________________
હે રાજન્ ! ધનુષ ક્રીડાથી જેટલી શિલા વિંધાઇ એટલેથી બંધ રાખો. આ પાષાણભેદ કરવાનું વ્યસન મૂકી દો. કેમકે એ છંદે ચાલતાં મોટા મોટા પર્વત પણ વીંધાવાથી કુળપર્વતને આધારે રહેલી આ પૃથ્વી છેવટ પાતાળ મૂળમાં જશે. માટે આ ચડસ મૂકી ઘો, આ પ્રકારની કવિતાનો ચમત્કાર જોયો પણ કાંઇક મનમાં વિચાર કરી બોલ્યો કે (ધ્વસ્તધારા) આ પ્રકારનું પદ, તમારા જેવા સર્વ શાસ્ત્રવેત્તાના મુખમાંથી નીકળ્યું માટે ભવિષ્ય કાળમાં કશોક ઉત્પાત થશે એમ મને જણાય છે.
ડાહલદેશના રાજાની દેમતી નામે રાણી મહાયોગાભ્યાસવાળી હતી. ક્યારેક તે ગર્ભવંતી થવાથી જોશીઓને પૂછે છે કે મને એક સારુ શુભ લગ્ન દેખાડો કે તે લગ્નમાં ઉત્પન્ન થયેલો મારો પુત્ર ચક્રવર્તી રાજા થાય. પછી જોશીઓએ ઉચ્ચ રાશિના કેંદ્રમાં સારા ગ્રહ આવે એવા શુભ દિવસમાં શુભ લગ્ન આપ્યું. તે સાંભળી યોગબળથી ગર્ભને રોકી રાખી કહેલા શુભ લગ્નમાં પુત્રને જન્મ આપી પોતે આઠમે પ્રહરે મરણ પામી. તે પુત્ર કર્ણ નામે મોટો વિખ્યાત રાજા થયો. એકસો છત્રીસ રાજા તેની સેવામાં હતા. રાજવિદ્યામાં તે ઘણો પ્રવીણ હતો. વિદ્યાપતિ પ્રમુખ મોટા કવિઓ એની સ્તુતિ કરતા હતા કે
-
હે કર્ણ રાજા, તમારા શત્રુની અરણ્યમાં નાસતી સ્ત્રીઓને દૈવયોગથી પ્રથમના જેવો અપૂર્વ એટલે વિપરીતપણે અલંકારનો વિધિ થાય છે. તે સ્ત્રીઓના હૃદય ઉ૫૨ દ્વારાવાપ્તિ એટલે હારની પ્રાપ્તિ થતી હતી એટલે હાર ધારણ કરતી હતી. તે હવે (એ જ શબ્દને હા રાવ આપ્તિ) ખેદયુક્ત પોકાર કરે છે. વળી હાથમાં કંકણ ધારણ કરતી હતી. તે હવે ળ એટલે આંસુના બિંદુ રૂપ અર્થ કરી, એ જ શબ્દને નેત્રમાં ધારણ કરે છે. ને લલાટમાં ચંદનની પત્રવલ્લી ધા૨ણ કરતી હતી. તે હવે નિતમ્બ ઉપર પત્ર સા∞ી એટલે પાંદડાના સમૂહને વસ્ર રૂપે ધારણ કરે છે, એટલે કે ભોજપત્ર વિગેરેની છાલનાં પાંદડાનાં વસ્ત્ર ધારણ કરે છે. ને પ્રથમ તિ થી પોતાનું મુખ શોભાવતી હતી. તે હવે મંત્તિના એટલે તલ જેવા કાળા ડાઘ સહિત પોતાના હાથનાં તળીયાને ધારણ કરે છે.
હે શ્રીકર્ણરાજ ! જેના ઉપર તારી મીઠી નજર પડે છે તેનું દારિત્ર્ય મહા ભય પામી એકદમ જતું રહે છે. માટે લક્ષ્મી તો લક્ષ્મીપતિ નારાયણના હૃદયમાં રહેલી હતી તે ગોપીજનના પુષ્ટ સ્તનના પ્રહાર વાગવાથી નાસીને પોતાના સ્થાન રૂપ કમળમાં જતાં, ભ્રાંતિથી તારા નેત્રરૂપી કમળમાં નિવાસ કરી રહી છે. એમ હું કલ્પના કરું છું.
આ પ્રમાણે સાહેબી ભોગવતા કર્ણરાજાએ દુત મોકલી ભોજ રાજાને કહેવડાવ્યું કે તારી નગરીમાં તારા કરાયેલા એકસો ચાર પ્રાસાદ છે તથા તેટલા જ ગીત પ્રબન્ધ છે તથા તેટલા જ બિરૂદ છે. માટે ચતુરંગ યુદ્ધથી અથવા દ્વંદ્વયુદ્ધથી અથવા ચારે વિદ્યામાંથી ગમે તે વિદ્યાથી, વાદિની જેમ મને જીતી અથવા દાન શક્તિથી મને જીતી એકસો પાંચ બિરૂદનું પાત્ર થા અથવા હું તને જીતી એકસો સાડત્રીશ રાજાનો અધિપતિ થાઉં ? આ પ્રકારનું તેનું વચન સાંભળી ભોજરાજાનું
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
૧૧૭