________________
હાથી ઘોડા વિગેરે ધન તને આપું. આ રાણીનું વચન સાંભળી ઘણો આનંદ પામી તે વાતનો સ્વીકાર કરી, તે બ્રાહ્મણે રાણીએ સંકલ્પ કરી આપેલું પાપના ઘડા સહિત સઘળુ દ્રવ્ય લઇ, સઘળા બ્રાહ્મણને એકઠા કરી પોતે દાન કરી દીધું.
આ જોઇ રાણીએ પૂછ્યું કે આમ કેમ કર્યું. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે પૂર્વ જન્મમાં તમે પુણ્ય કર્યું હશે તેથી આ જન્મમાં રાજાની રાણી થયાં છો ને રાજાની માતુશ્રી પણ થયાં છો. વળી અતિશય મોટા દાન આપ્યાથી આવતો જન્મ પણ ઘણો સારો થશે એમ ધારી તમારા ત્રણ જન્મનું પાપ લીધુ. તે પાપનો ઘડો પણ બીજા કોઇએ લીધો હોત તો પોતાને તથા તમને સંસાર સમુદ્રમાં ડુબાડનાર થાત ને મે તો લઇ સઘળુ દાન કરી દીધું તેથી આપ્યા કરતાં આઠ ગણું પુણ્ય ઉપાર્જન કર્યું. આ પ્રકારની યુક્તિ સાંભળી સર્વે ખુશી થયાં. એ પ્રકારે પાપના ઘડાનો પ્રબન્ધ પૂરો થયો.
વળી કોઇ એક દિવસ સિદ્ધરાજ માળવામાં વિરોધ કરી પોતાના દેશમાં આવતો હતો તે વખતે મોટા મોટા ભીલ લોકોએ તેનો માર્ગ રોક્યો. આ વાત સાંતુ નામના પ્રધાને જાણી. ગામો ગામથી ઘોડા ઉઘરાવી તથા બળદ ઉપર પલાણ મંડાવી યુક્તિથી ઘણું લશ્કર મેળવી, ભીલોને ત્રાસ પમાડી રાજાને સુખેથી પોતાના દેશમાં લાવ્યો. એ પ્રકારે સમયોચિત બુદ્ધિબળ વાપરનાર સાંતુ મંત્રીનો પ્રબન્ધ પૂરો થયો.
એક દિવસ વંઠ જાતિના બે બુદ્ધિમાન રાજ સેવકો, રાત્રે સિદ્ધરાજની ચરણ સેવા કરતા હતા, તે વખતે રાજાને નિદ્રાવશ થયેલો જાણી, બંને થોડે દૂર જઇ, પરસ્પર વાત વિનોદ કરવા લાગ્યા. તેમાંથી એક જણ બોલ્યો કે આપણો રાજા સેવક જનને કલ્પવૃક્ષ સમાન છે. વલી તે સર્વ રાજ ગુણનું સ્થાન છે. બીજો બોલ્યો કે, એ વાત સાચી, પરંતુ રાજાને પણ રાજ્ય આપનાર એના પૂર્વ જન્મનું ફળ છે, માટે કર્મ એ જ મુખ્ય છે અને અન્ય જનને રાજા તરફથી કંઇ પ્રાપ્ત થવુ એ પણ તેના ભાગ્યમાં હોય છે તો જ રાજાથી તેને આપી શકાય છે. આ વાત સિદ્ધરાજે સૂતાં સૂતાં સાંભળી અને બીજે દિવસે કર્મની પ્રશંસા કરનારને ખોટો પાડવા તથા પોતાની પ્રશંસા કરનારને પ્રસન્ન કરવા સિદ્ધરાજે એક લેખ કરી આપ્યો કે આ લેખ લઇ આવનારને સો ઘોડાનો ઉપરી સરદાર બનાવવો. આ લેખ લઇ તેને સાંતુ મંત્રી પાસે મોકલ્યો. પછી તે લેખ લઇ અગાશી ઉપરથી નીચે ઉતરતાં, તેનો પગ ખસી ગયો ને નીચે પડ્યો, તેથી તેનો પગ ભાંગ્યો. કર્મવાદી તેના મિત્રે તેને ડોળીમાં ઘાલી ઘેર આણ્યો. પછી રાજાની પ્રશંસા કરનાર સેવકે પોતાનો લેખ પોતાના કર્મવાદી મિત્રને આપ્યો, તે લઇ તે મંત્રી પાસે ગયો. લેખ જોઇ મંત્રીએ તેને સો ઘોડાનો ઉપરી-સરદાર બનાવ્યો. આ વાત જાણીને રાજાએ સર્વ કરતાં કર્મને જ બળવાન માન્યું.
Aes
૧૪૬
TE
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર