________________
એક દિવસે સિદ્ધરાજે રામચંદ્ર કવિને પૂછ્યું કે ઉષ્ણકાળમાં દિવસ કેમ મોટા થાય છે ત્યારે તેણે કહ્યું કે હે સિદ્ધદેવ ! પર્વતના કિલ્લાને તોડવામાં સમર્થ, તમારા દિગ્વિજયના મહોત્સવમાં પણ જોરથી દોડતા ઘોડાઓની ખરીઓથી ખોદાઈ મર્દન થતી પૃથ્વીની ઘણી ઉંચે ઉડતી ધૂળ આકાશ ગંગાના તટ ઉપર પડી. તેના કાદવમાં ઉગેલી લીલી દુર્વા દેખી સૂર્યના ઘોડાનું મન હાથ નથી રહેતું માટે તેનો ચારો ચરતા ચરતા ચાલે છે તેથી દિવસ મોટા લાગે છે એમ કહીને રાજાને પ્રસન્ન કર્યો.
વળી માર્ગણ યાચક (બીજો અર્થ બાણ) તમારાથી અવળા થઈ શત્રુ સન્મુખ લક્ષ દઈ ચાલતા થાય છે તો પણ તમારો દાનેશ્વરીપણા રૂપ મોટો યશ જગતમાં વ્યાપ્ત છે એટલે એક માગણ યાચક તમારા સન્મુખ આવે છે ને બીજા માર્ગણ બાણ શત્રુ સન્મુખ જાય છે. એમ કહી રાજાને ખુશી કર્યો.
વળી એક વખત રાજાએ ઉપરથી ગાંડા ઘેલા જેવા દેખાતા જયમંગળ નામના આચાર્યશ્રીને પૂછ્યું કે – આ નગરનું વર્ણન કરો ત્યારે તેમણે એક કાવ્ય કહ્યું. તેનો અર્થ: આ નગરની અતિશય ચતુર સ્ત્રીઓની ચતુરાઇ દેખી સરસ્વતી દેવી પરાભવ પામી જડ રૂપ થઈ (જળ રૂપ થઈ) સેવકની જેમ પાણી વહન કરતી તે સ્ત્રીઓની સેવામાં નદી રૂપે હાજર જણાય છે ને તેણીએ પોતાના કરતાં અધિક ગાનકળા નગરની સ્ત્રીઓમાં દેખી રીસ કરી પોતાના હાથમાં રહેલી વણા પણ પટકી દીધેલી જણાય છે. કારણ કે તે વીણાનું તુંબડું હતું તે તો આપનું મોટું ગોળાકૃતિ સહસ્ત્રલિંગ સરોવર થયું ને વણા દંડ હતો તે કીર્તીસ્થંભ રૂપે મોટો ઉંચો પ્રત્યક્ષ જણાય છે. આ કવિતાનો ચમત્કાર જોઈ રાજા ઘણો પ્રસન્ન થયો, વળી સિદ્ધરાજે જેવાં મોટાં મોટાં સરોવરો, યાત્રાસ્થાન, મહેલ વગેરે કામ કર્યા છે તેવા કામ બીજો કોણ પૃથ્વીમાં કરી શકનાર છે ! વળી શ્રીપાલ કવિએ સહસ્ત્રલિંગ સરોવરની પ્રશસ્તિ કરી; તેને શિલામાં કોતરાવી પંડિતો પાસે શોધાવતી વખતે રાજાએ સર્વ દર્શનના પંડિતોને એકઠા કર્યા તે પ્રશસ્તિના પ્રથમ કાવ્યનો અર્થ : સિદ્ધરાજની કીર્તિથી પરિપૂર્ણ ભરાયેલા સહસ્ત્રલિંગ સરોવરમાં નિર્મળ જળવાળા અચ્છોદ નામે સરોવરનો સમગ્રસાર વિરાજમાન રહ્યો છે. માટે તેને જોઈ મારા મનમાં માનસ નામે સરોવર નથી રુચતું તથા પંપા સરોવર પણ હર્ષ નથી ઉપજાવતું ઇત્યાદિ કાવ્યોને શોધતા પંડિતોમાં જૈન દર્શનમાંથી રામચંદ્ર નામે હેમચન્દ્રાચાર્યના શિષ્ય ગુરુની આજ્ઞાથી સભામાં આવ્યાં હતાં. ગુરુએ તેને કહ્યું હતું કે એ પ્રશસ્તિનાં કાવ્ય સર્વ પંડિતોને માન્ય છે તથા શ્રીપાલ કવિ જાતે ઘણો નમ્ર છે માટે એનું ખંડન કરશો માં. એમ કહી તેમને સભામાં મોકલ્યા હતા પરંતુ સર્વ પંડિતોએ પ્રશસ્તિ કાવ્ય વખાણ્યાં તેના ભેગું તેમણે પણ હાજી હા કહ્યું તો ખરું પરંતુ સિદ્ધરાજે ઘણા આગ્રહથી પૂછ્યું ત્યારે એ કાવ્યમાં બે દોષ દેખાડ્યા. જે કાવ્યને બીજા પંડિતોએ ઘણું વખાણ્યું હતું તેનો અર્થ : લક્ષ્મીએ કમળનો ત્યાગ કરી તમારા ખગ્નનો (તલવાર) આશ્રય કર્યો. કારણ કે કમળ, કોલવડે (કોશડોડો તથા દ્રવ્ય ભંડાર) સહિત છે તથા દલે (પત્ર તથા લશ્કરે) સહિત છે તો પણ પૃથ્વી ઉપર રહેલા શત્રુરૂપ કંટકને પણ છેડવા સમર્થ નથી થતું માટે એને નિત્ય નપુંસક જાણી તે કમળનો ત્યાગ કરી તમારા પગનો આશ્રય કર્યો. કારણ કે શત્રુરૂપ કંટકનો નાશ કરતી વખતે કોશનો (જેમાં તરવાર રહે છે તે) પણ ત્યાગ કરે છે તથા દલ (લશ્કર) નો
૧૩૨
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર