________________
આર્યસહસ્તીના ઘણા શિષ્યોમાં એક શિષ્ય વૃદ્ધાવસ્થામાં દિક્ષા લીધી હતી. જયારે ત્યારે સમય વિચાર્યા વગર મોટા બરાડા પાડી તે ગોખતો હતો. રાજાએ આ પ્રમાણે તેને બરાડા પાડીને ગોખતો જોઈ હસીને કહ્યું કે, “આ તે મુશળ ફુલાવશે કે શું?' વૃદ્ધ શિષ્ય રાજાનું વચન કાનો કાન સાંભળ્યું. તેણે મારું અપમાન કર્યું એમ ધારી વાગ્દેવીનું આરાધન કરી સકળ કળાઓ સંપાદન કરી, પછી એક દિવસ શહેરના રાજમાર્ગમાં ચોગાન વચ્ચે એક મોટું મુશળ રોપી તેને વિદ્યાના બળથી પ્રફુલ્લિત કર્યું. આવા અલૌકિક ચમત્કારથી નગરના લોકો આશ્ચર્ય પામ્યા. તે વાર્તા રાજાને કાને આવી. તે ઉપરથી રાજા બોલ્યો :
લોકો આ શું કહે છે ? વૃદ્ધ શિષ્ય શું મોટા વાદી થયા ? એ વાર્તા શું માનવા યોગ્ય છે? જેમ જળકાગનું શિંગડુ ઇન્દ્ર ધનુષ્યના જેવડું થયું, અગ્નિનો સ્વભાવ શીતળ થયો, વાયુનો સ્વભાવ નિષ્કપ્પ થયો, એ વચન શ્રદ્ધા કરવા યોગ્ય નથી, તેમ વૃદ્ધવાદિને વિષે પણ તેવું જ જણાય છે. રાજાએ પ્રત્યક્ષ જોઈ નક્કી કર્યું કે મારી કલ્પના તદ્દન ખોટી છે, ત્યારથી જૈન માર્ગમાં વૃદ્ધવાદી મોટા આચાર્ય થયા. જે સિદ્ધસેનદિવાકરના પણ મોટા ગુરુ કહેવાય છે.
વૃદ્ધવાદિએ સિદ્ધસેનદિવાકરને પોતાના શિષ્ય કર્યા, તે સંબંધમાં નીચે પ્રમાણે ઇતિહાસ છે.
જંઘાચારણ વિદ્યા ધરાવનારા અને શ્વેતાંબર પરંપરામાં થયેલાં એવા વજસેન નામના મુનિએ, પૂર્વે લાટદેશનું આભૂષણ એવા ભરૂચ શહેરની સમીપે નર્મદા કિનારે શક્રાવતાર તીર્થ છે ત્યાં નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવજીનું મંદિર સ્થાપન કરેલું છે. જે જગ્યા હાલ શકુનિકાવિહાર એ નામથી ઓળખાય છે. તે સ્થળમાં આવી વૃદ્ધવાદિએ ચોમાસુ ગાળ્યું તે સમયે દક્ષિણ કર્ણાટક દેશમાં દિવાકર નામે કોઇ મહાનું પંડિત બ્રાહ્મણ થયો. તેને વિદ્યાનો ગર્વ વિશેષ હતો. દક્ષિણ દેશમાં વિદ્યાના બળથી સઘળા વિદ્વાનોને જીતી પોતે પ્રસિદ્ધિ મેળવી. તેટલાથી સંતોષ ન પામી, ઉત્તર દિશાના વિદ્વાનોને જીતવા કેટલાક શિષ્યોને સંગાથે લઈ નીકળ્યો તે વિદ્યાનો મોટો અહંકારી હતો માટે તેણે પ્રતિજ્ઞા કરી કે, જે કોઈ પંડિત મને જીતે તેનો હું શિષ્ય થાઉં. હંમેશા તે પોતાને પેટે પાટા બાંધતો, એટલું જ નહી પરંતુ સંગાથે એક લાંબી નિસરણી, જાળ, કોદાળો અને ઘાસની પુળી, એટલાં સાધન ફેરવતો હતો. કોઈ તેને એનું કારણ પુછે તો તે એવો જવાબ આપતો કે હું સમસ્ત વિદ્યા ભણ્યો છું તેના બોજાથી ક્યાંક મારું પેટ ચીરાઇ જાય, એ ભયથી હંમેશ હું પેટે પાટો બાંધી રાખું છું. નિસરણી રાખવાનું કારણ એટલું જ કે કોઈ વિદ્વાન મારી સાથે વાદ કરતાં હારવાના ભયથી, કંઈ ઊંચો ચઢી જાય, તો આ નિસરણી ઉપર ચઢી તેને પકડી નીચો ઉતારવો. કદી જળમાં ડુબકી મારે તો જાળથી ખેંચી કાઢવો અને પૃથ્વીમાં પેસી જાય તો કોદાળી વડે માટીમાંથી ખોદી કાઢવો. તેમ કરતાં હારેલો ભોંય પર સ્તબ્ધ થઈને બેસી રહે તો ઘાસનું તરણું દૂર લેવા ન જતાં, આ પુળીમાંથી ઝટ તેને દાંતે લેવરાવવું. એવી રીતે વિદ્વાનોના માનનું ખંડન કરતા કરતા નર્મદા કિનારે ભૃગુકચ્છ નગરની નજીક આવી ચડ્યો. ત્યાં તેણે સાંભળ્યું કે આ શહેરમાં વૃદ્ધવાદિ નામે જૈન ધર્મના મોટા પ્રખ્યાત આચાર્ય આવેલા છે. તેથી હરખાતો હરખાતો ઉતાવળે તે ભરૂચ
૧૮
પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર