________________
ક્યારેક કોઇ પંડિતે ઉર્વશી શબ્દમાં શકાર તાલવ્ય (શ) છે કે દન્ત્ય (સ) છે એવું હેમચંદ્રાચાર્યને પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેઓ કાંઇ વિચારમાં રહ્યા. એટલામાં કપર્દી મંત્રીએ એક પત્ર ઉપર એ શબ્દની વ્યત્તિ લખી હેમચન્દ્રાચાર્યના ખોળામાં મૂકી (ઉરૂ એટલે ઘણા પુરુષોનું અશન કરે ભોજન કરે) આ પ્રકારની તેની શબ્દ વ્યુત્પત્તિ જોઇ પ્રસન્ન થઇ તે પ્રકારનો નિર્ણય હેમચન્દ્રાચાર્યે પૂછનારને કહ્યો. એ પ્રકારે ઉર્વશી શબ્દનો પ્રબન્ધ પૂરો થયો.
એક દિવસ સપાદલક્ષ નામે રાજાનો સંધિવિગ્રહ કરનાર પુરુષ કુમારપાળની સભામાં આવી બેઠો. ત્યારે રાજાએ પૂછ્યું કે, તમારા સ્વામી કુશલ છે ? આ વચન સાંભળી તે (વિશલદેવ) રાજાનો મહા મિથ્યાભિમાની ! દૂત બોલ્યો કે, વિશલદેવ એટલે વિશ્વ કહેતાં જગત અને લ કહેતાં ગ્રહણ કરે, એવા સમર્થ પુરુષને સદા કુશળ જ હોય ! એટલે સદા જીત હોય એમાં તે કંઇ સંદેહ છે ? આ પ્રકારનું મહાભિમાની વચન સાંભળી, રાજાએ તે વચનનું ખંડન કરવા કપર્દી મંત્રીને અણસાર કર્યો. ત્યારે તે બોલ્યો કે એ નામનો અર્થ આ પ્રકારનો છે. વિ એટલે પક્ષીની પેઠે, શ્વલ એટલે પલાયન કરે. તેને વિશલદેવ કહીએ. આ પ્રકારે એ નામમાં દુષણ ઉત્પન્ન કરવાથી, એ રાજાએ પોતાનું નામ વિગ્રહરાજ એવું સ્થાપન કરી પ્રસિદ્ધ કર્યું. વળી બીજે વર્ષે પણ એ જ પ્રકા૨નો બનાવ બન્યો ત્યારે તે જ પુરુષ કુમારપાળ રાજા આગળ પોતાના રાજાનું નામ વિગ્રહરાજ એવું કહી, તે નામના અર્થનું વર્ણન કર્યું કે, વિગ્રહ એટલે લડાઇ કરવી અને રાજ એટલે સર્વોપરી. આ પ્રકારની મિથ્યા પ્રશંસા સાંભળી કુમારપાળના કહેવાથી કપર્દી મંત્રીએ એ નામનો અર્થ બીજી રીતે કરી બતાવ્યો કે, વિગ્ન શબ્દનો અર્થ નાકવિનાનો પુરુષ અને હરાજ કહેતાં શિવવિષ્ણુ. આ પ્રકારનો વિપરીત અર્થ કરી એ નામનું ખંડન કર્યું. ત્યાર પછી એ રાજાએ કપર્દી મંત્રીના ભયથી અભિમાન મૂકી પોતાનું નામ કવિબાંધવ એવું સાધારણ અર્થવાળું રાખ્યું.
એક દિવસ કુમા૨પાળ રાજાની આગળ સભામાં ઉદયચંદ્રસુરિ શ્રી યોગશાસ્ત્રનું વ્યાખ્યાન કરતા હતા. તે વખત હેમચંદ્રાચાર્ય પ્રમુખ સર્વે વિદ્વાનો પણ બેઠા હતા. તે વખતે પંદર કર્માદાનની વ્યાખ્યામાં એક શ્લોક આવ્યો. તેમાંનું પદ વારંવાર વાંચવા માંડ્યું તે જોઇ હેમચન્દ્રાચાર્યે પૂછ્યું કે શું લિપિ ભેદ છે ? ત્યારે તેમણે કહ્યું ‘રોમ્હાં’ આ પ્રયોગ વ્યાકરણ વિરુદ્ધ છે. આ પ્રકારની તેમની બુદ્ધિ જોઇ, હેમચન્દ્રાચાર્ય તથા કુમારપાળ વિગેરે સર્વે પંડિતોએ તે વાત કબુલ કરી તેમનાં વખાણ કર્યા. આ પ્રકારે ઉદયચંદ્રસુરિનો પ્રબંધ પૂરો થયો.
એક દિવસ કુમારપાળ રાજાએ ઘેબર જમતાં જમતાં કાંઇક વિચાર કરી તેનો ત્યાગ કરી, હેમચન્દ્રાચાર્ય પાસે આવીને પૂછ્યું કે, મહારાજ ! અમારે ઘેબરનો આહાર કરવો ઘટે કે નહિ ? ત્યારે હેમાચાર્ય બોલ્યા કે, વાણિયા બ્રાહ્મણને ક૨વો ઘટે છે, પણ જેણે અભક્ષ્યનો નિયમ કર્યો છે, એવા ક્ષત્રિયને એ આહાર કરવો ઘટતો નથી કેમકે એથી પ્રથમ કરેલા માંસાહારનું સ્મરણ થાય
કુમારપાળરાજાનો પ્રબન્ધ
૧૬૭