________________
બળથી રાજાના મનનો અભિપ્રાય જાણી જમણો હાથ ઉંચો કરી “ધર્મલાભ' એમ મોટે સ્વરે તેને આશીર્વાદ આપ્યો. રાજાએ તેને આશીર્વાદનું કારણ પૂછ્યું. ત્યારે તે બોલ્યા કે આ આશીર્વાદ તમારા માનસિક નમસ્કારનું ફળ છે. સિદ્ધસેનનું આવું જ્ઞાન જોઈ તેમને કરોડ સોનૈયા આપવાની સેવકને આજ્ઞા કરી. વિક્રમની દાન આપવાની આજ્ઞા નીચે પ્રમાણે હતી.
હે કોશાધીશ ! આપ્ત વર્ગનો પુરુષ મારી નજરે પડે તો તેને એક હજાર મહોરો આપવી. જેની સાથે હું સંભાષણ કરું તો દશ હજાર આપવી. જેના વચનથી હું હસું તેને એક લક્ષ મહોરો આપવી. મને સંતોષ પમાડે તેને કરોડ સોના મહોરો આપવી. એવી મારી નિરંતર આજ્ઞા છે એવું વિક્રમે કોશાધિપતિને નિવેદન કરેલું હતું. દાનની સ્થિતિ મુકરર કરી રાખેલી હતી, તેથી એ નિયમને અનુસરી આ વખતે સિદ્ધસેનને પણ મહોરો આપી અને તે ચોપડામાં નીચે મુજબ લખીને ઉધારી.
દૂરથી ઊંચો હાથ કરી ધર્મલાભ કહેનાર સિદ્ધસેનદિવાકરને કરોડ મહોરો આપી, એમ ચોપડામાં ઉધારી, મહોરોની થેલીઓ સિદ્ધસેનને આપવા માટે સભામાં આણી. રાજાએ કહ્યું કે, તમે આ લ્યો. સૂરી બોલ્યા, “વૃથા તૃતએ મોન (તૃપ્તિ પામેલાને ભોજન આપવું એ મિથ્યા છે) માટે અમારે ત્યાગી પુરુષોને મહોરનું શું પ્રયોજન છે. કોઇ મનુષ્ય પૃથ્વીમાં દેવાથી દુઃખી થતો હોય, તેને એ સંકલ્પિત દ્રવ્ય અર્પણ કરી, ઋણમુક્ત કરવો ઘટે છે. દિવાકરના ધર્મયુક્ત વચનથી સંતોષ પામેલા વિક્રમે તે વચન અંગીકાર કર્યું. સઘળી મહોરો દેવાદારોને આપી, તેઓને ઋણ થકી છોડાવ્યા અને પોતાનો શક પ્રવર્તાવ્યો. બીજે દિવસે સિદ્ધસેનદિવાકરે ચાર શ્લોક બનાવી, દરબારના દ્વાર આગળ આવી, દ્વારપાળને કહ્યું કે, વિક્રમને નિવેદન કર કે કોઇ ભિક્ષુક પધારેલા છે તેણે રાજાને કહ્યું કે, આપના દર્શનને માટે કોઈ ભિક્ષુક આવ્યો છે, તેને વારી રાખવાથી દ્વાર નજીક ઉભો છે. તેના હાથમાં ચાર શ્લોક છે, તે અંદર આવે કે જાય? રાજા બોલ્યો. જેના હાથમાં ચાર શ્લોક છે, તે ભિક્ષુકને દસ લાખ રોકડ આપો, અને ચૌદ લેખ કરી આપો. પછી તેની ઇચ્છા હોય તો અંદર આવે, અગર જાય.
રાજાનું કહેલું વચન સાંભળવાથી દિવાકર સભામાં પ્રવેશ કરી આ પ્રમાણે બોલ્યા. હમેશાં તું સર્વ વસ્તુને આપે છે એવી તારી સ્તુતિ વિદ્વાનો મિથ્યા કરે છે. એમ હોય તો તે શત્રુને કદી પૂંઠ આપી નથી અને પરસ્ત્રીને પોતાનું હૃદય આપ્યું નથી તે છતાં સર્વર (સર્વનો આપનાર) એવી તારી સ્તુતિ કરવી તે મિથ્યા છે. આ શ્લોક સાંભળી વિક્રમ દિવાકરની સામું મુખ હતું તે ફેરવી, બીજી દિશામાં મોટું કરી બેઠો. તેમ કરવાનું કારણ એ હતું કે, આ શ્લોકનો ભાવ એટલો ગંભીર છે કે, મેં ખુશી થઇ, એક દિશાનું રાજ્ય તમને બક્ષીસ આપી દીધું. જે દિશામાં વિક્રમે મુખ ફેરવ્યું હતું, તેના સામા જઈ સિદ્ધસેન બીજો શ્લોક બોલ્યા. હે રાજન ! તારી સરસ્વતીરૂપી સ્ત્રીને તે વ્હાલી ગણી મુખમાં રાખી છે અને લક્ષ્મીને કરકમળમાં બેસાડી છે, તેથી તારી કીર્તિરૂપી સ્ત્રી સપત્નીઓનું સુખ જોઈ તારા ઉપર કોપેલી છે, તેથી તે દેશાંતરમાં ફરતી રહે છે, જે દેશમાં જઈએ તે દેશમાં સામી અથડાય છે. શ્લોકનો ચમત્કાર જોઈ વળી રાજાએ બીજી દિશામાં મોં ફેરવ્યું.
વિક્રમાદિત્યનો પ્રબન્ધ
૨૧