________________
જણાવ્યું કે, જુઓ આ પ્રકારે દ્રવ્યથી દાટી મારી નંખાય છે.' (આ જગ્યાએ ગ્રંથકર્તાએ ઘણા સંક્ષેપથી આ ઇતિહાસ લખ્યો છે, માટે તેનો વિસ્તાર રાસમાળા તથા સોરઠના ઇતિહાસમાં વાંચશો તો આ સિવાયની બીજી વધારે ઘટનાઓ પણ જાણવામાં આવશે.)
જાંબ નામના વનરાજના પ્રધાનના વંશના સજ્જન નામે દંડાઘિપતિને સોરઠ દેશની ખંડણી ઉઘરાવવા નીમ્યો હતો. તેણે સિદ્ધરાજને પૂછ્યા વગર ત્રણ વર્ષની ઉઘરાણીના દ્રવ્યથી શ્રી રૈવતાચલ ઉપર શ્રી નેમિનાથજીના કાષ્ટમય મંદિરનો ઉદ્ધાર કર્યો. નવું પાષાણમય મંદિર કરાવ્યું. ચોથે વર્ષે સિદ્ધરાજે ચાર સામંતોને તે કામ સોંપી સજ્જનને પાટણમાં બોલાવી લઈ તેની પાસે રાજાએ ત્રણ વર્ષની ઉઘરાણીનું દ્રવ્ય માંગ્યું ત્યારે સજ્જનને તે દેશના વેપારી લોકો પાસેથી દ્રવ્ય લઈ એકઠું કરી રાજા પાસે લઈ જઈ કહ્યું કે, એક તરફ આ સઘળું ત્રણ વરસનું દ્રવ્ય છે તે લ્યો અથવા એ દ્રવ્યથી રૈવતાચલ ઉપર શ્રી નેમિનાથના ચૈત્યનો ઉદ્ધાર કર્યો છે તેનું પુણ્ય લ્યો. આ બેમાંથી જે સરકારના ધ્યાનમાં આવે તે લ્યો. આ પ્રકારનું તેનું તીર્ણ ચાતુર્ય દેખી રાજા પ્રસન્ન થયો અને પુણ્ય લીધું પણ દ્રવ્ય ન લીધું. પછી પાછો રાજાએ પ્રસન્ન થઈ તે જ દેશનો અધિકાર સોંપ્યો. ત્યારે શત્રુંજય ઉપર તથા રૈવતાચલ ઉપર બાર બાર યોજન ફરતે સઘળી જગાએ હીરાગલ વસ્ત્રની ધ્વજાઓ તથા મહાધ્વજ આરોપણ કરાવ્યા. એ પ્રકારે સજ્જન દંડાધિપતિનો કરાવેલો ઉદ્ધાર પ્રસિદ્ધ છે.
વળી સિદ્ધરાજ ફરીથી સોમેશ્વરની યાત્રા કરી પાછો વળી ચૈતવાચલની સમીપ ભૂમિમાં નિવાસ કરી તે પર્વતની ઘણી પ્રશંસા સાંભળવાથી તે ઉપર ચડીને જોવાની ઘણી ઇચ્છા થઇ, પરંતુ ત્યાંના રહેનાર પરસ્પર મહામત્સરવાળા બ્રાહ્મણ લોકોએ આવી રાજાને કહ્યું કે હે રાજન ! તમે પરમ શિવ ભક્ત છો, ને આ પર્વત જલધારી સહિત શિવલિંગના આકાર જેવો છે માટે એના ઉપર તમારે પગ દેવો યોગ્ય નથી. આ પ્રકારના કપટ વચનની તેને નિષેધ કર્યો. ત્યારે રાજાએ સઘળી પૂજા સામગ્રી મોકલી દીધી ને પોતે શત્રુંજય મહાતીર્થની સમીપ સૈન્યનો પડાવ નંખાવી રહ્યો. ત્યાં પૂર્વે કહેલા ચાડિયા બ્રાહ્મણ લોકોથી યાત્રાળુ લોકોને થતો ઉપદ્રવ સાંભળી તે જોવા રાજાએ કાપેટિક વેશ (ભગવાં વસ્ત્ર ધારક યાત્રાળુ) ધારણ કરી ગંગાજળ ભરેલી બે ગાગરો બે સિંકામાં મૂકેલી તેની કાવડ પોતાના ખભા ઉપર મૂકી ચાલ્યો. ત્યાં માર્ગમાં હાથમાં તલવાર લઈ નિર્દયપણે તીર્થના માર્ગને રોકી દંડ લેનારની વચ્ચે થઈ કોઈ ન ઓળખે એમ પર્વત ઉપર ચડી જઇને રાજાએ ગંગાજળ વડે શ્રીયુગાદિ દેવને સ્નાન કરાવ્યું ને પર્વત સમીપ રહેલાં બાર ગામનો લેખ કરી શ્રી ઋષભદેવની પૂજા નિમિત્તે અર્પણ કર્યા. તીર્થનું દર્શન કરવાથી રાજાનાં નેત્ર તથા અંતઃકરણ આનંદરૂપી સમુદ્રમાં ડૂબી ગયાં. જાણે અમૃતનો અભિષેક થયો હોય એમ પોતાને વિષે કૃતાર્થપણું માન્યું. (૧) થોડુ આપવાથી સંતોષ ન પામતા ભાણેજોને મામીઓએ મહેણા માર્યા કે; તમને શું! દ્રવ્યથી દાટી મારીએ?
આ પ્રકારનું કઠણ વાક્ય વારંવાર સાંભળવાથી રીસ ચડાવી એવો વિચાર કર્યો કે અમે ખરા ત્યારે કે જયારે તમને જ દ્રવ્યથી દાટી મારીએ. આ વિચારથી સિદ્ધરાજને પ્રતિજ્ઞા પૂર્વક લઈ જઈને તેનો ઘાણ કરાવ્યો.
૧૩૪
પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર