________________
વળી રાજાના મનમાં આ પ્રકારે વિચાર થયેલો કે આ પર્વતમાં વિંધ્યાચલ પર્વતની પેઠે સલ્લકી નામે તૃણનાં વન તથા નદીઓ ઈત્યાદિક સામગ્રી છે, માટે અહીં જ વિંધ્ય વનની રચના કરી હાથીની ઉત્પત્તિ કરાવવી. આ પ્રકારની મનથી કરેલી પ્રતિજ્ઞાનું મને ઘણું પાપ લાગ્યું. મનથી તીર્થની આશાતના (અપરાધ) થઇ એમ જાણી ઘણો પશ્ચાત્તાપ કરી શ્રી ઋષભદેવની સમક્ષ પોતાને ધિક્કાર કરતો રાજલોક જાણે એમ પોતાના આત્માની નિંદાગણા કરી પાતક રહિત થઈ તીર્થનો ઉપદ્રવ નિવારણ કરી પર્વતથી ઉતરી પોતાને નગર પહોચ્યો.
હવે દેવસૂરિનું ચરિત્ર કહીએ છીએ.
એક સમયે કુમુદચંદ્ર નામે દિગંબરનો મોટો આચાર્ય દેશ દેશાંતરમાં ચોરાશી વાદથી પંડિતોને જીતતો જીતતો કર્ણાટક દેશથી ગુજરાતની કર્ણાવતી નગરીમાં આવ્યો. ત્યાં ભટ્ટારક શ્રી દેવચન્દ્રસૂરિ ચોમાસુ રહ્યા હતા ને અરિષ્ટ નેમિનાથના પ્રાસાદમાં ધર્મશાસ્ત્ર વાંચતા હતા. તેની મોટી કીર્તિ પંડિતોથી સાંભળી તેમના ઉપાશ્રયમાં તૃણ સહિત જળ નંખાવ્યું એટલે વાદવિવાદ કરવા જૈન લોકને ઉશ્કેર્યા પણ આ તો ક્ષમાના મહા સમુદ્ર હતા તથા તર્કશાસ્ત્રમાં મહા કુશળ હતા તેથી તે મુનિ પંડિતોએ એ વાત ગણકારી નહીં ત્યારે તે દિગંબરે શ્રીદેવી નામે એ આચાર્યની બહેન સાધ્વી હતી તેને મંત્ર વિદ્યાના જોરથી, એટલે ભૂતપ્રેતનો પ્રવેશ કરાવી ગાંડી વિકલચિત્તની કરી તેની પાસે પાણી ભરાવવા વિગેરે પોતાનું કામ કરાવી ઘણી હીલના કરવા માંડ્યો. પછી તે સાધ્વીના શરીરમાંથી ચેટકનો પ્રવેશ મુનિજનના પ્રતાપથી દૂર થયો; ત્યારે ઉલટા જાણી જોઇને વઢવા માંડેલા મહા ઉદ્ધત દિગંબરોને દેવચન્દ્રસૂરિએ કહ્યું કે જો તમારે વાદવિવાદ કરવો હોય તો પાટણ જાઓ. ત્યાં રાજસભામાં તમારી સાથે વાદ કરવા તૈયાર છીએ. આ વાત સાંભળી તે દિગંબર ઘણો પ્રસન્ન થયો ને પોતાને કૃતાર્થ માનતો તે દિગંબર પાટણ શહેરમાં આવ્યો. આ વાત સિદ્ધરાજે જાણી તે પોતાની માતુશ્રીના પિતાનો ગુરુ છે એમ જાણી ઘણા સન્માનથી સન્મુખ આવી સત્કાર કર્યો ને નગરમાં લાવી નિવાસ કરાવ્યો. પછી સિદ્ધરાજે હેમચન્દ્રાચાર્યને પૂછ્યું કે જૈન આચાર્યમાં વાદવિવાદ કરી શકે એવા સમર્થ કોણ છે ? તેમને બોલાવીએ કારણ કે અત્રે કુમુદચંદ્ર નામે દિગંબરાચાર્ય શ્વેતાંબરો સાથે વિવાદ કરવા આવ્યા છે. આ પ્રકારનું રાજાનું વચન સાંભળી હેમચન્દ્રાચાર્યે કહ્યું કે કર્ણાવતીમાં રહેલા શ્રી દેવચન્દ્રાચાર્ય ચાર વિદ્યામાં કુશળ છે તથા વિવાદ કરવા સમર્થ છે. સર્વ જૈન મુનિના અધિપતિ છે. શ્વેતાંબર શાસનને રક્ષણ કરવામાં વજકોટ સમાન છે. વળી રાજસભામાં બોલવાના ચાતુર્યથી પરિપૂર્ણ ભરેલા ને વાદી સિંહસમાન એવા તો એ જ છે, માટે તેમને આ કામમાં અગ્રેસર કરવા ઘટે છે. આ વાત સાંભળી રાજાએ તેમને બોલાવવા માણસો મોકલ્યાં તથા સંઘની લખેલી વિનંતી પણ મોકલી. પછી દેવચંદ્રસૂરીએ રાજાના ઘણા આગ્રહથી પાટણમાં આવી સરસ્વતી દેવીનું આરાધન કરી દિગંબરને જીતવાનો ઉપાય પૂછ્યો. ત્યારે દેવીએ કહ્યું કે વાદિ વેતાલ શ્રી શાંતિસૂરિની કરેલી ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં દિગંબરના વાદસ્થળમાં ચોર્યાશી વિકલ્પ (૧) અસલ એવી રીત હતી કે જેની સાથે વાદવિવાદ કરવો હોય તેના સ્થાનમાં તૃણ સહિત જલ નંખાવતા...
સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ
૧૩૫