________________
કે દંડ શબ્દ છત્રીની દાંડીને ઠેકાણે વપરાય છે, પણ કોઈ મનુષ્ય દંડાયો છે એવું ત્યાં બનતું ન હતું. સ્ત્રીઓ ચોટલો વાળીને દોરડાએ અંબોડો ખેંચી બાંધતી, ત્યાં બંધ શબ્દ લોકોના જાણવામાં હતો પણ તે વિના કોઈ પુરુષ સકારણ બંધાયો છે એવું તે નગરમાં દેખાતું નહી. સોગટાં રમનારાઓ સોગટી મારતાં મારી એવી વાણી બોલતા, પણ ગેરવ્યાજબી મારી એવી વાણી લોકોપદ્રવ સંબંધમાં કદી સંભળાતી ન હતી. પુષ્પથી ગુંથેલા હારમાં સોયનાં છિદ્ર કરવાથી તે સછિદ્ર થતા પરતુ એક એકનાં માંહો માંહી જાતિ છિદ્ર ખોળી લોકો સછિદ્ર બનતા ન હતા. કરના બોજાથી પ્રજા પીડાતી ન હતી, પણ વિવાહ સમયે વર કન્યા અન્યોન્ય નવો સંબંધ બાંધતાં પ્રેમથી એક બીજાનો કર પીડન કરતાં, અર્થાત્ હાથ દાબતાં ત્યાં એ શબ્દ વપરાતો. કુસંસર્ગરતિ એટલે કુત્સિત મનુષ્યનો સંગ કરવામાં રૂચિવાળા કોઈ મનુષ્યો એ નગરમાં વસતા ન હતા પરંતુ કુ એટલે પૃથ્વી તેનો સંસર્ગ જે સંગ, તેથી કરીને રતિ જે પ્રીતિ તે વડે પ્રફુલ્લિત થવું એ ગુણ ત્યાંના વૃક્ષોમાં બહુ જણાતો હતો. પુષ્પિત વનોમાં કુમળા પુષ્પની દીશીઓ જોઈ હવે કળીઓ આવી તેમ લોક કહેતા, પરન્તુ કોઈ મનુષ્યમાં કળી (ક્લેશ) જણાયો એમ કદી ન થતું. બાળકોને અગર સ્ત્રીઓને પોતાની અલંકાર ધારણ કરવાની રૂચિથી કાનમાં અગર નાકમાં વેધ કરાવતા પરન્તુ પોતાની સંસારી સ્થિતિમાં કોઈ જાતનો વેધ (અડચણ) થાય તેવું તેઓ કરતા ન હતા એટલા બુદ્ધિમાન તે લોકો હતા. હીરા, માણેક અને રત્નને ખેલ પાડતાં ત્રાશ્યો એવો શબ્દ લોકો બોલતા, પરંતુ કોઈ ડર્યો એવી જગ્યામાં ત્રાસ શબ્દ બોલાયો છે એવું કદી ત્યાં બન્યું નથી. તલ પીલાવીને ખળ (ખોળ) તે લોકો કઢાવતા, પણ મનુષ્યને ભેગા કરી તેમાંથી ખળ પુરુષ કોઈ શોધી શકતું નહીં. અર્થાત્ નગરમાં સર્જન પુરુષો જ વસતા. યુવાવસ્થાન પામેલા હાથીઓના કુંભસ્થળમાંથી મદ ઝરતો દેખાતો પણ કોઈ મનુષ્યોના શરીરમાં મદ (અહંકાર) ન હતો. વળી એક બીજા કવિએ કાવ્ય કહેલું છે – પાટલીપુર નગરમાં દેવનાં મંદિરની ધજાઓ ફરકતી તે ઠેકાણે જ દંડ શબ્દની ઘટના થતી પણ એવો પ્રસંગ ન આવતો કે મારામારી વગેરે ઉદ્ધત કાર્યમાં દંડ શબ્દની યોજના થાય. સ્નેહક્ષય (પ્રીતિનો નાશ) અન્યોન્ય મનુષ્યમાં જણાતો નહીં પણ દીવામાંથી તેલ ખુટી ગયે સ્નેહ ક્ષય શબ્દ લોકો વાપરતા. મદારી લોકોના ઘરોમાં કંડીઆમાં બે જીલ્લાવાળા સાપ રહેતા પરન્તુ નગરના કોઈ ઘરમાં દ્ધિ રસના (એટલે બે બોલીવાળો) મનુષ્ય રહે છે એમ ન હતુ. તરવાર ઝાલનારાઓ દ્રઢ મુષ્ટિથી તે હથિયારને પકડતા પરન્તુ દાન કરવામાં દ્રઢ મુષ્ટિ (બદ્ધ મુખ) પુરુષો કોઈ ન હતા. સારા સારા વિષયો ઉપર તર્ક અને વિચાર કરવામાં માંહો માંહી વાદ ચલાવતા હતા પણ મિથ્યા વાદ વિવાદ કોઈ કરતું ન હતું. દરેક બજારની હારબંધ દુકાનોમાં અમુક ચીજ વેચવાને માપ (માનસ્થિતિ) રાખતા પરંતુ નગર નિવાસીઓમાં કોઈ માનસ્થિતિવાળો (અહંકારી) ન હતો. ફગફગાવેલા કેશવાળી કોઈ સ્ત્રી નગરમાં ન જણાતી પણ હંમેશા માથું ઓળીને અને કેશની વેણીઓ બાંધીને ફરતી હતી. જેથી નિત્યબંધ શબ્દ તેમને જ આશ્રયીને રહેલો હતો, તે સિવાય નગરમાં હંમેશાં કોઇ નિત્યબંધ ન હતું. અર્થાત્ લોકો પોતાના કાર્યમાં સ્વતંત્ર હતા. મહાવીરસ્વામીના વખતમાં રાજગૃહી નગરીમાં
પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર