________________
સામે બેસાડી, મારા જાણી લીધા મુજબ, કોટીવેધી રસ ઉત્પન્ન કરવાને પારાનું મર્દન કરાવે છે અને દિનકરોદય થતાં પહેલાં પાછા આકાશ માર્ગે મને અત્રે મેલી જાય છે. આ સાંભળી શાલિવાહન તો મહા ઊંડા વિચારસાગરમાં પડ્યો. પણ ધૈર્યામૃત પાન કરી, ચંદ્રલેખા પ્રત્યે બોલ્યો કે હે પ્રિયે ! તું ગભરાઇશ મા. મારો વિચાર એમ છે કે નાગાર્જુનનો ક્રોધ સમાવવાને માટે આપણે આપણા બે પુત્રો સહિત તે સ્થળે જઇ સાષ્ટાંગ દંડવત્ કરી તેની સ્તુતિ કરવી. ચંદ્રલેખા બોલી, પ્રાણપ્રિય ! આ ઉત્તમ પ્રકારનો વિચાર, દેવકૃપાથી મનમાં ઉત્પન્ન થવાથી, મને શેર લોહી ચઢ્યું. જરૂર આજે આપણે એ જ પ્રમાણે કરવું. એમ વાતો કરી સ્નાનાર્થે રાજા રાણી વિખુટાં પડ્યાં.
પછી સ્નાનાદિ નિત્ય ક્રિયામાંથી મુક્ત થઇ નાગાર્જુનની સેવામાં હાજર થવા તેઓ જવાની તૈયારી કરતા હતા. એ સમયમાં ચાર મહાપંડિતો પોતપોતાનો લાખ લાખ શ્લોકનો એક એક ગ્રંથ બનાવી પોતપોતાની વિદ્વત્તા બતાવવા શાલિવાહનના દરબારમાં આવી પ્રત્યેક ગ્રંથની ખૂબીનું વર્ણન કરવા લાગ્યા પણ શાલિવાહન જવાની ઉતાવળમાં હોવાથી તેમજ ગ્રંથ પણ દીર્ઘ કદનો હોવાથી, તેનું યથેષ્ટ વર્ણન સાંભળવાને આ વખત અનુકુળ ન રહ્યો. પંડિતોને કહ્યું કે એક શ્લોકમાં એ પ્રત્યેક ગ્રંથનો અભિપ્રાય કહી જાઓ. તે ઉપરથી આત્રેય નામના પંડિત બોલ્યા કે મારા વૈદકશાસ્ત્રનો સાર અજીર્થાંશમાં ભોજન ન કરવું, એટલો જ છે. પછી કપિલ નામના બીજા પંડિતે કહ્યું કે મારા સાંખ્ય શાસ્ત્રનો સાર માત્ર એટલો જ છે કે પ્રાણી માત્ર ઉપર દયા રાખવી. વળતી બૃહસ્પતિ (ગુરુ) બોલ્યા કે મારા નીતિશાસ્ત્રનો સાર, એકદમ કોઇનો વિશ્વાસ ન કરવો, એ જ છે. પછી ચોથા પંડિત પાંચાલે (બામ્રજ્ય) કહ્યું કે મારા કામશાસ્ત્રનો સા૨, કોમળમાં કોમળપણું સ્ત્રીઓને વિષે આચરવું એટલો જ માત્ર છે.
આ પ્રમાણે પ્રત્યેક ગ્રંથનો, ટૂંકમાં પણ સઘળો ભાવાર્થ દર્શાવતો સાર સાંભળી શાલિવાહને પ્રસન્ન થઇ તેમની મન કામના ધાર્યા કરતાં અધિક પૂર્ણ કરી. (તથા પાછળથી એ ગ્રંથોનો વિશ્વમાં પ્રચાર પણ કર્યો) તેમને વિદાય કરીને, શાલિવાહન, પોતાના બે પુત્રો તથા અર્ધાંગના ચંદ્રલેખાને લઇ ચારે જણાં વાયુવેગી અશ્વો ઉપર સજ્જ થઇ સેઢી નદીને કાંઠે નાગાર્જુનની સેવામાં હાજર થવા નગર છોડી માર્ગે પડ્યાં. વિકટ છતાં ચંદ્રલેખા એ જાણેલાં રસ્તે અશ્વ ફેંકવાથી તેઓ જોત જોતામાં સેઢી નદીને કાંઠે નાગાર્જુન યોગીના આશ્રમ આગળ આવી પહોંચ્યાં. પછી ચારે જણાં, નાગાર્જુનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી, જાણે નાગાર્જુનના કીધેલાં છળ ભર્યા કૃત્યો વિષે ચંદ્રલેખાથી જાણ પડી એમ છતાં પણ, તે વિષેનો તેઓના મનમાં બિલકુલ ક્રોધ નથી, એવો દેખાવ દેખાડીને તેની વિનયપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા કે હે મહારાજ ! તમારે શરણે આવેલા સેવકોના અપરાધ કૃપા કરી ક્ષમા કરો. નાગાર્જુન મહાબુદ્ધિશાળી હોવાથી, તેઓના દેખાવ ઉપરથી, ચારે જણોનું સાથે આવવાનું કારણ તરત સમજી ગયા. રાજાએ પણ ટૂંક વખતમાં નાગાર્જુન સાથે ગાઢી મિત્રાચારી કરીને પોતાના પુત્રોને યુદ્ધવિદ્યા શીખવા માટે તેની મરજીથી ગુરુ સેવામાં રાખી, પોતે રાજા રાણી ત્યાંથી નાગાર્જુનને વંદન કરી વિદાય થયાં. નાગાર્જુનને પોતાનું કામ સિદ્ધ થઇ જવાથી,
#S
શાલિવહન રાજાનો પ્રબન્ધ
૪૧