________________
હટાવ્યો હતો. પછી ધારાનગરીમાં પોતાની આણ પ્રવર્તાવી સિદ્ધરાજ પાટણમાં આવ્યો. તે સમયે દેશના સર્વ વિદ્વાનોને અનુક્રમે આશીર્વાદ દેવાને બોલાવ્યા. તેમાં અંતે, જૈનાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ વિગેરે જૈનાચાર્યો પણ આવ્યા. તેમનો રાજાએ ઘણાં દાન માનથી સત્કાર કર્યો. ત્યારે બીજા આચાર્યોના આગ્રહથી ઘણા બુદ્ધિમાન હમાચાર્યે રાજાને આશીર્વાદનો એક શ્લોક બોલ્યા કે હે કામદુધા ગાય ! તું તારા ગોમય રસથી પૃથ્વીનું સિંચન કર, હે રત્નાકર સમુદ્ર ! તમે મોતીના પવિત્ર સાથીયા પૂરો. હે ચંદ્ર ! તું જળ ભરેલા પૂર્ણ કુંભ જેવો થા, હે દિગ્ગજો ! કલ્પ વૃક્ષના પત્ર પોતાને હાથે લઈ તમો તોરણ બાંધો. કારણ કે સિદ્ધરાજ પૃથ્વીમાં દિગ્વિજય કરી આવે છે. માટે માંગલિક પ્રકટ કરો, આ કાવ્યની ચાતુરીથી ચમત્કાર પામેલા રાજાએ હેમાચાર્યની ઘણી પ્રશંસા કરી. તેને ન સહન કરી શકતા કેટલાક બ્રાહ્મણો બોલ્યા કે, અમારાં વ્યાકરણાદિ શાસ્ત્ર ભણ્યા તો વિદ્વાન થયા એમાં શું આશ્ચર્ય !! ત્યારે રાજાએ હેમાચાર્ય સામું જોયું એટલે હેમાચાર્ય બોલ્યા કે, પૂર્વે શ્રી તીર્થકર મહારાજે બાલ્યાવસ્થામાં ઇન્દ્રની આગળ કહેલું જે જૈનેંદ્ર વ્યાકરણ કહેવાય છે તે ભણેલો છું. આ વચન સાંભળી બ્રાહ્મણો બોલ્યા કે – એ બધાં પૂર્વનાં ગપ્પાં જવા દઈ તમારામાં આધુનિક કાળમાં કોઈ વ્યાકરણ કર્તા થયો હોય તો બતાવો. આ વચન સાંભળી હેમાચાર્ય બોલ્યા કે, જો મહારાજા સિદ્ધરાજ સહાય કરે તો થોડા કાળમાં પંચાંગ નવીન વ્યાકરણ હું બનાવું. આ વચન રાજાએ ઘણાં માનથી અંગીકાર કરી હેમાચાર્યને કહ્યું કે તમે નવીન વ્યાકરણ કરો તેમાં જેટલી મદદ જોઇશે તેટલી કરીશ, પણ બોલ્યા પ્રમાણે પાળજો, એમ કહી વિદાય કર્યા. આચાર્ય પોતાના સ્થાનમાં આવ્યા. પછી મુંજાલ નામે મંત્રીએ એવી વાત સાંભળી કે સિદ્ધરાજે પ્રતિજ્ઞા કરી છે કે યશોવર્માના હાથમાં ઉઘાડી તરવાર આપી, તેની આગળ હાથી ઉપર બેસી નગરમાં પ્રવેશ કરવો. આ નીતિ વિરુદ્ધ શત્રુનો વિશ્વાસ કરવા રૂપ વાત સાંભળી તેણે રાજા પાસે આવી કહ્યું કે, આજથી મારે આપનું પ્રધાનપણું કરવું નથી. રાજાએ ઘણાં આગ્રહથી પ્રધાનપણું મૂકવાનું કારણ પૂછ્યું, ત્યારે મંત્રીએ કહ્યું કે શત્રુ સાથે સંધિ વિગ્રહ કરવા જેવી કોઈ વાત રાજાઓ સમજતા નથી, પરંતુ પ્રધાનની કહેલી વાત સાંભળે તો તેથી રાજાને લાભ કહેવાય છે. આ પ્રમાણે નીતિનું વાક્ય છે. પણ સ્વામીએ પોતાની બુદ્ધિથી પ્રતિજ્ઞા કરી છે તેનું પરિણામ સારું નથી. આ પ્રકારનું મંત્રીનું વચન સાંભળી રાજા બોલ્યો કે પ્રાણ ત્યાગ કરવો એ શ્રેષ્ઠ છે પણ લોક પ્રસિદ્ધ કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કરવો એ શ્રેષ્ઠ નથી. પછી મંત્રીએ રાજાની પ્રતિજ્ઞાનો ભંગ ન થાય માટે લાકડાની તરવાર કરાવી તેને ચકચકતો ધોળો રંગ ચઢાવી, યશોવર્માના હાથમાં આપી, તેને રાજાના હાથી ઉપર પછવાડે બેસાડી ઘણી ધામધુમથી નગર પ્રવેશ કરાવ્યો. આ માંગલિક મહોત્સવ સમાપ્ત થયા પછી રાજાએ વ્યાકરણ સંબંધી વૃત્તાન્ત સંભારી અનેક દેશોમાં પંડિતો મોકલી તમામ વ્યાકરણના ગ્રંથો મંગાવી હેમાચાર્ય પાસે “સિદ્ધ ' એ નામનું સવા લાખ શ્લોકનું પંચાંગ વ્યાકરણ એક વરસમાં કરાવ્યું. તે પુસ્તકને રાજાને બેસવા યોગ્ય મોટા હાથી ઉપર મૂકી તે ઉપર શ્વેત છત્ર ધરાવી બે બાજુએ ચામર કરનારાઓને ઉભા રાખી અતિ અદ્દભુત શોભા સાથે હેમાચાર્યના સ્થાનમાંથી
૧ ૨૮
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર