________________
વિદ્યા આપી તે તારાથી જીરવી ન શકાઇ તો જેમ મંદાગ્નિવાળો મોદક જીરવી ન શકે તેમ તું સુવર્ણ સિદ્ધિ વિદ્યાને કેમ જીરવી શકીશ ? એમ કહી નિષેધ કર્યો. પછી રાજા સામું જોઇ બોલ્યા કે, સુવર્ણ સિદ્ધિ મળે એવું તારું ભાગ્ય નથી. માટે હિંસા નિવારણ કરવી તથા જિનમંદિરથી પૃથ્વી શોભતી ક૨વી ઇત્યાદિ પુણ્યવડે આ લોક પરલોકનું કામ સિદ્ધ થયે છતે પણ અધિક અભિલાષા શું કરવા કરે છે ? એમ કહી જેમ આવ્યા હતા તેમ વિહાર કરી ગયા.
કોઇ દિવસ કુમારપાળ રાજાએ પોતાના પૂર્વ જન્મનો વૃત્તાંત હેમચન્દ્રાચાર્યને પૂછ્યો ત્યારે તેમણે પણ જેમ હતું તેમ કહી બતાવ્યું.
કોઇ અવસરે બિબેરાના રાજા સાથે યુદ્ધ કરવા લશ્કર તૈયાર કર્યું ત્યારે વાગ્ભટ્ટનો નાનો ભાઇ બાહડ નામનો પ્રધાન હતો, તે ઘણો દાનેશ્વરી હતો, માટે તે લક્ષ્મીનો નાશ ન કરે તેમ ઘણી શિખામણ દઇ રાજાએ સેનાપતિ કર્યો. તેણે બે પ્રયાસ (બે મુકામ) થયા પછી ઘણા યાચક લોકો એકઠા મળેલા દેખી કોશાધિપતિ પાસે લાખ રુપીઆ માગ્યા. ત્યારે તેણે રાજાએ ના કહેલ હતી તેથી ન આપ્યા. પછી સેનાપતિએ તેને કોયડા મારી લશ્કરમાંથી કાઢી મૂક્યો અને પોતે પોતાની ઇચ્છા પ્રમાણે દાન આપી યાચકોને સંતોષ પમાડ્યા. એક ઊંટડી ઉ૫૨ બે યોદ્ધા એવી રીતે ચૌદશે ઊંટડીયો લઇ થોડું થોડું પ્રયાણ કરી, બિંબેરા નગરનો કિલ્લો ઘેરી લીધો, પણ તે રાત્રિએ તે નગરમાં સાતસો કન્યાઓનો સંગાથે વિવાહ આરંભ્યો હતો માટે તે વિવાહમાં વિક્ષેપ ન થાય તેથી સંપૂર્ણ રાત્રિ સ્થિ૨૫ણુ રાખી પ્રાતઃકાલમાં તે નગર લઇ લીધું. ત્યાંથી મળેલું ધન સાત કોટી સોનૈયા તથા અગીયાર હજા૨ સુંદર ઘોડીઓ, વિજ્ઞપ્તિઓ સહિત શીઘ્રગતિ કરનાર ચાર પુરુષો સાથે રાજાને મોકલી દીધું. પોતે તે દેશમાં કુમારપાળ રાજાની આજ્ઞા દેવડાવી અધિકારીઓની યોજના કરી પાછો વળ્યો. પાટણમાં આવી રાજમંદિરમાં જઇ, રાજાને નમસ્કાર કર્યો. રાજાએ પણ યોગ્ય આદર સત્કાર કર્યો. પછી તેના ગુણથી ઘણો રાજી થયેલો રાજા અવસર જોઇ આ પ્રકારે બોલ્યો કે, માર્યું બઘુ ને કર્યું સીધું. આ પ્રકારની તમારી સ્થૂલ (જાડી) દૃષ્ટિ છે, એ મોટો દોષ છે. પણ એ તો ઘોડા તથા લશ્કર વિગેરે સ્થૂલ પ્રસંગ સાધનમાં ઠીક છે, પરંતુ સૂક્ષ્મ બુદ્ધિથી કોઇ પ્રકારનો અસાધ્ય પ્રયોગ કરવો તેમાં મજા નથી. જો તમારામાં સૂક્ષ્મ તથા સ્થૂળ કામ કરવાનો બુદ્ધિગુણ હોય તો લોકોની નજર લાગવાથી તમે ઉભાને ઉભા જ ફાટી મરો. માટે ઠીક છે કે તમારામાં એક જ ગુણ છે. જુઓ ! જે ખરચ મારાથી ન કરી શકાય તે તમે સહજ કરો છો. આવું રાજાનું વચન સાંભળી બાહડ બોલ્યો. આપે સાચી વાત કહી કેમકે આપ પરંપરાથી રાજપુત્ર નથી અને હું તો રાજપુત્ર છું. માટે મારે હાથ ખર્ચ થાય તે શ્રેષ્ઠ છે. તે આપને સારું લાગો; અગર ખોટું લાગો. પરંતુ એક, ઉખાણો કે ‘સોનું જુવો કસી, ને માણસ જુવો વસી' માણસની પરીક્ષા સહવાસથી થાય છે, માટે હું આપના બળથી ખર્ચ કરું છું પણ આપ કોના બળથી ખર્ચ કરો ? ધણીનો કોઇ ધણી નથી, આ પ્રકારનું યુક્તિ સહિત મર્મભેદી વચન બોલીને પણ રાજાને પ્રસન્ન કરી પોતાના સ્થાનમાં ગયો.
કુમારપાળરાજાનો પ્રબન્ધ
No
******
૧૭૩