________________
વિષયથી ભરપુર કરી) શ્રી શત્રુંજયે ગયા. ત્યાં તીર્થની આરાધના કરી દેવની પાસે દુઃખનો નાશ કરનાર તથા કર્મનો નાશ કરનાર પ્રણિધાન દંડક ઉચ્ચારણ કરી પરમાત્માની ઘણી પ્રાર્થના કરી તે વખતે એક ચારણ એક દુહો બોલ્યો. તેનો અર્થ :
હે જિનવર ! એક ફૂલ માટે એટલે જે તમને એક ફૂલ ચડાવે છે તેને તમે સિદ્ધિ સુખ આપી ઘો છો. આ રીતે વિચારી જોતાં હે પ્રભુ ! તમે અતિશય ભોળા છો.
આ પ્રકારે ભાવના ભાવી નવ વાર તેનો તે દુહો બોલતા ચારણને રાજાએ નવ હજાર રુપીયા આપ્યા. ત્યાર પછી ત્યાંથી ગિરિનારની યાત્રા કરવા ગયા. અકસ્માત્ એ પર્વત કંપવાથી હેમાચાર્યે રાજાને કહ્યું કે વૃદ્ધ પરંપરાથી એમ સંભાળાય છે કે સંગાથે આવતાં બે મોટા પુણ્યશાળી પુરુષોના ઉપર આ છત્ર શિલા પડવાની છે માટે આપણે બે પુણ્યવાળા છીએ, તેથી એ વાણી આપણા ઉપર ફળીભૂત થાય તો મોટો લોકઅપવાદ (=નિંદા) થાય. માટે હું અત્રે રહુ છું અને તમે દેવ વંદન કરી આવો. એમ કહ્યું ત્યારે રાજા બોલ્યો કે, હું અત્રે રહુ છું અને સંઘ સહિત તમે વંદન કરી આવો. આ પ્રકારનો ઘણો આગ્રહ કરી સંઘ સહિત હેમાચાર્યને દેવવંદન કરવા છત્રશિલાના માર્ગે મોકલ્યા અને રાજાએ છત્રશિલા માર્ગનો પરિત્યાગ કરી જે જગાએ જુનો કિલ્લો હતો તે તરફ નવીન પગથીયાં બંધાવી માર્ગ ક૨વાને વાગ્ભટ્ટ મંત્રીને આજ્ઞા આપી. તે તૈયાર કરતાં ત્રેસઠ લાખ રૂપયાનો ખર્ચ થયો.
ક્યારેક રાજાએ પૃથ્વીમાં માણસ માત્રને ઋણ રહિત કરવાની ઇચ્છાથી સુવર્ણ સિદ્ધિ કરવાની વાત હેમચંદ્રાચાર્યને પૂછી. ત્યારે તેમણે કહ્યું કે એ તો મારા ગુરુ જાણે છે. રાજાએ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી સંઘની વિનંતી સહિત પોતાની વિનંતી મોકલીને મહા તપ કરનાર દેવચંદ્રસૂરિને તેડાવ્યા. તેમણે પણ વિનંતી વાંચી વિચાર્યું કે સંઘ સંબંધી કોઇ મોટું કામ આવી પડ્યું હશે માટે મને બોલાવે છે એમ વિચારી વિધિ સહિત વિહાર કરી, કોઇ ન જાણે તેમ પોતાની પૌષધશાળામાં આવ્યા. રાજા તો તેમના સન્મુખ મોટા આડંબરથી જવાની તૈયારીમાં હતો. એટલામાં ગુરુ પૌષધશાળામાં આવ્યા. આ વાત સાંભળી તત્કાળ પૌષધશાળામાં આવી તેમને વંદના કરી. રાજાએ, હેમચંદ્રાચાર્યે તથા સમસ્ત શ્રાવકોએ દ્વાદશાવર્ત વંદન કર્યું. પછી ગુરુમુખથી દેશના સાંભળી સર્વે સભા ઉઠી ગઇ ત્યારે ગુરુએ પડદો નંખાવી એકાંતમાં સંઘ સંબંધી કામ પૂછ્યું. હેમચંદ્રાચાર્ય તથા રાજાએ બન્ને જણે ગુરુના પગમાં પડી સુવર્ણ સિદ્ધિની યાચના કરી.
હેમચન્દ્રાચાર્ય બોલ્યા કે જ્યારે હું બાળક હતો ત્યારે કઠીયારણ પાસેથી તમોએ કોઇ લતા માંગી અને અગ્નિમાં તપાવેલો તાંબાનો કટકો તે વેલડીના રસના સંયોગથી સુવર્ણનો બની ગયો હતો. માટે તે વેલનું નામ સંકેત વિગેરે કહેવાની કૃપા કરો. આ પ્રકારનું હેમચન્દ્રાચાર્યનું વચન સાંભળી કોપ કરી. પોતાના પગ ઉપર માથું મુક્યું હતું તેને દૂર કરી, તિરસ્કાર કરી બોલ્યા કે, તું સુવર્ણ સિદ્ધિને યોગ્ય નથી. જેમ કોઇ માંદાને મગ બાફી તેનું પાણી પાય તો પણ તેનું તેને અજીર્ણ થાય તો તેને ઘી સાકર યુક્ત મોદક આપીએ તો તે શી રીતે પચે ? તેમ તને પ્રથમ કિંચિત્
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
૧૭૨