________________
છે કે, જ્યારે એનો એક સ્થંભ લાવીને ઉભો કર્યો હતો ત્યારે તે જમીનમાં આરપાર પેસી ગયો હતો. તેના ઉપર બીજો સ્થંભ ચણાવી કામ ચલાવ્યું હતું. અને પુષ્કળ પૈસા ખર્ચી અને ધણી મહેનતે, આ ધર્મસ્થાન (દેવાલય) પૂરું કરાવ્યું હતું. પરંતુ એક વર્ષ થયું, તેવામાં દરિયાનું અતિ બલિષ્ટ પૂર સ્વાભાવિક રીતે આવ્યું અને તેની છોળોથી દેવાલયના પાયાનું ખોદાણ થયું, પૂર વિસર્જન થયા પછી જે કાદવ મૂળ સ્થંભને લાગેલો હતો અને જેના જોરથી થંભ જોરવાન અને આખા દેવાલયનો ટકાવ કરતો હતો, તે સ્થંભની જગાએ ફાટ તથા છિદ્રો પડ્યાં અને પ્રાસાદ જીર્ણ હાલતમાં આવ્યો. આ ખબર એક ખેપીયાએ આવી મંત્રીને સવિસ્તર કહી. આ ખબર દીલગીરી ભરેલી હતી, છતાં મંત્રીએ તે ખેપીયાને આ વાત તેની જીભેથી કહી તેથી તેને એક સોનાની જીભ બનાવી શરપાવમાં આપી તે જોઇ પાસે બેસનારાઓએ પૂછ્યું, કે આમ કેમ ? દીલગીરી ભરેલી ખબર લાવનારને શરપાવ આપવો ઘટે નહીં.
તેના ઉત્તરમાં એણે જણાવ્યું કે અમારા દષ્ટાંતનો લાભ લઈ હવે પછીના નાના મોટા ધર્માલયો બાંધનારાઓ પોતાના ધર્માલયને અતિ દઢ કરવાને યત્ન કરશે, કે જેથી તેમનું ધર્માલય ઉત્તમ થશે. આ ધર્મસ્થાનને માટે એવું કહેવાયું છે કે તે ત્રણ વખત પડી ગયું અને ત્રણ વખત ફરી બંધાવવામાં આવ્યું. જેમાંનું ત્રીજું, હાલ કાયમ છે. વળી એણે પાલીતાણા ઉપર મોટી પૌષધશાળા બંધાવેલી છે.
વળી ગિરનાર ઉપર સંઘ સહિત ગયો અને પર્વતની તળેટીમાં તેજલપુરમાં આશરાજ વિહાર તથા કુમારદેવી નામનું સુંદર સરોવર પણ કરાવ્યું. તેવામાં સેવકોએ આવી વિનંતિ કરી કે મહારાજ હવે ધવલગૃહમાં આપ પધારો. તે આપને રહેવાને વાસ્તે પરિપૂર્ણ થયું છે. આ સાંભળી પોતે પોતાના નિવાસમાં જવાને તત્પર થયો. તેવામાં સેવકોને કહ્યું કે ઠીક હું જાઉં છું. પણ મારા ગુરુરાજને માટે પૌષધશાળા તૈયાર છે ? કે તેઓ ત્યાં પધારે ? જવાબ મળ્યો કે ! હજુ તે કામ જારી છે અને તે રહેવાને લાયક થયું નથી. આ સાંભળી એણે મનમાં વિચાર્યું કે મારું રહેવાનું ધવલગૃહ તૈયાર થયું છે, પરંતુ ગુરુમહારાજને રહેવાની પૌષધશાળા તૈયાર નથી, ત્યારે હવે મારે શું કરવું, જો હું એકલો ધવલગૃહમાં જાઉં તો ગુરુમહારાજની એથી આશાતના (અવિનય) થશે. એમ ધારી પોતે સેવકોને હુકમ કરી બહાર તંબુ નંખાવી તેમાં ગુરુરાજ સાથે રહ્યો. પ્રાત:કાળે ગિરનાર ઉપર જઈ શ્રી નેમિનાથના ચરણકમળની પૂજા કરી, પોતે કરાવેલા શત્રુંજયાવતાર એ નામના તીર્થમાં ઘણી પ્રભાવના કરી તીર્થંકરનો જન્મ, દીક્ષા તથા કેવળજ્ઞાન જે દિવસ થાય છે, તે ત્રણ કલ્યાણ દિવસમાં મહોત્સવ કરી પ્રતિમાનું સ્થાપન કરેલું હતું તેવા ચૈત્યોમાં તેને ઘટતી ઘણી પૂજા સેવા કરીને ત્રીજે દિવસે જેવામાં પર્વત ઉપરથી ઉતરે છે તેવામાં ખબર મળી કે, પૌષધશાળા તૈયાર થઈ ગઈ. આ વાત સાંભળી ગુરુને લઇ પૌષધશાળામાં ગયો, ને તેના કામકાજ કરનારાઓની ઘણી પ્રશંસા કરી ઘણા શરપાવ આપી રાજી કર્યા. પછી એ મંત્રી પ્રભાસપાટણમાં ચંદ્રપ્રભસ્વામીને ઘણા ભાવથી નમસ્કાર કરી, જેમ ઘટે તેમ પૂજા કરી, પોતે કરાવેલા અષ્ટાપદ પ્રાસાદમાં સોનાનો કલશ સ્થાપન કરી, ત્યાં
વિરધવળ અને વસ્તુપાળનો પ્રબન્ધ
૧૮૩