________________
હાથ ઝાલી જુને ન મારવા ઘણી વિનંતિ કરી પણ સર્વ યત્ન નિષ્ફળ ગયા અને તે વાણિયાએ તે જૂને મસળીને મારી નાંખી. હવે કુમારપાળ રાજાએ આ વખતે પોતાના રાજમાં ૧૪ વર્ષ પર્યન્ત કોઇએ હિંસા ન કરવી, એવી સમ્ર આણ ફેરવી હતી, તેથી રાજ સેવકોએ તે વિણકને પકડી પાટણ લઇ જઇ શિક્ષા કરાવવા કુમારપાળ પાસે રજુ કર્યો. તેના ઉપર રાજાને ઘણો ક્રોધ ચઢ્યો પણ દેહાંત દંડની શિક્ષા ન કરતાં ગુરુ પાસે આવી આ વણિકનું શું કરવું એવી પ્રાર્થના કરી ? ત્યારે ગુરુએ તેને દ્રવ્યનો દંડ કરી તે દંડ દ્રવ્યમાંથી જે સ્થળે પેલી જૂ મારી હતી ત્યાં ‘ચૂકા વિહાર’ નામનું જિનમંદિર કરાવવા આજ્ઞા આપી. તે પ્રમાણે કરી ચૂકા વિહારનું મંદિર કરાવ્યું.
કુમારપાળ રાજાએ ખંભાતમાં જીર્ણોદ્ધાર કરાવી રત્નમય જિનબિંબની સ્થાપના કરાવી. હેમચંદ્રાચાર્યને જે જગ્યાએ દીક્ષા આપી, ત્યાં સાલિગવસહિકા નામનો સામાન્ય પ્રાસાદ હતો. તેનો જીર્ણોદ્ધાર કરાવી અતિશય સુંદર જિન પ્રાસાદ કરાવ્યો. એ રીતે પ્રભુદીક્ષા વસહિકાનો ઉદ્ધાર કરાવ્યો એ નામનો પ્રબન્ધ પૂરો થયો.
એક દિવસ શ્રી પ્રભાસપાટણમાં કુમારપાળ વિહાર નામના જિનમંદિરમાં બૃહસ્પતિ નામના પૂજારીએ કોઇ પ્રકારે ન કરવાનું કોઇ કામ કર્યુ તેથી તેની રાજાએ હકાલપટ્ટી કરી માટે તેણે પાટણ આવી હેમચંદ્રાચાર્યની સમીપે ઘણું ધર્મધ્યાન સાધવા માંડ્યું. છ પ્રકારના આવશ્યક કર્મ કરવામાં મોટી પ્રતિષ્ઠા મેળવી આચાર્યની સેવામાં સાવધાન રહ્યો. ક્યારેક ચોમાસી વ્રતના પારણાને દિવસે આચાર્યને દ્વાદશાવર્તથી વંદન કરી હાથ જોડી પચ્ચખાણ કર્યું કે હે નાથ ! તમારા ચરણ સમીપ ચોમાસાના ચાર માસ કષાય રહિત પણે છ વિગઇનો પરિહાર કરવા રૂપ વ્રત પૂરું કર્યું. હવે હે મુનિ શ્રેષ્ઠ ! મારે પાણીથી પલાળેલા અન્નથી નિર્વાહ કરવો. આ કઠિન પચ્ચખાણ વૃત્ત સાંભળી પ્રસન્ન થયેલા હેમચંદ્રાચાર્યને કુમારપાળે જોયા. તે વખતે પેલા પૂજારીનું પૂર્વસ્થાન જે કુમારપાળે પ્રથમ લઇ લીધું હતું, તે સઘળું અને તેથી અધિક આપ્યું. ઇતિ બૃહસ્પતિ પૂજારી પ્રબન્ધ સંપૂર્ણ.
એક દિવસ કુમારપાળ રાજાએ, પોતાની પાસે નિરંતર રહેનારા આલિંગ નામના વૃદ્ધ પુરુષને પૂછ્યું કે, હું સિદ્ધરાજથી હીન છું કે અધિક છું કે સમાન છું ? આલિંગે વિચાર્યું કે, રાજા નિષ્કપટ પણે પૂછે છે, માટે યથાર્થ કહેવું, એમ ધારી બોલ્યો. સિદ્ધરાજમાં અઠ્ઠાણું રાજગુણ હતા અને બે દોષ હતા. આપનામાં માત્ર બે ગુણ અને અટ્ઠાણું દોષ છે. કુમારપાળે આ વચન સાંભળી પોતાના આત્માના દોષ દેખનાર પેલા વૃદ્ધ પુરુષની આંખો ફોડવી એમ વિચારે છે. તે અનુમાનથી જાણી લઇ તે વૃદ્ધ પુરુષે પોતાનું બોલવું ઉલટાવી કહ્યું કે, સિદ્ધરાજમાં સંગ્રામનું કાય૨૫ણું અને પરદારા લંપટપણું એ બે મહાદોષ હતા, તેથી કરી તેના સર્વ ગુણ ઢંકાઇ જતા હતા. પણ આપનામાં અઠ્ઠાણું દોષ છે તે આપનામાં રહેલા સંગ્રામમાં શૂરવી૨૫ણું અને પરદા૨ા સહોદરપણું એ બે મહાન ગુણ
કુમારપાળરાજાનો પ્રબન્ધ
1940
૧૬૯