________________
પ્રજાથી જીવાય નહિ. આ વાક્ય સાંભળી કુમારપાળ બોલ્યા કે રાજાને શું મેઘની ઔપમ્યતા આપી ? આ પ્રકારનું રાજાનું વચન સાંભળી સભામાં બેઠેલા હાજી હાજી કરનારા પુરુષો રાજાની શબ્દ ચાતુરીની પ્રશંસા કરી વાહ ! વાહ ! કહેવા લાગ્યા. તે જોઇ કપર્દી મંત્રી નીચુ મુખ કરી બેઠા. તે જોઇ એકાંતમાં કુમારપાળે કપર્દી મંત્રીને તેનું કારણ પૂછ્યું ત્યારે મંત્રીએ કહ્યું કે, સર્વ વ્યાકરણથી વિરુદ્ધ આપ બોલ્યા અને હાજી હાજી કરનારાએ પ્રશંસા કરી, એ બે કારણથી મારે નીચુ મુખ કરવું ઉચિત છે, કારણ કે રાજા વગરનું જગત હોય તે સારુ પણ મૂર્ખ રાજા તો જોઇએ જ નહિ. કેમકે શત્રુ મંડળમાં તેવાની અપકીર્તિ થાય છે, માટે જે જગ્યાએ આપ ઔપમ્યતા શબ્દ બોલ્યા, તે જગાએ ઉપમેય, ઔપમ્ય અને ઉપમા ઇત્યાદિ શબ્દો શુદ્ધ કહેવાય. આ વચન સાંભળી કુમારપાળે એક વર્ષમાં કક્કાથી આરંભી વ્યાકરણ તથા કાવ્ય ભણી, શાસ્ત્રમાં પ્રવીણ થઇ વિચાર ચતુર્મુખ એવું બિરૂદ ઉપાર્જન કર્યું. એ પ્રકારે કુમારપાળના અધ્યનનો પ્રબંધ પૂરો થયો.
એક દિવસ વ્યાખ્યાન આપવાની સભામાં કુમારપાળ સહિત હેમચન્દ્રાચાર્ય બિરાજ્યા હતા. ત્યાં કાશીના એક વિશ્વેશ્વર નામે કવિએ આવી અર્ધો શ્લોક બોલી આશીર્વાદ દીધો. તેનો અર્થ :
હાથમાં ડંડ ને ખભે કામળ ધારણ કરતા હેમચન્દ્રાચાર્યરૂપી ગોવાળ તમારી રક્ષા કરો. આ વચન સાંભળી રાજાએ ક્રોધ સહિત કવિ સામું જોયું તે વખત સભામાં બેઠેલા હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્ર કવિએ એ શ્લોકનું ઉત્તરાર્ધ્વ બોલી સમસ્યા પૂરી કરી. તેનો અર્થ :
છ દર્શન રૂપી પશુના ટોળાને જૈનદર્શન રૂપી ગોચર ભૂમિમાં ચારો ચરાવતા હેમચંદ્રાચાર્યરૂપી ગોવાળ તમારી રક્ષા કરો. આવા અર્થવાળો શ્લોકનો ઉત્તરાર્ધ બોલવાથી સભામાં બેસનાર સર્વે અતિશય પ્રસન્ન થયા. પછી એ કવિએ “વ્યાષિદ્ધા” એ પદ બોલી રામચંદ્રાદિ કવિઓને સમસ્યા પુરવાનું કહ્યું તે જોઇ કપર્દી મંત્રીએ એ સમસ્યા શ્લોક સંપૂર્ણ કરી બોલી બતાવ્યો. તેનો અર્થ : કુંવારી કન્યાઓ (સંતાકુકડીની) રમત રમતી હતી. જેની આંખો દબાવી રાખી હોય તે કન્યા બીજી સંતાઇ ગયેલી કન્યાઓને ખોળી કાઢે. આ રમતમાં એક વિશાળ નેત્રવાળી કન્યાનાં નેત્ર દબાવી રાખવાનો વારો આવ્યો. તે વખતે એનાં નેત્ર ઘણાં લાંબા હોવાથી, હથેળી વડે ઢંકાયાં નહીં વળી તેના મુખચંદ્રની કાંતિથી તે જ્યાં સંતાય છે ત્યાંથી તે તરત પકડાય છે. તેથી એને રમતમાંથી કાઢી મૂકી, માટે પોતાનાં નેત્રની અને મુખચંદ્રની નિંદા કરતી સખીઓના મધ્યમાં ઉભી ઉભી રડે છે. “વ્યાષિદ્ધા” એ પદની સમસ્યા કપર્દી મંત્રીએ પૂરી, તેથી પ્રસન્ન થઇ તમે સાક્ષાત્ સરસ્વતીનું સ્થાન છો એમ કહી, તે કવિએ પોતાના કંઠમાંનો પચાસ હજાર રુપીઆનો કંઠો હતો તે કાઢી કપર્દી મંત્રીના ગળામાં અર્પણ કર્યો. આ પ્રકારનું તે કવિનું ડહાપણ જોઇ રાજાએ પોતાની પાસે તેને રાખવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે એક શ્લોક બોલ્યો. તેનો અર્થ :
(૧) કાશીના પંડિતે હેમચંદ્રાચાર્યને ગોવાળ કહી મઝાક કરી, તેના જવાબમાં તેમના શિષ્યે વળતો તે પંડિતનો ઉપહાસ કર્યો કે તમારા જેવા પશુઓ માટે હેમચન્દ્રાચાર્ય ગોવાળ છે.
કુમારપાળરાજાનો પ્રબન્ધ
2
૧૬૫