________________
નિશ્ચય કરે છે તેટલામાં તે દિવ્ય પુરુષે તેનો હાથ પકડ્યો. તે કહેવા લાગ્યો હું તારા પર પ્રસન્ન થયો છું. એમ કહીં તેને મરતાં રોક્યો. રાજાનું આ સાહસ જોઇ પ્રથમ ગયેલાં ત્રણે દેવતા પાછાં આવી વિક્રમ પ્રત્યે બોલ્યા : અમો ત્રણે તારા સત્વ પુરુષે ઠપકો આપ્યાથી તને મુકીને જવું એ અયોગ્ય ધારી વગર પ્રયત્ને પાછા આવી મુક૨૨ સ્થાને રહીએ છીએ. इतिक्रयविक्रयदोषापनयनसिद्धिः समाप्ता ।
सामुद्रिकापलक्षणदोषापनयनसाहसकर्मसिद्धिः
એક વખત સભામાં બેઠેલા વિક્રમની સમક્ષ, સામુદ્રિક શાસ્ત્રનો જાણનાર, કોઇ પરદેશી આવ્યો. દ્વારપાળે રાજાની આજ્ઞાથી તે પરદેશીને સભામાં પ્રવેશ કરાવ્યો. રાજાનાં સામુદ્રિક ચિહ્નોને જોતો તે માથું ધુણાવવા લાગ્યો. વિક્રમે માથું ધુણાવવા રૂપી ખેદનું કારણ પુછવાથી તે પરદેશી બોલ્યો. છઠ્ઠું દેશોનું સામ્રાજ્ય આપ કરો છો તેથી તેનું લક્ષણ આપના શરીરમાં શોધતાં-શોધતાં હું સામુદ્રિક શાસ્ત્રમાં નિમગ્ન થયો છું. તે સામુદ્રિક સંબંધી કંઇપણ વિશિષ્ટ ચિહ્ન તારા શરીરમાં હું દેખતો નથી; કે જેના પ્રભાવથી તું રાજ્ય કરે છે, પરદેશીનું આવું વાક્ય સાંભળતા વિક્રમ હાથમાં ખગ લઇ જેવો પોતાના પેટને ચીરવા માંડે છે, તેવો સામુદ્રિક વિદ્વાન કહેવા લાગ્યો. આ સાહસ શું કરે છે ? વિક્રમ કહેવા લાગ્યો : પેટ ચીરીને રાજ્ય પ્રાપ્તિને યોગ્ય એવું આંતરડાનું ચિહ્ન તને દેખાડીશ. એમ બોલતાં આ વિક્રમની પ્રત્યે બત્રીસ લક્ષણથી અધિક આ તારું સત્વ / સાહસ મારા જાણવામાં આવ્યું, વિક્રમનું દેહની દરકારથી રહીત એવું, આટલું બધું સાહસ જોઇ, તે વિદ્વાન મનમાં ઘણું આશ્ચર્ય પામ્યો. તે પ્રસન્ન થાય તેવું દાન આપી વિક્રમે તેને રજા આપી. કૃતિ सामुद्रिकापलक्षणदोषापनयनसाहसकर्मसिद्धिः समाप्ता.
परकायप्रवेशविद्या
કોઇ સમયે વિક્રમે સાંભળ્યું કે પરકાય પ્રવેશ વિદ્યાએ તિરસ્કાર કરેલી સઘળી પણ કળાઓ નિષ્ફળ છે, એમ જાણી, તે વિદ્યા મેળવવા માટે, શ્રી પર્વતમાં કોઇ ભૈરવાનંદ યોગીની સમીપ રહી, વિક્રમ ઘણો કાળ તે યોગીને આરાધતો હતો. એના જવા પહેલાં કોઇ બ્રાહ્મણ આ વિદ્યા મેળવવા માટે તે યોગીની સેવા કરતો હતો પરન્તુ અત્યાર સુધી તે વિદ્યા બ્રાહ્મણને મળી નહોતી. તેણે વિક્રમાર્કની આગળ એ પ્રકારે કહ્યું કે તારે મને ત્યાગ કરી, ગુરુ પાસેથી પરકાય પ્રવેશ વિદ્યા એકલાએ ગૃહણ ન કરવી. એ પ્રકારે પૂર્વ શિષ્યે ઉપ૨ોધન' કરેલો રાજા, પોતાને વિદ્યા દાન આપવાને ઉદ્યોગ યુક્ત થયેલા ગુરુને વિજ્ઞાપન કરવા લાગ્યો કે પ્રથમ આ બ્રાહ્મણને વિદ્યા આપો, પછી મને આપજો. ત્યારે યોગી બોલ્યો. હે રાજન ! આ બ્રાહ્મણ પરકાય પ્રવેશ વિદ્યાને યોગ્ય નથી. સર્વથા અયોગ્ય છે. એ પ્રકારે તે યોગીએ કહ્યું ત્યારે ફરીથી રાજાનો આગ્રહ જોઇ યોગી કહેવા (૧) આગ્રહપૂર્વક રોકેલો.
વિક્રમાદિત્યનો પ્રબન્ધ
**
૧૧