કાર ઘણો કર્યો પણ તે ન ગણકારતાં જેમ આવ્યો હતો તેમ પોતાને ઘેર ચાલ્યો ગયો. વીરધવળની ઓરમાન માના પુત્રો રાષ્ટ્રકુટ રાજાના વંશમાં થયેલાં સાંગણ ચામુંડરાજ ઇત્યાદિ મહા શૂરવીર પુરુષો, તે સમયે જગતમાં ઘણા પ્રસિદ્ધ હતા. પછી વીરધવળની ઉંમર મોટી થઇ તેમ જ્ઞાન પણ વૃદ્ધિ પામ્યું. ત્યારે તે લજ્જા પામી દેવરાજના ઘરનો ત્યાગ કરી પોતાના ઘેર આવી પિતાની સેવામાં રહ્યો. પુન્ન અવસ્થા થઇ ત્યારે સત્યગુણ ઉદારપણું, ગંભીરપણું, ધીરજ, નીતિ, વિનય, ઉચિત તથા દયા, દાન ને ડહાપણ વિગેરે ઘણા ગુણોથી શોભતો થયો. ધીરે ધીરે કાંટાની જેમ નડતા શત્રુઓને વેગળા કરી કેટલીક પૃથ્વીને દબાવી પોતે રાજા થઇ પડ્યો. પછી કેટલાક દેશો પિતાએ પણ રાજી થઇ આપ્યા. એ રાજાનો ચાહડ નામે બ્રાહ્મણ પ્રધાન હતો પણ તેથી ઘણી રાજ્ય વૃદ્ધિ ન થઇ શકી, માટે કોઇ બુદ્ધિમાન વાણિયાને પ્રધાન કરવો. એ વિચારમાં વીરધવળ હતો, એવામાં પ્રાગ્ધાટ વંશમાં (પોરવાડ વાણિયાના વંશમાં) મૌક્તિકમણી સમાન પાટણના રહેનાર, તત્કાળ તે ગામમાં આવેલા વસ્તુપાળ-તેજપાળ સાથે ઘણી પ્રીતિ થઇ, તે મંત્રીની ઉત્પત્તિ નીચે પ્રમાણે.
ક્યારેક પાટણમાં જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ સિદ્ધાંતની વ્યાખ્યા કરતા હતા. તે વખતે પર્વ તિથિ હતી માટે સ્ત્રી-પુરુષોનો સમાજ ઘણો એકત્ર થયો હતો. તે સભાના અલંકાર રૂપ અતિશય રૂપવાન કુમારદેવી નામે કોઇ વિધવા સ્ત્રી આવી આચાર્યની દેશના સાંભળવા બેઠી. આચાર્ય પણ તેના સામું વારંવાર જોઇ સિદ્ધાંતમાં આવેલા સામુદ્રિકનું (શરીરનાં લક્ષણો તથા ચિહ્નોનું) વર્ણન કરતા હતા. તે સમયે તે સભામાં બેઠેલા આશરાજ નામના પ્રધાનનું મન, તે વિધવાના રૂપ રૂપી ચમક પાષાણમાં મર્યાદા છોડી ચોટી ગયું. તેને ખેંચવા એ પ્રધાન સમર્થ ન થયો. અવસ૨ના જાણ મહાચતુર એ આચાર્યે પણ ઝટપટ તે વ્યાખ્યાન આટોપી દીધું. પછી અવસર જોઇ મંત્રીએ સૂરિને વિધવા સામું વારંવાર જોવાનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે અમારા દેવતાનો સંકેત એવો થયો છે કે, આ વિધવાની કુક્ષિએ સૂર્ય તથા ચંદ્ર જેવા પુત્રોનો અવતાર થવાનો છે, માટે તેના સામુદ્રિક ચિહ્નોને વારંવાર જોતા હતા. આ પ્રકારે આચાર્યના મુખથી સાંભળી તે વિધવા સ્ત્રીનું હરણ કરી. તેને પોતાની અતિશય સર્વોપરી વ્હાલી સ્ત્રી કરી રાખી. તેની સાથે કામભોગ કરતાં કરતાં ગર્ભ રહ્યો તે અનુક્રમે તેને પેટે જન્મ ધારણ કરતાં સૂર્ય ચંદ્ર જેવા તેજસ્વી વસ્તુપાળ તથા તેજપાળ એ નામના પ્રખ્યાત પ્રધાન થયા.
એક દિવસ વીરધવલદેવે પોતાની પ્રધાન પદવી આપવા વાસ્તે તેજપાળને પ્રાર્થના કરી. ત્યારે તેણે રાજાને કહ્યું કે, એક દિવસ સહકુટુંબ મારે ઘેર ભોજન કરવા પધા૨ો પછી હું એ વાત અંગીકાર કરીશ. એ વાત રાજાએ કબુલ કરી પછી પ્રથમ પોતાના મહેલમાં રાણી સહિત રાજાને ભોજન કરાવી તેજપાળની અનુપમા નામે સ્ત્રીએ જયતલદેવી નામે રાણીને પોતાના કાનનું કર્પૂરમય કોઇ આભૂષણ તથા કપૂર સુવર્ણ મણિમોતી યુક્ત રચના વિશેષથી શોભતો એકાવલી નામનો હાર અર્પણ કર્યો. તેજપાળે રાજાની આગળ સુંદર ભેટ સામગ્રી લાવી અર્પણ કરવા માંડી ત્યારે રાજાએ તેનો
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
૧૮૦