________________
જાલ લખી છે તેનો ઉપયોગ કરવાથી તે જીતાશે. આ પ્રકારનું વરદાન આપી દેવી અદશ્ય થઇ. પછી પોતાની પાસે રહેલા પંડિતોને કુમુદચંદ્રની વિદ્વતા જોવા સારુ મોકલ્યા. તેમણે જઈ પૂછ્યું કે, આપનો વિશેષ અભ્યાસ કયા શાસ્ત્રમાં હશે ?
આ સાંભળી મહા અહંકારથી બોલ્યો કે અરે સર્વ શાસ્ત્રમાં સંપૂર્ણ અભ્યાસ હોય એમાં શી નવાઈ ? પરંતુ તે ભૂદેવ ! તમે કહેતા હો તો શીધ્રપણે લંકાનગરીને અહીં લાવી બતાવું ! આખા જંબુદ્વીપને ઝાલી અહીંથી અન્યત્ર પટકી દઉં ! અથવા આખા સમુદ્રનું શોષણ કરી લઉં ! અથવા હેલા માત્રમાં મોટા મોટા પર્વતોનાં શિખરો તોડી સમુદ્રમાં નાખી તેને પુરી દઉં ! તથા હિમાચલ વિગેરે પર્વત નાંખી સમુદ્રની પાળ બાંધી દઉં ? આ પ્રકારના અતિ અદ્દભુત ચમત્કાર કરનારને શાસ્ત્રનો અભ્યાસ પૂછતાં તમને લજ્જા કેમ નથી આવતી ?
આ પ્રકારે દિગંબરની વાતોના ગપાટા તે પંડિતોના મુખેથી સાંભળતાં શ્રીદેવીન્દ્રસુરીને તથા હેમચન્દ્રાચાર્યને આનંદ થયો અને જાણ્યું કે એ ઘણો વિદ્વાન નથી. એને જીતવો મુશ્કેલ નથી. એ જૈન સિદ્ધાંતમાં કાંઈ સમજતો નથી. આ પ્રકારનો નિશ્ચય કર્યો. પછી દેવચન્દ્રસુરીનો રત્નપ્રભ નામે મુખ્ય શિષ્ય સંધ્યાકાળે ગુપ્ત વેશ લઈ કુમુદચંદ્રના ગુપ્તસ્થાનમાં પ્રવેશ કરી ગયો ત્યારે તેણે પૂછ્યું કે તું કોણ છે ? ત્યારે મુનિ બોલ્યા કે હું દેવ છું ! વિ - રેવ કોણ ? મુનિ - હું. લિi - હું કોણ? મુનિ - તું. ાિં – તું કોણ ? મુનિ - શ્વાન. કિ – શ્વાન કોણ ? મુનિ - તું. આ પ્રકારે હું તું ! રૂપી ચક્રભ્રમ (ચકડોળ) ઉપર દિગંબરને ચડાવી તેને સ્થાનતુલ્ય સ્થાપન કરી પોતાને દેવ તુલ્ય સ્થાપન કરી ચાલ્યા આવ્યા. દિગંબર તો વિચારમાં પડ્યો કે, અહો આ તો શ્વેતાંબરો ઘણા ધૂર્ત દેખાય છે. એમ ખેદ કરી એક કાવ્ય લખી દેવચન્દ્રસૂરી પ્રત્યે મોકલ્યું.
“હે શ્વેતાંબર મોટી મોટી વિદ્વત્તાના જુઠા ભડકા દેખાડી ભોળા લોકોને ભમાવી સંસારરૂપી આંધળા કુવામાં શીદ નાંખો છો? કેમ કે તમે તત્ત્વ અથવા અતત્ત્વ એ સંબંધી વિચારમાં કાંઈ પણ જાણતા નથી. એમ છતાં પણ જો કાંઈ જાણવાની ઇચ્છા હોય તો, સાચે સાચું કહું છું કે કુમુદચંદ્રઆચાર્યના આ ચરણકમળનું રાત્રિ દિવસ ધ્યાન કરો કે જેથી પાપ રહિત થઈ કાંઈક તત્વજ્ઞાન પામો.
આ પ્રકારનો એ કાવ્યનો અર્થ જાણી હેમચંદ્રાદિ સર્વ પંડિતોને ઘણુ હાસ્ય થયું. પછી દેવસૂરીના શિષ્ય જે બુદ્ધિના વૈભવે કરીને ચાણક્યથી પણ અધિક હતાં તે માણિક્યચંદ્ર તથા રત્નાકર પંડિત નવાં બે કાવ્ય ઉત્તર રૂપ કરી, કુમુદચંદ્ર પ્રત્યે મોકલ્યા તેનો અર્થ -
દેવતાને પણ વંદન કરવા યોગ્ય એવા શ્વેતાંબર મતની નિંદા કરવી તે તો સુતેલા સિંહની કેશવાલીને પગની ઠેસ મારી સ્પર્શ કરવા જેવી વાત છે. વળી આંખમાં થયેલી ચળ મટાડવા માટે તીખા ભાલાની અણીવડે ખંજવાળવું તેના જેવી વાત છે તથા મોટા મણિધર સર્પના માથામાંથી મણિ લઈ પોતાની શોભા કરવા જેવી વાત છે. એટલે એ નિંદા ઉલટો પોતાનો નાશ કરે એવી છે, માટે કોણ મૂર્ખ પુરુષ જાણી જોઇ પોતાનો વિનાશ કરે ? ||૧|| નાગા લોકો એમ માને છે કે, સ્ત્રીની મુક્તિ ન થાય, તે માટે તેનું જુઠું કારણ દેખાડે છે, પણ એમ નથી જાણતા કે આ પ્રકારના શાસ્ત્ર
૧૩૬
પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર