________________
સાધુ વર્ગ જિન તીર્થંકર સિવાય બીજા દેવને નમતા નથી. આ વચન સાંભળી રાજાનું ચિત્ત કંઇક ભ્રાંતિમાં પડ્યું તેથી હેમચંદ્રાચાર્યનું પારખું જોવા કહ્યું કે આપને જે જે ઉત્તમ મનોહર પૂજાની સામગ્રી જોઇએ તે લઇ પ્રથમ આપ પૂજા કરો. હેમાચાર્યે તે અંગીકાર કરી, રાજભંડારથી આવેલા બે સુંદર ધોયેલા હીરાગળ શ્વેત વસ્ત્ર પેહેરી ઓઢી પૂજારી બૃહસ્પતિનો હાથ ઝાલી, ગભારામાં ઉતરતી વખતે ઉંબરામાં ઉભા રહી કંઇક વિચારી પ્રકાશપણે બોલ્યા. અહોહો ! આ પ્રાસાદમાં કૈલાસનિવાસી મહાદેવ સાક્ષાત્ બિરાજે છે, એમ ભાવના ભાવિ રોમાંચિત થઇ બોલ્યા કે, આ સઘળી પૂજાની સામગ્રી બમણી કરો. એમ આજ્ઞા કરી, શિવપુરાણમાં કહેલી દીક્ષા વિધિને અનુસારે આહ્વાન, અવગુંઠન, મુદ્રા, મંત્રન્યાસ, વિસર્જન, ઉપચાર આદિક વિધિથી પંચોપચારે શિવનું પૂજન કરી સ્તુતિ કરી.
“રાગ દ્વેષ રહિત મહાદેવ જે સમયમાં જે કોઇ નામથી વિખ્યાત હોય તે ભગવાનને હું નમસ્કાર કરું છું.”
જેથી જન્મ મરણ રૂપ સંસાર થાય છે એવા રાગ દ્વેષ જેમના નાશ પામ્યા છે એવા બ્રહ્મા અથવા વિષ્ણુ અથવા શિવ અથવા જે કોઇ કહેવાતા હોય તે ભગવાનને હું નમસ્કાર કરું છું. ઇત્યાદિ સ્તુતિ વડે, રાજાને તથા લોકોને વિસ્મય પમાડી દંડ પ્રણામ પૂર્વક સ્તુતિ સમાપ્ત કરી. પછી રાજાએ પૂજારી બૃહસ્પતિના કહ્યા પ્રમાણે વિધિ વડે અતિશય ભાવથી શિવપૂજા કરી, પછી ધર્મશિલા ઉપર તુલા પુરુષ ગજદાન આદિ મોટાં દાન આપી, કપૂરની આરતી ઉતારી, સર્વ રાજ સેવકોને દૂર કરી, શિવના ગભારામાં પેસી, ત્યાં બેઠેલા હેમચંદ્રાચાર્ય પ્રત્યે કુમારપાળ બોલ્યો કે, આજના કાળમાં મારા જેવો કોઇ રાજા નથી, આપના જેવા કોઇ મહર્ષિ નથી અને શ્રી સોમનાથ જેવા કોઇ દેવ નથી. આ પ્રકારે પૂર્વ જન્મના ભાગ્યથી અહીં ત્રિકસંયોગ બન્યો છે, માટે છ દર્શનમાં મુક્તિ આપનાર દેવતત્ત્વનો સંદેહ ઘણા કાળથી ચાલતો આવ્યો છે, તેનું નિવારણ આ તીર્થમાં સાચેસાચુ બોલી કરો. આ વચન સાંભળી હેમચંદ્રાચાર્ય કંઇક વિચારી બોલ્યા કે, પુરાણ અને છ દર્શન સંબંધી સઘળી વાત જવા ઘો. હું, શ્રી સોમેશ્વર દેવને જ પ્રત્યક્ષ કરું છું. તેમના મુખથી જ મુક્તિમાર્ગનો નિશ્ચય કરી લ્યો. આ વચન સાંભળી રાજાને ઘણું આશ્ચર્ય થયું કે, આ તે શું બોલ્યા ! આ વાત તે કેમ સંભવે ! ત્યારે હેમચંદ્રાચાર્ય બોલ્યા કે એ વાત ખરી પરંતુ આપણે બન્ને નિશ્ચલ આરાધક છીએ, તેથી ગુરુએ કહેલી યુક્તિ વડે દેવતત્વ પ્રકટ કરવું મુશ્કેલ નથી. હું સમાધિ કરું ત્યાં સુધી આપ કૃષ્ણાગુરુનો ધૂપ કર્યા કરો.
પછી શિવ પ્રત્યક્ષ થઇ મોક્ષ આપનાર જે દેવ દેખાડે, તે દેવનું આપણે બન્નેએ આરાધન કરવું. બીજા દેવનો ત્યાગ કરવો. એ પ્રકારે નિશ્ચય કરી બન્ને સોમેશ્વરનું આરાધન કરવા બેઠા. રાજાએ કરેલા ધૂપના ધૂમાડાથી ગભારામાં રહેલા સઘળા દીવા અસ્ત થયા પછી અકસ્માત સૂર્ય જેવો એક મહા મોટો પ્રકાશ થયો. ઘણા પ્રકાશથી રાજાનાં નેત્ર અંજાઇ ગયાં પણ બળથી ઉઘાડી જુવે છે તો જટાધારી ઉપર જાંબુનદ' સુવર્ણ જેવી કાન્તિવાળા દિવ્ય નેત્રથી જોવા યોગ્ય, અનુપમ, (૧) જાંબુનદ સુવર્ણ-દેવતાની સ્ત્રીઓ જે સુવર્ણનું ઘરેણું પહેરે છે તે.
k
૧૬૦
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર