________________
તે વખતે તેની સાથે પાટણથી આવેલા સામંતોએ નગરને લુંટ્યું. પછી મલ્લિકાર્જુનનું માથુ જરીના વસ્ત્રમાં વિંટી કોંકણ દેશમાં કુમારપાળની આજ્ઞા પ્રવર્તાવી, પાટણ આવી ૭૨ સામંતો સહિત મોટી સભામાં બેઠેલા કુમારપાળ રાજાના ચરણમાં માથું મૂકી, અંબડ પ્રધાને વંદન કર્યું. પછી કોંકણથી લુંટી આણેલી સામગ્રી અર્પણ કરી તેનાં નામ :
મહારાણીને શણગાર સજવા તુરત નવી કરાવેલી એક કરોડ રૂપીયાની પહેરવાની સાડી ૧, માણેક રત્ન જડેલો ઓઢવાની પછેડી ૨, પાપક્ષય નામે મોતીનો હાર ૩, સંયોગસિદ્ધિ નામે મહૌષધિથી નીપજેલી ચમત્કારી શિપ્રા ૪, સોનાના બત્રીશ કુંભ ૫, મોટામોતીની છ સેરો ૬, ચાર દાંતનો એક હાથી ૭, એકસો વીશ અતિરૂપવંત વારાંગના ૮, તથા ૧૪ો કરોડ દંડ દ્રવ્ય ૯.
પછી અંબડ પ્રધાને ઉપર કહેલી સામગ્રી સહિત મલ્લિકાર્જુનના શિરકમળ કરી કુમારપાળની પૂજા કરી. આવા તેના મહા પરાક્રમથી પ્રસન્ન થઈ કુમારપાળે તેને રાજાપિતામહ એવું બિરુદ આપ્યું. આ પ્રકારે અંબડનો પ્રબંધ પૂરો થયો.'
એક વખતે હેમચંદ્રાચાર્યની માતુશ્રી જેણે દીક્ષી લીધી હતી, તેનો અંતકાળ પાસે આવ્યો ત્યારે હેમચંદ્રાચાર્યે સુકૃત કરાવ્યું. હેમાચાર્યે ક્રોડ નવકાર મંત્રના જાપનું સુકૃત આપ્યું. એટલે જેમ કોઈ માણસ પરદેશ જાય તેને ખરચી બંધાવે તેમ, હેમાચાર્યે પણ પોતાની માતાને દેવલોકમાં જતાં પુણ્ય રૂપી ખરચી બંધાવી. ઉત્તરક્રિયાના મહોત્સવમાં પોતાની મા-સાધ્વીના શબને વિમાનમાં બેસાડી, જ્યાં ઘણા તપસ્વીઓ રહેતા હતા તે, ત્રિપુરુષ ધર્મ સ્થાનની આગળથી લઈ જતા હતા, તે વખતે સહજ મત્સરવાળા તપસ્વીઓએ, વિમાન ભાંગી અપમાન કર્યું. હેમચંદ્રાચાર્યે આ સર્વ સહન કરી પોતાની માની ઉત્તરક્રિયા સમાપ્ત કરી, ત્યાર બાદ ક્રોધ સહિત માળવે જઇ, જ્યાં કુમારપાળનો પડાવ હતો ત્યાં ગયા. પછી મનમાં વિચાર કરી એક ગાથા બોલ્યા. તેનો અર્થ : જો કોઈ અસમર્થ પુરુષને રાજદ્વાર સંબંધી કામ કાઢી લેવું હોય તો રાજદ્વારના કોઇ સમર્થ પુરુષને હાથમાં લે તોજ સમર્થ થઇ ધારેલું કામ કાઢી શકે. એ સિવાય બીજો ઉપાય નથી. એમ સમજી હેમચંદ્રાચાર્ય પહેલાં ઉદયનમંત્રીને મળ્યા અને ઉદયનમંત્રીએ કુમારપાળને હેમચંદ્રાચાર્ય આવ્યાના સમાચાર કહ્યા. કુમારપાળ કૃતજ્ઞ શિરોમણી હોવાથી હેમચંદ્રાચાર્ય આવ્યાના સમાચાર જાણતાં જ જાતે સામા જઈ ઘણા આદર સન્માનથી તેડી લાવી પોતાના મહેલમાં ઉતાર્યા. કુમારપાળે પૂર્વે થયેલ રાજયપ્રાપ્તિનો વૃતાંત યાદ કરી હેમચંદ્રાચાર્યની પ્રાર્થના કરી કે, આપે દેવ પૂજન વખતે નિત્ય અત્રે પધારવું. મને રાજય મળ્યું છે તે કેવળ આપનો જ પ્રતાપ છે. ત્યારે હેમચંદ્રાચાર્ય શ્લોક બોલ્યા તેનો અર્થઃ અમો ભિક્ષા માંગી ભોજન કરીએ છીએ તથા વસ્ત્ર પણ જીર્ણ પહેરીએ છીએ. વળી શયન પણ ભૂમિ ઉપર કરીએ છીએ, માટે અમારે ધનવાન પુરુષોની આર્જવતાનું શું પ્રયોજન છે ? આ સાંભળી (૧) રાજશેખર કૃત પ્રબન્ધ કોષમાં અંબડનું ચરિત્ર વિસ્તારથી વર્ણન કરેલું છે.
૧૫૪
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર