________________
જુદાં-જુદાં પ્રબન્ધો
મહાપુરુષોનાં ચરિત્ર પૂર્વે કહેલાં છે, તે છતાં પણ તેમાંથી બાકી રહેલા હોય તે તથા તે | વિના બીજા પુરુષોનાં પણ ચરિત્રોનો આ પ્રકીર્ણક નામે પ્રબંધ શરૂ કરીએ છીએ.
વિક્રમાદિત્ય અને શેષનાગ :
પૂર્વે ક્ષિપ્રા નદીના તટ ઉપર વિરાજમાન અવંતિ નામની નગરીમાં વિક્રમ નામે મહાન રાજા રાજ્ય કરતો હતો. એક દિવસ પોતાની સદાવ્રત આપવાની મોટી ધર્મશાળામાં ઉતરેલા પરદેશી લોકો, ભોજન કર્યા પછી સુખેથી નિદ્રાવશ એવા થયાં કે તેઓ સર્વે નિચે અકસ્માત્ મરણ જ પામ્યા છે, એવું જણાઈ આવ્યું. આ વાત સાંભળી રાજા ઘણો આશ્ચર્ય પામ્યો. પણ તેમના મરણનું કાંઈ પણ કારણ સ્પષ્ટ ના થયું, ત્યારે વિચાર કરી તે મડદાઓને વસ્ત્ર વીંટાળી એકાંતમાં મૂકી દીધા અને તે વાત ઘણી ગુપ્ત રાખી.
પછી બીજે દિવસે આવેલા પ્રવાસી લોકોને પૂર્વની પેઠે જ ભોજન કરાવી રાત્રિએ તેમને તેલ મર્દન કરાવી, ઉષ્ણ જળ વડે પગ ધોવરાવી તથા પગ ચંપી વિગેરે ઘણી સેવા કરી, સર્વ સેવક લોકો પોત પોતાના સ્થાનમાં ગયા. જ્યારે પ્રવાસી લોકો નિદ્રાવશ થયા, ત્યારે વિક્રમ રાજા રાત્રિનો વૃત્તાંત જાણવા સારુ હાથમાં તલવાર લઈ એક ખુણામાં ગુપ્ત પણે ઉભો છે. એટલામાં મધ્યરાત્રિએ અકસ્માતું એક ખુણામાંથી પ્રથમ ઘણો ધુમાડો નીકળ્યો પછી તેમાં કાંઇક તેજ એમ કરતાં અધિક ઝગમગતો પ્રકાશ અને હજાર ફણામંડળથી શોભતો શેષનાગ દેખી ઘણું આશ્ચર્ય પામ્યો. એટલામાં તે નાગદેવતાએ, રાજાની નજર આગળ એક માણસને જગાડી પૂછ્યું કે, દ્ધિ પાત્ર ? (પાત્ર એટલે શું ?) એનો ઉત્તર બરોબર ન મળવાથી તેને મારી નાંખી, બીજા પુરુષને જગાડી પૂછ્યું, દરેકને પૂછતાં કોઇએ ધર્મપાત્ર, ગુણપાત્ર, તપપાત્ર, રૂપપાત્ર, કામપાત્ર તથા કીર્તિપાત્ર એમ અજ્ઞાન પણે પોતાની નજરમાં આવે તેમ જુદો જુદો ઉત્તર આપ્યો. તે વખતે શેષનાગના પ્રતાપથી મરણ પામતાં તેઓને જોઈ વિક્રમ રાજા પ્રગટ થઇ હાથ જોડી, આગળ આવી એક શ્લોક બોલ્યા, તેનો અર્થ :
હે સર્પરાજ ! જગતમાં અનેક ગુણથી અનેક પ્રકારનાં પાત્ર હોય છે, પરંતુ સર્વોપરિ પાત્રતો શુદ્ધ શ્રદ્ધાથી પવિત્ર થયેલું મન છે. આ પ્રકારે પોતાની ઇચ્છા પ્રમાણે બોલતા રાજા ઉપર ઘણો પ્રસન્ન થઇ, નાગરાજ બોલ્યો
જુદાં-જુદાં પ્રબન્ધો
૧૯૧