________________
ધન પાછું લો. રાજાએ ઘણા આગ્રહથી એ જ દ્રવ્ય તે કારીગરને આરંભ મુહૂર્તના શિરપાવ તરીકે બક્ષીસ કર્યું. એ પ્રાસાદ ત્રેવીશહસ્ત પ્રમાણ (૨૩ ઘન ફુટ) પરિપૂર્ણ થયો ત્યારે અશ્વપતિ, ગજપતિ, નરપતિ ઇત્યાદિક ઉત્તમ રાજાઓની મૂર્તિઓ કરાવી તેમની આગળ હાથ જોડીને ઉભી રહેલી પોતાની મૂર્તિ કરાવીને મૂકી; તેનો અભિપ્રાય એ હતો કે - હે ઉત્તમ પુરુષો ! તમે કદાચિત્ દેશ ભંગ કરો તો પણ આ પ્રાસાદનો ભંગ ન કરશો એવું તમારી પાસે હાથ જોડી માગી લઉં છું. આ પ્રાસાદનું ધ્વજારોપણ કરતી વખતે સર્વ જૈન મંદિરોની ધ્વજાઓ ઉતરાવી. જેમ માળવા દેશમાં મહાકાલેશ્વર મહાદેવની ધ્વજા થતાં જૈનમંદિર ઉપર ધ્વજાઓ ન હતી તેવી આ દેશમાં પણ આજ્ઞા વર્તાવી.
ન
એક દિવસ સિદ્ધરાજે માળવા જવાની તૈયારી કરી હતી તે વેળાએ કોઇ વ્યાપારીએ આવી સહસ્રલિંગ ધર્મસ્થાનમાં દ્રવ્ય આપી પોતાના ભાગને પુણ્યમાં ઘાલવાની પ્રાર્થના કરી; તે પ્રાર્થના ન સ્વીકારતા તે માળવે ગયો. કેટલાક દિવસ પછી દ્રવ્ય ખુટવાથી તે કામ અટકી પડ્યું. આ વાત પેલા વ્યાપારીના જાણવામાં આવી, ત્યારે તેણે એવી યુક્તિ કરી કે - પોતાના છોકરાને શીખવી, કોઇ ધનાઢ્યની સ્ત્રીનું ગુપ્ત રીતે કર્ણપુર ચોરાવી તે વાત પોતે જ જાહેર કરી. તેના અપરાધના દંડમાં પોતે ત્રણ લાખ રૂપિઆ આપ્યા. આ દ્રવ્યથી બંધ પડેલું સહસ્ત્રલિંગનું કામ પાછું ચાલતું થયું. આ વાત માળવામાં રહેલા સિદ્ધરાજે સાંભળી ત્યારે તે ઘણો આનંદ પામ્યો. પછી ચોમાસામાં પુષ્કળ વરસાદ વરસવાથી પૃથ્વી એક રસ થઇ ગઇ, તેની વધામણી આપવા પ્રધાનોએ એક મારવાડીને માળવા મોકલ્યો. તે મારવાડી પુરુષ રાજા આગળ આવી વરસાદનું વર્ણન કરતો હતો, એટલામાં ત્યાં આગળ ઉભા રહેલા કોઇ ગુજરાતી ધૂર્ત પુરુષે વધામણી આપી કે મહારાજ ! સહસ્રલિંગ સરોવર આકંઠ ભરાઇ ગયું છે. આ વચન સાંભળી રાજાને એટલો બધો હર્ષ થયો કે પોતાનાં પહેરેલાં વસ્ત્રાભૂષણ સર્વ પેલા મારવાડીના દેખતા ગુજરાતીને આપ્યાં. આ રીતે શિંકાથી તલપ મારી લઇ જતાં બિલાડાની માફક મારવાડીનો શિરપાવ ગુજરાતી લઇ ગયો. ચોમાસુ ગયા પછી માળવથી પાછા ફરતા રાજાએ, શ્રીનગરમાં નિવાસ કર્યો હતો. ત્યાં નગરના પ્રાસાદો ઉપર ધ્વજાઓ ફરકતી જોઇ રાજાએ બ્રાહ્મણને પૂછ્યું કે, આ પ્રાસાદો કોના છે ? ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે બ્રહ્માનો તથા જૈનનો પ્રાસાદ છે. આ સાંભળી રાજા ક્રોધાયમાન થઇ બોલ્યો કે, જૈન મંદિર ઉપર ધ્વજાનો મેં નિષેધ કર્યો છે, તેમ છતાં તમે કોના હુકમથી ધ્વજાઓ રાખી છે. ત્યારે બ્રાહ્મણ હાથ જોડી બોલ્યા કે, મહારાજ ! અમારી વિનંતી સાંભળવી જોઇએ. એમ કહી બોલ્યા કે
શ્રી મહાદેવે સત્યુગના આરંભમાં (ઉત્સર્પિણી કાલમાં) આ જગ્યાનું નામ મહાસ્થાન એવું રાખ્યું ને તેમાં શ્રી ઋષભદેવ તથા બ્રહ્મદેવના પ્રાસાદનો પુણ્યશાળી પુરુષોએ ઉદ્ધાર કરતાં કરતાં ચાર યુગ કાઢી નાંખ્યા. એવો પ્રાચીન આ પ્રાસાદ છે. વળી શ્રી શત્રુંજય તીર્થની સમીપ ભૂમિમાં આ નગર છે. તે વાત પુરાણમાં પણ કહેલી છે. ‘શ્રી શત્રુંજય પર્વતની મૂળ ભૂમિનો વિસ્તાર ચોથા (૧) કાનનું એક જાતનું આભૂષણ.
૧૩૦
C
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર