________________
શ્રી યુગાદિ દેવને જપતાં, પૂર્વે કહ્યું તેવુ ચિંતન કરતાં, અરિહંતને નમસ્કાર કરતાં એ જ અક્ષરોની સાથે પ્રાણ નીકળ્યો. એ રીતે સાત ધાતુથી બંધાયેલા શરીરનો ત્યાગ કરી, પોતાના કરેલા પુણ્ય ફળને ભોગવવા, વસ્તુપાળ મંત્રી સ્વર્ગે પધાર્યા. તેના સંસ્કારની જગ્યાએ, નાનાભાઇ તેજપાળે તથા પુત્ર ચૈત્રસિંહદેવે, શ્રી યુગાદિ દેવની દીક્ષાવસ્થાની મૂર્તિથી શોભતું, સ્વર્ગારોહણ નામે પ્રાસાદ કરાવ્યો. આ જગ્યાએ વસ્તુપાળની પુણ્ય પ્રશંસા વિષે, વસ્તુપાળના કરેલા તથા બીજાના કરેલા શ્લોક છે. તેમનો અર્થ :
આદિનાથની યાત્રા કરનાર લોકોની ઘણી સેવા કરી, ખેદરહિત થઇ વિચાર કરે છે કે આજ મારા પિતાની આશા સફળ થઇ તથા માતાના સઘળા આશીર્વાદનો ઉદય થયો. જેથી મે યાત્રાળુ લોકને પ્રસન્ન કર્યો. (૧)
જે પુરુષોએ રાજાનો મોટો કારભાર કરવો, તે રૂપ પાપથી પુણ્ય પેદા નથી કર્યું તેમને ધુળધોળા પુરુષ થકી પણ અતિશય અધમ, હું માનું છું. એટલે ધુળધોયો પણ ધુળમાંથી કંઇક સારી વસ્તુ ખોળી કાઢે છે તેમ રાજ્ય કારભારરૂપી ધુળ ઉથામીને જેણે પોતાની સારી નામના ન કાઢી તે અધમ પુરુષ જાણવા. ઇત્યાદિ વસ્તુપાળ મહાકવિ સંબંધી કાવ્યો છે. (૨)
વળી સ્વામી ગુણથી સંપૂર્ણ ભરેલો, વીરધવળ નામે રાજા હતો. જેણે વિદ્વાન લોકો ભોજ રાજાની ઉપમા આપતા હતા તથા શ્રી વસ્તુપાળ નામે પ્રધાન કવિ હતો તથા સર્વે પ્રધાનમાં મુખ્ય તેજપાળ નામે પ્રધાન હતો. તેની સ્ત્રી ઉપમા રહિત ગુણથી ભરેલી અનુપમા નામે સાક્ષાત્ લક્ષ્મી જેવી હતી. આ પ્રકારે મેરૂતુંગ નામે આચાર્યે સંકલિત કરેલા પ્રબન્ધ ચિન્તામણિ ગ્રંથમાં કુમારપાળ તથા વસ્તુપાળ તેજપાળનું વર્ણન કર્યું. અહીં ચોથો પ્રબન્ધ સંપૂર્ણ થયો.
૧૯૦
A
t
80
% = {{{
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર