________________
આજ્ઞાથી બૌદ્ધ લોકો પરદેશ ગયા ને જૈનના આચાર્યોને પરદેશમાંથી બોલાવી પોતાના દેશમાં રાખ્યા. શ્રી શત્રુંજય તીર્થનો કબ્દો પણ ફરી શ્વેતાંબર જૈનોને આપ્યો અને બુદ્ધ પ્રતિમા તરીકે પૂજાતી થઈ ગયેલી મૂળનાયકની પ્રતિમા પૂર્વવત્ ઋષભદેવ તરીકે પૂજાતી થઈ. તે દિવસથી મલ્લ સાધુનું નામ મલવાદી એવું પ્રખ્યાત થયું. ત્યાર પછી રાજાએ ગુરુને પ્રાર્થના કરી તેમને આચાર્યની પદવી અપાવી. એ મલ્લવાદીસૂરી જૈન ધર્મમાં ઘણા પ્રભાવક પુરુષ થયા. એ પ્રકારે મલવાદીસૂરીનો પ્રબંધ પૂરો થયો.
- રાંકા શેઠનું ચમત્કારીક દૃષ્ટાંત - વલભી અને શિલાદિત્યનો અંત :
મારવાડમાં પલ્લી (પાલી) નામે ગામમાં કાકુ અને પાતાક એ નામના બે ભાઈઓ રહેતા હતાં. તેમાં નાનો ભાઈ ધનવાન તેથી મોટો ભાઈ તેના ઘરનો સેવક થઈ પોતાનો નિર્વાહ કરતો હતો. ચોમાસામાં એક દિવસ મોટો ભાઈ કાકુ આખો દિવસ કામ કરવાથી થાકેલો મધ્ય રાત્રિએ સૂતો હતો. ત્યારે નાના ભાઇએ તેને જગાડી કહ્યું કે, આપણા ખેતરના ક્યારામાં ભરાયેલું પાણી પાળ તોડી જતું રહેશે? અને તમે તો દરકાર ન રાખતાં નિશ્ચિત પણે સૂઇ રહ્યા છો. આ પ્રકારનો ઠપકો સાંભળી તત્કાળ પથારીનો ત્યાગ કરી, પોતાના આત્માની નિંદા કરતો, ખભે કોદાળી મૂકી ખેતર તરફ જતાં, વચ્ચે માર્ગમાં કેટલાક ચાકર લોકો પાણીથી તુટી ગયેલી પાળો સમી કરીને આવતા જોયા. તેમને દૂરથી આવતા જોઇને પૂછ્યું કે તમે કોણ છો ? ત્યારે તેઓ બોલ્યા કે, તમારા ભાઈના સેવકો છીએ. એવું વચન સાંભળી કાકુ બોલ્યો કે કોઇ જગ્યાએ મારા ગ્રાહકો થાય એવું છે ? એટલે મને કામે રાખે એવા કોઈ પુરુષ તમારા ધ્યાનમાં છે ? ત્યારે તેઓ બોલ્યા કે વલભીનગરમાં તમારા ગ્રાહકો ઘણા છે. પછી તે કોઈ વખત પોતાનો સઘળો સામાન એક માટલામાં ભરી પોતાના માથે મૂકી વલભીપુરના દરવાજા પાસે ગયો. દરવાજા પાસે રહેનારા આહીર લોકોની પાસે જઈ એક ઝૂંપડીમાં રહ્યો. તે શરીરે ઘણો દુબળો હતો, તેથી તે લોકોએ “રક એવું નામ આપ્યું. આ પ્રમાણે આહીર લોકોનો આશ્રય લઈ ઝૂંપડામાં રહે છે. એટલામાં કોઈ મોટો કાપડનો વેપારી કલ્પપુસ્તકો વાંચીને તેમાં લખ્યા પ્રમાણે ગિરનાર પર્વતમાં જઈ ત્યાંથી સિદ્ધરસ, એક તુંબડામાં ભરી પાછો ઘેર જતાં વલભીનગર પાસે આવ્યો. ત્યાં આકાશવાણી થઈ. તેમાં (કાકતુંબડી) એવા અક્ષર સાંભળી આશ્ચર્ય પામી મનમાં વિચાર કર્યો કે આ તુંબડી ભરીને રસ લાવ્યો છું, તે કોઈના જાણવામાં આવેલું જણાય છે. માટે હવે શી વલે થશે? એમ વિચારી તે રંક (કાકુ) નામના વાણિયાના ઘરમાં એ તુંબડો થાપણ રૂપે મૂકી, પોતે સોમેશ્વરની યાત્રા કરવા ગયો. તે તુંબડી ચુલા ઉપર ઉંચી લટકાવેલી હતી. કોઈ પર્વને દિવસે ચુલા ઉપર ત્રાંબાની તપેલી મૂકી રંક (રાકો શેઠ) કોઈ જાતનો પાક કરતો હતો. તે વખતે તાપ ઘણો કરવાથી ઉંચી લટકાવેલી તુંબડીના છિદ્રમાંથી ઝરી તે રસ ચુલા પર મૂકેલી તપેલીના કાંઠા પર પડ્યો, તેવી જ તત્કાળ તે તપેલી સોનાની થઈ ગઈ. આ (૧) રસાયનશાસ્ત્ર. (૨) એક જાતની ઔષધી.
૧૯૪
પ્રબંધ ચિત્તામણિ ભાષાંતર