________________
એક શ્લોકથી રાજી થયેલા રાજાએ વેતાલ ભટ્ટને આપ્યો. કેટલાકને મતે એ શ્લોક સિદ્ધસેનસૂરિજીના સંવાદમાં બંદીજનોએ ગાન કરેલો છે.
એ પ્રકારની વિક્રમ રાજાની ઉદારતાદિ ગુણો જોઇ ભોજ રાજાનો સર્વ ગર્વ મૂળમાંથી જ નાશ પામ્યો. પછી એ ધર્મવહિકાની પૂજા કરી પાછી જે ભંડારમાં હતી ત્યાં સ્થાપન કરાવી.
એક સમે કાશ્મી૨દેશથી ભોજ રાજાની કીર્તિ સાંભળી આવી દરવાજે ઉભેલું સરસ્વતી કુટુંબ દ્વારપાલે રાજાની આજ્ઞાથી શીઘ્ર સભામાં પ્રવેશ કરાવેલું દેખી એક મશ્કરો સેવક બોલ્યો.
બાપ વિદ્વાન્, બાપનો દીકરો પણ વિદ્વાન્, માજી વિદ્વાન્, માજીના દિકરાની વહુ પણ વિદ્વાન્ વળી એક આંખે કાણી બીચારી દાસી તે પણ વિદ્વાન્ માટે હે રાજન્ ! આ સરસ્વતી કુટુંબ છે એમ હું માનું છું.
એ પ્રકારનું ઉપહાસ વચન સાંભળી રાજાએ કાંઇક હસી તે કુટુંબના જ્યેષ્ઠ પુરૂષ સામું જોઇ એક સમસ્યા પદ કહ્યું.
અમારાભારમુક્ અર્થ : અસારમાંથી સાર કાઢી લેવો. આ પ્રકારનું રાજાનું સમસ્યા પદ સાંભળી જ્યેષ્ઠ પુરુષ બોલ્યો.
दानं वित्तादृतं वाचः कीर्त्तिधर्मौ तथायुषः ।
परोपकरणं कायादसारात्सारमुह्यरेत् ॥१॥
અર્થ : અસાર ધનથી દાન રૂપ સાર ઉપાર્જન કરી લેવો એમ જ વાણીથી સત્યપણુ તથા આયુષથી કીર્તિ તથા ધર્મ એમજ અસાર એવા શરીરથી પરોપકાર રૂપી સાર કાઢી લેવો.
વળી રાજાએ તે પુરુષના પુત્રને શ્લોકનું બીજુ તથા ચોથુ પદ સમસ્યા પુરવા કહ્યું તે હિમાલયો नाम नगाधिराजः । चकार मेना विरहातुराङ्गी ॥
એ પ્રકારે રાજાનું વચન સાંભળી તે પુત્ર બોલ્યો.
चकार मेना विरहातुराङ्गी પ્રવાહ-શય્યા-શરાં શરીરમ્ ॥
અર્થ : હે રાજનૢ તારા પ્રતાપ રૂપી અગ્નિથી હિમાચલ નામે પર્વતોનો રાજા ! ગલિગચો (પાણી પાણી થઇ ગયો) આ દુઃખથી તેની અર્ધાંગના મેનકા નામે સ્ત્રીએ પોતાનું પતિ વિરાહાગ્નિથી બળતું શરીર નવા અંકુર યુક્ત પાંદડાની શય્યામાં ભરી રાખ્યું છે.
तव प्रताप - ज्वलनाङ्गगालहिमालयो नाम नगाधिराजः ।
એ પ્રકારની સમસ્યા પુર્યા પછી જ્યેષ્ઠ પુરુષની સ્ત્રી સામું જોઇ રાજા બોલ્યો - વળુ પિયાવડ સ્વીરુ અર્થ : હું તે દુધ કોને પાઉં !
એ પ્રકારનું રાજાનું સમસ્યા પદ સાંભળી જ્યેષ્ઠ પુરુષની સ્ત્રી બોલી.
(૧) ધારા નગરમાં પ્રવેશ થતી વખતનો ઇતિહાસ આ પ્રબંધને અંતે જુવો.
૭૨
+
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર