________________
આ રીતે રોજ રાતે ચંદ્રલેખાનું નાગાર્જુન હરણ કરી જતા અને પોતાનું ખલ લૂંટવાનું કામ કરાવી પ્રાતઃકાળને વિષે તેણીના શયનગૃહમાં મૂકી જતાં હતા. એક સમયે રાજા શાલિવાહન અચાનક જાગૃત થવાથી કોમલાંગી ચંદ્રલેખા ઉપર હાથ નાખવા ગયો તો પોતાની બાજુમાં તેને સૂતેલી જોઇ નહિ. રાજા આ દેખાવ જોઇ ઘણો વિસ્મય પામ્યો ને વિચાર કરવા લાગ્યો કે આટલી રાત્રે એ ક્યાં ગઇ હશે !! આમ તેમ જોયું પણ દૃષ્ટિ નહિ પડવાથી ક્રોધના ઉભરા ઉભરાવા માંડ્યાં ને હાથમાં નાગી તરવાર લઇ ક્યારે મળે કે એ રાંડ વ્યભિચારણીનું ડોકુ કાપી પશુ પક્ષીને ભોગ આપું એમ ક્રોધાવેશમાં બડબડતો તથા હાથમાં આમ તેમ નાગી તરવાર ફે૨વતો મહેલ મધ્યે શોધ કરવા લાગ્યો. પણ નિરપરાધી ચંદ્રલેખા તે સમયે મહેલમાં હોય તો મળેને !! રાજા અતિ ક્રોધાવેશમાં આવી મહેલમાં ઉ૫૨ નીચે તેમજ આજુબાજુના ખાંચાખૂંચા અને ઓરડાઓમાં શોધ કરવામાં ગુંથાયેલો છે એટલામાં પ્રાતઃકાળનો સમય થવાથી, પ્રપંચી નાગાર્જુન, ગુપ્ત રીતે ચંદ્રલેખાને શૈયામાં સુવાડી ત્યાંથી પલાયન કરી ગયા. રાજા પાછો શયનગૃહમાં આવ્યો તો ચંદ્રલેખાને પાસાભેર સૂતેલી જોઇ બોલ્યો. હે દુષ્ટ વ્યભિચારણી ! તારું કાળું મુખ મને દેખાડીશ નહિ. આ તરવાર તારું રક્ત પીવાને તલસી રહી છે માટે આ તારા અંતકાળના સમયે, વ્યભિચારિણી સ્ત્રીને પ્રભુ પ્રીતિ તો ક્યાંથી હોય એમ છતાં પણ તને ચેતવું છું કે જો કરાતી હોય તો તારા ઇષ્ટદેવની સ્તુતિ કરી લે. ચંદ્રલેખા થરથર ધ્રુજતી ને કાંપતી બોલી, હે પ્રાણનાથ ! આ દુનિયામાં મારા દેવ અને ઇષ્ટદેવમાં હું તમને ગણું છું. સ્ત્રીને પતિ જેવો પ્રત્યક્ષ દેવ બીજો કોઇ નથી અને તેથી જ તમારી આગળ હાથ જોડી સ્તુતિ કરી કહું છું કે હે પ્રાણનાથ ! હું નિરપરાધી છું. મારી જાત ઉપર લગાડેલાં વિશેષણમાંથી હું કેવળ મુક્ત છું. જે દુઃસહ સંકટમાં હું સપડાયેલી છું તે મારાથી કહી શકાય એમ નથી. માટે હે પ્રાણાધાર ! જો આપણા સહકુટુંબ પરિવારનું પરસ્પર સૌષ્ય જોવું ચાહતા હો તો એ વાત સાંભળવા વિષેની ઝેરી આતુરતાનો ઘૂંટડો પાછો ગળી મારો અપરાધ ક્ષમા કરો. રાજા સકળ વિદ્યામાં પ્રવીણ હોવાથી, સ્ત્રીના કહેવા ઉપર વિશ્વાસ નહિ રાખતાં, તેણીએ સજેલા વસ્ત્રાલંકાર તથા મૂખારવિંદનો દેખાવ અને મસ્તક ઉપરના કેશની સ્થિતિ વગેરેની પરીક્ષા કરવા ઉપરથી એ વ્યભિચાર રહિત છે એવી મનને ખાત્રી થવાથી, તરવાર હાથમાંથી મુકી દેઇ, ચંદ્રલેખાને, તેણીના દુઃસહ સંકટમાં આવી પડ્યાનો પ્રકાર પૂછવા લાગ્યો. ત્યારે ચંદ્રલેખાએ જવાબ દીધો કે હે પ્રાણના પ્રાણ ! કૃપા કરી આ અબળાના કહેવા ઉપર વિશ્વાસ રાખી એ વાત સાંભળવાની હઠ છોડી દ્યો. કારણ કે એ વાત કહેવાથી આપનો તેમજ આપણા સંતાનાદિ સહકુટુંબ અને રાજ્યનો નાશ થશે અને તે હત્યાનું મૂળ હું થઇશ માટે કૃપા કરી મને માફ કરો. પણ જ્યારે હઠ છોડે ત્યારે રાજા શાના. શાલિવાહનની અતિ હઠ જોઇ, હવે કહ્યા વિના સિદ્ધિ નથી એમ ધારી ખેદયુક્ત ચંદ્રલેખા બોલી, હે પ્રિય સ્વામીનાથ ! જે બનવા કાળ હોય તે બનો, પણ તમારી હઠ ભરેલી પણ આજ્ઞા, તેનું ઉલ્લંઘન નહિ કરવાથી હું કહું છું કે નાગાર્જુન નામે યોગી, રોજ રાતે અત્રે આવી, મને નિંદ્રાવસ્થામાં આકાશ માર્ગે, ખંભાત આગળ આવેલી સેઢી નદીને કાંઠે લઇ જઇ, શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
૪૦