________________
પાંચશે (૫00) સુભટો લેઈ એવો સંગ્રામમાં પડ્યો કે જેમ સૂર્ય અંધકારનો નાશ કરે, જેમ સિંહ હાથીના ટોળાને નશાડે તથા જેમ મોટો વાયુ મેઘ મંડળને વેરી નાંખે એમ શત્રુના લશ્કરને એક ક્ષણ માત્રમાં નષ્ટ કર્યું.
હવે પરમર્દિ રાજા જગતમાં દૃષ્ટાંત દેવા યોગ્ય મોટા ઐશ્વર્યને ભોગવતો, રાત-દિવસ પોતાના બળથી ભરેલો, છૂરિકા અભ્યાસ (તરવાર ફેરવવાનો અભ્યાસ) કરતો હતો. ફક્ત એક નિદ્રામાં હોય તે વખતે નહીં. વળી નિત્ય ભોજન વખત અનેક પ્રકારની સામગ્રી પીરસવામાં ગભરાતા રસોઇઆને તરવારવડે મારતો હતો. એમ એક વર્ષમાં ત્રણસો ને સાઠ રસોઈઆને મારવાથી, કોપકાળાનલ એ પ્રકારનું બિરૂદ ધારણ કરતો થયો. તે ઘણો જ ક્રોધી હતો. તેના વર્ણનના કાવ્યનો અર્થ નીચે પ્રમાણે.
પરમર્દિ રાજાના યશનો સમૂહ ઘણો જ વિસ્તાર પામ્યો હતો. તેને જોઇ કવિ કહે છે કે, હે આકાશ ! તું નાશી જા. કેમ કે તારામાં એ યશ માઇ શકશે નહીં તથા હે દિશાઓ તમે પણ નાશી જાઓ, કેમ કે તમારામાં પણ એ યશ સમાશે નહીં તથા હે પૃથ્વી તું પણ વિશાળ થા. કેમ કે તારા ઉપર પણ એ યશ માશે નહીં. તમે પૂર્વે થયેલા રાજાઓનો પ્રગટ થયેલો યશ પ્રત્યક્ષ ધારણ કર્યો છે, તો પણ આ રાજાનો યશ તો તેથી વધારે છે. તે તમે નજરે જુઓ કે જેમ દાડમનું ફળ ઘણા ઉદય પામતા બીજના પ્રતાપથી ફાટી તેમાં તીરાડા પડે છે. તેમ આ સઘળુ બ્રહ્માંડ આ રાજાના યશના ભરાવાથી ફાટી જતું દેખાય છે. એ પ્રકારે સ્તુતિ કરેલા રાજાએ ઘણા વર્ષ રાજય કર્યું.
એક દિવસ સપાદલક્ષ રાજા સહિત પૃથ્વીરાજની સાથે સંગ્રામ થયો. ત્યાં પોતાના સૈન્યનો પરાજય થયો તેથી ચારે પાસ લશ્કર નાઠું ને પરમર્દિ રાજા પણ પોતાની હાર થવાથી એક દિશા ભણી નાઠો. તે પોતાની રાજધાનીમાં આવી રહ્યો. હવે એ રાજાથી અપમાન પામેલા કેટલાક સેવકો પોતાનો દેશ મૂકી. પૃથ્વીરાજની સભામાં આવ્યા. નમસ્કાર કરી બેઠા એટલે રાજાએ પૂછ્યું કે તમારા રાજાના નગરમાં ક્યા દેવની ઘણી પૂજા માનતા ચાલે છે તેના ઉત્તરમાં એક કાવ્ય બોલ્યા. તેનો અર્થ :
શિવની પૂજા કરવામાં ભક્તિ રસવાળા પુરુષોનો વેગ મંદ પડ્યો છે ને કૃષ્ણ પૂજન કરવાની તૃષ્ણા મટી ગઈ છે અને પાર્વતીને નમસ્કાર કરવામાં વ્યાકુળ થતા લોકો સ્વંભિત થઈ ગયા છે અને વિધાતારૂપી ગ્રહણ (બ્રહ્મા) પણ વ્યગ્ર થયો છે. એટલે પ્રથમથી જ બ્રહ્માનું પૂજન ઓછું હતું, પણ હવે તો સમૂળું જતું રહ્યું માટે તે આકુળ વ્યાકુળ થયો છે ! પરંતુ એ નગરમાં વિશેષ આદરથી ઘાસનો પૂળો પૂજાય છે. કારણ કે નગરના લોક એમ જાણે છે કે અમારા પરમર્દિ રાજાએ આ ઘાસનું તરણું દાંતે લીધું તો પૃથ્વીરાજથી બચીને જીવતો પોતાના નગરમાં આવ્યો. પણ બીજા કોઈ દેવે રક્ષા ન કરી, ફક્ત ઘાસના તરણાએ જ રક્ષા કરી. એમ ધારી તે તરણાનું જ પૂજન અર્ચન કરે છે. આવી આવી સ્તુતિઓ સાંભળી પૃથ્વીરાજ ઘણો સંતોષ પામ્યો અને તે લોક પર પોતાની મોટી મહેરબાની જણાવી.
પૃથ્વીરાજે એકવીશ વાર મ્લેચ્છરાજને ત્રાસ પમાડી સંગ્રામમાંથી નસાડ્યો હતો તો પણ તેણે બાવીશમી વાર ઘણું લશ્કર લઇ પૃથ્વીરાજની રાજધાની ઘેરી પડાવ નાખ્યો. તે વખતે રાજાની
જુદાં-જુદાં પ્રબન્ધો
૨૦૯