________________
કાશી દેશનો કર્ણરાજ કથા માત્ર શેષ રહ્યો (અર્થાત્ મરી ગયો) તેથી લોકો નાસી ગયા અને નગરી દુર્બળ થઈ. હમીર રાજાના ઘોડા હર્ષ સહિત ખુંખારા કરી રહ્યા છે (અર્થાત્ હમીરનું રાજ થયું છે) માટે જ્યાં લવણસમુદ્ર સરસ્વતીનું આલિંગન કરે છે એવા પ્રયાગ ક્ષેત્રમાં જવાને મારુ મન ઉત્કંઠિત થયું છે (અર્થાત્ કાશીમાં હવે મારું મન રહ્યું નથી તેથી હું પ્રયાગ જઉ છું).
એ પ્રકારે પોતાનો અભિપ્રાય જણાવી રાજાથી ઘણો શિરપાવ પામી તે કવિ પોતાના મનોવાંછિત સ્થાનમાં ગયો.
ક્યારેક કુમારપાળ રાજાએ પોતાના વિહાર સ્થાનમાં બોલાવેલા શ્રી હેમચન્દ્રાચાર્ય કપર્દી મંત્રીનો હાથ ઝાલી તે સ્થાનના પગથિયા ચઢે છે, એટલામાં આગળ ચાલતી નર્તકી (નૃત્યકરનારી સ્ત્રીના કંચુઆને પકડી રાખનાર અને નિતંબ ભાગ ઉપર અથડાતી દોરી (કપડાની કસ) સ્તન ભારના પ્રફુલ્લિતપણાથી ખેંચાતી જોઇ, કપર્દી મંત્રી અડધી ગાથા બોલ્યો. તેનો અર્થ :
સુંદરીનો કંચુઓ સારા ભાગ્યના ઉદયને પામવા ઊંચો થઈ ઉતાવળ કરે છે તે યુક્ત છે. આટલું બોલી વિલંબ કરે છે એટલે એ ગાથાનું ઉત્તરાર્ધ હેમચન્દ્રાચાર્ય બોલ્યા. તેનો અર્થ :
પૂર્વે કહી એ વાત (કપર્દી મંત્રીએ કહી તે) સાચી છે, કેમકે પશ્ચાત્ ભાગ (નિતંબ) એના ગુણ (દોરી) ગ્રહણ કરી કરીને પુષ્ટ થયા છે એટલે સન્મુખ તો સ્તનની પેઠે ઉત્તપણું દેખાડે તેમાં શું ! પણ જેની ઉન્નતિ પાછળ કહેવાય તે શ્રેષ્ઠ કારણ કે તરુણ જન પણ નિતંબના ગુણ ગ્રહણ કરે છે.'
એક દિવસ કપર્દી મંત્રી એક હાથની મુઠી વાળી હેમચન્દ્રાચાર્યને પગે લાગી ઉભા, ત્યારે હેમાચાર્યે પૂછ્યું કે હાથમાં શું છે? ત્યારે કપર્દી મંત્રી પ્રાકૃત ભાષામાં બોલ્યો કે હરડે. આ અક્ષર સાંભળી હેમાચાર્યે કહ્યું કે “શું હજુ સુધી પણ” આ વાક્ય સાંભળી કપર્દી મંત્રી બોલ્યા કે શું છેલ્લો હોય તે પહેલો ન થાય? એટલું જ નહિ પણ એક માત્રા વડે અધિક પણ થાય. આ વચન સાંભળી હેમાચાર્ય ઘણું હર્ષ પામ્યા અને આનંદના આંસુ નેત્રમાં આવ્યા. રામચંદ્ર પ્રમુખ પંડિતોની આગળ કપર્દી મંત્રીની વિદ્વત્તાનાં વખાણ કર્યા. આ સાંભળી સભાના સર્વે પંડિતો બોલ્યા કે તમારા બે જણના સમસ્યા ભાષણમાં અમો કાંઈ પણ સમજ્યા નહિ. પછી હેમાચાર્યે એ વાતનો ખુલાસો કરી સર્વેને સમજાવ્યા કે, હરડે શબ્દથી એક અર્થમાં હરડે અને બીજા અર્થમાં “હ” રડે છે. ત્યારે મેં પૂછ્યું કે શું હજુ સુધી રડે છે ? (અર્થાત કક્કાના અક્ષરોમાં હ સૌથી છેલ્લે છે તેથી રડે છે.) તેના જવાબમાં એમ કહ્યું કે, મે મારા નામ “હેમચન્દ્ર” માં તે હકારને એક માત્રા વડે અધિક બનાવીને સ્થાપ્યો છે. માટે હવે હકાર રડે નહીં. એ પ્રકારે હરડેનો પ્રબંધ પૂરો થયો.
(૧) કપર્દી મંત્રીએ સ્તનની ઉંચાઈ વખાણી, પણ હેમચંદ્રાચાર્યે તો એથી ઉલટું જ કહ્યું કે આગળ ઉન્નતાઇ દેખાડે
તે કરતા, નિતંબ પેઠે જે વ્યક્તિ ઉન્નતિ પાછળ દેખાડે તે શ્રેષ્ઠ.
૧૬૬
પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર