Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala
Catalog link: https://jainqq.org/explore/006141/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ લ અને ફોટા (ગુણ-ગુણી) સંપાદક 'પ્રવર્તક સાહિત્યોપાસક usaglaw all cateica Quraya. Page #2 -------------------------------------------------------------------------- ________________ M388888888888888888888888888888610 | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | તત્ત્વબોધ પરીક્ષા-૨૩ માટે સ્વીકૃત પાઠ્યપુસ્તક ફૂલ અને ફોરમ (ગુણ–ગુણી) Sega SALAH SABAB88888888888X888888888888888ASSOBY, 2027 * સંગ્રાહક – સંપાદક શ્રી લબ્ધિ-પ્રવિણ-મહિમા-જિતેન્દ્ર શિશુ પ્રવર્તક સાહિત્યોપાસક પૂજ્ય મુનિરાજ શ્રી હરીશભદ્ર વિજયજી મહારાજ ઉde88888888888888888888888888ફિ8િ888830693888888888888388888888 • સાથી ૯ પં. હરેશભાઈ એચ. ઝોટા ક પં. રમેશભાઈ ડી. ડુંગાની મૂલ્ય રૂા. ૬૦-૦૦ * પ્રકાશક * શ્રી નવજીનવ ગ્રંથમાળા (ગારીઆધાર) ટ્રસ્ટ, મુંબઈ SU3. TO9888888888888888888888888888 Page #3 -------------------------------------------------------------------------- ________________ * પ્રાપ્તિસ્થાન ૪ શ્રી નવજીવન ગ્રંથમાળા (ગારીઆધાર) ટ્રસ્ટ ડિી-૧૦૧/૨, કુકરેજા કોમ્લેક્ષ, એલ. બી. શાસ્ત્રી માર્ગ, ભાંડુપ (વે), મુંબઈ - ૪૦૦ ૦૭૮. શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ તત્ત્વજ્ઞાન ભવન, ૨૬૫, ન્યુ રવિવાર પેઠ, ગોડીજી દેરાસર સામે, પૂના - ૪૧૧ ૦૦૨. મુખપૃષ્ઠ બોલે છે... બગીચામાં ખીલેલા ફૂલો અને તેના સુકોમળ રૂપને જોઈ, તેનામાં રહેલી સુગંધની સુવાસ મેળવવા માનવી તેના તરફ લલચાય છે. ગુચ્છરૂપે હાથમાં લઈ સારા પ્રસંગે બીજાને આપી આનંદીત કરે છે અને પોતે પણ આનંદ મેળવે છે. બસ, માનવ જીવનમાં પણ સદ્ગુણની શૃંખલા એવું જ ચમત્કારીક કામ કરે છે. જે પુસ્તકના પાને પાને તમને વાંચવા મળશે. ૮૦ આવૃત્તિ : પહેલી વૈશાખ, ૨૦૬૭ પ્રત : ૨,૫૦૦ જૂન, ૨૦૧૧ ': મુદ્રક : ABC Publication ભરત જે. ચિત્રોડા ૧૩૭, નમન પ્લાઝા શોપિંગ સેન્ટર, પહેલા માળે, કાંદિવલી (વે), મુંબઈ-૬૭. ફોનઃ ૪૨૬૬૯૬૫૦, મોબાઈલ : ૯૨૨૩૩૧૯૬૫૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનથી વાંચો ।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ।। શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના દ્વારા આયોજિત તત્ત્વબોધ પરીક્ષા-૨૩ : વિષય : ફૂલ અને ફોરમ ગુણ-ગુણી પરીક્ષા માટે વિશેષ જાણકારી (૧) પૂ. સાધુ-સાધ્વીજી (૩) પ્રોઢ વર્ગ (૫) શ્રાવિકા વર્ગ * બહુમાનને પાત્ર આકર્ષક ઈનામો - રૂા. ૧૦૦૧/ * દ્વિતીય - રૂા. ૮૦૧/- * ચોથું - રૂા. ૬૦૧/- * છઠ્ઠું - ટૂંકમાં લખો (૨) શિક્ષક-શિક્ષિકા (૪) શ્રાવક વર્ગ * પ્રથમ * તૃતીય * પાંચમું * સાતમું * નવમું * અગ્યારમું - રૂા. ૧૫૧/ * પ્રોત્સાહન ઈનામ બીજા પેપરમાં ૫૦ % ઉ૫૨ માર્ક મેળવનાર બધાને અપાશે. રૂા. ૪૦૧/- * રૂા. ૨૫૧/- * – રૂા. ૯૦૧/ – રૂા. ૭૦૧/ – રૂા. ૫૦૧/ આઠમું – રૂ।. ૩૦૧/દશમું - રૂા. ૨૦૧/ * પરીક્ષા ૧ પેપર ઘરે બેઠા ૧ પેપ૨ કેન્દ્ર ઉપર – પાસિંગ માર્ક ૫૦%. * પ્રવેશ ફી – રૂા. ૫૦/ પાઠ્યપુસ્તક ભેટ. * જવાબ – ઉત્તરપત્રમાં જ લખવા. અલગ પેપર ઉપરનું લખાણ સ્વીકા૨ાશે નહિં. * ઘેર બેઠા પરીક્ષાનું પેપર તા. ૦૮-૦૮-૨૦૧૧ સુધીમાં જ પ્રચારકને પહોંચાડવું. તારીખ પસાર થઈ ગયા પછી સ્વીકારવામાં આવશે નહિં. * ફાઈનલ પરીક્ષા તા. ૧૮-૦૯-૨૦૧૧ ના રોજ કેન્દ્ર પર, સપ્લીમેન્ટ્રી તા. ૨૪-૦૯-૨૦૧૧ માત્ર દાદરમાં લેવાશે. * પરીક્ષાર્થીઓએ પોતાના સ્વહસ્તે જ ઉત્તરો લખવા, બીજા પાસે ન લખાવવા. * પત્ર વ્યવહારનું સરનામું : તત્ત્વબોધ પરીક્ષા વિભાગ – C/o. વ્રજ ફૂટવેર સ્ટેશન રોડ, ભાંડુપ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૭૮. ફોન : ૯૮૨૦૩૨૮૯૭૧ ૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ પરીક્ષાર્થીઓને ખાસ સૂચના : શઃ તા.ક. : નીચેના સૂચનો ધ્યાનથી વાંચો અને ફોર્મ ભરો. * પુસ્તકમાં આપેલ ફોર્મ જ માન્ય રહેશે. ઝેરોક્ષ ફોર્મ સ્વીકારાશે નહિં. * જે નામથી ફોર્મ ભરેલ હશે તે જ વ્યક્તિ પરીક્ષા આપી શકશે. બીજા નામે લખેલ પેપર સ્વીકારવામાં આવશે નહિં. નામમાં ફેરફાર ન કરવો. * ૧૫ વર્ષથી ઉપરની ઉંમરના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, શિક્ષક-શિક્ષિકા બહેનો કોઈપણ વ્યક્તિ પરીક્ષા આપી શકશે. * બન્ને પરીક્ષા આપી, બીજા પેપરમાં ૫૦% માર્ક મેળવનાર દરેક પરીક્ષાર્થીને પ્રોત્સાહન ઈનામ તથા અભિનંદન કાર્ડ અપાશે. * એક પેપર લખનાર પરીક્ષાર્થીને ઈનામ આપવામાં આવશે નહિં. * પ્રથમ પરીક્ષાના પેપર તા. ૦૮-૦૮-૨૦૧૧ સુધીમાં જે પ્રચારક દ્વારા તમે ફોર્મ ભર્યું હોય તેને જ પહોંચાડશો. તારીખ વિત્યા પછી પેપર સ્વીકારવામાં આવશે નહિં. ફાઈનલ પરીક્ષા કેન્દ્ર ઉપર તા. ૧૯-૦૮-૨૦૧૧, રવિવારના બપોરે ૧.૦૦ થી ૪.૦૦ કલાકે લેવામાં આવશે. વેસ્ટર્ન લાઈનમાં પ્રાય: પ્રિમિયર હાઈસ્કૂલ, જ્ઞાનમંદિર રોડ, દાદર, પારલા, મલાડ, બોરીવલી, ભાયંદર તથા સેન્ટ્રલ લાઈનમાં ઘાટકોપર, મુલુન્ડ, કલ્યાણ કેન્દ્રોમાં લેવાશે. સંજોગોવસાત બાકી રહેલા પરીક્ષાર્થીઓની પરીક્ષા તા. ૨૪-૦૯-૨૦૧૧, શનિવારના રોજ બપોરે ૧-૦૦ થી ૪-૦૦ ફક્ત દાદર જ્ઞાનમંદિર રોડ, પ્રિમિયર હાઈસ્કૂલમાં જ રહેશે. પ્રોત્સાહક ઈનામ તથા અભિનંદન પત્ર પરિણામ જાહેર થયાના ૧૦ દિવસ સુધીમાં જ તમારા પ્રચારક પાસેથી ઈનામી કાર્ડ આપી મેળવી લેવા. અન્ય સ્થળે અપાશે નહિં. * કાર્ડ હશે અને તો જ ઈનામ આપવામાં આવશે. ઈનામના કાર્ડ બીજા પેપરમાં પરીક્ષાર્થીને કેન્દ્ર ઉપર આપવામાં આવશે. * પરીક્ષાર્થી જો શિક્ષક-શિક્ષિકા હોય તો જવાબ પેપરમાં ખાસ તેનો ઉલ્લેખ કરવો. પરીક્ષાર્થીએ પોતાનું નામ-ગામ વિગેરે પૂર્ણ લખવું. (ટૂંકમાં ન લખવું.) * પરીક્ષા સંબંધીના અંતિમ નિર્ણયો આયોજકોને સ્વાધિન રહેશે. * પરીક્ષા તમે આપો. બીજાને આપવા માટે ખાસ પ્રેરણા કરો. પરીક્ષાર્થી માટે પ્રવેશ ફી રૂ. ૫૦/- : પુસ્તક ભેટ Page #6 -------------------------------------------------------------------------- ________________ ફૂલ-ફોરમ.. સુરભિ અખંડ કુસુગ્રહિ, પૂજો ગત સંતાપ સમ જંતુ ભવ્ય જ પરે, કરીયે સમકિત છાપ. પાંચ કોડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર, રાજા કુમારપાળનો, વર્ચો જય જયકાર. નાનકડું એક ગામ હતું. સ્વચ્છતા-સુંદરતા ને સભ્યતા માટે એ પંકાયું હતું. પરંતુ ગામડામાં પ્રવેશ કરતાં પહેલાં વનવગડો જોવા મળ્યો. થોડું આગળ ચાલ્યો ત્યાં ઉકરડો (કચરાનો ઢગલો) જોયો. મને થયું આ ગામડાની ખ્યાતી જૂદી અને જોવા મળે છે જૂદું. આમ કેમ ? અને આગળ ચાલ્યો ત્યાં સુંદર મજાનો લીલોછમ બગીચો જોયો. જોતાં જ મન પ્રસન્ન થયું. ઘડી બે ઘડી તેમાં જઈ કુદરતનો અનુભવ કરવા મન લલચાયું. ગામડામાં પ્રવેશ કર્યો. રસ્તા સાફ, પદ્ધતિસરના એક સરખા મકાન, ઘર સાફ અને જનતા પણ શુદ્ધ, વિવેકી વસ્ત્રધારી. એક આદર્શ ગામની ખ્યાતિ વાસ્તવિક લાગી. આવા બધા જ ગામ હોય તો ?. મને તો થયું કે, આ સ્વપ્ન તો નથી ને ? ના..ના. સૂર્ય જ ઘડી પહેલા જ ઊગી ગયો છે, એટલે બધું સત્ય છે. તો પછી એક વિચાર-આચારવાળા મનુષ્યો કેવા આશ્ચર્યકારી ભેગા થયા છે. કાંઈક કારણ હોવું જ જોઈએ. કારણ શોધવા આ પૃથ્વી તટ ઉપર નિકળી પડ્યો. ગુણ-એટલે ફૂલ. ફૂલમાં રૂપ છે, ગંધ છે, નાજુકતા છે, પ્રસન્ન કરવાની કળા છે. એની સાથે એ પુષ્ય તરફ જોનારા, સમજનારા, હાથમાં લેનારા, ઉત્તમ ભાવનાથી ભગવાનની પૂજા કરનારા અને પ્રસન્ન થનારા માનવ વંદને બગીચામાં ફરતો જોયો. હવે સમજાયું આ માનવ વૃંદ શા માટે અહીં આવી આટા મારે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં એવા ઘણાં તત્ત્વો-પદાર્થો છે જેની સામે કોઈ જોતું નથી, ઉપેક્ષા કરે છે. જ્યારે આ એકેન્દ્રિય જીવ ફૂલનું આયુષ્ય ભલે નાનું હોય તો પણ તેને આદરથી જુએ છે, સ્વીકારે છે. અને ત્યાંજ ફૂલ મારી તરફ નિરાશ થઈ જોવા લાગ્યું. મેં પૂછ્યું, તું અમને પ્રસન્ન કરે છે અને તું શા માટે નિરાશ છે ? તને શું ઓછું પડ્યું ? ફૂલે જવાબ આપવાનું ટાળ્યું. જેના કારણે હું નિરાશ છું એ સ્વાર્થી મનુષ્યોને કેમ સમજાવું કે મારું નિર્માણ જે કારણે થયું છે, તે જ તમે ભૂલી ગયા છો. હવે કહો, શું કહું ? ફૂલની નિરાશાએ મને વધુ અકળાવ્યો. આગ્રહ કરી ફરી મેં પૂછ્યું, ભલા સુકોમળ જીવડા ! મનનો ભાર ખાલી કરવા કહેવું જ પડશે. તો જ તને જીવનનો આનંદ મળશે ને બીજાને તું આપી શકીશ. માનવ માત્ર ભૂલને પાત્ર હોઈ શકે છે. ફૂલે કહ્યું, મારા એક સ્વરૂપને ભક્ત બે હાથે વિવેકપૂર્વક ગ્રહણ કરી વીતરાગ પરમાત્માના ચરણે મૂકી ધન્ય બને છે. ઉદા. કુમારપાળ રાજાએ પૂર્વભવે પાંચ કોડી માળણને આપી મને ૧૮ રૂપે પ્રાપ્ત કર્યા. એક એક ફૂલને સુકોમળતાથી જ્યણાપૂર્વક ગ્રહી પ્રભુના અંગ ઉપર સ્થાપી આનંદ પામ્યો. જો કે એક મિનીટમાં એ ભવિ જીવે પ્રભુના ચરણે મને મૂક્યો, જ્યારે મે ૧૦| ૨૦ કલાક સુધી પ્રભુના શરીરને સ્પર્શી મારા જીવનને ધન્ય કર્યું. આ એક આનંદની અનુમોદનીય આનંદના અશ્રુ સાથેની કથા છે. પણ.... સ્વાર્થી માનવો મારો દુરૂપયોગ પણ કરે છે. મારા એક જ શરીરને નહિં પણ હજારો શરીરના અંગો ઉપાંગ (કળીઓ)ને છૂટી પાડી ગરમાગરમ પાણીમાં નાખી અત્તર મેળવવા મારી દયાજનક દશા ઊભી કરે છે. હવે હે માનવ ! શું આ સારું કૃત્ય છે ? શું એ અનુચિત બુદ્ધિનો વ્યાપાર નથી ? આવું કરવામાં માનવીને શો લાભ ? મોહનીય કર્મ ન બંધાય ? એક મિનીટ બીજી વાત તરફ જઈએ. આ ગ્રંથમાં જે જે વિષયોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં યોગ્યતા અને અયોગ્યતાની ચર્ચા અલ્પ શબ્દમાં કરવામાં આવી છે. તેમાંથી કાંઈક સાર કાઢવાનો છે. જીવનમાં ગ્રહણ કરવા યોગ્યને ગ્રહણ કરવાનું છે. ઘરને સાફ કર્યા વિના બેસવું ગમતું નથી. અનાજ ને સાફ કર્યા વિના શુદ્ધ ભોજન થતું નથી. વસ્ત્રને ધોયા વિના, શરીરને પાણીથી પલાળ્યા વિના ગમતું Page #8 -------------------------------------------------------------------------- ________________ નથી. તો પછી જીવન સાથે સંકળાયેલ ગુણને સ્વીકાર્યા વિના ગુણવાન થયા વિના કેમ ગમે ? દ્રવ્ય પ્રવૃત્તિ અને ભાવ પ્રવૃત્તિમાં જેમ જમીન આસમાન જેટલો ફરક છે. તેમ ફૂલ અને ફોરમ (સુગંધ)માં ફરક છે. પ્લાસ્ટીકના ફૂલ આંખે ગમે, ૨/૫ દિવસ એ ટકે પણ કોઈ તેને અડતું કે ઉપાડી આનંદ પામતું નથી. માટે જ ગુણ અને ગુણવાનની જગતમાં મનુષ્ય અને મનુષ્યત્વની જેમ કિંમત છે. પ્રસ્તુત પુસ્તકમાં સંગ્રહિત કરાયેલા પ્રકરણ ઉપર નજર દોડાવીએ. કેટલાક પ્રકરણ જીવનનું મૂલ્ય અને અવમૂલન તરફ દ્રષ્ટિપાત કરવા દીવાદાંડી રૂપ છે. જ્યારે કેટલાક સૂતેલા આત્માને જગાડવા માટે પોતાનું કર્તવ્ય શોધવા, સમજવા માટે અધર્મીમાંથી ધર્મી થવા માટે પ્રેરણારૂપ છે. જ્યાં સુધી સ્વને શોધવામાં નહિં આવે ત્યાં સુધી પરમાનંદ મેળવવાની બાળચેષ્ટા આ જીવે અનંત કાળથી કરી છે, તેમાં વધારો થયો કહેવાશે. શરીરને બધા મારું કહે છે. મારું માને છે. તે માટે બધું કરી છૂટવા ભગિરથ પ્રયત્ન કરે છે. પણ એક દિવસ જે શરીર ભાડાનું ઘર છે તેને ખાલી કરવું પડે ત્યારે સાચું સમજાય. ટૂંકમાં સાચી સમજ વિના કાંઈ જ આ જીવનમાં થશે નહિં. મનુષ્ય જન્મ નિષ્ફળ જશે. જીવનના ચોપડાને કાંઈક સમજી લખવાની જરૂર છે. આ ગ્રંથના નિર્માણમાં જે જે નામી-અનામી વ્યક્તિએ બુદ્ધિ-લક્ષ્મીથી સાથ સહકાર આપી સમાજ સમક્ષ એક નાજુક પ્રશ્ન રજૂ કરવા શ્રુતજ્ઞાનની ભક્તિ દ્વારા પ્રયત્ન કર્યો છે, તે માટે સર્વે ધન્યવાદ-અનુમોદનાને પાત્ર છે. કેટલાક પેન-કલમને “ગુરુ” કહે છે. તો કલાક ગ્રંથોને-શાસ્ત્રોને” ગુરુ પદે બિરાજમાન કરે છે. અપેક્ષાએ ખોટું નથી, માત્ર સમજવાનું છે. તેથી આ વિચારધારા રજૂ કરતાં કાંઈ શાસ્ત્ર વિરુદ્ધ લખાયું-કહેવાયું હોય તે માટે ક્ષમાયાચના. જીજ્ઞાસુ વર્ગ ઓપન બુકના કારણે જીજ્ઞાસાના પૃચ્છનાના ભાવથી આયોજનને આવકાર્યું પોતાની બુદ્ધિને ૨૨-૨૨ વર્ષથી જિનદર્શનને સમજવા માટે વાપરી એ માટે સર્વેને શતશઃ ધન્યવાદ. ૭૪મો જન્મદિન – પ્રવર્તક મુનિ હરીશભદ્ર વિજય આદીનાથ સોસાયટી, પૂના Page #9 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. જીવન જન્મ-મૃત્યુ કર્મ-ધર્મ રાગ-દ્વેષ પ્રમાદ આહાર નિધિ ગ્રહ અભિષેક તપ આચાર ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ધ્યાન ૧૭. ભક્તિ ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૧. અનુક્રમણિકા શ્રદ્ધા ભાવ દેવ વિષય આરાધના–વિરાધના બે ઘડી પ્રભુ સાથે મારું મન જ્ઞાન ઉપસંહાર ગુણનો બગીચો ८ પાના નં. ૧ ૯ ૧૮ ૨૭ ૩૩ ૩૯ ૪૫ ૫૧ ૫૮ ૬૪ ૬૯ ૭૫ ૮૨ ८८ ૯૫ ૧૦૩ ૧૧૦ ૧૧૮ ૧૨૪ ૧૩૦ ૧૩૫ ૧૪૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ G G H H H H H G G H H H I કવિકુલ કિરીટ, વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજા ૫૦ વર્ષની સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે લબ્ધિના સ્વામી સૂરીશ્વરજીના પવિત્ર ચરણોમાં કોટીશઃ વંદના પૂજ્ય સાધ્વીજી શ્રી હર્ષશીલાશ્રીજી મ.ની ૫૦૦ આયંબિલ તપની અનુમોદના શ્રીમતી કલ્પાબેન એસ. દોશી કુમારિકા હિતીષા અને કુમારિકા હેતલના ઉપધાન તપની અનુમોદના નિમિત્તે તપસ્વીઓને અનેકશઃ ધન્યવાદ ૩ લાભાર્થી કીડીયાનગર, વીરમગામ નિવાસી શ્રી સંદીપ મણીલાલ ભારમલ દોશી, દાદર, મુંબઈ. F G H & R R R RE 888888888 Page #11 -------------------------------------------------------------------------- ________________ WEB888888888HSHSHSHSHSH8268H02 તમૈ શ્રી ગુરુવે નમઃ એ S88BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB8802 પ.પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજા જે કચ્છ વાગડ દેશ કેરા, પરમ ઉપકારી ખરા, જ્યાં જ્યાં પડ્યાં ગુરુના ચરણ, ત્યાં ત્યાં બની પાવન ધરા. અરિહંત પ્રભુ શાસન પ્રભાવક, કાર્યથી પરહિત ખરા, કલાપૂર્ણસૂરિ ગુરુચરણમાં, ભાવે કરું હું વંદના... શ્રી કલ્યાણજીભાઈ સાવલા પરિવાર #9%8888888888888888888888888888888888888888888888888888888888888888888 ડૉ. કાન્તીભાઈ શ્રી રમેશભાઈ શ્રી ચંદુભાઈ પ્તિ બિલ્ડર્સ, દાદર, મુંબઈ ଟି%%%%%%%%%%%%% ର୍ଷ Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિહંતસિદ્ધ-હેમપ્રભસૂરી ગુરુભ્યો નમઃ 29%888888888888888888888888888888888888888888888888888888888888888%E0% પ.પૂ.આ.શ્રી પ.પૂ.આ.શ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ. હેમપ્રભસૂરીશ્વરજી મ. અજ્ઞાનરૂપી અંધકારને અપાર દૂર હટાવતાં, ગુરુ નીતિસૂરિજી, હર્ષસૂરિજી, મહેન્દ્રસૂરિ ભવતારતા. શ્રી મંગલપ્રભ-અરિહંતસિદ્ધસૂરિ સિદ્ધચક્ર ગિરિ સેવતા, શ્રી હેમપ્રભસૂરિ હમસરીખા, પામો જય ગુરુ દેવતા. ga®a®%િચ્છdછ%ચ્છ%િચ્છ%®%િચ્છa®xøa®s®%િચ્છa®ઝિ®%િચ્છ%®%િચ્છh®ઝિ®%િચ્છ૭%98604 પૂ. સાધ્વીજી શ્રી વસંતશ્રીજી મ.ના શિષ્યા પૂ. સાધ્વીજી શ્રી જયશીલાશ્રીજી મ. શિષ્યા-પ્રશિષ્યાની કોટિશઃ વંદના %%%%%%%%%%%%%ଥର Page #13 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય યુગદિવાકર આ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના 2888888888888888888888888888888888888888 પૂ.સા. શ્રી પ્રિયંવદાશ્રીજી મ. પ. પૂજ્ય માતૃવત્સલા સાધ્વીજી શ્રી પ્રિયંવદાશ્રીજી મ.ના શિષ્યા પ.પૂ. સાધ્વીજી શ્રી જ્યોતીપ્રભાશ્રીજી મ.સા.ના ૫૦ વર્ષના દીક્ષા પર્યાય તથા પ.પૂ. સાધ્વીજી શ્રી હર્ષકલાશ્રીજી મ.સા.ના ૪૪ વર્ષના દીક્ષાપર્યાયની પૂર્ણાહૂતિ નિમિત્તે પૂ. સાધ્વીજી શ્રી અપૂર્વકલાશ્રીજી મ.ની. પ્રેરણાથી dએ શ્રીગુરવે નમ: સૌજન્ય - શ્રી ચુનાભઠ્ઠી જૈન સંઘની બહેનો ચુનાભટ્ટી, મુંબઈ. 9988B8B8B8B8B8B8B8B8BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB Page #14 -------------------------------------------------------------------------- ________________ ||| શ્રી અરિહંત-સિદ્ધસૂરિ ગુરુભ્યો નમઃ | વયોવૃદ્ધ પૂ. સાધ્વીજી શ્રી મનોરમાશ્રીજી મ.ના શિષ્યા પૂ. સાધ્વીજી શ્રી સુલભાશ્રીજી મ.ના શિષ્યા LO8EBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB8%. TOSHIBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB પૂજ્ય વિદુષી સાધ્વીજી શ્રી પદ્યરેખાશ્રીજી મહારાજ પવિત્ર ચરણ કમલે બીજી પુણ્યતિથિ નિમિત્તે શતશઃ વંદના સાધ્વી મૃગનયનાશ્રીજી સાધ્વી મુક્તિનીલયાશ્રીજી સાધ્વી રમ્યદર્શનાશ્રીજી સાધ્વી ભવ્યદર્શનાશ્રીજી સૌજન્ય જ શ્રી જિતેન્દ્ર રોડ મલાડની શ્રાવિકા બહેનો મલાડ (ઈસ્ટ), મુંબઈ. C@gr88YHYESUSH8IHH8HXHas Page #15 -------------------------------------------------------------------------- ________________ G X X X X X J G L G L G L G GGGGGGGG H ඹ3 પાટણ – કનાસાપાડાના નિવાસી પિતાશ્રી માતુશ્રી શ્રી જયંતિલાલ મણિલાલ શાહ શ્રી પુષ્પાબેન જયંતિલાલ શાહ પિતાશ્રીએ જીવનમાં સારા ઉપજેલા વિચારોને ૧૫૦ કાવ્ય પંક્તિમાં મઢ્યા અને માતુશ્રીએ મેળવેલા જૈનદર્શનના જ્ઞાનને પચાવી-વાગોળી અનેકાનેક ખપી આત્માઓને અધ્યયન કરાવવા દ્વારા જ્ઞાનગંગા વહાવી તે માતા-પિતાના પવિત્ર ચરણે ભાવભરી શ્રદ્ધાંજલિ. અમ જીવનમાં જ્ઞાન પ્રકાશ પાથરે : પુત્ર પરિવાર : તુષાર - પાર્મીતા - અનુજ - કોમલ, દાદર : પુત્રી પરિવાર : ડૉ. સ્મિતાબેન – ડૉ. ઈન્દ્રવદન – ડૉ. જુલી – મૌલિક સ્મૃતિ – મહેશભાઈ – મોનાલી - જીગર F G G G G G R G R X Page #16 -------------------------------------------------------------------------- ________________ % P r8888888888888888888888 ઝાલાવાડી દશા શ્રીમાળી – બગવાડા નિવાસી 396888888888888888888888888888888888888888888888888888888888888888 પૂજ્ય માતુશ્રી ઈન્દુમતિબેન વ્રજલાલ બાબરિયા વાત્સલ્યમયી, ગરીમામયી માને કોટિ કોટિ પ્રણામ શાસનદેવ આપના આત્માને પરમ શાંતિ આપે. 88888888888888888888888888888888888888888888888BX પુત્ર પરિવાર શ્રીમતી વીણાબેન કિરીટભાઈ બાબરિયા શ્રીમતી રીટાબેન રાજેશભાઈ બાબરિયા શ્રીમતી ભાવનાબેન પંકજભાઈ બાબરિયા શ્રીમતી નીશાબેન મહેશભાઈ બાબરિયા પુત્રી પરિવાર શ્રીમતી ભારતીબેન કિરીટકુમાર શાહ શ્રીમતી નીતાબેન મુકેશકુમાર તુરખીયા બાબરિયા પરિવાર સાયન (વેસ્ટ), મુંબઈ- ૨૨. Page #17 -------------------------------------------------------------------------- ________________ હળવદ (હાલ માટુંગા રોડ) નિવાસી શ્રી કાંતાબેન મગનલાલ શાહના પૌત્ર NOBEDOBOROBUDUROBUDURURUBBDOBUDUBOREDOBOROBUDUBBD8E0% સ્વ. મિતેશકુમાર જશવંતલાલ શાહ સ્વર્ગવાસ : તા. ૨૭.૧ ૧.૨૦૦૮ દ્વિતીય પુણ્યતિથિ પ્રસંગે %8888888888888888888888888888888888888888888888888888888888888888 પિતાશ્રી : શ્રી જશવંતલાલ મગનલાલ શાહ માતુશ્રી : ગુણવંતીબેન જશવંતલાલ શાહ ભાઈ-ભાભી : શ્રીમતી તોરલબેન જિતેશકુમાર શાહ પત્ની : શ્રી વૈશાલી મિતેશ શાહ બહેનો : શ્રીમતી દીપાબેન મનિષકુમાર કુવાડીયા શ્રીમતી પાયલબેન જયરાજ શાહ ભાણેજ : નીતિ – કાવ્ય માટુંગા રોડ, મુંબઈ. C%9%%ચ્છ%ચ્છચ્છિકચ્છa®®ea®xøaછ%8%). Page #18 -------------------------------------------------------------------------- ________________ P88888888888HYH888HYH8886390% કચ્છ-મેરાઉ નિવાસી હાલ દાદર પિતાશ્રી માતુશ્રી શ્રી નાનજી વેલજી નીસર શ્રી કેસરબેન નાનજી નીસર var BBBBBBBBBB888888888888888888888888888888888BBBB જ કૃપાકાંક્ષી સ્વ. શ્રીમતી પુષ્પાબેન નાગજી નીસર શ્રીમતી વર્ષાબેન નાગજી નીસર સુપુત્ર : શ્રીમતી જીજ્ઞા સંદીપ નીસર પોત્ર : હર્ષ સુપુત્રી શ્રીમતી સ્મિતા ભરત નાગડા દોહીત્ર : પ્રણય – પારસ દાદર, મુંબઈ Jeiga888888888888888888888 Page #19 -------------------------------------------------------------------------- ________________ 88888888888888888888888 GIGK G D G D G D G R & R R R R R G R & R X ધ્રાંગધ્રા નિવાસી હાલ કાંદિવલી, મુંબઈ સ્વ. માતુશ્રી રંભાબેન ત્રંબકલાલ શાહ શ્રી બિપીનભાઈ શ્રીમતી જ્યોત્સનાબેન બિપીનભાઈ શાહ ત્રંબકલાલ શાહ અમ જીવનમાં જ્ઞાન પ્રકાશ પાથરે. * કૃપાકાંક્ષી ** શ્રીમતી મેઘનાબેન પરાગભાઈ શાહ શ્રીમતી સ્વાતીબેન ચિરાગભાઈ શાહ પોત્રી : મીતા – પીશા શાહ પરિવાર RG L G R G L G H G L G I ଦୁଇଥରର ශි ୫୫ 3889 Page #20 -------------------------------------------------------------------------- ________________ 8888 88888888889 AGAGAGAGAGKEREREAYAGRYNI સાદડી (રાજ.) નિવાસી હાલ માટુંગા રોડ સ્વ. અનુજાકુમારી વિજયભાઈ પરમાર టీ સ્મરણાંજલિ ફૂલ ગયું ફોરમ રહી, ફોરમ ઘર ઘરમાં વસો. શ્રી પરમાનંદ વીરચંદજી પરમાર પરિવાર માટુંગા રોડ, મુંબઈ. 38080 99999999999999 888888888888 Page #21 -------------------------------------------------------------------------- ________________ aછ%ચ્છ%૭%ચ્છ%છ%૭%ચ્છ%ચ્છ%િચ્છ%ચ્છ%િચ્છ%ચ્છMિછ650% કચ્છ-માંડવી નિવાસી હાલ દાદર પિતાશ્રી માતુશ્રી No:88BBBBBBBBBBBBBBBBBBBY8888BBBBBBBBBBBBBBBBBBBBB0% શ્રી કાંતિલાલ કરસનજી શાહ શ્રી કુસુમબેન કાંતિલાલ શાહ પ્રેરણા : પૂજ્ય મુનિરાજ શ્રી જિનસેન વિજયજી મ. આપે આપેલું સંસ્કારનું દાન જીવનમાં વધે એવા આશિષ આપો. * કૃપાકાંક્ષી પુત્ર ધર્મપત્ની મહેન્દ્રભાઈ રમાબેન મનહરભાઈ સ્વ. ઉર્મિલાબેન કોશિકભાઈ કવિતાબેન અરવિંદ અવનીબેન સુપુત્રીઓ સુશીલાબેન, વીણાબેન, કામિનીબેન, કાર્તિદાબેન શાહ પરિવાર, દાદર. 9 SSBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB8B80, Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના, ભાંરૂપ શાખા દ્વારા આયોજિત તત્ત્વબોધ પરીક્ષા-૨૩ના પાઠ્યપુસ્તક પ્રકાશન, પરીક્ષા આયોજન ઈનામ વિતરણના વિશાળ કાર્યક્રમમાં શ્રુતભક્તિ કરનાર - મુખ્ય શ્રુતાનુરાગી - ܀ ★ ★ શ્રીમતી શોભનાબેન યુ. શાહ શ્રીમતી સૂરજબેન ન્યાલચંદ લોદરીયા શ્રીમતી શોભાબેન હરખચંદ ચોપડા શ્રીમતી પારૂલબેન દિનેશભાઈ ગાંધી શ્રીમતી ફાલ્ગુનીબેન ઉત્તમચંદ ચિનાઈ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પૂ. સાધ્વીજી શ્રી તત્ત્વયશાશ્રીજી મ.ના ઉપદેશથી શ્રી રસિલાબેન રોહિતકુમાર શાહ શ્રીમતી બીનાબેન શાહ શ્રીમતી મંજુલાબેન શાંતિલાલ ગાલા શ્રીમતી ભાનુબેન ચિમનલાલ શાહ શ્રીમતી ઉમાબેન સુનિલભાઈ શાહ શ્રીમતી ભારતીબેન દિવ્યેશભાઈ : શ્રુતભક્તિ સહાયક : શ્રી જેવિન માહેશા – હસ્તે : નયનાબેન કોન્ટ્રાક્ટર બાબુલનાથ શ્રીમતી મણિબેન રમણિકલાલ સાવલા શ્રી દિનેશ કાંતિલાલ શાહ શ્રી જયંતીલાલ ભિકુચંદ કેમવાલા શ્રીમતી કલાબેન ગજાનન મંગેલા મુંબઈ દાદર ૯ કાંદિવલી દહિસર સાંતાક્રુઝ દાદર માંડલ માટુંગા સાયન બોરીવલી મુંબઈ કાંદિવલી મુરબાડ ગોરેગામ સાંતાક્રુઝ મુલુન્ડ ભીવંડી Page #23 -------------------------------------------------------------------------- ________________ પૂના દાદર મુલુન્ડ * શ્રી જશવંતીબેન ગુણવંતલાલ * શ્રી હર્ષકુમાર ગિરીશભાઈ શાહ શ્રીમતી જયશ્રીબેન ગિરીશભાઈ શાહ * શ્રીમતી ચેતનાબેન અતુલભાઈ શાહ * શ્રીમતી સુનિતાબેન ગિરીશભાઈ બારભાયા * શ્રીમતી મધુબેન અમરચંદ ઝવેરી શ્રી પ્રેમાબેન ઝવેરી * શ્રીમતી સરલાબેન અશોકભાઈ મર્ચન્ટ શ્રી પ્રતિભાબેન રમેશભાઈ કરણીયા * શ્રીમતી હર્ષાબેન પ્રમોદભાઈ શાહ દાદર ઘાટકોપર વાશી ગોરેગામ કાંદિવલી દાદર વાશી શિક્ષક-શિક્ષિકા જ્ઞાન વિકાસ વર્ગ વિભાગ વિષય : કર્મગ્રંથ - ૧/૨, વર્ગ ઃ ૭ સ્થળે શિક્ષણવર્ગ - પરીક્ષા આયોજન તથા બહુમાન સન્માનના - લાભાર્થી - જ એક સગૃહસ્થ, હસ્તે : શ્રી બિમલબેન પી. મુંબઈ ડૉ. સ્મિતાબેન ઈન્દ્રવદનભાઈ શાહ ઘાટકોપર * શ્રી પ્રભાવતીબેન ભાઈલાલભાઈ નારેચાણીયા દાદર જ શ્રી સિદ્ધિ સંજયભાઈ શાહ મુંબઈ જ શ્રીમતી સુશિલાબેન સેવંતિભાઈ કપાસી મુંબઈ જ શ્રી સતિષચંદ્ર છોટાલાલ શાહ પુસ્તક ભેટ કુ. કર્ણમ વિપુલકુમાર સી. ઝવેરી મુંબઈ શિષ્યવૃત્તિ શ્રી મંજુલાબેન રમણિકલાલ કોઠારી બેંગલોર જનરલ ઈનામ : શ્રી અશોકકુમાર હિરાલાલ પાનાચંદ મુંબઈ * પરીક્ષા આયોજન, પાઠ્યપુસ્તક પ્રકાશન, ઈનામ યોજનામાં રૂ. ૨,૫૦૦/ ભરી મેમ્બર બનો. સમ્યગુરાનની – જ્ઞાનના પ્રચારની અનુમોદના કરો. દાદર Page #24 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વબોધ પરીક્ષા-૨૨ના માનવંતા પ્રચારકો ઓપન બુક પરીક્ષાના ઉમેદવારી ફોર્મ, જેઓની પાસે મેળવ્યા (ભર્યા) હોય તે પ્રચારકને જ ‘ઘર બેઠા પરીક્ષા’ના ઘરેથી લખેલા ઉત્તરપત્રો તા. ૦૦-૦૦-૨૦૧૧ સુધી પહોંચાડવા. ફોન ૯૮૨૧૧૦૯૮૯૬ ગામ ૯૩૨૦૭૮૧૧૯૪ ૨૮૯૨ ૧૫૯૮ ૯૩૨૧૦૬૯૭૦૦ ૯૩૨૩૩૭૭૮૧૮ ૨૮૯૧ ૮૬૪૮ ૯૦૨૯૦૮૧૦૧૮ ૯૩૨૪૫૩૦૨૯૨ ૯૮૨૦૯૫૪૭૭૨ ૯૩૨૨૪૬૪૬૨૩ ભાયંદર બોરીવલી કાંદિવલી મલાડ ગોરેગામ અંધેરી (ઈસ્ટ) પાર્લા સાંતાક્રુઝ દાદર મુંબઈ મસ્જિદ બંદર સાયન ઘાટકોપર ભાંડુપ મુલુન્ડ કલ્યાણ બામ પં. રમેશભાઈ ડી. ડુંગાની આશાબેન બી. શાહ શ્રી જૈમિનીબેન આર. શાહ શ્રી જ્યોત્સનાબેન એમ. શાહ, શ્રી ચેતનાબેન એન. પરીખ..... શ્રી દિલીપભાઈ સી. શાહ શ્રી ધીરજબેન દોશી શ્રી હિંમતભાઈ એ. શાહ પં. સુનિલભાઈ બી. શાહ શ્રી વર્ષાબેન હર્ષદભાઈ શાહ પૂના સુરત જામનગર પં. વિરેન્દ્રભાઈ આર. શાહ શ્રી મૃદુલાબેન શાહ પં. ચંપકલાલ પી. મહેતા શ્રી ઉમાબેન એસ. શાહ શ્રી મંજુલાબેન ડી. ગાંધી શ્રી મહેન્દ્રભાઈ ટોલીયા શ્રી લલિતાબેન જે. શેઠ... શ્રી અનિલભાઈ શેઠ પં. હરેશભાઈ એચ. ઝોટા...... શ્રી ઉર્મિલાબેન ડી. શાહ શ્રી સુશિલાબેન વખારીઆ શ્રી લલીતાબેન રેખાબેન..... ૨૩૭૭૬૨૧૦ - શ્રી હંસાબેન આર. શાહ શ્રી મધુબેન કે. શાહ..... શ્રી ચંદનબેન કે. શાહ ડૉ. સંજયભાઈ જે. શાહ શ્રી નિર્મલભાઈ વી. શાહ પં. જિતુભાઈ જે. શાહ. શ્રી રવિભાઈ શાહ - ૨૮૮૩ ૮૮૩૦ ૨૦૮૧ ૯૦૯૮ ૯૮૬૯૭૦૩૯૨૦ ૯૮૬૯૧૫૦૨૧૧ ૯૮૭૦૧૪૮૧૭૯ ૯૩૨૨૫૨૩૭૫૪ ૯૩૨૩૬૭૭૬૯૯ ૯૮૯૨૧૪૬૪૫૦ ૯૮૨૦૩૨૮૯૭૧ ૯૨૨૪૩૬૦૧૮૩ ૦૨૫૧-૨૩૧૯૧૧૯ શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ. (૯૫–૨૦) ૨૪૪૫ ૫૬૮૧ શ્રી ભદ્રાબેન એમ. ઝવેરી.. (૦૨૬૧) ૨૫૯ ૦૪૫૪ શ્રી મોહન વિજયજી જૈન પાઠશાળા........ (૦૨૮૮) ૨૬૭ ૦૮૦૫ નોંધ : પરીક્ષાર્થીઓએ જરૂર હોય તો વિવેકપૂર્વક સભ્ય ભાષામાં પ્રચારકને ફોન કરવો. ૧૧ ૨૬૧૧ ૮૩૭૪ ૨૬૪૮ ૦૮૩૯ ૯૮૨૦૬૬૫૧૦૩ ૨૪૩૬ ૧૦૦૪ ૨૨૪૨ ૩૮૪૮ ૯૮૨૦૭૬૪૩૧૪ ૨૪૦૧ ૦૩૮૪ ૨૫૦૦ ૪૦૫૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ -: પ્રવર્તક :સાહિત્યોપાસક પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મહારાજનું દેવગુરૂની કૃપાથી કલમની સહાયથી લખાયેલું સમ્પાદિય-સંગ્રહિત સાહિત્ય વીર જાવડશા પૂર્વભારતની પંચતીર્થિ અન્વેષણ હિન્દી ૧. ૨. ૩. ૪/૭. ૮. ૯/૧૨. સચિત્ર નવકાર ગુજ હિન્દી મરાઠી ઈંગ્લીશ ૧૩. સચિત્ર જીવવિચાર અન્વેષણ ગુજરાતી ભાગ-૧-૨-૩-૪ અવલોકન સચિત્ર બે પ્રતિક્રમણ ઈંગ્લીશ આરાધનાના બે માર્ગ ગુજરાતી આરાધનાના બે માર્ગ હિન્દી કથા બે ભાઈની ઐતિહાસિક ૫૧. ૧૪. સચિત્ર નવતત્ત્વ ૫૨. પગલે પગલે પ્રગટે જ્ઞાન ૧૫/૧૭. સચિત્ર સામાયિક ચૈત્ય ગુજ. મરાઠી ઈંગ્લીશ ૫૩. સૂત્રકથા ૫૪. આથમતી સંધ્યાએ ૫૫. અરિહંત વંદનાવલી ૫૬. ઉગમતી પ્રભાતે ૫૭. જીવવિચાર-નવતત્ત્વ ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ધર્મરત્નના અજવાળા ૨૩/૨૬. પૂર્ણતા (જ્ઞાનસાર) ભાગ-૧-૨-૩-૪ ૨૭/૨૮. થોર પુરૂષ ભાગ-૧-૨ મરાઠી કથા જીવનાચી જડણ ઘડણ-પ્રેરણાત્મક ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૩૫. ૩૬. ૩૭. ૩૮. સહસ્ત્રકુટ ૩૯. દવા દુ:ખ નિવારણની ૪૦. જીવનનો સાચો સાથી ૪૧. જિજ્ઞાસા ૪૨. પત્થરને પારસ કરનારા ૪૩. ૪૪. ૪૫. ૪૬. ૪૭. પ્રાતઃ સ્મરણ હિન્દી સચિત્ર ભક્તામર શ્રુત સાગરના રહસ્યો ભાગ-૧ (સંગ્રહ) શ્રુત સાગરના રહસ્યો ભાગ-૨ (સંગ્રહ) સયમં ગોયમ મા પયમાએ ભાગ-૧ થી ૭ કામ બોલે છે ગુરૂકૃપા સ્મૃતિ અંક તીર્થંકર વંદના – સુખ - સુખ - સુખ ચાંડાલ બન્યા મહામુનિ બાર ભાવના કરમ ન રાખે શરમ કરોળીયાની જાળ ૪૮. ૪૯. ૫૦. (પરીક્ષા-૬) (પરીક્ષા-૭) કાલચક્ર મારો સોહામણો ધર્મ આદર્શ શ્રાવક જીવન આદર્શ શ્રાવક જીવન ૫૮. જીવનનું સરવૈયું ૫૯. ૬૦. ૬૧. ૬૨. ૬૩. ૬૪. ૬૫. બુદ્ધિ ચતુરાઈ (ભાગ ૧ થી ૪) ત્રિકાળ દેવવંદન નવકાર સચિત્ર મહિમા પાંચ પ્રતિક્રમણ - ઈંગ્લી ૬૬. ૬૭. ૬૮. ૬૯. પ્રભુ દર્શન - ઈંગ્લીશ ૭૦. અમાસ થી પૂનમ ૭૧. નવપદ વિધિ સંગ્રહ ૭૨. પાંચ પ્રતિક્રમણ-અનુપ્રેક્ષા ૭૩. ભાવભરી વંદના (પ્રશ્નોત્તરી) ૭૪. ઉપકારી ઉપકરણ સંયમીનું જીવન ચરિત્ર ધર્મ મહેલના ૨૧ પગથિ પખિ પ્રતિક્રમણ શાશ્વતા તીર્થના પાંચ ચૈવંદન ૧૨ બે પ્રતિક્રમણ - ઈંગ્લીશ સંવત્સરી પ્રતિક્રમણ - ઈં લીશ ૭૫. બે પ્રતિક્રમણ ૭૬. પંચ પ્રતિક્રમણ ૭૭. બંધન અને મુક્તિ (ચિત્રવાર્તા) (ચિત્રવાર્તા) (પરીક્ષા-૮) ૭૮. ઘડવૈયા (પરીક્ષા-૯) (પરીક્ષા-૧૦) ૭૯. ૮૦. ફૂલ અને ફોરમ મુલાકાત અરૂપી દ્રવ્યની (સંગ્રહ) (પરીક્ષા-૧૧) (સચિત્ર) (પરીક્ષા-૧૨) (સચિત્ર) (સચિત્ર) (પરીક્ષા ૧૩) (સચિત્ર) (પરીક્ષા-૧૪) (પરીક્ષા-૧૫) (પરીક્ષા ૧૬) (પરીક્ષા-૧૭) (પરીક્ષા- ૧૮) (પરીક્ષા- ૧૯) (પરીક્ષા- ૨૦) (પરીક્ષા- ૨ ૧) (પરીક્ષા- ૨ ૨) (પરીક્ષા- ૨૩) Page #26 -------------------------------------------------------------------------- ________________ જીવન સંયમી અસંયમી જીવા મુત્તા સંસારણોય, તસ થાવરાય સંસારી ! પુઢવી જલ જલણવાઉ, વણસઈ થાવરા નેયા / ભાવાર્થ : જીવો, સંસારી અને મુક્ત એમ બે પ્રકારના છે. સંસારીને ત્રણ અને સ્થાવર એમ બે પ્રકાર થાય છે અને સ્થાવરના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એમ પાંચ ભેદ જાણવા. (જીવવિચાર). આ પ્રકરણથી જીવ અને જીવનના વિચારોનો પ્રારંભ થાય છે. સંસારમાં જીવના પ્રકાર કેટલા એવું કોઈ પૂછે તો જીવો ૫૬૩ પ્રકારના કહીશું. હવે જીવને જન્મ લેવાની યોની કેટલી એવું કોઈ જીજ્ઞાસુ પૂછે તો ૮૪ લાખ યોની કહીશું અને ગતિ કેટલી? એમ પૂછવામાં આવે તો ચારગતિ એમ પૂછનાર જીજ્ઞાસુને ટૂંકમાં જવાબ આપીશું. પુણ્ય-પાપના કારણે ચાર ગતિના જીવો સુખ-દુઃખ ભોગવે છે. દેવગતિના જીવો પરમ સુખી હોય છે. નરકગતિના જીવો પરમ દુઃખી હોય છે. તિર્યંચગતિના જીવો ૭૫ ટકા દુઃખી અને ૨૫ ટકા સુખી હોય છે. જ્યારે મનુષ્યગતિના જીવો અપેક્ષાએ ૭૫ ટકા થી ૮૦ ટકા સુખી અને ૨૦ ટકા થી ૨૫ ટકા દુઃખી કહેવા પડશે. આ સુખ અને દુઃખના અનુભવો કર્માધીન છે, એ ભૂલવું ન જોઈએ. યાદ રાખો, કર્મ મહાન છે. “કર્મ તારી ગતિ ન્યારી, બધાને તું નચાવે છે.” આજે દુનિયામાં સુખ-દુઃખના વિચારો મનુષ્ય પોતાના અંગત જીવન માટે પોતાની માન્યતા પ્રમાણે કરે છે. તેથી એ વિચારો અપૂર્ણ હોવાથી બાજુ પર રાખી, શાસ્ત્રોક્ત વિચારોને અહીં સ્થાન આપીશું. Page #27 -------------------------------------------------------------------------- ________________ કર્મ-શાસ્ત્રમાં વેદનીય કર્મના શાતાવેદનીય અને અશાતાવેદનીય એમ બે પ્રકાર દર્શાવ્યા છે. જેને બીજા શબ્દોમાં સુખ-દુઃખ કહીશું. આ સુખ-દુ:ખ મનના વિચારોના, વચનના શબ્દોના અને કાયાના આચરણને આધારે બંધાયેલા કર્મોને લીધે અલ્પકાલીન અથવા દીર્ધકાલીન ભોગવવા પડે છે. જે ક્ષણે અણગમતું થયું ત્યાં મનદુઃખ ઉભું કરે છે. જ્યાં કષાયોનો જન્મ થયો ત્યાં દુઃખ નિર્માણ થાય છે. આચરણમાં વિનય-વિવેક ભૂલી રાગ-દ્વેષને મહત્વ આપી પોતાના અહમ્ને પોસો તો કર્મબંધ કરી દુઃખી થવાય છે. પણ જે જીવનમાં ઈન્દ્રિયો ઉપર સંયમ રાખે, વશમાં રાખે છે એ સંતોષી જીવ કર્મબંધ શુભ કરે. અલ્પ કરે અને સુખી થાય છે. ‘સંતોષી નર સદા સુખી' આ કહેવતને સાર્થક કરે છે. હવે મૂળ વાત એ વિચારવાની છે કે, મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ ? જે જીવન ભોગવવાથી જો મનુષ્યને ચોવીસે કલાક આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરવું પડતું હોય. આધુનિક જમાનામાં જેને બી.પી.ની વધઘટ થતી હોય તો એ માનવ સુખેથી જીવી શકતો નથી એમ શું ન કહી શકાય? જીવન જીવતા તેને આવડતું નથી એમ સમજવું. આ સવાલનો જવાબ ઉત્તરાધ્યયન સૂત્રના શ્લોકના આધારે કરીએ, શોધીએ. × ચત્તારિ પરમંગાણિ દુલ્લહાનિ ત જંતુણો । માણુમ્રુત્ત સુઈ સદ્ધા, સંયમંમિઅ વિરિયં ।। ઉત્તરાધ્યયન ભાવાર્થ : (૧) મનુષ્યત્વ-મનુષ્યનો જન્મ, (૨) સુઈ-શ્રુતિ-સદ્ધર્મનુ શ્રવણ, (૩) સદ્ધા-ધર્મમાં શ્રદ્ધા (૪) સંજમ-વિરતિનો સ્વીકાર કરવાનો અપૂર્વોલ્લાસ. આ ચા૨ પરમ મંગલ વસ્તુ બીજા સામાન્ય જીવોને દુર્લભ છે. મનુષ્યમાં આ ચાર ગુણો પ્રવેશી જાય અથવા તો આ ચાર ગુણોને જીવનમાં વિકસાવવામાં સ્થાપવામાં આવે તો માનવમાંથી એ મહામાનવ બની જાય. આ ચાર ગુણો એટલે મનુષ્યમાં મનુષ્યત્વ, સુશ્રવણ, શ્રદ્ધા અને સંયમનો આવિષ્કાર થાય તો એ જીવન જીવી જાણે. બાકી આજે મનુષ્ય જે રીતે જીવન જીવી રહ્યો છે એ યોગ્ય નથી એમ કહી શકાય. જીવન કેવી રીતે જીવવું ? આ પ્રશ્નનો જવાબ જો શોધવા જઈશું તો સંયમી (સાધુ) જીવન અને અસંયમી (સંસારી) જીવન એવા બે માર્ગ દેખાશે. જેનું જીવન મન, વચન અને કાયા ઉપર નિયંત્રણ કરે છે તેનું જીવન સંયમી છે, નીતિ Page #28 -------------------------------------------------------------------------- ________________ નિયમોવાળું આદર્શ છે. તે જીવ આદરણીય, આવકારનીય અનુમોદનીય, અભિનંદનીય અને પ્રશંસાને પાત્ર સમજવું. જ્યારે જેના જીવનમાં કોઈ બંધન, નિયંત્રણ, કંટ્રોલ, કાબુ કે બ્રેક નથી એના જીવનની નાવ સંસાર સમુદ્રમાં ક્યારે ડૂબી જશે તે કહેવું, સમજવું, વિચારવું અશક્ય છે. હવે આપણે સંયમી-અસંયમીની વિચારધારાને આગળ વધારીએ. આધુનિક કાળમાં સંયમનો વ્યવહારૂ અર્થ સમયને ઓળખવો જરૂરી લાગશે. પણ આજથી ૮૦/૯૦/૧૦૦ વર્ષ પૂર્વે જન્મેલા વડીલોની પ્રવૃત્તિ, સ્કૂર્તિ આજના યુવાનોને શરમાવે એવી હશે અને કારણ પૂછવામાં આવે તો જણાશે કે તેઓનું જીવન નિયમિત સંયમી અને આધિ, વ્યાધિ, ઉપાધિ* રહિતનું હતું. સંયમનો બીજો અર્થ થાય છે ચારિત્ર. જેનું ચારિત્ર સારું એનું ચરિત્ર પણ સારૂં, આદર્શ સમજવું. આ ચરિત્ર ક્યારે ઉત્તમ થાય જ્યારે માનવી સમયને ઓળખે અને તે પ્રમાણે પ્રક્રિયા કરે. આજે અત્યારે મારું શું કર્તવ્ય છે? એ વિચારે, તે પ્રમાણે આચરે તો ભવિષ્યમાં ક્યારેય પસ્તાવું પડતું નથી. શાસ્ત્રમાં એક સુવાક્ય છે – “કાલે કાલે સમાચારે.” મનુષ્ય જીવન પ્રાપ્ત કરવું, મેળવવું સહેલું નથી. અનંતા જન્મ મરણ કર્યા પછી પુણ્યના યોગો શુભ હોય તો જ આ પંચેન્દ્રિય માનવભવ મળે છે. શાસ્ત્રોમાં ૧૦ દષ્ટાંતે માનવભવ મળવો મુશ્કેલ છે, એમ કહ્યું છે. આ દશેય દૃષ્ટાંતો મનુષ્યભવનું મૂલ્યાંકન કરવા પૂરક છે. દષ્ટાંતો આ પ્રમાણે છે. (૧) ચોલકઃ બ્રહ્મદત્ત ચક્રવર્તી જે ભોજન કરે તેવું બ્રાહ્મણને જમણ દુર્લભ છે. છતાં ય એ ચક્રીની કૃપાથી કદાચ સુલભ બની જાય પણ મનુષ્યભવ તો ફરીથી મળવો દુર્લભ છે. પાશકઃ પાશક એટલે જુગાર રમવાના પાસા. ચાણક્ય પાસે દેવી પાસા હતા. જેનાથી ચંદ્રગુપ્તને પાટલીપુત્રનો રાજા બનાવે છે. દેવી પાસાથી બધાને હરાવી સોનામહોરથી તિજોરી ભરે છે. એમ મનુષ્ય ભવરૂપી પાસા મળ્યા છે તો તેને વેડફી ન દેતાં મોક્ષ/મુક્તિ માર્ગની પ્રાપ્તિ માટે ઉપયોગ કરવો. મોક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો. મનુષ્ય જન્મને અનેક ધર્મ પ્રવૃત્તિ કરી સફળ કરવો. (૩) ધાન્યઃ ભરતક્ષેત્રમાં ધાન્યનો પાક વિપુલ સંખ્યામાં થાય છે. એ ધાન્યનો * આધિ-માનસિક ચિંતા. વ્યાધિ-કાયિક ચિંતા, ઉપાધિ-ઉભી કરેલી ચિંતા. Page #29 -------------------------------------------------------------------------- ________________ ઢગલો કરી એમાં સરસવના ૧-૨ કીલો દાણા ભેગાં કરીને, ૧૦૦ વર્ષના માજીને સરસવના દાણા જુદાં કરવાનું કહેવામાં આવે તો માજી માટે એ કાર્ય અતિશય મુશ્કેલ છે, અશક્ય છે. એમ માનવભવ વેડફી નાખ્યો તો ફરીથી ભવભ્રમણ કરતાં મળવો દુર્લભ છે. (૪) ઘુતઃ ઘુત એટલે જુગાર. રાજા અને રાજપુત્ર બન્ને રાજ્ય માટે જુગાર રમે છે. નિયમ-મહેલના ૧૦૮ થાંભલા, દરેક થાંભલાને ૧૦૮ ખૂણા, અખંડ રીતે ઘુત ૧૦૮ વખત જીતે તો એક થાંભલો મળે અને જીતવા જીતાવવામાં જો હારે તો રમત ફરીથી શરૂ કરવાની. આવી આકરી (૧૦૮૪૧૦૮) દ્યુત ક્રિડા કદાચ જીતી પણ લે. પરંતુ યાદ રાખો, મનુષ્ય ભવ મર્યાદિત આયુષ્યના કારણે એનાથી પણ દુર્લભ છે. બાજી ચૂકી ગયા પછી બધું નિરર્થક છે. (૫) રત્નઃ વેચેલા રત્નો પાછા મેળવવા દુર્લભ છે છતાંય દેવયોગે વિપુલ ધન મેળવી એ પ્રાપ્ત કરી પણ શકાય. પરંતુ મનુષ્યભવ અને દર્શન-જ્ઞાનચારિત્રરૂપી ત્રણ રત્ન ફરીથી મળવા દુર્લભ છે. સ્વખઃ દેવકૃત-મૂળદેવ. અર્ધ જાગ્રત અવસ્થામાં અથવા બીજી રીતે આવેલ સ્વપ્ન ફરી પ્રયત્ન કરો તો પણ કદી આવતું નથી. એમ માનવજન્મ ગુમાવ્યા પછી ફરી પાછો મળતો નથી. (૭) ચક્રઃ રાધાવેદ-એકાગ્રતા જેમાં છે એવું લક્ષ્ય, જે આત્મા રાધાવેદની જેમ ધર્મ ધ્યાનાદિમાં એકાગ્ર બને એ જ મોક્ષલક્ષને પામે છે પરંતુ એકવાર સમય ચૂક્યા, લક્ષ ગુમાવ્યું તો ફરીવાર એવી તક મળતી નથી, કદાચ મળી પણ જાય, રાધાવેદ સિદ્ધ પણ થાય પરંતુ મનુષ્યદેહ ફરી ફરી મળતો નથી. ચર્મ, કાચબો ઃ ૧૦૦૦ યોજનનું સરોવર શેવાળથી આચ્છાદિત હતું. એક કાચબો શેવાળ નીચે રહે છે. શેવાળને લીધે બહારની દુનિયાના દર્શન અને થયા નથી કદાચ દેવયોગે શેવાળ ખસી જાય અને કાચબાને બહારની દુનિયાના દર્શન થઈ જાય પણ મનુષ્યભવ એવો દોહ્યલો છે કે તે ફરીથી મળતો નથી. (૯) યુગઃ જંબુદ્વીપ પછી અસંખ્ય દ્વીપ-સમુદ્રની હારમાળ પછી છેલ્લે સ્વયં ભૂરમણ સમુદ્ર જે ૧૦૦૦ યોજન ઉડો છે અને અસંખ્યાત યોજન લાંબો પહોળો છે. પશ્ચિમનો પાછળનો ભાગ અને પૂર્વનો આગળનો ભાગ ભેગા Page #30 -------------------------------------------------------------------------- ________________ ૫ કરવા ઈચ્છો તો તે ક્યારેય ભેગા થઈ ન શકે એમ મનુષ્યભવ પણ ક્યારેય મળતો નથી એ દુર્લભ છે. (૧૦) પરમાણુઃ માણેકરનના સ્થંભને દેવ પોતાની શક્તિથી ચૂરે ચૂરા કરી નાંખે અને તેના પરમાણુને ઉડાડી મૂકે પછી વિચારે કે બધા પરમાણુ ભેગાં કરી નવો સ્થંભ બનાવું એ કાર્ય જેમ અશક્ય, અસંભવ છે છતાંય દેવીશક્તિથી એમ કદાચ બની શકે પણ પ્રમાદવશ ગુમાવેલો માનવભવ ફરીથી મળતો નથી એ નિશ્ચિત છે. આમ મનુષ્યભવને ઉપરના દશ દૃષ્ટાંતે દુર્લભ કહ્યો છે. તેથી માનવ ! તું પ્રમાદવશ મોહમાં ફસાઈ એને ગુમાવતો નથી. તે માટે મોહરાજા સામે લડવા કાયારૂપી પાયદળ, વચનરૂપી (તોપો) નૌકાદળ અને મનરૂપી હૃદયદળનો મુકાબલો કરવા કાયગુપ્તિ, વચનગુપ્તિ અને મનગુપ્તિ દ્વારા તૈયાર થા. તેના ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યભવની સાર્થકતા. જ્ઞાનીઓ જીવનની ઉત્તર અવસ્થામાં અનુભવનું ઓસડ લખી, બતાવી, કહી જાય છે, એક સ્થળે જ પ્રકારના જીવોનો ખાસ પરિચય આપવામાં આવ્યો છે. (૧) અધમાધમ : આલોક-પરલોકમાં હંમેશા દુઃખદાયી કાર્યો કરે. (૨) અધમ : વર્તમાન ભવમાં સુખનો અર્થી. (ભૂખ્યો) (૩) વિમધ્યમ : આલોક-પરલોકમાં માત્ર સુખ માટે પુરુષાર્થ કરે. (૪) મધ્યમઃ પરલોકમાં હિત કરવાની ચિંતા કરે. (૫) ઉત્તમઃ સુખ-દુઃખ આપનાર કર્મ છે એમ માની ધર્મ પ્રાપ્તિ માટે યત્ન કરે. (૬) ઉત્તમોત્તમઃ તીર્થંકર ભગવાનનો આદર્શ નજર સમક્ષ રાખી પોતે તરે ને બીજાને તારે. ઉપરના છ પ્રકારોની વિચારસરણી ઉપરથી એ જ સાર નીકળે કે, માનવીના જેવા વિચાર તેવા આચાર અને જેવો આહાર તેવો ઓડકાર આવે. એટલે “વાવે તેવું લણે, કરે તેવું પામે એ નિશ્ચિત સમજવું. ઠાણાંગ સૂત્રમાં જીવનના અનેક રીતે ૪-૪ પ્રકારો વર્ણવ્યા છે. કહેવાનું તાત્પર્ય એજ કે જેને જન્મ-મરણ ઘટાડવા હોય તેમણે એની દવા સત્વગુરુ પાસેથી વિવેકબુદ્ધિથી લઈને સેવન કરવી જોઈએ. ઠાણાંગ સૂત્ર પ્રમાણે મનુષ્યના સ્વભાવના ચાર વિભાગ થઈ શકે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ .. (૧) અરિસા સમાન પ્રભુના વચન સાંભળી ફરી કહી બતાડે. ધ્વની સમાન - પ્રભુના વચન સાંભળી ચળ-વિચળ થાય. સ્થંભ સમાન – પોતાની વાત ખોટી થયા છતાં છોડે નહિં. કાંટા સમાન શિખામણ આપનારને પણ કટુ વચને દુઃખી કરે. (૨) ગુલાબ - દેખાવસારો, સુગંધ સારી, શુભધ્યાન - ઉદા. ભરત. આંકડા - રૂપ નથી, સુગંધ નથી, ખરાબ ધ્યાન - ઉદા. કાળસોરિક બોરસરી – રૂપ નથી, સુગંધ છે. ધર્મધ્યાન - ઉદા. હરિકેશી કોર - રૂપ છે. સુગંધ નથી બગ ધ્યાન - ઉદા. બ્રહ્મદત્ત. - – જીવન સફળ ત્યારે જ થાય જ્યારે જન્મ મરણ ઘટે અને જીવન નિષ્ફળ ત્યારે જ થાય જ્યારે જન્મ-મરણ વધે. આ વાત સમજવા વ્યવહારિક પાંચ દ્રવ્યના પરિણામ થોડા જાણવા-સમજવા જેવા છે. ૧. પૃથ્વી : પૃથ્વીમાં સમયસર પોષક તત્ત્વ મળે તો વનસ્પતિ થાય. ૨. પાણી : જીવની જઠરાગ્નિને ઠારે (પીવાથી સંતોષ થાય.) અગ્નિને પણ બુઝાવી દે. શરીરને પણ પવિત્ર કરે. ૩. અગ્નિ ઃ અગ્નિ નકામા દ્રવ્ય (વનસ્પતિઆદિ)ને બાળી ભસ્મ કરે. ૪. વાયુ : શરીરમાં વાયુ થાય તો તે નુકસાનને આમંત્રે જ્યારે જંગલમાં અગ્નિ પ્રગટે ત્યારે તેને પવન(વાયુ) વધારે ફેલાવે. ૫. આકાશઃ વ્યાપક જગ્યા - દરેક દ્રવ્યને પોતાનામાં સ્થાન આપે. બધે સાનુકૂળતા ઉભી કરે તે આકાશ (અવકાશ). આટલા લંબાણથી લખવાનું કારણ એટલું જ કે, મનુષ્ય-ભવ પ્રાપ્ત કર્યા પછી શરીરમાં પણ જે પાંચ ભૂતનો નિવાસ છે તેને સમતોલ રાખવા જોઈએ. નામકર્મના કારણે શરીર સાનુકુળ મળ્યું હોય તો એના દ્વારા સાનુકૂળ સાધનાઆરાધના કરી જીવન સફળ કરી લેવું જોઈએ. પાંચ ઈન્દ્રિયોની સફળતા ધર્મધ્યાનમાં સમાઈ છે. જે નિચેની સ્તુતિ દ્વારા સમજાઈ જશે. જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દ્રષ્ટિને પણ ધન્ય છે, જે જીભ પ્રભુને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; પીએ મુધા વાણી સુધા, તે કર્ણ યુગને ધન્ય છે, તુજ નામ મંત્ર હૃદય ધરે, તે હૃદયને પણ ધન્ય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ * * સ્પર્શથી કરેલા પાપ પ્રભુની પુષ્ય પૂજાથી બળે છે. * રસનેન્દ્રિયથી કરેલા પાપ વીતરાગની સ્તવનાથી ટળે છે. * ધ્રાણેન્દ્રિયથી કરેલા પાપ સચિત્ત-અચિત્ત ગંધમાં સમભાવ રાખવાથી ખપે છે. * ચક્ષુરેન્દ્રિયથી કરેલા પાપ પ્રભુ દર્શનથી ઘટે છે. * શ્રોત્રેન્દ્રિયથી કરેલા પાપ વીતરાગની વાણી શ્રવણથી ખપે. * અવિરતિથી કરેલા પાપ વિરતિની આરાધના મટાડે. સંયમી જીવન જો ચારિત્રધર મુનિઓનું વિચારશું તો પાંચ મહાવ્રત મુનિને પંચમગતિ જરૂર અપાવે. તેઓ ક્ષણે ક્ષણે આત્મહિત થાય તેવી પ્રવૃત્તિ મન, વચન અને કાયાના ત્રિવેણી સંગમથી કરે. દેશવિરતિધર, ૧૨ વ્રતધારી શ્રાવકનો વિચાર કરીશું તો તે એક ડગલું પાછળ છતાં આત્મહિતની પ્રવૃત્તિ કરે છે. બારવ્રત (અણુવ્રત-૫, ગુણવ્રત-૩ અને શિક્ષાવ્રત-૪)ના ત્રણ વિભાગમાં ગોઠવાયેલ છે. દર્શનશુદ્ધિ, જ્ઞાનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિ કરવા બારવ્રત દ્વારા પુરુષાર્થ કરવાનો છે. વ્રતનું પાલન એટલે આજીવન અથવા નિયમવાળું સંયમી જીવન. સંયમી જીવન એટલે આદર્શ જીવન, તંદુરસ્ત જીવન, ઉત્સાહી જીવન. એના સહારે આત્મા પરમાત્મદશા પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. કરેમિ ભંતે દ્વારા લીધેલ પ્રતિજ્ઞાને સામાયિક વ્રતને પાળતી વખતે બે વાત નજર સામે આવી જાય છે. (૧) સામાયિક દ્વારા સાધુજીવનનો અનુભવ થાય છે. (૨) કલ્યાણકારી સામાયિક વ્રતને ઘણીવાર કરી સમતાના અભ્યાસી થઈ જીવનને ધન્ય બનાવવું જોઈએ. સમતા ઘણાં પાપોથી બચાવે છે. જીવ શબ્દની આગળ “ન' અક્ષર લગાડવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડે. એ “ન' અક્ષર અલંકાર સમાન છે, જેના જીવનમાં “ન” અક્ષરની પ્રાપ્તિ થઈ નથી એનું જીવન અરણ્યરુદન જેવું છે. માયા-નિયાણ અને મિથ્યાત્વ શલ્યવાળું જીવન વ્યર્થ છે. શાસ્ત્રમાં ૪ દુર્લભ મંગલકારી વસ્તુઓમાં મનુષ્યને સ્થાન અપાયું છે. એક ક્ષણ મનુષ્ય જીવન પ્રાપ્ત કરવા આ જીવે કેવો અને કેટલો ભગીરથ પ્રયત્ન કર્યો છે. પ્રાપ્ત કર્યા પછી એ જીવનની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા કેટલા કાર્ય કર્યા? એનું મનન-ચિંતન કરવું જોઈએ જેનાથી જીવવાની કડી, પગદંડી સુધરી જાય. સમજુ માણસો ૫૧ થી ૫૮ની ઉમર એટલે ૮ વર્ષના ગાળાને વનવાસ' કહે છે. આ વનવાસ દરમિયાન જો વ્યક્તિ પોતાનું ઉત્તરદાયીત્વ Page #33 -------------------------------------------------------------------------- ________________ બીજાને (વારસદાર) સોંપી સાક્ષી ભાવે વનવાસ શાંતિ અને સમતાથી ભોગવે તો તેને સમાધિમરણ પ્રાપ્ત કરવા સરળ માર્ગ મળે. જેનું મરણ સુધર્યું એનું બધું જ સુધર્યું. જીવનની ૪ અવસ્થા અથવા ૪ વિશી કહેવાય છે. જે શાસ્ત્રવચન સાંભળી જીવન સુધારે છે તેને પછી પસ્તાવું પડતું નથી. કહેવાય છે કે, “સોળે સાન, વીસે ભાન, વળ્યા તો વળ્યા, નહિં તો પત્થર પાન.” એક કવિએ કહ્યું છે કે, “ઢળી પડી પાંપણો, બંધ બારણે દેખાયું.” જે વખતે આંખો બંધ થાય છે ત્યારે બીજી ગતિમાં જવું પડે છે. ત્યાં બંધ બારણામાં પુણ્ય-પાપનો ચોપડો આ જીવે ફરીથી લખવો પડે છે. જો મનુષ્ય જન્મમાં ઓછું લખે તો જન્મ-મરણ ઓછા થાય અને વગર વિચારે જીવન જીવે તો જન્મ-મરણ વધી જાય. સંસારમાં સાયકલ-સ્કુટર-મોટર જેવા અનેક સાધનોમાં બ્રેક (કાબુ) હોય છે. બ્રેકના કારણે પ્રવાસીઓનો પ્રવાસ સુખમય શાંતિદાયી થાય છે. જો જડ એવા સાધનોના સહારે બ્રેકને લીધે જીવને શાતા મળતી હોય તો સંયમ રૂપી બ્રેકથી સંયમી જીવને સંયમી જીવન દ્વારા શું ન મળે? મોક્ષ મેળવવા માટે સંસારથી મુક્ત થવું એ જ નિર્ણય લાભદાયી છે. સંસાર ઘટે બધું ઘટે. એક જીજ્ઞાસુએ જીવનશાસ્ત્રીને પૂછ્યું, સુખી કોણ? જવાબ આપ્યો, તૃપ્તસુખી અને અતૃપ્ત-દુઃખી. ધર્મ સુખી, અધર્મી દુઃખી. કહેવાનો ભાવાર્થ એ જ કે ધનથી, ભોગ સામગ્રીથી, વૈભવ વિલાસથી, માન-પાનથી કોઈ જ સુખી થયું નથી, થશે નહી અને થવાનું નથી. યાદ રાખો, “જેટલું સુખ ત્યાગમાં છે, તેટલું ભોગમાં નથી.” ઉદાહરણ : ૧. શ્રીકૃષ્ણ પોતાની પુત્રીઓને પ્રશ્ન કર્યો કે તમને દાસી થવું છે કે રાણી? ૨. અભયકુમારે સંયમનો મહિમા પ્રજાને બતાડવા એક કાળોને બીજો સફેદ મહેલ બનાવેલ. ૩. પુણીયા શ્રાવકે પ્રભુવીરને અશાંતિ-દુઃખથી બચવાના ઉપાય-માર્ગ પૂક્યો હતો. અષાઢાચાર્ય-નંદીષેણ વગેરેનું કર્મના પ્રભાવે ભાવનાનું પતન થયું પણ અંતે એ સત્ય સમજી ગયા, સંસાર સાગર તરી ગયા. Page #34 -------------------------------------------------------------------------- ________________ જીવન-મૃત્યુ મંગળ શ્લોક જન્મ દુઃખ, જરા દુઃખ, રોગાશ મરણાનિ ચ | અહો દુઃખું ખલુ સંસાર, યત્રક્ષિશ્યતિ જન્તવઃ | (વેરાગ્ય શતક) ભાવાર્થ જન્મ દુઃખ, મરણ દુઃખ, વૃદ્ધાવસ્થા મરણ, રોગાદિદુખા, અહો! આ સંસાર જ દુઃખમય છે. જેમાં જીવ કલેશ પામે છે. આપણા સૌનો જન્મ ક્યારે થયો? એ પ્રશ્ન છે. આત્માનો જન્મ થતો નથી, થવાનો નથી અને થશે પણ નહિં. આત્મા ભાડાના ઘરરૂપે પુદ્ગલથી બનેલા શરીરમાં રહેવા માટે અમુક સમય માટે આવે છે. ત્યાર પછી એ બીજે સ્થળે ગતિમાં જાય છે, પ્રયાણ કરે છે. આ પરંપરા અનંતકાળથી ચાલે છે. મોક્ષે ન જાય ત્યાં સુધી ચાલશે. આત્માની બાબતમાં એક સ્થળે બહુ જ સ્પષ્ટ ભાષામાં કહ્યું છે : नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः । न चैनं कलेदयन्त्यापो, न शोषयति मारुतः ।। ભાવાર્થઃ કોઈપણ શસ્ત્ર આત્માને છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને વાયુ તેને સુકાવી શકતો નથી. આત્મા અમર છે. જીવવિચાર પ્રકરણમાં કહ્યું છે, કે એક આત્મા આઠે કર્મોનો ક્ષય કરી જ્યારે મોક્ષ-મુક્તિ પામે ત્યારે એક આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦. રાશિમાં આવી જન્મ મરણની કથા શરૂ કરે. ત્યાર પછી નિગોદ, એકેન્દ્રિય, વિકલેજિય, દેવ-તિર્યંચ-નરક ગતિમાં પંચેન્દ્રિયપણાને ભોગવી મહાભાગ્યે મનુષ્યગતિને પામે. કોઈ મરૂદેવામાતા જેવો ભાગ્યવાન આત્મા હોય તો જ અલ્પકાળમાં મોક્ષે જાય. મનુષ્ય ગતિમાં જન્મેલા અસંખ્ય આત્મા જે રીતે જીવન ધ્યેયહીન જીવે છે. તેમ ન જીવતાં દુર્લભ મનુષ્ય જન્મ સફળ કરવા માટે ઉત્તમકુળ આર્યદેશ, ઉત્તમજાતિ, ધર્મવાસિત માતપિતાના ઘરે જન્મી શુભ પ્રયત્ન જે કરે તે ધન્ય છે. પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે આગામી ભવે ગરીબ ઘરમાં જન્મ, શ્રાવક કુળ અને ધર્મવાસિત માતા-પિતાની ભાવના ભાવેલ. અત્યાર સુધીના મિથ્થામતિના જન્મ એકડા વિનાની મીંડા જેવા અર્થહીન હતા. હવે સમ્યગૂજ્ઞાનના પ્રભાવે, સમકિતના કારણે અર્ધ પુદ્ગલ પરાવર્તનનો કાળ ખપાવી આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ શરૂ કર્યું. આ સંસારમાં જન્મ ધારણ કરવાની ૮૪ લાખ યોનીઓ છે. એમાં જન્મ લેવાની પદ્ધતિ પણ ચાર ગતિને પાંચ જાતિમાં ભિન્ન ભિન્ન પ્રકારે છે. ઘાતી-અઘાતી કર્મના સહારાથી ૪ જાતિ, ૫ ઈન્દ્રિય, છ કાયમાં આત્મા જન્મ ધારણ કરે છે. ત્યાર પછી ધીરે ધીરે પૂર્વ ભવનું પુણ્ય ભોગવતો જાય ને આગામી ભવ માટે પુણ્ય બાંધતો જાય. નવું પુણ્ય બાંધતી વખતે ખાસ હવે પછીનો જન્મ સારા સ્થળે પ્રાપ્ત થાય એની કાળજી રાખે તો જ સદ્ગતિ-મોક્ષગતિ પામે. - જ્યારે જીવ મનુષ્યગતિમાં જન્મે છે. ત્યારે એ સોપક્રમી યા નીરૂપક્રમી આયુષ્ય પૂર્ણ કરવાનું નિશ્ચિત કરીને આવે છે. સાથોસાથ આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાને સાથે લેતો આવે. જો સંસ્કાર વાસિત જીવ હોય તો આ સંજ્ઞાઓને સુયોગ્ય રીતે એ ભોગવે. મહાભાગ્યે મળેલ મનુષ્ય જન્મને અજ્ઞાનતા, અયોગ્ય સોબતના કારણે વેડફી ન દે. કહ્યું છે કે, “બંધ સમયે ચિત્ત ચેતીએ રે, ઉદયે શો સંતાપ?' આઉર પચ્ચકખાણ, પન્ના સૂત્રમાં ધ્યાનના પ્રકારોનો અધિકાર આવે છે. તેમાં આર્તધ્યાન (દુર્ગાન)ના ૬૦ પ્રભેદ બતાડ્યા છે. આ જીવ અજ્ઞાનતાના કારણે એક યા બીજી રીતે અશુભ વિચારો કરે છે. તેમાંથી બચવા માટે ધર્મ ધ્યાનશુક્લધ્યાન કરવું અનિવાર્ય છે. ભારેકર્મી આત્મા આ રીતે સંસાર તરવાની બાજી હાથમાં હોવા છતાં બગાડી દે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આવશ્યક સૂત્રોમાં જય વીયરાય-નમુન્થુણં સૂત્ર વીતરાગ ૫રમાત્માનો પરિચય કરાવના૨ અને દેવાધિદેવ સમક્ષ પ્રાર્થના કરાવનાર સૂત્ર છે. તેમાં પણ આરાધક આત્મા પ્રભુ પાસે ૧૩ માંગણીની સાથે એક માત્ર સમાધિમરણની યાચના કરે છે. મનુષ્યને ચાર અવસ્થા (બાલ, યુવા, પ્રૌઢ અને વૃદ્ધ)માંથી જીવન પસાર કરવાનું હોય છે. તે વખતે ખાસ જ્ઞાન પ્રાપ્તિ, સંસ્કારનિધિ, સમજશક્તિ-બુદ્ધિ અને સંતોષની વૃત્તિ જો કેળવવામાં આવે તો જીવન સફળ થઈ જાય. સંતોષી જીવનું જ્ઞાનધન ન ખૂટે, આપત્તિ ન આવે તેથી કાળાંતરે જન્મ ઘટે ને મુક્તિ મળે એ નિશ્ચિત છે. કહ્યું પણ છે કે, ‘સંતોષી નર સદા સુખી.’ જે ઘરમાં મનુષ્યનો જન્મ થાય તેના માતૃપક્ષ ને પિતૃપક્ષને કુળ ને વંશ કહેવાય છે. એ બન્ને જો ઉત્તમ હોય તો એક જન્મમાં અનેક જન્મોના પાપોદુષ્કૃત્યો સંસ્કારી માતા-પિતાના કારણે ક્ષય થઈ શકે છે. જીવન સફળ કરવા માટે ઘરમાં ધર્મવાસિત વાતાવરણ હોવું ઘણું જરૂરી છે. જીવનયાત્રામાં પ્રગટ-અપ્રગટ ચાર નોટીસો પ્રૌઢ-વૃદ્ધાવસ્થામાં સમજદા૨ને સમજી લેવા, સાધી લેવા, ચેતી લેવા કાળરાજા બજાવે છે. નોટીસોનો સાર કાંઈક આવો હોય છે. (૧) માથાના કાળા વાળને ધોળા થવું (૨) દાંત પડવા લાગે, વિદાય લે. (૩) આંખે જોવાનું બંધ થાય, ઓછું દેખાય, અંધારા આવે (૪) કાને ઓછું સંભળાય, પગે ચાલી ન શકાય, શરીર શિથીલ બને અથવા કરચલીઓ આવે. આ અવસરે આકાશ જેટલી ઈચ્છા ન રાખતાં તૃપ્તિ રાખવી જોઈએ. જન્મ વખતે જે શરીરનું નિર્માણ થાય છે. તે પણ સમજવા જેવું છે. સામાન્ય રીતે ઔદારિક, વૈક્રિય, આહા૨ક, તેજસ અને કાર્યણ એમ પાંચ પ્રકારના શરીર છે. તેમાં ઔદારિક, તેજસ અને કાર્યણ એમ ત્રણ શરીર મનુષ્યને હોય. બાકીના બે શરીર લબ્ધિના સહારે લબ્ધિધારી મહાપુરુષોને પ્રાપ્ત થાય. કર્મ વિજ્ઞાનમાં શરીરની અંદર જે જે અંગ-ઉપાંગનું નિર્માણ થાય છે, તેનું કારણ નામકર્મ છે. આ નામકર્મના ૧૦૩ ભેદમાં નીચેના મુખ્ય ભેદોના કારણે શરીરનું તે તે પ્રકારનું નિર્માણ થાય છે. સંઘયણ નામકર્મ : છ પ્રકારના સંઘયણમાંથી આરાના, કર્મના, કાળના આધારે સંઘયણ (શરીરની રચના) થાય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સંસ્થાન નામકર્મ : છ પ્રકારના સંસ્થાનમાંથી કર્મ અનુસાર (તીર્થંક૨ પરમાત્માનું સમચતુરસ્ત હોય) થાય. વર્ણ (રંગ), ગંધ (સુવાસ), રસ (સ્વાદ), સ્પર્શ (શીત) વગેરે કુલ ૨૦ પ્રકારો શરીરની સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત શ્વાસોશ્વાસ-સુસ્વર, દુસ્વર, સ્થિર, અસ્થિર આદી મનુષ્યને ઉપયોગી બધી જ સામગ્રી નામકર્મના કારણે જીવને ભોગવવા મળે છે. અર્વાચિન સાયન્સ પણ શરીરના બંધારણ માટે ઓક્સિજન, કાર્બન, નાઈટ્રોજનનો ઉપયોગ બતાડે છે. તે જ રીતે લોખંડ, ઝિંક, તાંબુ વગેરે શરીરમાં અજાયબી ભરેલા વસે છે, એમ કહે છે. કીડની, મગજ, હૃદય, લીવર, આંખ, કાનને પણ કામ આવના૨ા તંદુરસ્તી આપનારા કહ્યા છે. ટૂંકમાં શાસ્ત્રની હિસાબે કે વર્તમાન સાયન્સના હિસાબે જે કાંઈ શરીરની રચનામાં ઉપયોગી છે તે બધી કર્મની કથા છે. કર્મની બલિહારી છે. શરીરની જેમ આહાર પણ ૩ પ્રકારના છે. *ઓજ આહાર, લોમ આહાર અને કવલ આહાર. મુખ્યત્વે મનુષ્ય (૧) પેટ ખાલી હોય, (૨) ક્ષુધા વેદનીય કર્મનો ઉદય હોય, (૩) મનગમતો આહાર જોયો હોય અને (૪) આહારનું ચિંત્વન કર્યું હોય, આ ચાર પદ્ધતિમાંથી ૧/૨ કા૨ણે આહાર-ભોજન કરે છે. તે પણ ૨૮ થી ૩૨ કવલ જેટલો જ કરે. આહાર સંજ્ઞાને ઘટાડવી હોય તો વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, ઉણોદરી વગેરે તપ કરવાનો આગ્રહ કરવો જોઈએ. દેવગતિમાં આહારની માત્રા ઘણી ઓછી હોય પણ તેઓને ત્યાગની ભાવના હોતી નથી. એટલે એ ત્યાગી કે ઉપવાસી ન કહેવાય. પચ્ચક્ખાણ કરી ન શકે. જીવને જન્મ લેવા માટે યોનીનો સહારો લેવો પડે છે. જીવવિચારનવતત્ત્વમાં યોની નીચે મુજબ બતાડી છે. સચિત્ત : જીવ પ્રદેશવાળી સચિત્તાચિત : જીવ-અજીવ-મિશ્ર ઉષ્ણ : જેનો સ્પર્શ ઉષ્ણ હોય અચિત્ત : જીવ પ્રદેશ રહિતની શીત : જેનો સ્પર્શ ઠંડો હોય. શીતોષણ : જેનો સ્પર્શ ઠંડો-ગરમ હોય. * ઓજાહાર માતાના ગર્ભમાં લેવાતો આહાર. લોમાહાર – શરીરના છિદ્રો દ્વારા લેવાતો આહાર. કવલાહાર – મુખ દ્વારા, કવલ દ્વારા લેવાતો આહાર. Page #38 -------------------------------------------------------------------------- ________________ સંવૃત : ઢંકાએલી હોય સંવૃત વિદ્યુત : કાંઈક ઉઘાડી-કાંઈક ઢંકાયેલા હોય. વિદ્યુત : ઉઘાડી હોય તે. 133 ૧૩ યોની સાથે જન્મ લેવાની પદ્ધતિ પણ ગતિ અનુસાર નીચે મુજબ હોય – (૧) ઉપપાત : પોતાની મેળે કર્મ અનુસાર જન્મે તે. ૧. દેવ-શુભ પુદ્ગલોના સમુહથી યૌવનાવસ્થા જેવા ફૂલની શય્યામાં જન્મે. ૨. નરક - અશુભ પુદ્ગલો રૂપે કુંભીપાકમાંથી ઉપજે, (૨) ગર્ભુજ : જન્મ પૂર્વે અમુક સમય સુધી માતાના ગર્ભમાં રહી યોગ્ય કાળે જન્મે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જીવો. અંડજ - (ઈંડા દ્વારા) જરાયુજ(માતાના ગર્ભ દ્વારા) પોતજ - સીધા બચ્ચા રૂપે (હાથીનું મદનીયું) જન્મે. (૩) સમૂર્છિમ : એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવોના લોહી-વમનાદિ અશુભ પદાર્થોમાં અથવા બાહ્ય સંયોગો મળતા ઉત્પન્ન થાય. જન્મ સંબંધી વિચારો જાણ્યા પછી હવે મૃત્યુ પૂર્વેની વિચારણા કરી લઈએ. જીવ જન્મ્યા બાદ છ પ્રકારની પર્યાપ્તિ અનુસાર પોતાનું જીવન પસાર કરે છે. પર્યાપ્તિઓ ૧. આહા૨, ૨. શરીર, ૩. ઈન્દ્રિય, ૪. શ્વાસોશ્વાસ, ૫. ભાષા અને ૬. મન, આ છ પર્યાપ્તિ છે. ઈન્દ્રિયોના આધારે પર્યાપ્તિ ઓછી-વધુ હોય. જીવની બાબત વિચારોને વાગોળતા ચાર ગતિમાં કયા કારણે જીવ જન્મે અને તેનું મૃત્યુ કેવી રીતે થાય અર્થાત્ પ્રાણ કેવી રીતે જાય તે થોડું સમજી લઈએ.. એક ગતિમાંથી બીજી ગતિમાં જવા માટે આયુષ્ય કર્મનો બંધ મનુષ્ય જીવનના ૧/૩ ભાગમાં થાય. યાવત્ અંતિમ ક્ષણે પણ થાય. તેથી અંત સમયે નમસ્કાર મહામંત્રનું શ્રવણ-સ્મરણ કરાવવામાં આવે છે. જ્યારે તેનું મૃત્યુ યા આયુષ્ય કર્મનો બંધ થાય છે. તે દરમિયાન જીવના પરિણામ લક્ષણ (લાયકાત) શાસ્ત્રોમાં નીચે મુજબ બતાવ્યા છે. ૧. મનુષ્યગતિ : (૧) સુભાગી (સૌભાગ્યવાન), (૨) મીષ્ઠ હીત-મીતપથ્ય વચની, (૩) દાતાર (દાનેશ્વરી), (૪) સરળ, (૫) ચતુર (માયા-કપટ ન કરે), (૬) કલ્યાણમિત્રની જ સોબત કરે, (૭) પ્રાણ-હૃદયમાંથી જાય. ૨. દેવગતિ : (૧) સત્યવાદી, (૨) દેવ-ગુરુનો ભક્ત, (૩) પુણ્યાધીન Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધનવાન, (૪) સ્વરૂપવાન, (૫) પંડિત (જ્ઞાનવાન), (૬) જ્ઞાનીની સાથે મૈત્રી રાખનાર, (૭) પ્રાણ-મુખમાંથી જાય. ૩. તિર્યંચગતિ : (૧) લોભી, (૨) કપટી, (૩) જૂઠો (અસત્ય વચની), (૪) અતિ ક્ષુધાળું (ભૂખ્યો), (૫) મૂર્ખ (મૂઢ), (૬) મૂર્ખાની સાથે જ દોસ્તી રાખનાર, (૭) પ્રાણ-જાંઘમાંથી જાય. ૪. નરકગતિ : (૧) શ્યામ (કાળો), (૨) કલેશ કરનાર, (૩) રોગી, (૪) અતિ ભયશીલ, (૫) અતિ આરંભ સમારંભી, (૬) સાથી કષાયો પોષનારનો, (૭) પ્રાણ પગમાંથી જાય. મોક્ષગતિમાં જીવ આઠે કર્મનો સંપૂર્ણ ક્ષય કરી સંપૂર્ણ શરીરમાંથી જાય. જન્મની અને મૃત્યુ પૂર્વેની કેટલીક વાતોને યાદ કરી હવે મૃત્યુ જે કડવો ઘુંટડો કહેવાય. અનિચ્છાએ સ્વીકારવાની ફરજ થાય તેની થોડી મુલાકાત લઈએ. જબ તુમ આયે જગતમેં, જગ હસે તુમ રોય, અબ એસી કરણી કરો, તુમ હસે જગ રોય. અર્થ સરળ છે, છતાં જગતમાં જન્મ વખતે આવના૨ ૨ડે અને જોનાર આનંદ પામે, હસે, પેંડા ખાય. જ્યારે જતાં પહેલા એવા કાર્ય, આરાધના, પ્રવૃત્તિ કરો જેથી જન્મ સફળ કર્યાનો તમને આનંદ હોય. પ્રસન્નતાથી હસીને જતો હોય અને મૂકવા આવેલા વળાવનારના આંખમાં વિરહના-વેદનાના, દુઃખના આસું સારતા હોય. સંત કબીરે મૃત્યુની સાથે સંકળાયેલ એક દુહો લખેલ છે તે આ પ્રસંગે યાદ આવે છે. મન મરે, માયા મરે, મર મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, કહ ગયે સંત કબીર. ભાવાર્થ : સંસારમાં બધી વસ્તુ ઘટે છે (મરે છે) પણ તૃષ્ણા કોઈ દિવસ મરતી નથી. તેને ઘટાડ્યા વિના જીવનો ઉદ્ધાર નથી. મેં મરા ફિર ભી ‘મૈં’ નહી મરા, મેં મર મર કે મરા ફિર ભી ‘મેં’ નહી મરા, લેકિન જબ ‘મેં’ મરા, તબ મેં કહીં નહીં રહા. ભાવાર્થ : મેં (હું) અભિમાન સર્વત્ર જીવિત હોય છે. એ બીજી ગતિમાં પણ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પોતાનું ધાર્યું કરે-કરાવે છે. પરંતુ જ્યારે અહં હંમેશ માટે જાય છે ત્યારે એ ક્યાંય નહિ રહે. મુશ્કેલી ઉભી નહિં કરે. યુવાન ગાયને ખેંચે છે પણ ગાય જલદી સાથે ચાલતી નથી. જ્યારે વૃદ્ધ ગાયને ઘાંસ બતાવે છે ત્યારે તેની સાથે દોડતી જાય છે. કારણ, ખાવાની લાલસા, ઈચ્છા એ જ દુઃખદાઈ છે. જે સત્તાથી મોટો બનવાનો પ્રયત્ન કરે છે તેનું સત્તાથી જ નાશ-પતન થાય છે. માટે જ ગુણથી મહાન બનો. સંસાર સમુદ્રના પ્રવાસે નિકળેલો જીવ જ્યારે એક ગતિમાંની લીલા સંકેલી બીજી ગતિમાં જાય છે તેને મૃત્યુ, મરણ, કાળધર્મ, નિર્વાણ વિગેરે કહેવામાં આવે છે. અલ્પ સમય માટે તે અણાહારી જીવનનો અનુભવ કરે છે. જનારો જતાં જતાં કાંઈક જીવન સુધારીને અથવા બગાડીને જાય છે. શ્રાપ આપીને જાય છે યા આશીર્વાદ આપી-લઈ જાય છે. તેથી બાળમરણ વગેરેના મૃત્યુના થોડા પ્રકારો વ્યવહારમાં જે જોવા મળે છે તે જોઈ લઈએ. ૧. રાગથી મૃત્યુઃ સંસારી સંબંધીની રાગદશાને કારણે મૃત્યુ. (સુનંદાને પતિ પ્રત્યેનો રાગ મૃત્યુનું કારણ બન્યું.) ૨. સ્નેહથી મૃત્યુ પરિવારમાં સ્થંભ સમા એકના મૃત્યુનો આઘાત સહન ન થવાથી અલ્પકાળમાં જ બીજાનું મૃત્યુ. ૩. ભયથી મૃત્યુઃ આબરૂ આપત્તિ-મુંઝવણાદિના કારણે મરણને શરણ થાય. (ગજસુકુમારના સસરા સોમીલ શ્રીકૃષ્ણને સામે આવતા જોઈ મૃત્યુ પામ્યા.) ૪. સ્પર્શથી મૃત્યુઃ ઝેરી જંતુ સર્પ, વીંછી વગેરેના સ્પર્શ (ખ)થી મૃત્યુ. (ચંડકૌશિકે ઘણાને મૃત્યુના મુખમાં ધકેલી દીધા.) ૫. આહાર મૃત્યુ : અપચો, અતિમાત્રાનો આહાર અથવા ભૂખમરાથી મૃત્યુ. (સંપ્રતિરાજાના જીવે ભીખારીના ભવમાં અધિક આહાર કર્યો તેથી મૃત્યુ.) આજ રીતે કેન્સર, ટી.બી. બ્લડપ્રેશર, ટેન્શન ચિંતા નદી-કૂવા-સમુદ્રમાં પડવું જેવા કારણે યા એકસીડન્ટ-આપઘાતાદિ નિમિત્તે અપવર્તનીય આયુષ્ય અકાળે તૂટે છે. પ્રશ્ન એક જ છે કે, આવી રીતે મૃત્યુની ગોદમાં સૂવાનું કારણ અંતરાયકર્મ, વેદનીય કર્મ ને આયુષ્ય કર્મના બંધ વખતે ધ્યાન ન રાખ્યું. ઉપેક્ષા કરી બાંધેલા પાપની આલોચના નિંદા કે પ્રાયશ્મિત્ત ન કર્યું. પ્રાયશ્કિર એ જન્મ-મરણ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સુધારવાની કમરહિત થઈ મોક્ષ પ્રાપ્તિની પગદંડી છે. જે જે પુણ્યત્માઓ મોક્ષ ગયા છે, તેઓએ ઘાતકર્મનો ક્ષય કરવા પુરુષાર્થ કર્યો છે. માટે પ્રાયચ્છિત્તની એ નિર્મળગંગાને સ્પર્શી પાવન થઈએ. પાપ – દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની વિરાધનાથી થાય છે. માટે એ ચારેની પ્રાયચ્છિત્તમાં આરાધના કરવી જોઈએ. તત્ત્વાર્થાધિગમ સૂત્રના ૯માં અધ્યયનમાં પૂ. ઉમાસ્વાતિ મહારાજે નીચે મુજબ પ્રાયચ્છિત્તનો અધિકાર વર્ણવ્યો છે. ૧. આલોચનાઃ લાગેલા દોષોને ગુરુની સમક્ષ પ્રગટ કરી પ્રાયચ્છિત્ત લેવું. (મૃગાવત્તિ-ચંદનબાળા) ૨. પ્રતિક્રમણ : દિવસ દરમિયાન લાગેલા દોષો સંબંધીના પાપોનું સ્મરણ કરી મિચ્છામી દુક્કડ આપવા. (અઈમુત્તામુનિ) ૩. તદુભય આલોચના-પ્રતિક્રમણ એ બે પ્રકારના દોષોની વિશેષ પ્રકારે શુદ્ધિ કરવી. (રહનેમિ) ૪. વિવેકઃ આહારાદિને ગ્રહણ કરવા તથા અશુદ્ધ-અભક્ષ્યનો ત્યાગ કરતા વિવેક રાખવો. (સાધુએ તુંબડું ન પરઠવતાં જીવદયા ચિંતવી વાપર્યું) ૫. વ્યત્સર્ગ કાઉસગ્નમાં ઉપયોગ પૂર્વક વચન કાયાના વ્યાપારનો ત્યાગ. (મેતારજ મુનિ) ૬. તપઃ આત્મશુદ્ધિ, કર્મક્ષય, પાપ શુદ્ધિની ભાવનાથી બાહ્ય-અત્યંતર તપ કરવું. (સુંદરી સ્ત્રી રત્ન) ૭. છેદ : દીક્ષા પર્યાયના છેદથી લાગેલા પાપો માટે શુદ્ધિ કરવી. (હરિભદ્રસૂરિ) ૮. પરિહાર : પ્રાયચ્છિા પૂર્ણ ન થાય ત્યાં સુધી જલ્દી પૂર્ણ કરવા આહારાદિનો વિશિષ્ટ ત્યાગ કરી મનને મનાવી લેવું. (કાર્ય સફળ કરવા યત્ન કરવો). (ચંડકૌશિક). ૯. ઉપસ્થાન દોષોની શુદ્ધિ માટે પૂર્વ પર્યાયનો ત્યાગ અને નવા પર્યાયમાં પ્રવેશ. ટૂંકમાં મૃત્યુને જો મહોત્સવરૂપ કરવું હોય તો સમાધિમરણ પ્રાપ્તિ માટે માનવીએ મનને સંતોષી-પ્રસન્ન કરવું પડે. વચનની ઉપર અનર્થદંડાદિ કાર્યની Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રસંશાથી કાબુ રાખવો પડે અને કાયાની માયા-મમતા-ત્યજવી પડે. જો આ ત્રિપુટી વશ થઈ તેના ઉપર કાબૂ મેળવ્યો તો વીતરાગ પરમાત્માએ આપેલા ઉપદેશના અનુસાર મૃત્યુ ફરી મૃત્યુ નહિં અપાવે. જન્મ ફરી જન્મ નહિ અપાવે. સુખ પ્રાપ્તિના સંસારમાં છ પ્રકાર કહ્યા છે. ૧. ધનથી, ૨. પુણ્યથી, ૩. ધર્મથી, ૪. સંતોષથી, ૫. સદ્ગુણથી, ૬. દુવા-આશીર્વાદથી. જનારું જાય છે જીવન, જરા જિનવરને જપતો જા.' બસ, જીવનમાં જન્મ-મૃત્યુની શ્રૃંખલા અટકાવવા કર્મ-ધર્મને સમજવા ભગીરથ પ્રયત્ન કરો એજ અભ્યર્થના. Page #43 -------------------------------------------------------------------------- ________________ નિંદનીય કાર્ય પુનરપિ જનનં પુનરપિ મરણં, પુનપિ જનનિ જઠરે શયનં, ઈહ સંસારે ખલુ દુસ્તારે. ૩ કર્મ-ધર્મ પ્રશંસનીય કાર્ય ભાવાર્થ : ફરી ફરી જન્મ, ફરી ફરી મરણ, ફરી ફરી માતાની કુક્ષિમાં શયન, આ સંસાર તેનાથી ખરેખર દુષ્કર છે. અક્ખાણ રયણી કમ્માણ મોહણી, વયાણ તહં ચેવ બંભવયં, મણમુત્તીય ચઉરો દુષ્ણેહિં જિપ્પનિ. ૧૮ ભાવાર્થ : ઈન્દ્રિયમાં રસના, કર્મમાં મોહનીય, વ્રતમાં બ્રહ્મચર્ય અને ગુપ્તિમાં મન દુર્જય છે. (તેને જીત્યા વગર સંસાર ઘટવાનો નથી.) ‘કર્મ’ શબ્દની રચના અઢી અક્ષરથી થઈ છે, એ જ રીતે ‘ધર્મ’ શબ્દની રચના અઢી અક્ષરના સહારે થઈ. ફરક માત્ર એટલો કે એક અંધકારમય, અશાંતિમય, દુઃખમય જીવનમાં પ્રવેશ કરાવે છે, જ્યારે બીજો શબ્દ આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત કરી સમતા, શાંતિનો અમૃત ઘૂંટ પીવડાવે છે. શાસ્ત્રોમાં ૩ પ્રકા૨ના જીવો બતાવ્યા છે. ધમ્મિટ્ઠા (તીર્થંક૨) શક્તિ બુદ્ધિ કર્મક્ષયમાં ધર્મસાધનામાં વાપરનારા છે. ભોગીઢા (વાસુદેવ) શક્તિ બુદ્ધિ ભોગવિલાસ વાપરવામાં મશગુલ-તલ્લીન છે અને પાપીઠ્ઠા (ચક્રવર્તી) શક્તિ બુદ્ધિ પુણ્ય છ ખંડ જીતવા માટે વાપરનારા બતાવ્યા છે, કહ્યા છે. ચક્રવર્તી ઉત્તમ લઘુકર્મી જીવ હોય તો સંયમી બની મોક્ષગામી થાય અન્યથા ‘રાજેશ્વરી એ નરકેશ્વરી' એ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ન્યાયે નરકગતિને પામે. જ્યારે વાસુદેવ અને પ્રતિવાસુદેવ તો નિયમ નરકગતિને પામે. કર્મ જીવનને ફેલાવે છે, સંસાર સાગરના પ્રવાસને વધારે છે. જ્યારે ધર્મ જેવી પ્રવૃત્તિ કરો તેવો સંસાર ઘટાડે છે. જીવનમાં જે જીવે સર્વપ્રથમ સમક્તિની પ્રાપ્તિ કરી છે તે આત્મા ભવભ્રમણ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ જેટલો સિમિત કરે છે. ધર્મના કારણે શું આ પ્રગતિ ઓછી છે? સર્વ પ્રથમ કર્મના સામ્રાજ્યને જોઈ લઈએ. કર્મનો સામાન્ય લોકભાષામાં અર્થ પ્રવૃત્તિ જવાબદારી વિગેરે થાય, પણ જૈન ધર્મ અનુસાર “ક્રિયા એ કર્મ' જ્યાં જ્યાં ક્રિયા-પ્રવૃત્તિ છે ત્યાં ત્યાં કર્મ વર્ગણાના પુગલો કર્મબંધના નામે આત્માની ઉપર આશ્રય-વિશ્રામ-નિવાસ કરે છે, એમ દર્શાવાયું-કહ્યું છે. કર્મનું ગણિત પુણ્યની સામે બાદબાકી અને પાપની સામે ગુણાકાર જેવું છે. એક વાત સમજી લેવા જેવી છે કે કર્મ-પવિત્રકાર્ય સારા આશયથી કરવામાં આવે તો તે જીવને મદદગાર થાય છે, અન્યથા અશુભ આશયે કરેલું કર્મ અશુભ ફળ આપ્યા વિના ન રહે. અશુભ ફળ જ આપે. જેને પુણ્ય-પાપના નામે આપણે ઓળખીએ છીએ. નં. | કર્મનું નામ | ક્યા ગુણને રોકે? | વિકતિ | ઉદાહરણ ૧. જ્ઞાનાવરણીય | અનંતજ્ઞાન | અજ્ઞાન, મૂર્ખતા | આંખે પાટા બાંધ્યા જેવું ૨. દર્શનાવરણીય) અનંતદર્શન | અંધાપો, નિદ્રા | દ્વારપાળ જેવું મોહનીય વીતરાગતા મિથ્યાત્વ, રાગ-દ્વેષ, દારૂડિયા જેવું કષાય, અવિરતિ અંતરાય અનંતવીર્ય કૃપણતા, દરિદ્રતા, | શેઠના ભંડારી જેવું પરાધીનતા ૫. વેદનીય અવ્યાબાધ સુખ-દુઃખ, મધથી લેપાયેલ સુખ શાતા-અશાતા | તલવારની ધાર જેવું આયુષ્ય અક્ષય સ્થિતિ જન્મ-મૃત્યુ બેડી જેવું નામ | અરૂપી પણું | શરીર, ઈન્દ્રિય,વર્ણ, | ચિત્રકાર જેવું ત્ર-સ્થાવરપણું વિ.) ૮. ગોત્ર | અગુરુ લઘું પડ્યું | ઉચકુળ-નીચકુળ | કુંભાર જેવું * કોઠામાં ઘાતી-અઘાતી કર્મને લક્ષમાં રાખેલ છે. | K | $ | * | Page #45 -------------------------------------------------------------------------- ________________ d કર્મના મુખ્યત્વે ઘાતી-અઘાતી એવા બે વિભાગ છે. એક આત્મગુણનો ઘાત-નુકસાન કરે છે. જ્યારે બીજા બાંધેલા કર્મ અનુસાર ભોગવવા રૂપ કામ કરે છે. એકનો સ્વભાવ લૂંટારા જેવો છે. આત્મધનને એ લૂંટે છે. જ્યારે બીજાનો સ્વભાવ વળાવું તરીકે કામ કરવાનો છે. મોક્ષની છેલ્લી ક્ષણ સુધી સાથે રહે છે. સંસારમાં રહીને ધર્મ કરવો છે તો સમ્યગુજ્ઞાન જીવનમાં હોવું જરૂરી છે. એના પ્રતાપે શુદ્ધ પરિણામવાળો ધર્મ થાય છે. અન્યથા મિથ્યાજ્ઞાન મિથ્યાક્રિયા કરાવે ને કર્મ ખપાવવાના બદલે નવા કર્મનો બંધ કરાવે. જ્ઞાનાવરણીય કર્મના પ્રથમ ૨ ભેદ પ્રાયઃ મનુષ્યને જન્મથી હોય. જ્યારે બાકીના ત્રણ જેમ જેમ કર્મનો ક્ષય થાય તેમ તેમ પ્રાપ્ત થાય. આ ટૂંકી સમજ જો સમજાઈ જાય તો બાકીના સાત કર્મને સમજવા ઘણી વિચારણા, મહેનત કરવી નહીં પડે. જ્યારે જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે ત્યારે એ કર્મની સાથે આયુષ્ય કર્મ સિવાય બાકીના સાત કર્મો થોડે ઘણે અંશે પ્રગટ અથવા અપ્રગટ રીતે બાંધે છે. જ્યારે તેનો ઉદય આવે ત્યારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી એ ભોગવવું પડે છે. ઉદાહરણ : જ્ઞાનાવરણીય સાથે વેદનીય કર્મ માનવીને મંદ બુદ્ધિવાળો પાગલ અથવા અશાતા વધારનાર બનાવે છે. એટલું જ નહિં પણ આ કર્મના ઉદયે ભણે પણ યાદ ન રહે, સમજ ન પડે અથવા ઉપયોગમાં ન આવે. આ કર્મની શક્તિ એવી છે કે જેના કારણે અનંતજ્ઞાન ઓવરાઈ જાય-ઢંકાઈ જાય. સમાજ-સંસારમાં છેલ્લે પાટલે બેસવું પડે. કોઈપણ કાર્ય કરવામાં જશ ન મળે. કર્મ જે આત્મા સાથે ચોંટે છે તેની બંધની પદ્ધતિ પણ વિચારવા જેવી છે. ટૂંકમાં તેના ચાર પ્રકાર છે. (૧) સ્પષ્ટ, (૨) બદ્ધ, (૩) નિધત્ત અને (૪) નિકાચીત. ઉપરાંત પરિસ્થિતિને વધુ સમજવા માટે કર્મના બીજા ચાર પ્રકાર શાસ્ત્રકારે દર્શાવ્યા છે. જેમ કે, (૧) પ્રકૃતિ, (૨) સ્થિતિ, (૩) રસ અને (૪) પ્રદેશ. આ ચારના કારણે કર્મના ઉદયકાળે જીવને (૧) તેનો સ્વભાવ, (૨) કેટલા સમય ભોગવવું પડશે તેનો સમય અને (૩) કેટલા ક્ષેત્રમાં (જગ્યા) એ ભોગવવું પડે તેનો નિર્ણય, (૪) સહેલાઈથી ભોગવાશે કે દુઃખદાઈ થશે? એનો અનુભવ થશે. કર્મની સામે ધર્મ-જીવદયા અનુકંપા હોય તો ઘણો ફરક પડે છે. કોઈપણ ક્ષણે કર્મ જ્યારે બંધાય છે ત્યારે તે કર્મ બંધાવાના પાંચ કારણો છે. (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ. જો કર્મ બાંધતા પૂર્વે જીવનમાં સમ્યકત્વ, વિરતિ, અપ્રમત્તતા, સમતા અને ગુપ્તિ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૧ એમ પાંચનું આગમન થયું હોય તો એથી કર્મ હળવા-ઢીલા બંધાય છે અથવા ચિકણા કર્મબંધથી બચી પણ જવાય છે. બાંધેલા કર્મનો બંધ અને ઉદયની સાથે ઉદીરણા ને સત્તાનો વિચાર પણ કરવો જરૂરી છે. એટલે એનો સરળ અર્થ એ કે બાંધેલું કર્મ તરત ઉદયમાં ન આવે એ ફીક્સ ડીપોઝીટની જેમ સત્તામાં પડ્યું રહે અને જ્યારે ઉદયકાળ આવે ત્યારે ઉદયમાં આવે. એ વચગાળાના સમયને અબાધાકાળ કહેવાય અને એ અબાધાકાળ દરમિયાન જો પુરુષાર્થી ધર્મી જીવે સત્તામાં રહેલાં કર્મોની ઉદીરણા (નિમંત્રણ) કરી તપ-જપાદિ દ્વારા ભોગવવા યા ક્ષય કરવા પ્રયત્ન કરવો જોઈએ. એ માટે શાસ્ત્રોમાં વિપાકોદય (ભોગવે અને સાથોસાથ બાંધે) તથા પ્રદેશોદય (સ્વાભાવિક ભોગવી લે પણ નવા ન બાંધે) ના વિચારો દર્શાવ્યા છે. આઠ કર્મના પ્રબળ ઉદયે આત્માના અનંત ગુણો ઢંકાઈ ગયા છે. તેને શુદ્ધ-નિર્મળ કરવા કર્મના પડલને હટાવવા માટે જ ધર્મનું શરણું જીવાત્માએ લેવું પડશે. તો જ એ આત્મા કાળક્રમે કર્મરહિત થઈ શાશ્વત સુખનો સ્વામી થશે. આનંદની ખાતર આ કર્મોનું પણ રાજકારણ છે. તે કલ્પના બુદ્ધિથી થોડું નીચે મુજબ જાણી-સમજી લઈએ. રાજા : મોહનીયકર્મ, બાહામંત્રી દર્શનાવરણીય, મોહનીય કર્મ, અંતરાય કર્મ, અત્યંતર મંત્રી : વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ, પર્ષદાઃ મેમ્બર૧૫૮ (ભદ) ખાતાં : ૪ ગતિ, પ્રાન્તઃ પાંચ ઈન્દ્રિય, જિલ્લા ઃ કાયા, સજાઃ ઓછામાં ઓછી ૩૩ સાગરોપમ અને વધુમાં વધુ ૭૦ કોડાકોડી સાગરોપમની ભોગવવી પડે. આટલી દીર્ઘ સજાને સમકિતના કારણે પાપના સ્વીકારથી ક્ષમા ભાવથી જલદી ભોગવી શકાય છે. અન્યથા આ જીવને અનંત સંસારનું પરિભ્રમણ છે જ. કર્મને ઢાંકી રાખનાર ઘાતકર્મ અને કર્મ ખપાવી મોક્ષ સુધી વળાવનાર અઘાતી કર્મ. વ્યવહારમાં ફટકડી પાણીને શુદ્ધ કરે છે. લીંબુ ધાતુને શુદ્ધ કરે છે. એરંડીયુ (દીવેલ) શરીરને શુદ્ધ કરે છે. તેજાબ સોનાને શુદ્ધ કરે છે, તેમ ધર્મ આત્માને લાગેલા કર્મ વર્ગણાના પુદ્ગલોને દૂર કરે છે, શુદ્ધ નિર્મળ બનાવે છે. તેથી કર્મની કથા થોડી વ્યવસ્થિત રીતે તમારી પાસે મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. માટીથી આચ્છાદિત થયેલું તુંબડું જેમાં માટીના કારણે પાણીના તળિયે બેસી જાય છે. પછી ક્રમશઃ માટીનો સંગ પાણીના સહવાસથી જેમ જેમ દૂર થાય તેમ Page #47 -------------------------------------------------------------------------- ________________ તેમ ધીરે ધીરે તુંબડુ પાણીની ઉપર આવવા પ્રયત્ન કરે છે. કાળક્રમે પોતાના સ્વાભાવિક ગુણ અનુસાર તુંબડું માટીથી મુક્ત થઈ પાણીની ઉપર તરવા લાગે છે. કમળ કાદવમાં જન્મે છતાં પાણી ઉપર તરે તેમ અનાદિકાળનો આત્મા સંસાર સાગરમાંથી ધર્મ પુરુષાર્થથી કર્મક્ષયના કારણે સ્વસ્થાને ઉર્ધ્વગતિમાં, મોંક્ષમાં પહોંચવા સમર્થ બને. ટૂંકમાં (૧) આત્મા છે, (૨) તે નિત્ય છે, (૩) તે કર્મનો કર્તા છે, (૪) તે કર્મફળનો ભોક્તા છે, (૫) મોક્ષ છે અને (૬) તેનો ઉપાય પણ છે. આ છે વાતો બરાબર મનમાં વસાવવી જોઈએ. શાશ્વત આત્માનો ઉપરની છ વાતોથી પરિચય થઈ જાય તો તેને સ્વસ્થાને પહોંચાડવા માટે “ધારયતિ ઈતિ ધર્મ એ વ્યાખ્યા અનુસાર દુર્ગતિમાં પડતાને બચાવે, તારે, ઉદ્ધાર કરે તે ધર્મ, એમ સ્વીકારવું પડે. આખો દિવસ, મહિનો કે જીવન સુધી વિવેકી આત્મા આર્તધ્યાન ન કરતાં ધર્મધ્યાન, શુક્લધ્યાન કરતો થાય તો તેનો ઉદ્ધાર જલદી થાય. પ્રશ્ન એક સ્વાભાવિક ઊભો થાય કે શું ધર્મની ક્રિયા-પ્રવૃત્તિ કરતાં કર્મ ન બંધાય? શાસ્ત્રમાં આ પ્રશ્નનો જવાબ ટૂંકમાં દશવૈકાલિક ગ્રંથમાં સચોટ રીતે આપ્યો છે. શ્લોક : જય ચરે, જયં ચિહે, જય આસે. જયં સએ I. જય ભુંજતો ભાસંતો, પાવ કર્મ ન બંધઈ ૪-૮ સારાંશ એજ કે જો આત્મા જયણાપૂર્વક ક્રિયા-પ્રવૃત્તિ ધર્મ કરે તો તેને કર્મનો બંધ ઓછો લાગે, તેની સામે જે મિથ્યાત્વી વિચારવાળો જીવ હોય તેનું જીવન દયાજનક હોય છે. સંસારમાં એ અઢારે પાપસ્થાનકનું સેવન કરતા પાછું વાળીને જોતો નથી. તેથી અશુભ પ્રવૃત્તિ એ દુર્ગુણ છે તેના કારણે જન્મ મરણભવભ્રમણ ઓછા થવાને બદલે વધે છે. ઘાતી કર્મની જેમ અઘાતી કર્મ જીવાત્માનો સંસાર વધારતા નથી. પૂર્વભવે જેવા કર્મ બાંધ્યા હોય તે પ્રમાણે શરીરની સાથે સુખ-દુઃખ આયુષ્ય, શરીરની રચના, અને જન્મનું ફળ બીજા ભવમાં આ જીવને મળે છે. જ્યારે આત્મા મોક્ષે જાય છે ત્યારે કર્મનું અસ્તિત્ત્વ ન હોવાથી બીજા ભવ માટે કોઈ નિર્ણય કરવો પડતો નથી. ૧૮ પાપસ્થાનકનો ટૂંકો પરિચય વાચકને નીચે આપેલ કોઠા ઉપરથી થશે. Page #48 -------------------------------------------------------------------------- ________________ પાપસ્થાનક અને તેની બીજી બાજુ : નં. | પાપસ્થાનક પ્રકાર અર્થ કરનાર ૧ | પ્રાણાતિપાત હિંસા કરવી ૨ | પૃષાવાદ ૩ | અદત્તાદાન ૪ મૈથુન ૫| પરિગ્રહ ૬ | ક્રોધ ૭ | માન ૮ | માયા ૯ | લોભ ૧૦ | ૨ાગ ૧૧ દ્વેષ ૧૨ | કલહ ૧૩| અભ્યાખ્યાન ૧૪ પેશુન્ય ૧૫ રતિ-અતિ ૧૬ | પરપરિવાદ દ્રવ્ય બાહ 99 બોલવું ૧૭ | માયા ભાવ અત્યંતર 99 કરવું કપટ "" "" માયા કરવું છળકપટ "" 99 :: 39 99 અસત્ય-જહું વસુરાજા માલિકની રજા | વાલ્મિકી વિના લેવું કામવાસનામાં આસક્તિ સંગ્રહ કરવો ક્રોધ કરવો વ્યવહાર | ઝગડો અભિમાન - બીનજરૂરી લોભ કરવો આસક્તિ (મોહ) વેરઝેર કરવા મારામારી સેવન શુભ સ્થાનક કાળસૌરિક | અહિંસા અસત્ય આરોપ કરવા બીજાના દોષ જીવન કુમારનંદી બ્રહ્મચર્ય | સુભૂમચક્રી | સંતોષ સુખી અંડકોશિક ક્ષમા રાવણ સ્વ પ્રશંસા સત્યને દંભથી લક્ષ્મણા | અસત્યમાં ફેરવું | સાધ્વી ૧૮ | મિથ્યાત્વશલ્ય | અધ્યાત્મ | મિથ્યા માન્યતા | મરિચી મૃષાવાદ પ્રગટ કરવા સુખમાં આનંદ સુરસુંદરી દુઃખમાં નારાજી પરિનિંદા ગોશાળો નમ્રતા અર્થ અહિંસા પરમોધર્મઃ સત્યનો જય સત્ય સદાય નીતિમય ન્યાયોપાર્જિત પ્રભવચોર | સંપ | મલ્લીકુમારી સરળતા (પૂર્વભવ) છેતરાય | અષાઢાભૂતિ નિર્લોભતા લોભ પાપનું સૂરિકાન્તા વિરાગ દેવાનન્દા ઉપશમ કૌરવ સુભદ્રાની સાસુ નારદ વ્ય | શિયળ સમું વ્રત કો નહિં |સંતોષી નર | સદા સુખી ક્ષમા વીરસ્ય ભૂષણ નમે તે ગમે |સૌને ગમે છેતરનાર મૂળ છે. રાગ ત્યાં આગ છે. ખાડો ખોદે તે પડે. કજિયાનું મ્હોં કાળું | ખોટા આળ પ્રશંસા |ન મૂકો. ગંભીરતા જૂઠનો પ્રચાર ૨૩ ઉપાસક મધ્યસ્થ ભાવ આપતું નથી. ગુણાનુ- પરનિંદા રાગ અઈમુત્તામુનિ હરિશ્ચંદ્રરાજા ચિલાતીપુત્ર ધન્યકુમાર નંદીષેણમુનિ સંભૂતિમુનિ પાંડવ શાંતનું મંત્રી શ્રીકૃષ્ણ |ન કરો. સુખ-દુઃખ કોઈ મયણાસુંદરી શ્રીપાળ મેઘકુમાર વિજયશેઠ શેઠાણી પુણિયોશ્રાવક બંધકમુનિ ગૌતમસ્વામી અધમાધમા નિખાલસતા ઉતાવળે નિર્ણય ન લો |સાચાને સમકિત આંચ નહિં. અઢાર પાપ સ્થાનકોમાં મન-વચન-કાયાની હૈયાતી હોય જ છતાં મનથી - ૬ થી ૧૧, વચનથી ૨, ૧૨ થી ૧૫, ૧૭ અને કાયાથી ૧, ૩ થી ૫, ૧૬ અને ૧૮ પાપો બંધાય છે. નયસાર Page #49 -------------------------------------------------------------------------- ________________ * ૨૪ કર્મ સંબંધીનો ગ્રંથ ‘કર્મપ્રકૃતિ' પૂ. શિવશર્મસૂરિએ પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ રચ્યું છે. ઉપરાંત શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે ‘પાંચ કર્મગ્રંથ’ની રચના કરી છે. આ ગ્રંથો જો સમજપૂર્વક વાંચવામાં આવે તો ક્ષણે ક્ષણે જે કર્મ બંધાય છે તેમાંથી મુક્તિ મળે. અંધ માનવી જેમ એક એક પગલું વિચાર કરી ભરે ને પોતાના ઈચ્છીત સ્થળે પહોંચે તેમ વિચક્ષણ વ્યક્તિ કર્મ-ધર્મ સાથે વ્યવહાર કરે. એક કઠપુતલી રમાડનાર મદારીએ રાજસભામાં ૩ કઠપુતળી બતાડી તેના રહસ્યને બતાડનાર બુદ્ધિશાળીને એકહજાર મુદ્રા ઈનામમાં આપવાની જાહેરાત કરી પણ કોઈ તેનો ભેદ ખોલી ન શક્યો. આથી મંત્રીએ તારવણી કાઢી કે, શાસ્ત્રોના શબ્દ મસ્તકમાં નિવાસ કરે તો તે અમૂલ્ય સમજવું. પેટમાં નિવાસ થાય તો ૨૫ ટકા ટકે. કાન દ્વારા પ્રવેશી કાન દ્વારા બહાર નીકળે તો જીવનમાં ૧૦ ટકા પણ ન પરિણમે. માટે જ ઓછું પણ સમજપૂર્વક કરવું, વાંચવું અને જીવનમાં ઉતારવું જરૂરી છે. કર્મ અનુસાર ઉદાહરણ : જ્ઞાનાવરણીય કર્મ : (કાર્ય : ભણે-ભણાવે-અનુમોદે) * વરદત્ત-ગુણમંજરીએ પૂર્વ ભવમાં જ્ઞાનની વિરાધના કરી હતી. ★ ૧૪ પૂર્વધર ભાનુદત્ત મુનિ ભણેલા શાસ્ત્રો ભૂલી ગયા હતા. * પૂ. હેમચંદ્રાચાર્યે પૂર્વભવે જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના કરી હતી તે કારણે ૮૦ વર્ષની ઉંમરમાં ૩।। કરોડ શ્લોકના રચયિતા મહાજ્ઞાની થયા. (એક દિવસના અંદાજે ૧૦૦ શ્લોક) * ઉપા. યશોવિજયજી મ. સાહેબે અનેક વિષયોના અનેક ગ્રંથો રચી જૈન શાસનની પ્રભાવના કરી. ૨. દર્શનાવરણીય કર્મ : (કાર્ય : તીર્થયાત્રા-દર્શન-પૂજા) * જમાલી પ્રભુવીરની ધર્મદેશનામાં સંશય રાખી ભ્રષ્ટ થયા. * નાગકેતુ વીતરાગ પ્રભુની પુષ્પપૂજા કરતાં કેવલી થયા. * મરૂદેવામાતા પુત્રની રિદ્ધિ-સિદ્ધિ જોઈ મોહને ધિક્કારતાં કેવલી થયાં. * સંપ્રતિરાજાએ સવા લાખ જિનમંદિર, સવા કરોડ જિનમૂર્તિ ભરાવી તરી ગયા. ૧. * સુલસાનું સમકિત, સમ્યક્દર્શન અતિશય નિર્મળ, દ્રઢ હતું તેથી અંબડ પરિવ્રાજકની પરીક્ષામાં એ સફળ થઈ. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩. મોહનીય કર્મ : (કાર્ય : ચારિત્ર-સંયમ પાળે) :: ૨૫ રતિસારકુમાર પત્નિને સોળે શણગારથી શણગારતાં હતા. તેમાં વૈરાગ્ય ભાવે કેવળી થયા. ગુણસાર, પૃથ્વીચંદ્ર, પ્રભંજના લગ્નના પ્રસંગ જોઈ-સાંભળી-ચિંતવી વૈરાગી થઈ કેવળી થયાં. * ભરતચક્રી આરિસા ભવનમાં ઉચ્ચ ભાવના ભાવતાં કેવળી થયા. * હરિભદ્રસૂરિ ઘણો સમય શ્રદ્ધામાં અસ્થિર રહ્યા, છેવટે સંયમ લઈ સમ્યક્ત્વમાં સ્થિર થયા. ૪. અંતરાય કર્મ : (કાર્ય : સુકૃત્યની અનુમોદના) * અંજનાસતીને ૨૨ વર્ષ પતિવિયોગ સહન કરવો પડ્યો. * પર્વદિવસે પણ આહા૨સંજ્ઞાને કારણે કુરગડુમુનિ તપસ્યા ન કરી શક્યા. *ઢઢણ અણગારને છ મહિના સુધી નિર્દોષ ગોચરી સ્વલબ્ધિથી ન મળી. મળેલી મોદકની ગોચરી સ્વલબ્ધિથી નથી તે જાણતા ગોચરી પરઠવતાં પરઠવતાં કેવળજ્ઞાન પામ્યાં. ૫. વેદનીય કર્મ : (કાર્ય : અનુકંપા–દયાભાવ) * માતા પિતા-વડીલને નમસ્કાર શાતાવેદનીય કર્મ બાંધે. * ભરત-બાહુબલી આદિએ પૂર્વભવે ગુરુની સેવા સુશ્રુષા કરી. * દ્રઢપ્રહારી લોકો દ્વારા અસહ્ય ઉપસર્ગમાં સમતા રાખી કેવળી થયા. *મેઘકુમારે હાથીના ભવમાં સસલાની દયા ચિંતવી શાતાવેદનીય કર્મ બાંધ્યું. * સુદર્શના રાજપુત્રીએ સમડીના ભવમાં નવકાર મંત્ર સાંભળી સમાધિમરણ પ્રાપ્ત કર્યું. ૬. આયુષ્ય કર્મ : (કાર્ય : જીવદયા) * તંદુલિયો મત્સ્ય અશુભ વિચારો કરી નરકગતિ પામ્યો. * કાળસૌરિક કસાઈએ દ્રવ્ય ભાવથી હિંસા કરી, નરકગતિ પામ્યો. *બિંબસાર હરણીની હિંસાની અનુમોદના કરી નરકગતિ પામ્યો. * પ્રસન્નચંદ્ર રાજર્ષિ લડાઈના અશુભ વિચારોનું પ્રાયચ્છિત્ત કરી નકગતિથી બચી કેવળજ્ઞાન પામ્યા. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ નામ કર્મ : (કાર્ય : ઈન્દ્રિયોને શુભ પ્રવૃત્તિમાં વાપરવી) * સગર ચક્રવર્તીએ રૂપનું અભિમાન કરી જન્મ-મરણ વધાર્યા. *મેઘકુમાર મુનિએ કાયાની માયા પ્રભુવીરના વચને ત્યજી દીધી. * નંદીષેણ મુનિ કદરૂપા હોવાથી અપમાનાદિ સમભાવે સહ્યા. ૮. ગોત્ર કર્મ : (કાર્ય : આઠ મદનો ત્યાગ) ૭. ઈલાચી પુત્રે રાગનો ત્યાગ કર્યો તો કેવળી થયા. * અઈમુત્તામુનિએ જીવ-વિરાધનાથી કર્મ બાંધ્યા પણ પ્રાયશ્ચિતથી કેવળી થયા-તરી ગયા. * હરિકેષી મુનિ નીચગોત્ર કર્મમાંથી મુનિપણાના કારણે ઉચ્ચગોત્રીય થયા. *છ ખંડના વિજેતા સુભૂમચક્રીને સંતોષ ન થયો તો ડૂબી મર્યા. क्षयोपशम = घातीकर्म = उदय [EEEE EEE G शुभ = अघातीकर्म = अशुभ Page #52 -------------------------------------------------------------------------- ________________ લોભ ૪ રાગ-દ્વેષ સર્વત્ર નિંદા સંત્યાગી, વર્ણવાદથ સાધુછ્યુ, આપદ્ દૈન્ય મન્યતં, તદ્ સંપદિ, નમ્રતામ્. ક્રોધ ભાવાર્થ : હરેક સ્થળે નિંદાનો ત્યાગ કરવાથી ગુણની પ્રશંસા કરવાથી મુશ્કેલીમાં પ્રસન્નતા રાખવાથી નમ્રતા અને સરળતાના ગુણની વૃદ્ધિ થાય છે. સંસારમાં રાગ-દ્વેષ શબ્દની જાળ ઘણી મોટી અને શક્તિશાળી છે. સંસારીના જીવનને દુષિત કરનાર અથવા જન્મ-મરણ વધા૨ના જો કોઈ હોય તો આ બે ધીમા ઝેર-સ્ટોપોઈઝન જેવા તત્ત્વ છે. એ માટે જ્ઞાની પુરુષોએ એનાથી ચેતતા રહેવાનું અલિપ્ત રહેવાનું તેનો ક્યારેય ભૂલેચૂકે સંગ ન કરવાનું ખાસ કહ્યું છે. કદાચ જિનમંદિરના ગભારામાં પ્રવેશ કરતાં ઉંબરામાં વાઘ અને સિંહની મુખાકૃતિ જોઈ હશે, એ બીજું કાંઈ નહિ પણ રાગ અને દ્વેષના પ્રતિક છે, એ બંને ઉપ૨ વિજય મેળવવા તે ઉપરથી ઓળંગી આપના ચરણે-શરણે પ્રભુ હું આવું છું. એવો તેમાં ભાવ છૂપાયેલો છે. રાગ-શબ્દનો સાદો અર્થ લાગણી-પ્રેમ એવો કરી શકાય છે અને રાગનો બીજો અર્થ કર્મશાસ્ત્રના આધારે માન-માયા કરી શકાય છે. અઢાર પાપસ્થાનકમાં સાતમે માન, આઠમે માયા અને દશમે રાગના સ્થાનો છે. એ જ રીતે દ્વેષનો સામાન્ય અર્થ ઈર્ષ્યા અદેખાઈ પણ થાય ને કર્મના કારણે તેના ક્રોધ અને લોભને પણ સ્થાન આપી શકાય. અઢાર પાપસ્થાનકમાં છઠ્ઠ ક્રોધ, નવમે લોભ, અગ્યારમે દ્વેષને સ્થાન આપવામાં આવ્યું છે. ૨૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ સમજવા જેવી વાત છે કે રાગનો વિકાસ માન અને માયાના કારણે જીવનમાં થાય છે. જો કોઈએ માન આપ્યું તો તેના પ્રત્યે લાગણી જન્મે અને જો અપમાન કર્યું તો વેષ થાય. માયા માટે પણ એમ જ સમજવું. આ રીતે આ બે અથવા છ પાપને પોષનારા સ્થાનકો છે. દરેક સ્થાનકમાં જડબુદ્ધિરૂપે મિથ્યાત્વ મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્ઞાની પુરુષોએ માનના આઠ પ્રકારો “મદ'ના નામે નીચે મુજબ બતાવ્યા છે. સમજદાર વ્યક્તિએ તેનાથી બચવા પ્રયત્ન કરવો જોઈએ. તેથી પરંપરાએ રાગ ઘટે તો કર્મબંધ ઘટે તે સ્વાભાવિક છે. - ૧. જાતિમદઃ હરિકેશી મુનિ (ચાંડાલ) એ કર્યો હતો. ૨. લોભમદઃ શુભૂમ ચક્રવર્તીએ કર્યો, જેનાથી નરકગતિ પામ્યા. ૩. કુળમદઃ મરીચિ (મુનિ) પિતાના વચન સાંભળી કુળનો મદ કરી નીચ ગોત્ર કર્મ બાંધ્યું. ૪. રઢિમદઃ દશાર્ણભદ્ર રાજાએ ભ. મહાવીરસ્વામીના સામૈયા સંબંધી પોતાની ઋદ્ધિ બતાડવા પ્રયત્ન કર્યો. ૫. બળભદઃ રાવણ-વસુભૂતિને પોતાનામાં રહેલ બળ માટે અભિમાન કર્યું. ૬. રૂપમદ : સનતકુમાર ચક્રવર્તીએ દેવતાઓને પોતાનું રૂપ જોવા રાજસભામાં આવવા કહ્યું. દેવતાએ દેહમાં અનેક રોગો ઉત્પન્ન થયા છે, શરીર રોગોથી ઘેરાઈ ગયું છે એમ કહ્યું. ૭. તપમદ : વિશાખાનંદીએ ભાઈના શબ્દ સાંભળી તપના બદલામાં નિયાણું કરી તપ વેચી નાખ્યું. ૮. વિદ્યામદ : સ્થૂલિભદ્રજીએ પ્રાપ્ત કરેલ વિદ્યાનો પ્રયોગ બહેનોને બતાડવા કર્યો. પરિણામે બાકીનું અર્થ સહિત જ્ઞાન ગુરુએ વાંચના દ્વારા ન આપ્યું. સારાંશ એજ કે પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલ શક્તિ માટે ભૂલેચૂકે જો અભિમાન કરવામાં આવે તો તેના બદલે ભવિષ્યમાં અંતરાય કર્મના કારણે તે શક્તિ વિકૃત થઈ જાય, ઘણું ગુમાવવું પડે. રાગનો ભાગીદાર માન છે. મરિચીના ભવમાં કરેલો કુળમદ ૨૭મા ભવે બ્રાહ્મણીની કુક્ષિમાં ૮૨ દિવસ માટે ભોગવવો પડ્યો. ષનો પાર્ટનર ક્રોધ છે. તે વધુ અહિત કરનાર છે. એક જન્મમાં ઉત્પન્ન થયેલ વેર-ક્રોધ, પાર્શ્વનાથ અને કમઠનો દશ દશ ભવ સુધી ચાલુ રહ્યો. દરેક વખતે ભગવાને સમતા રાખી ભોગવ્યો. ચંડકૌશિકને યાદ કરો. પૂર્વભવે સામાન્ય Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૯ નિમિત્તે કરેલા કષાયનો-ક્રોધનો સિલસિલો ભવાંતરમાં ચાલ્યો અને તે દૃષ્ટિવિષ સર્પ રૂપે અનેક જીવોના પ્રાણ લેવા પરિણમ્યો. દૃષ્ટિને નજર કહેવાય છે. નજર ક્યારેક માણસને દુઃખી કરે છે. આંખેથી લગ્ન મંડપના થાળમાં જમવાની અનેક વાનગી જુઓ તો ખાધા વગર પેટ ભરાઈ જાય છે. કહેવત છે કે, “જોઈને જ ધરાઈ ગયા.' એમ આંખેથી વીતરાગને જોઈને વૈરાગ્ય વધે જ્યારે વૈભવને જોઈએ તો જન્મ વધે, સંસાર વધે. ઘણા, “નજર લાગી’ એમ માની જાણકાર-અનુભવી પાસે મંત્રોચ્ચાર દ્વારા નજર ઉતરાવે છે. જે આત્મા ક્રોધ કરે ત્યારે સર્વપ્રથમ પોતાનું જ શરીર ગરમ થાય છે. શબ્દોચ્ચાર પણ તેના કારણે કાળાંતરે અસભ્ય થાય છે. નહિવત કારણે પ્રગટેલો ક્રોધ વાદ-વિવાદના રૂપને ધારણ કરી લે છે. સમજવા માટે વાતને ભૂલી જવા માટે યા ટૂંકમાં પતાવવા માટે સમાધાનનો માર્ગ અપનાવવાના બદલે એ કષાયો વધારે છે. નવતત્ત્વ પ્રકરણમાં કષાયનો પરિચય આપણને ઘણું કહી જાય છે. કષાયનો વિસ્તૃત કોઠો - નફા નુકસાનના વિચારઃ નામ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય સંજવલના ગતિ નરકગતિ તિર્યંચગતિ મનુષ્યગતિ દેવગતિ ઉપમા પથ્થરમાં તડ પૃથ્વીમાં રેખા રેતમાં રેખા પાણીમાં રેખા અભિમાન પથ્થરનો સ્થંભ હાડકાનો સ્થંભ લાકડાનો સ્થંભ નેતરની સોટી સ્વભાવ વાંસના મૂળ ઘેંટાના શિંગડા બળદની મૂત્રધારા વાંસની છાલ રંગ કિરમજીનો રંગ ગાડાની મળી કાજળ જેવો હળદર જેવો અવરોધ સમકિત રોકે વિરતિ ન મળે સર્વ વિરતિ યથાખ્યાત ચારિત્ર સમય આજીવન એક વર્ષ ચાર માસ પંદર દિવસ અન્ય સ્થળે ક્રોધાદિ ચાર કષાયોનો કોઠો નીચે પ્રમાણે પણ છે. કષાય નુકસાન જીતાય ફળ ઉદાહરણ ઉદાહરણ રંગ મંત્રજાપ અપ્રિય પ્રિય ક્રોધ પ્રિતી ક્ષમા શાંતિ સર્પ ચંડકૌશિક કાળો નમો લોએ પ્રસન્નચંદ્ર સવસાહૂણે માન વિનય નમ્રતા વિનય હાથી બાહુબલી નીલો નમો ગૌ.સ્વામી ઉવઝાયણ માયા મિત્ર સરળતા નિખાલસ નાગણ લક્ષ્મણા પીળો નમો બાળક સાધ્વીજી આયરિયાણં લોભ સર્વરીતે સંતોષ તૃપ્તિ કીડી/ઉંદર મખ્ખણશેઠ લાલ નમો સિદ્ધાણં પુણિયોશ્રાવક Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦ રાગ-દ્વેષ જ્યારે જીવનમાં પ્રગટે ત્યારે ક્રોધી લાલચોળ બને, માની શરમીંદો થાય, માયાવી લજ્જાળુ દેખાય અને લોભી મોટું છૂપાવી દે. ક્રોધ મોહરાજાનો સુભટ છે, માનને હાથીની ઉપમા આપી છે. માયાને પત્નિ અને લોભને મંત્રી તરીકે પરિચય આપ્યો છે. ક્રોધ - સમભાવ ભૂલાવે. માન - અભિમાન કરાવે. માયા - આચાર, વિચારમાં ભેદ પાડે અને લોભ - નશ્વર વસ્તુ ઉપર મમત્વ જગાડે. આ જ કારણે જીવોએ કષાયોથી દૂર રહેવું જોઈએ. એમ કહ્યું છે. ક્રોધાદિ ચારે કષાયોની સઝાય દ્વારા આ કષાયોના સામ્રાજ્યને, તેના પ્રભુત્વને અને તેના દ્વારા થતાં નુકસાનને ટૂંકમાં કવિઓએ સારી રીતે વર્ણવ્યું છે. જે વ્યક્તિ અનુકૂળતામાં રાચે નહિ અને પ્રતિકૂળતામાં દુઃખ પામે નહિ, પણ મારા કર્મના ફળ સમજી સમભાવે ભોગવી લે એ સુખી જ થાય. સુખી કહેવાય. કાદવમાં રહેવું છતાં કાદવથી ખરડાવું નહિ એ જેમ કમળનો સ્વભાવ છે, તેમ સંસારમાં રહેવું પણ, રાગ-દ્વેષથી લેપાવું નહિ, તે શ્રાવકનો સ્વભાવ થઈ જાય તો તેનું જીવન ધન્ય થઈ જાય. આજ વિચારોને શ્લોક દ્વારા શાસ્ત્રોમાં પુષ્ટિ આપી છે. ક્રોધ પ્રિતિ વિનાશતિ, માન વિનય નાશન, માયા મિત્રાણી નાશયતિ, લોભ સર્વ વિનાશન. ઉપશમેન હણ્યાત ક્રોધ, માન માઈનેન જયતે, માયા ચ આર્જવ ભાવેન, લોભે સંતોષયે જયેત. (દશવૈકાલિક સૂત્ર) કષાયોથી જીવ ચારે ગતિમાં કેવી રીતે ભમે છે, જાય છે તે પણ શ્લોક દ્વારા જ્ઞાની પુરુષોએ કહ્યું છે. અહે વઈ ક્રોહણ, જાણોણ અટવાઈ, માયા ગઈ પડિગ્ધાઓ, લોહાઓ દુહુઓ ભય. ભાવાર્થઃ ક્રોધથી નીચ ગતિ, નરકગતિ મળે, માનથી અધમગતિ મળે, માયાથી ભગતિનો નાશ થાય અને લોભથી આલોક-પરલોકમાં ભય ઉત્પન્ન થાય. ક્રોધનું ઉત્પત્તિસ્થાન ચર્મચક્ષુ અથવા કર્ણ બતાડવામાં આવ્યું છે, બોલવાથી વધે, એનો ગુણાકાર થાય, સહન કરવાથી, ભૂલી જવાથી, ક્ષમા માંગવાથી અથવા Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૧ આપવાથી એનો ભાગાકાર થાય. નિસાસા કોઈના લેવા હોય તો સમજવું કે આ ક્રોધની બક્ષીસ છે. દ્રોણાચાર્યે પોતાના શિષ્યો કેવા પાઠ શિખ્યા છે, પોપટની જેમ અચરે અચરે રામ રામ જેવું તો થતું નથી ને ? તે શોધવા-સમજવા માટે આઠ અક્ષરનો મંત્ર કંઠસ્થ કરવા કહ્યું. ક્રોધે ત્યજ, ક્ષમા કુરુ' બધા શિષ્યોએ ક્ષણવારમાં કંઠસ્થ કર્યો અને ગુરુજીને સંભળાવ્યો. પણ યુધિષ્ઠિરે દ્રવ્યથી અને ભાવથી તેના હાર્દને સમજવા પ્રયત્ન કર્યો જેથી ઘણો સમય બગડ્યો અંતે દ્રોણાચાર્યની પરિક્ષામાં એ વિજયી થયા. જૈન શાસ્ત્રોમાં આવશ્યક સૂત્રોમાં એક યા બીજી રીતે સ્પષ્ટ માર્ગદર્શન આપતાં કહ્યું છે કે, જીવે ત્રણ મનોરથ રાખવા જ જોઈએ. (૧) પરિગ્રહથી ક્યારે મુક્ત થાઉં, (૨) સર્વવિરતિ સંયમ ક્યારે પ્રાપ્ત કર્યું અને (૩) પાપ-વ્યાપારોથી નિવૃત્તિ ક્યારે લઉં. ટૂંકમાં આ ત્રણ મનોરથોથી જીવનમાં હેય, શેય અને ઉપાદેય સ્વરૂપ સમજાશે. ત્યવા યોગ્ય, સ્વીકારવા યોગ્ય અને જાણવા યોગ્ય પ્રવૃત્તિ કરાશે. “ખામેમિ સવજીવે, મિચ્છામી દુક્કડ, સવે જીવા કમ્યવસ, ક્ષમા વીરસ્ય ભૂષણ” જેવા અમૂલ્ય સૂત્રોના વચનોને નજર સમક્ષ રાખવા ઉપકારીઓએ કહ્યું છે. વંદિતા સૂત્રમાં “તું નિદે તં ચ ગરિયામિ” વારંવાર આવે છે. તે પદ આરાધકને ઘણા વિચારવાન બનાવી દે છે. એ જ રીતે “રાગેણવા દોષણવા' આ ટંકશાળી વચન પણ પગદંડી બતાવે છે. આત્મ નિરિક્ષણ કરવું જરૂરી છે. આ સંસારમાં અપેક્ષાએ અંધ માનવી, મુંગો માનવી, બહેરો માનવી, નિર્ધન યા મજૂર માણસ સારા. કારણ કે ક્રોધાદિ કર્મ બાંધવાના નિમિત્તની તેની પાસે ખામી છે, ઉણપ છે. અન્યથા પોતાનું ચાલે તો આખું રાજ્ય પડાવી લેવાની ભાવના ભાવનાર વિપ્ર-બ્રાહ્મણના જેવી દુર્દશા તેની પણ થાત. જે વ્યક્તિ કષાયો પ્રશસ્તભાવે કરે છે (માતા બાળક ઉપર કરે છે કેમ) તેનો આશય શુભ હોવાથી ચિકણો કર્મબંધ થતો નથી અથવા તેનાથી બચી જાય છે. પણ જે કષાયો અપ્રશસ્તભાવે કરે છે તે અશુભ આશયથી કરતો હોવાથી કર્મ બાંધતા મનમાં હેજ પણ દુઃખ થતું નથી. બાવ્રતમાં પરિગ્રહ પાપનું મૂળ છે. એ જાણ્યા બાદ અપરિગ્રહ સ્વીકારતા એ પુરુષાર્થ કરતો નથી પરિણામે એ અપરિગ્રહ દ્વારા પ્રાપ્ત થનારા અપૂર્વ આનંદનો અનુભવ સ્વપ્નમાં પણ કરી શકતો નથી. અઢાર પાપસ્થાનકોમાં ક્રોધ-માન-માયા-લોભ, રાગ અને દ્વેષ એમ ૩૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ટકા કષાયોના નામો છે. જે એક બીજા સાથે સંકળાયેલા છે. એટલું જ નહિ પણ પરસ્પર પ્રોત્સાહન આપી દૃઢ બને છે. ક્રોધ કરવા માટે માન-માયા-લોભનું નિમિત્ત હોવું જોઈએ તે જ રીતે બાકીના ત્રણેય માટે એ જ પદ્ધતિ સમજવી. અજ્ઞાનવશ કષાયો કરવાથી એ કષાયોની પરંપરા એક નહિ અનેક જન્મો સુધી ચાલે છે. (ક્રોધે ક્રોડ પૂરવ તણું, સંયમશું એળે જાય.) શાસ્ત્રોમાં આશ્ચર્યની વાત એ છે કે, આંખથી જોઈ શકે તેવા જીવોને અંધની ઉપમાથી અલંકૃત કર્યા છે. કારણ સ્પષ્ટ છે કે, એ ભાન ભૂલી જાય છે. કષાયોના કારણે પરવશ બની જાય છે. બીજા શબ્દમાં છતી આંખે આંધળા બનેલા એ જીવો કર્મ બાંધવા પાછું જોતા નથી. આ છે એ આઠ પ્રજ્ઞાચક્ષુ જેવા અંધ ઃ ૧. ક્રોધાંધ (ચંડકૌશિક), ૨. માનાંધ (બાહુબલી), ૩. માયાંધ (લક્ષ્મણા સાધ્વી), ૪. લોભાંધ (મમ્માશેઠ), ૫. દિવસાંધ, ૬. રતાળાંધ, ૭. વિષયાંધ (ઈલાચીકુમાર), ૮. રાગાંધ (બળદેવ). અંતે રાગ-દ્વેષનું ક્ષેત્ર કેટલું વિશાળ છે તે સમજવા ૧૮ પાપસ્થાનકમાં ઉપર જણાવેલા ૬ ઉપરાંત બીજા ૭ કે ૮ પાપસ્થાનકોનો વિશિષ્ટ રીતે વાણીવચનથી જ વ્યાપાર એક યા બીજી રીતે થાય છે. જો આત્મા સમજી જાય તો અઢારે પાપસ્થાનકના સેવનથી એ મૂક્ત થવા પ્રયત્નશીલ બની શકે છે. આત્મા જાગે એટલે તેને બધું સમજાય છે, સૂઝે છે અને ગમે છે. રાગ-દ્વેષનું દમન કરવાના સહેલા ઉપાયો ઃ ૧. રાગ-દ્વેષ પોષનારાઓએ મનગમતા ખાનપાનાદિ પર કાપ મૂકી તપ અને ત્યાગની પ્રવૃત્તિ ખૂબ આદરવી જોઈએ. જેથી રાગ-દ્વેષનું પોષણ અટકે, રાગ-દ્વેષ ઢીલા પડે. ૨. ઈન્દ્રિયોની મનગમતા વિષયોની પ્રવૃત્તિથી રાગ-દ્વેષ પોષાય છે. તેથી એની સામે ઈન્દ્રિયો ૫૨ નિગ્રહ અને વ્રત-નિયમો સારી રીતે આદરવા જોઈએ જેથી રાગ-દ્વેષનું બળ અટકે. સામાન્ય રીતે માનવી ઈન્દ્રિયોને ખુશ રાખવા ટીવી, સિનેમા, અશ્લીલ સંગીત વગેરે ક્ષેત્રે અનર્થકારી પ્રયત્નો કરે છે. ૩. હિંસા, અસત્ય વગેરેના સેવનથી તો ભારોભાર રાગ-દ્વેષને મદદ થાય છે, માટે તે અટકાવવા શીલ અર્થાત્ એ ‘હિંસાદિનો ત્રિવિધે ત્રિવિધે ત્યાગ' આચરવો જોઈએ. ટૂંકમાં ત્યાગનો માર્ગ એ જ રાજ માર્ગ છે. રાગ-દ્વેષને ઘટાડવા ત્યાગ માર્ગને અપનાવો. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રમાઇ પ્રમાદિ અપ્રમાદિ અવિરતિધર વિરતિધર પ્રમાદઃ પરમષી, પ્રમાદઃ પરમં વિષમ્, પ્રમાદો મુક્તિપુઈસ્યુ પ્રમાદો નરકાલયઃ. ભાવાર્થ પ્રમાદ એ દ્વેષી, વિષ, મુક્તિની પ્રાપ્તિમાં અંતરાયરૂપ ચોર અને નરકનું ઘર છે. પર્યુષણાના પર્વ દિવસ હતા. દહેરાસરમાં, ઉપાશ્રયમાં, આરાધકોની ભીડ જામી હતી. ચારિત્ર, દર્શનના ઉપકરણ લઈ સૌ જિનમંદિર વહેલી સવારે પ્રતિક્રમણાદિ કરવા પહોંચી રહ્યા હતા. આશ્ચર્ય એ જ કે વર્ષમાં માત્ર ૬૦/૬૨ દિવસ ઓછેવત્તે અંશે આ રીતે ભીડ જામે છે. છૂટા છવાયા એમ ૧૨ પર્વના દિવસો, બે શાશ્વતી ઓળીના ૯+૯=૧૮ દિવસ, પાક્ષિક પ્રતિક્રમણના ૨૧ દિવસ ૩ ચોમાસીના ૩ અને પર્યુષણ પર્વના ૮ દિવસ એમ ૧૨-૧૮-૨૧-૩-૮-૬૦/૬૨ દિવસ. દહેરાસર, ઉપાશ્રયમાં બધા ધર્મારાધના કરવા આવે છે. તો બાકીના દિવસોનું શું ? જવાબ સ્પષ્ટ છે કે આ ભાગ્યશાળીઓ બાકીના દિવસોમાં ધર્મથી રહિત ધર્મથી વિમુખ, ધર્મમાં આળસ, પ્રમાદ કરી પ્રમાદિ બને છે. કલ્પસૂત્રમાં જે ધર્મીના ત્રણ પ્રકાર બતાવ્યા છે. તે વાત જ્ઞાનીઓ જ્ઞાન દ્વારા જાણે છે. પણ યોગ્ય અવસર આવે ત્યારે જ એ પ્રકાશે છે. કલ્પસૂત્રમાં સદેયા, કયા અને ભદયા એમ ત્રણ પ્રકાર બતાવ્યા છે. ૩૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ (૧) સદેયાઃ કેટલાક જીવો ૧૨ માસ-૩૬૦ દિવસ ધર્મ કરે છે. (૨) કયાઃ કેટલાક જીવો પર્વ દિવસોમાં હાજરી આપે છે. (૩) ભદયા કેટલાક જીવો માત્ર ભાસુ.૪નું સંવત્સરી પ્રતિક્રમણ, પૂજા, વ્યાખ્યાનમાં ઈંદના ચાંદની જેમ હાજરી આપી, લોકલાજે પોતાનું કર્તવ્ય કરે છે. પ્રમાદનું બીજુ નામ આળસુ, પ્રમાદી, બીમાર હોય તો પણ ઔષધોપચારીનું નામ લેવું નહિ, હોમિયોપેથિક, એલોપેથિક, નેચરોપેથિકની સારવાર લેવી નહિ. પૈસા બચાવવા એ એકજ લક્ષ, મારૂં જે થવાનું હશે તે થશે એવો ઉપેક્ષાભાવ. તો ધર્મમાં એવા જીવ ઉપેક્ષા કરે તેમાં નવાઈ શી? *કર્મબંધના પાંચ પ્રકારોમાં જ્ઞાનીઓએ ત્રીજા નંબરનું સ્થાન પ્રમાદને આપ્યું છે. એનાથી પોતાની ધર્મમૂડી વપરાતી જાય. તેથી વ્રત નિયમોનો ભંગ કર્યા કરે પણ ધર્મ કરવામાં ઉત્સાહ ન દાખવે. હકીકતમાં પ્રમાદની સામે અપ્રમત્ત અવસ્થા જાળવવા-વિકસાવવા ઉપકારી પુરુષો આગ્રહ કરે છે. સંસારની અભિવૃદ્ધિમાં કેટલાક પ્રમાદનો ત્યાગ કરે છે. પણ ત્યાં જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ જ નુકસાનકારક છે. અપ્રમત્ત અવસ્થા એટલે ધર્મક્ષેત્રમાં ખોવાઈ જવું જીવનનો અમૂલ્ય સમય પળો ધર્મમાં વાપરવી, પ્રમાદના ૧૩ પ્રકારો જ્ઞાની પુરુષોએ વર્ણવ્યા છે. જે ક્રિયાવ્યાપારથી પરિણામ શૂન્ય આવે અથવા કર્મનો બંધ થાય. આ તેરને “કાઠીયા' એવા ઉપનામથી પણ ઘણાં જાણે છે. (૧) આળસ : સંસારના કાર્યમાં અપ્રમત્ત, ધર્મકાર્યમાં પ્રમત્ત-પ્રમાદ. (૨) મોહ: સંસારના આકર્ષણથી ધર્મમાં ઉપેક્ષા કરનાર. (૩) અવજ્ઞા : અવર્ણવાદી, નિંદક, જિનાજ્ઞાની ઉપેક્ષા કરનાર. (૪) અહંકાર : ગુણીજનોના આદર, બહુમાન ન કરનાર. (૫) ક્રોધ : “કડવા ફળ છે ક્રોધના' જાણે છતાં ત્યજે નહિ. (૬) લોભ ઃ દાનાદિ ધર્મ ન આચરનાર, પરિગ્રહ વધારનાર, (૭) કૃપણતા સાંસારિક કાર્યમાં ઉદાર, ધર્મકાર્યમાં કૃપણતા દાખવનાર. (૮) ભય : લજ્જા, શત્રુ, ભય અને નિંદાના કારણે ઘરમાં જ રહે. (૯) શોક કર્મનું ફળ ઉદયમાં આવે ત્યારે ચિંતા કરે. * મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. Page #60 -------------------------------------------------------------------------- ________________ રૂપ (૧૦) અજ્ઞાન : મૂઢતા, અશ્રદ્ધાને લીધે જ્ઞાનની ઉપેક્ષા કરનાર. (૧૧) વ્યાક્ષેપ-અંતરાય : વિચારોમાં ચંચળતા, અસ્થિરતા. (૧૨) રતિ : ગમતાં પદાર્થ ઉપર રાગ-આનંદ કરે. (૧૩) કુતૂહલઃ આશ્ચર્ય-નવાઈ પમાડે (વગર કારણે જાણવાની જિજ્ઞાસા) ઉપરના કથનનો સારાંશ એજ આવે છે કે, આ જીવ પોતાનું સાચું કર્તવ્ય ભૂલી મોહ-માયામાં સમય-શક્તિ વેડફી નાંખે છે. જેના કારણે પ્રગતી અટકે છે. કર્મની જંજાળ ઘટતી નથી. શાંતિ, સમાધિ, સમતાનો જે અનુભવ થવો જોઈએ તે પ્રમાદના કારણે થતો નથી. કદાચ એમ પણ કહી શકાય કે શાંતિ જોઈતી નથી. ભૂતકાળ, ભવિષ્યકાળ અનંત છે જ્યારે વર્તમાન કાળસમય સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. વર્તમાનકાળમાં જો જીવને શુભ વિચારનો સ્પર્શ થાય તો તે તરત જ અપનાવવો જોઈએ. જ્ઞાની અનુભવી વિચારક પુરુષોએ કહ્યું છે કે, શુભકાર્ય કાલે નહિ, આજે જ કરો. અરે આજે નહિ, હમણાં જ, અત્યારે જ કરો. અરે અત્યારે નહિ, આ જ ક્ષણે કરો. જ્યારે અશુભ કાર્ય આ ક્ષણે નહિ, હમણાં નહિ, આજે નહિ, કાલે નહિ, ક્યારે ય નહિ એમ લંબાવો. અનુભવીઓ કહે છે કે, ધર્મના વિચાર, પ્રવૃત્તિ અને અમલ કરવામાંસ્વીકારવામાં વચ્ચે અંતર ન રાખો. જ્યારે પાપના વિચાર અને અમલ વચ્ચે જરૂર કરતાં વધુ અંતર રાખો. એથી સંભવ છે કે, પાપનું કાર્ય તમારાથી અટકી જશે. દા.ત. ગરમી લાગે છે. પંખો કરું? ના, ના. થોડીવાર સહન કરું. ધર્મના વિચાર અને અમલ વચ્ચે અંતર ન રાખો. બોલી બોલવી છે, બોલી નાખો. વિચારી વિચારીને બોલશો તો પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે અટકી અટકીને આવશે. આઠ બાબતોમાં પ્રમાદ કરવો નહીં એમ પણ સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે. ૧. શ્રુત સાંભળવામાં, ૨. જ્ઞાન ટકાવી રાખવામાં, ૩. પાપની શુદ્ધિ કરવામાં, ૪. સંયમમાં ત્યાગની વૃદ્ધિ કરવામાં, ૫. કોઈ વ્યક્તિને ધર્મબોધ કે ચારિત્ર આપવામાં, ૬. નવદીક્ષિતને સહાય કરવામાં, ૭. બીમાર સાધુની સેવા કરવામાં, ૮. ઝઘડો થયો હોય તો ક્ષમા કરવામાં, માગવામાં. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ દર્શનાચારના ભેદમાં નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા અને થિણદ્ધિ એવા નિદ્રાના પાંચ ભેદ કહ્યા છે. માનવી શારીરિક શ્રમના કા૨ણે ૫/ ૬ કલાક નિદ્રા કર્મના ઉદયે લે છે. લેવી પડે, પણ પ્રમાણથી વધુ અથવા બેઠાબેઠા, ચાલતાં-ચાલતાં, (ગાડાને જોડેલા બળદો સવારે ચાલે પણ ખરા ને ઉંઘે પણ ખરા) અને ઢંઢોળીએ ત્યારે માંડ જાગે તેવા નિદ્રાધીન જીવોને પ્રમાદી કહેવાય. એ દર્શનાવરણીય કર્મનો ઉદય કહેવાય. તીર્થંકર પરમાત્મા મહાવીરસ્વામીનો નિદ્રા-પ્રમાદનો કાળ ૧૨ ।। વર્ષમાં માત્ર બે ઘડી વર્ણવ્યો છે, અને તેથી જ એ આત્મા જલદી ઘાતીકર્મ ખપાવી કેવળજ્ઞાનને પામી મોક્ષે સિધાવ્યા. બાવન લાખ યોનીમાં જન્મતા પૃથ્વીકાયાદિ સ્થાવર જીવો એક જ જગ્યાએ રહેતા હોવાથી પ્રમાદી કહેવાય, બાકીના બત્રીસ લાખ યોનીમાં જન્મનારા (બેઈન્દ્રિય થી પંચેન્દ્રિય) જીવો ત્રસ હોવાથી ત્રાસ (દુઃખ) સહન ન કરવાથી એકથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે. ભગવાન મહાવીર સ્વામીએ અપાપાપુરીમાં ઈન્દ્રભૂતિ આદિ પંડિતોની શંકાનું સમાધાન કરી સંયમી બનાવ્યા, ત્યારબાદ ગૌતમસ્વામી (ઈન્દ્રભૂતિ) અપ્રમત્ત હોવા છતાંય પ્રભુવીરે ‘સમયં ગોયમ મા પમા એ' કહી જાગ્રત રહેવાઅપ્રમત્ત થવા પ્રેરણા આપી. ફળસ્વરૂપ વિનયવંતા એ ગણધર ભગવાન જમીન ઉપર પલાંઠીવાળી બેઠા પણ નહી. ઉભડક પગે બેસી અપ્રમત્તતાને જીવનમાં ઉતારી. આ કારણે બીજા જીવો પણ અપ્રમત્ત થવા પ્રયત્નશીલ થયા. ગામડામાં, શહેરોમાં રાત્રીના સમયે ચોકીદાર રાઉન્ડ મારી મોટેથી ‘જાગતા રહેજો’ એવો આવાજ કરે. પ્રશ્ન એ છે કે ઉંઘતા માણસને આવો સંદેશ એ કેમ આપે છે ? તો પછી ચોકી ક૨વા માટે તેને રાખવાનો ફાયદો શું ? ચિંતકો કહે છે કે ચોકીદાર આ રીતે નગરવાસીઓને પ્રમાદ કરતાં અટકાવે છે. સમય અમૂલ્ય છે, ગુમાવતાં નહિ, જીવનમાં આવી તક ફરી મળવાની નથી. એવી શીખામણ આપે છે. જન્મ દુઃખ, જરા દુખ, જાયા(મૃત્યુ) દુઃખં, પુનઃ પુનઃ અંતકાલો મહાદુ:ખ, તસ્માત્ જાગૃહિ જાગૃહિ ।। ભાવાર્થ : જન્મ દુ:ખ, વૃદ્ધાવસ્થા દુઃખ, પત્નિ દુઃખ અને મરણ પણ દુઃખ છે માટે જાગતા રહો, જાગતા રહો. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૭ એક રાજાએ નગરીમાં ચોકી કરતા ચાંડાલ પુત્ર દ્વારા ઉપરનો શ્લોક સાંભળ્યો. તત્ત્વ, ચિંતન કરતાં તેનો અર્થબોધ ન મળ્યો. તેથી એનો વિસ્તૃત અર્થ ચાંડાલ પુત્ર દ્વારા જાણી વૈરાગ્યવાન થયો. જીવન ધન્ય કરવા જાગી ગયો એટલું જ નહિ, સંયમના પંથે પણ ચાલી નિકળ્યો. પ્રમાદી માનવી કર્મ બાંધવામાં અપ્રમત્ત રહે પણ જ્યાં ધર્મ કરવો છે, આત્મકલ્યાણ કરવું છે, ત્યાં જ પ્રમાદ કરે, વેઠ ઉત્તારે, ઉપેક્ષા કરે, ફળસ્વરૂપ એ વિનયવાનને બદલે અવિનીત થાય. આવા અવિનીત શિષ્ય, શ્રાવક-શ્રાવિકાના સ્વભાવ ઉત્તરાધ્યયન સૂત્રમાં નીચે મુજબ કહ્યા : ૧. વીતરાગની આજ્ઞા ન માને. ૨. અંદરથી શત્રુતા-અણગમો કેળવે. ૩. અજ્ઞાનીની સોબત કરે. ૪. ગુરૂ-વડીલથી દૂર દૂર રહેવા પ્રયત્ન કરે. ૫. હિત શીક્ષા આપનાર ઉપર ક્રોધ કરે. ૬. મીઠા કલ્યાણકારી વચન પણ અપ્રિય લાગે. પ્રમાદી જીવમાં અનેકાનેક દુર્ગણોનો ક્રમશઃ વાસ થાય તેમ અનુભવવામાં આવે છે. જેમ કે મદ્યનું સેવન કરવાથી કાયા નિસ્તેજ બને. વિષયોને ભોગવવાથી કાયાની શક્તિ હીન થાય, વિકથા કરવાથી વિના કારણે સમય વેડફાય, જરૂરીયાત કરતાં વધારે નિદ્રા લેવાથી સ્કૂર્તિ-પ્રસન્નતા-ઉત્સાહ ઓસરી જાય અને કષાય કરનારથી મન અસ્થિર બને, વચન નિરર્થક બને ને કાયા ચૈતન્ય વિહીન શીથીલ બને. તેથી ભારપૂર્વક પ્રમાદરૂપી શત્રુને દૂરથી જ દંડવત પ્રણામ કરો. જઈ ચઉદસ પૂવધરો, વસઈ નિગોએ સુડર્ણતયં કાલ, નિદ્રાપમાયવસગો, તા હોલિસિ કહે તુમ જીવ ? ભાવાર્થ ઃ સંબોધ સત્તરી ગ્રંથમાં જ્ઞાનાવરણીય કર્મના ઉદયે પ્રમાદાદિના કારણે જો ચૌદ પૂર્વધર એવા મહાજ્ઞાની મહાત્માઓ નિગોદમાં જવાની પરિસ્થિતિમાં મૂકાઈ જાય તો આપણાં જેવા પામર આત્માનું શું થશે ? (ચોદ પૂર્વધર ભાનુદત્તમુનિ નિગોદમાં ગયા હતાં.) આચારાંગ સૂત્રમાં પંડિત, પ્રાશનો પરિચય આપતાં કહ્યું છે, પણ જાણઈ પંડિએ” ક્ષણને જાણે વિચારે સમજે એ પંડિત. આનો અર્થ એ જ કે, વર્તમાન Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કાળને જે સમજે-ઓળખે, કર્તવ્યને જાણે તે પંડિત એટલે અપ્રમત્તભાવે એ આત્મા એકક્ષણનો પણ પ્રમાદ ન કરે. જ્ઞાનીઓએ મદીરા પીવાથી, વિષયો ભોગવવાથી, કષાયો કરવાથી, નિદ્રા લેવાથી અને વિકથા કરવાથી જીવ અવિવેકી બને છે. કિં કર્તવ્ય' એ વાત ભૂલી જાય છે. માટે પ્રમાદને પોષનારા-વધારનારા સાધનોથી દૂર રહો. તમારી પ્રગતિ રૂંધાશે, અધોગતિ થશે. એમ ભારપૂર્વક કહ્યું છે. ઉદાહરણ : જંબુકુમાર ગણધર ભગવાન સુધર્માસ્વામીની ધર્મદેશના સાંભળી વેરાગી બને છે. સંયમ માટે ગુરુએ માત-પિતાની રજા લઈ આવવા કહ્યું. નગરીના દ્વાર સુધી આવ્યા પછી વિચાર કર્યો કે જો મૃત્યુને શરણ થઈશ તો અવિરતિમાં અસમાધિમાં મરીશ માટે ક્ષણમાત્રનો પણ પ્રમાદ કર્યા વગર ગુરુ પાસે જઈ ચોથા વ્રતના પચ્ચકખાણ લઈ ધન્ય બનું. વ્રતના પચ્ચકખાણ બાદ આઠ કન્યા સાથે લગ્ન કરી રાત્રે ધર્મચર્ચા કરતાં, આઠ કન્યા તેઓના સોળ માતાપિતા, પ્રભવ આદિ પાંચસો ચોર અને જંબુસુમારના માતાપિતા એમ પાંચસો છવીસ મુમુક્ષુ સાથે જંબુકુમાર સંયમના પંથે શુભ ભાવે ભ. સુધર્માસ્વામીના શરણે ગયા. ઇમારે ક્યાં શોભે ? ક્યાં ન શોભે ? ભવભ્રમણ ઘટે ત્યાં શોભે. સંસાર વધે ત્યાં જ શોભે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ભલ્ય ૬ આગર અભય અણહારી પદ મેં કર્યા, વિગ્ગહ ગઈ અનંત, દૂર કરી તે દિજીએ, અણહારી શિવ સંત. ભાવાર્થ : આ જીવે અનાહારીપણું વિગ્રહગતિ (એક ગતિમાંથી બીજી ગતિના શરીરમાં પ્રવેશ રૂપે)માં ઘણું ભોગવ્યું એવા અલ્પકાલીન અનાહારી પદ દૂર કરી શાશ્વતા અણાહારી પદની ઝંખના-ઈચ્છા (આપની પાસે) રાખું છું. આહાર એટલે ભોજન. શરીરને ટકાવવાનું સાધન. શરીરને તંદુરસ્ત રાખવાનું ઔષધ. આસક્તિ વિના કરવામાં આવતું ભોજન. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જન્મ-મરણના પ્રવાસમાં આ જીવ પોતાની યોગ્યતા અનુસાર આહાર ગ્રહણ કરે છે. આશ્ચર્ય રૂપે દેવગતિના જીવોની તથા યુગલિક કાળના જીવોની આહાર સંજ્ઞા ઘણી જ મર્યાદિત હોય છે. પરંતુ વ્રત પચ્ચક્ખાણ રૂપ વિરતિધર્મ ત્યાં ન હોવાથી તેઓને તપાદિનો કોઈ લાભ થતો નથી. જેમ જીવને ભય-મૈથુન-પરિગ્રહ-ઉંઘ (નિદ્રા) વિગેરે સમયાનુસાર પ્રગટ થાય છે. તેમ ખાધેલા-ભોગવેલા ખોરાકનું પાચન થાય એટલે ભૂખ પણ લાગે છે. વગર ભૂખે ખાનારને અજીરણ થાય અને ભૂખ લાગ્યા પછી સમયસર વિવેકપૂર્વક આહાર લે તો સુખાકારી મળે. ભોજન સાથે સ્વાસ્થ્યનો પણ ઘણો નજીકનો સંબંધ છે. મુખ્યત્વે શરીરમાં વાત-પિત્ત અને કફની મર્યાદીત માત્રા હોય તો નિરોગીપણું અનુભવાય. પણ ૩૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ ४० માત્રા કોઈ પણ કારણે વૃદ્ધિ પામે તો તરત રોગનું આગમન થાય. ભોજન ઋતુ અનુસાર શરીરની પ્રકૃતિ મુજબ ઉમર મુજબ કરવું જોઈએ. આજથી ૭૫/૧૦૦ વર્ષ પૂર્વે લોકો ઘણા તંદુરસ્ત હતા. ગામમાં ડૉક્ટર-વૈધની સંખ્યા મર્યાદીત હતી. લગભગ પ્રજા સ્વાવલંબી મહેનતુ અને તંદુરસ્ત હતી. ઘરના વડીલો સમયાનું સાર શિખામણ આપતા. સમયસર ભોજન કરવું. ધર્મ ધ્યાન કરી ચિંતા મુક્ત જીવન જીવવું વિષય કષાયોથી દૂર રહેવામાં ગૌરવ અનુભવવામાં આવતો હતો. ચિંતા કરવાની કૂટેવ ન હોવાથી હંમેશાં પ્રસન્ન રહેતા. પ્રાચીન કાળમાં ભોજન પરસમાંથી સાનુકૂળ રસપાન કરાતો હતો. તેમાં માદક(સ્વીટ) આહાર મહિને ૨/૩ વખત શુદ્ધતા વાલો તથા તળેલા પદાર્થ પણ અનિવાર્ય કારણે વપરાતા હતા. ટૂંકમાં છ વિગઈ (દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, કડાવિગઈ)માંથી રોજ ૧/૨ વિગઈનો ત્યાગ સહેલાઈથી કરી આહાર ઉપર કાબૂ રાખવાનો અભ્યાસ હતો. શરીરને ટકાવવા જ આહાર લેવાની ભાવના હતી. વિગઈનું સેવન જેટલું બને તેટલું ઓછું કરતા હતા. અહિંસાની પૂજારી પ્રજા હોવાથી અભક્ષ્ય વસ્તુનો પૂર્ણ ત્યાગ (૪મહાવિગઈ વગેરે) કરવામાં ગૌરવ સમજતી હતી. વધુ સૂક્ષ્મ રીતે બીજા નંબરે કંદમૂળ, અનંતકાયી દ્રવ્યનું પણ સેવન કરવામાં મન તૈયાર થતું ન હતું. એ દ્રવ્યના સેવનથી પાપ લાગે ઉપરાંત બુદ્ધિ વિકૃત-ભ્રષ્ટ થાય તેવી માન્યતા હતી. પ/૧૦ તોલાં જેટલા એ દ્રવ્યના સેવનની પાછળ અનંત જીવોની હિંસા-વિરાધના નજર સામે આવતી. તેથી આવા દ્રવ્યથી પણ જીવન મુક્ત કરવામાં આનંદ મનાતો હતો. જૈન દર્શનમાં આહાર (ભોજન) કરતી વખતે ભક્ષ્યાભઢ્યનો ખાસ વિચાર કરવાનું કહ્યું છે. જે ભોજનથી વિચારોમાં શાંતિ-સમતાનો વિકાસ થાય તેમજ પાપનો નિકાચિત બંધ ન થાય તે ભોજન આવકાર્ય હતું. જે ભોજન હિંસકઅભક્ષ્ય હોય તેનું સેવન માનવીને તામસી-ક્રોધી-સારાસારના વિચાર વગરનો બનાવે. પાપનો બંધ કરાવે. અપ્રગટ જે જીવોની હિંસા કરી-થઈ હોય તે જીવો આર્તધ્યાન કરે. શ્રાપ આપે અથવા બીજા ભવે વેર લે, એ સંભવિત છે. બીજાની દયા કરતાં પોતાની દયા થાય છે. માટે જ મનુષ્ય જેમ ઓછા પાપ લાગે તેવી કાળજી રાખવી જોઈએ. આગળ વધી મહિનામાં ૧૨ દિવસ લીલોતરીનો ત્યાગ, ચાતુર્માસમાં બાહ્ય પદાર્થોનો ત્યાગ, ઘરના ચૂલા ઉપર જ બનેલી વસ્તુને વાપરવાની ભાવના ઘર ઘરમાં વસી હતી. રાત્રીભોજન કરનાર કાગ-ઘુવડનો અવતાર પામે. એ જ રીતે Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૧ નરકગતિને પણ પામે, એમ શાસ્ત્રમાં વર્ણવ્યું છે, એ વાત જાણતા હતા. એક વિચાર સુપ્રસિદ્ધ છે કે, ‘જેવો આહાર તેવો ઓડકાર' તેમ શુદ્ધ-સાત્વિક આહાર માનવીના પરિણામ-લેશ્યા-સ્વાસ્થ્યને આદરણીય કક્ષા સુધી લઈ જાય છે. જૈન દર્શનમાં *ચાર પ્રકારના આહારમાં (અન્ન, પાણી, ખાદ્ય પદાર્થ, મુખવાસ) કહ્યા છે. તેમાં પણ પાણીને આહાર તરીકે માન્યતા આપી છે. ઘણાં તપસ્વી વર્ષમાં ૧૦૦/૧૫૦ ઉપવાસ છૂટા છૂટા કરે છે. ત્યારે પાણી તેઓને ટકાવે-સાથ આપે છે. વર્ષીતપ કરનાર તપસ્વી તેથી ધન્ય બને છે. આહારનો બીજો વિભાગ પાણી છે. સંસારમાં પાણી મોળું, ગળ્યું, ભારે, ખારું વગેરે પ્રાપ્ત થાય છે. કૂવાનું પાણી અપ્રગટ ફિલ્ટર કરેલું આવે. બોરીંગ, વરસાદનું પાણી થોડું ઉણપવાળું હોય જ્યારે તળાવ ને નદીનું પાણી ડહોળાયેલું હોય તો ફટકડી નાખી વિવેકપૂર્વક ગાળીને વપરાય છે. માત્ર સમુદ્ર-સાગરનું પાણી ખારું હોવાથી વિપુલ સંખ્યામાં હોવા છતાં અપેય પીવાલાયક કહેવાતું નથી. પ્રાચીન કાળમાં જીવદયા અને શુદ્ધતા માટે સાત પ્રકારના ગળણાં બતાડ્યા હતા. જેવા કે – પાણીનું, ઘીનું, તેલનું, છાસનું, દૂધનું, લોટનું અને ઉકાળેલા પાણીનું. વર્તમાનમાં ફિલ્ટર કરેલા પીવાના પાણીની બાટલી-બાટલાઓનો પ્રચાર વધી ગયો છે. પ્રશ્ન એ છે કે, આ પાણી ક્યારે ફિલ્ટર કરી બાટલીમાં ભરાયું ? તેથી તેનો વપરાશ ભલે વધી ગયો પણ શંકાસ્પદ જરૂર છે. ‘કિં વદતિ’ની જેમ કહેવામાં આવે છે કે, સમુદ્રનું પાણી ભલે પીવામાં કામ ન આવે પણ ગરમીમાં તે વાદળા રૂપે પરિણમે છે. ચોમાસામાં એજ વાદળો મેહુલારૂપે આકાશમાં ગમણાગમણ કરી પૃથ્વીને ભીજાવે છે. વનસ્પતિને ઉગાડવા કામ આવે છે. પાણી મંત્રીત કરી પિવાથી રોગી નિરોગી થાય, આભડછેટ વખતે શરીર ઉપર છાંટવાથી અપવિત્ર પવિત્ર થાય. શાંતિકળશનાં વિધાન વખતે મસ્તક ઉપર છાંટવાથી જીવનમાં શાંતિની વૃદ્ધિ થાય. યાવત્ ‘રંધો ફોલ' (કર્ણાટક કેરલા બોર્ડ૨)ના ધોધનું પાણી શરીર ઉ૫૨ ૧૫-૨૦ મિનિટ પડવાથી મસ્તકની સુશુપ્ત જ્ઞાનેન્દ્રિય સતેજ કામ કરતી થાય છે. ગમે તે સમજો એકેન્દ્રિયના દ્રવ્યો (અનાજ, વનસ્પતિ વગેરે) અલ્પ હિંસાવાળા છે તથા શરીરની તંદુરસ્તીમાં કામ આવે છે. * બીજી રીતે નીચેના પણ આહાર છે. (અ) મનોજ્ઞ, રસિક, પ્રિશનીય, બૃહણીય, દીપનીય, મદનીય. (બ) ૧. વધારેલું, ૨. બોફેલું, ૩. રાંધ્યા વિના સ્વભાવથી પક્વ, ૪. રાત વાસી રાખવાથી નિપજેલ (દહીં) Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પાણી કપડાં-વાસણ-જગ્યા સાફ કરવાનું પણ કામ કરે. ક્યારેક ભોજન શરીરને બગાડે તો પાણી રેચક-પાચક સ્વભાવવાળું હોય તો શરીરને શુદ્ધ કરે. ભગવાનના અભિષેક વખતે વપરાતું પાણી તેમજ ઘરમાં શુભ દિવસે મૂકાતો પાણીનો કળશ પણ મંગળ સૂચક છે. સંસારમાં ક્યારેક, “તમારામાં પાણી હોય તો બતાડો”, “પાણીદાર ઘોડો છે', “ઘણાં વાત કરતાં શ્રોતાને પાણી પાણી કરી નાખે છે અથવા શ્રોતા વૈરાગ્યભાવે યા કરૂણા ભાવે આંખમાંથી અશ્રુ (પાણી) પણ વહાવે છે. ક્યારેક આનંદના તો ક્યારેક દુઃખના પણ આંસુ વહે છે. ટૂંકમાં શરીરમાં પાંચ તત્વ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ)માં પણ પાણીના ભાગને સ્વીકારેલ છે. તપધર્મને આહાર સાથે નજીકનો સંબંધ છે. આ જીવે અનંતકાળથી અનંતી વખતે આહાર કર્યો તો પણ તે સંતોષ ન પામ્યો. તેથી વૈરાગ્યવાન થઈ આહાર સંજ્ઞાને ઘટાડવા માટે સિદ્ધસેન દિવાકરસૂરિએ આઠ વર્ષ આયંબિલ તપ કર્યું. સ્ત્રીરત્ન સુંદરીએ ૨ કરોડ ૧૯ લાખથી અધિક (૬૦ હજાર વર્ષ) આયંબિલ કર્યા. જગતુચંદ્રસૂરિજીએ, વર્ધમાનસૂરિજીએ વર્ધમાન તપની ૧૦૦ ઓળી આયંબિલ તપ દ્વારા કરી. જ્યારે દમયંતી સતિએ આયંબિલ તપ દ્વારા તીર્થકર નામકર્મની નિકાચના કરી. ત્યાગધર્મની વૃદ્ધિ માટે શીલભદ્રસૂરિજીએ, માનદેવસૂરિજીએ ધર્મઘોષસૂરિજીએ ઘણાં વર્ષો સુધી જીવનમાં છ વિગઈનો ત્યાગ કરેલ. વિગઈ એ ઈન્દ્રિયોના વિકારોને પોષનાર પદાર્થ છે. એનો ત્યાગ ઈન્દ્રિયોને વશ કરવા માટે અણમોલ સાધન છે. જેણે મનને માર્ય-મનને મનાવ્યું તેને કાંઈ જ અશક્ય નથી. શાસ્ત્રમાં *આહારના ઓજ આહાર, લોમ આહાર અને કવલ આહાર જેવા પ્રકારો કહ્યા છે. તેજ રીતે પાણીના પણ પ્રકારોને દવબિંદુ, (ઓસ), કરા, બરફ, લીલી વનસ્પતિ ઉપરનું પાણી, ઘનોદધિ વગેરે દર્શાવીને એ સચિત પાણીની વિરાધના અજ્ઞાનતાથી ન થાય તે માટે કાળજી રાખવાની છે. ભોજન કોણ કેવા પ્રકારે કરે છે? તે પણ જાણવા જેવું છે. તેના ઉપરથી માનવીએ કઈ રીતે ભોજન કરવું એનું માર્ગદર્શન તારવણી રૂપે મળી જશે. * ઓજ આહારઃ ઉત્પત્તિના પહેલા સમયે રૂપ લાવણ્ય માટે. લોમ આહાર : શરીર ઉપરના રૂવાટા દ્વારા ગ્રહણ કરે. કવલ આહાર : જમ્યા પછી ભૂખ ભાંગવા માટે જે ગ્રહણ કરાય. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અવસર્પિણી કાળમાં આહારની પદ્ધતિ : આરો નામ સમય આહાર ૧ સુષમસુષમા ૪ કો.કો. સાગરોપમ ૩ દિવસ પછી તુવેર જેટલો ૨ સુષમ ૩ કો.કો.સાગરોપમ ૨ દિવસ પછી બોર જેટલો ૩ સુષમ દૂષમ ૨ કો.કો. સાગરોપમ ૧ દિવસ પછી આવળા જેટલો ૪ દૂષમ સુષમ ૧ કો.કો. સાગરોપમ અનિયત-ફળફળાદિ (૪૨ હજાર વર્ષ ઓછા) ૫ દૂષમ ૨૧૦૦૦ વર્ષ અનિયત ફળ-ધાન્ય-મીઠાઈ ૬ દૂષમ દૂષમ ૨૧૦૦૦ વર્ષ અભક્ષ્ય અભ્યાદિ કે મનુષ્ય અને તીર્થંચ જીવોની ખાવાની પદ્ધતિ જ એક તરફથી ખાય - સિંહ જ જેવું લીધું તેવું ખાય - પ્રતિર લોહી પીએ - મચ્છર જ ગળ્યું સ્વાદીષ્ટ - કીડી, મંકોડા ક ઉપેક્ષાથી ઉડાડી ખાય - હાથી જ ચુંથીને ખાય – કાગડો હાડકાં ખાય - કૂતરાં જ વિષ્ટા ખાય - ભૂંડ જ્યાં ત્યાંથી ખાય - શૃંગાળ જ સુંધીને ખાય - ગાય, બળદ જ વિવેક પૂર્વક ખાય - સંસારી જ અવિવેકથી ખાય - મિથ્યાત્વી સાધુને ૪૫ આગમ વાંચવા હોય તો તેઓને લગભગ બે વર્ષથી અધિક દિવસ ગુરુની નિશ્રામાં તપ-જપ-વિધિ કરવી પડે છે. એ જ રીતે શ્રાવક ૯ સૂત્રની આરાધના છ(ત્રણ) ઉપધાન દ્વારા ૧૧૦ દિવસ ૬૭ ઉપવાસ કરી કરે છે. ત્યારે કુલ-૧૩ વાચના સૂત્ર-અર્થ-તદુભયની ગુરુ પાસેથી વિનયપૂર્વક લે છે. આ બધા તપ આહાર ત્યાગ રૂપે હોવાથી આહારની પણ મર્યાદા બંધાય છે. આહારનો ત્યાગ અણાહારી થવા કામ આવે છે. તેજ રીતે “જ્ઞાનામૃત ભોજનમ્ના કથન પ્રમાણે જ્ઞાન પણ ભોજન છે. જ્ઞાન પ્રત્યે પૂર્ણ બહુમાન પણ જાગે છે. પાણી-વરસાદના માટે ઠાણાંગ સૂત્રમાં જૂદા જૂદા ત્રણ પ્રકારો ચિંતન કરવા લાયક બતાડ્યા છે. તેમાંથી પણ ઘણું જાણવા-સમજવા મળે છે. (૧) (અ) ગર્જે પણ વરસે નહિં, (બ) વરસે પણ ગર્જ નહિં, (ક) ગર્જ પણ વરસે પણ, (ડ) ગર્જ નહિં વરસે નહિં. Page #69 -------------------------------------------------------------------------- ________________ ४४ (૨) (અ) કાળે વરસે અકાળે ન વરસે, (બ) અકાળે વરસે કાળે ન વરસે, (ક) કાળે પણ વરસે અકાળે પણ વરસે, (ડ) કાળે પણ ન વરસે અકાળે પણ ન વરસે. (૩) (અ) વરસે એકવાર, પાકે અનેક વર્ષ, (બ) વરસે એકવાર, પાકે અનેક વખત, (ક) વરસે એકવાર, પાકે દશ વખત, (ડ) વરસે અનેકવાર, પાકે એક વખત. અવસર્પિણી કાળના છ આરા જ્યારે પૂરા થાય ત્યારે છઠ્ઠા આરાના છેલ્લા ભાગમાં પ્રજાએ તથા પૃથ્વી વગેરેએ જે કટુ અનુભવ કર્યા છે, તે ભૂલી જવા સુધારવા ઉત્સર્પિણી કાળના પહેલા (છટા) આરાના પ્રારંભમાં જૂદા જૂદા મેઘ (વરસાદ) ૭-૭ દિવસ સુધી વરસે છે. આ રીતે આખુય અવસર્પિણી કાળનું અશુભ વાતાવરણ બદલાઈ જાય છે. જ્યાં જમીન ઉનાળાની ગરમીથી પણ વધુ ગરમ હતી, વનસ્પતિ આદિના અભાવ જેવું હતું, તેનો સ્વભાવ આ વરસાદના કારણે ફળદ્રુપ થઈ જાય છે. ક્રમશઃ સુધારા થવાના કારણે બાકીના આરામાં પ્રજા સુખી અને ધર્મ મોક્ષે જવાલાયક બને છે. * ઉત્સર્પિણી કાળનો આરંભ અષાઢ વદ-૧ થી થાય ત્યારે કાળનો પ્રારંભ થાય. જ્યારે બીજા આરાના પ્રારંભમાં નીચે મુજબ “પાંચ મેઘ વરસે છે. (જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ-૧૨૬). ક્રમ|મહામેળનું પાણીનો | વરસવાનું કાળ | વર્ષનું નામ | ગુણ | ક્ષેત્ર પ્રશસ્ત ! સંપૂર્ણ ! સાત ? ઉત્સર્પિણી પૃથ્વીનીદાહકતા ગર્મીનું સંવર્તક પાણી | ભરતક્ષેત્ર દિવસ | કાળનો | શમન કરે. રાત્રી | બીજો આરો ક્ષીર મેઘ દૂધતુલ્ય પૃથ્વીમાં શુભવર્ણાદિ પાણી. ઉત્પન્ન કરે. વૃત મેઘ ઘીતુલ્ય પૃથ્વીને સ્નિગ્ધ બનાવે. પાણી અમૃત | અમૃતતુલ્ય વનસ્પતિને ઉત્પન્ન કરે. મેઘ | પાણી ૫ | રસ મેઘ | પાંચ રસ વનસ્પતિમાં પંચવિધ રસ વાળું પાણી ઉત્પન્ન કરે. * તે દરમિયાન જીવો પોતાના અશુભ આચાર-વિચાર ક્રમશઃ સ્વાભાવિક ત્યજવા, ત્યાગ કરવા પુરુષાર્થ કરે છે અને છઠ્ઠા અઠવાડિયે ધર્મનું પ્રભાત (પર્યુષણ પર્વ) જીવનમાં સ્થાપે છે. સમય સ્થિતિ ફળ ૫ફર - | ४ मत Page #70 -------------------------------------------------------------------------- ________________ સિંધિ શ્રાપિત આશીર્વાદીત વત્સ કિં ચંચલ વાંતો, ભ્રાંત્વા ભ્રાંત્વા વિષિ દશી, નિર્થેિ સ્વ સરિધાએ, સ્થિરતા દર્શયિષ્યતિ. (જ્ઞાનસાર) ભાવાર્થ : હે વત્સ દિવસ-રાત ચંચલ થઈ શા માટે તું આમ તેમ ભટકી રહ્યો છે ? તારો નિધિ-ખજાનો ખોવાઈ ગયો હોય તો બીજે ક્યાંય શોધ નહીં. એ તારી પાસે જ છે, તારામાં જ છે. તે સ્થિર થા, તને એ જડી જશે-દેખાઈ જશે. “નિધિ' એટલે ખજાનો, પ્રાચીન કાળમાં રાજા-મહારાજા પોતાની પ્રજા માટે રાજ્ય માટે રાજભંડાર-રાજખજાનો સુરક્ષિત રાખતાં. અવસર આવે ત્યારે તેનો સદુપયોગ કરી પ્રજાના શુભ આશીર્વાદ લેતા. પ્રજાને સુખ આપતા. સંસારમાં ભૂત-ભવિષ્ય-વર્તમાન એમ ત્રણ કાળ વ્યવહારમાં વપરાય છે. સાથો સાથ પ્રત્યક્ષ, અનુમાનને ઉપમાન પણ લોક જીભે ત્રણ સંજ્ઞાવાચી શબ્દ બોલાય છે. ગમે તે હોય પણ બુદ્ધિમાન પુરુષે ભવિષ્યની વિચારણા કરવી જોઈએ. જો ભવિષ્ય સારૂં, સુખદાઈ, અનુમોદનીય પ્રાપ્ત કરવું હોય તો વર્તમાનની ચર્ચા શાસ્ત્રજ્ઞાન અનુસાર કરવી પડશે. વર્તમાન જેનું સુઘડ-સુધરેલું હોય તેનું ભવિષ્ય સારું જ છે. પ્રાચીન કાળમાં કર્મને અનુસાર ચાર વર્ણ અથવા ચાર કુળની પ્રણાલિકા ચાલુ હતી. તે અનુસાર જીવો પોતપોતાને યોગ્ય પ્રવૃત્તિ કરી જીવન પસાર કરતાં હતા. તેમાં કોઈને ઓછાપણું ન લાગતું. આ ચાર વર્ણ-કુળ એટલે ઉગ્રકુળ ૪૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ (કોટવાળ વિ.) ભોગકુળ (રાજગુરુ વિ.) રાજકુળ (મિત્ર વિ.) અને ક્ષત્રિયકુળ (ધર્ય-હિંમતવાળા પ્રજાજનો હતા. તે બધા જ રાજ્યની-રાજાની શોભા વધારવા પ્રયત્ન કરતા. કહેવત છે કે, “જેની પ્રજા સુખી તેનો રાજા સુખી, જેનો રાજા વ્યાપારી તેની પ્રજા ભિખારી.” વર્ષો પહેલાની વાત - આજે રાજાને ઉંઘ આવતી નથી. રાજા રોજ એક નવિન શ્લોક બનાવતો હતો. આજે ચોથા ચરણ માટે ચિંતાના સાગરમાં એ ડૂબી ગયો હતો. પહેલા ત્રણ ચરણમાં, (૧) પોતાના બધા જ કર્મચારી આજ્ઞાંકિત છે. (૨) રાજઘરાનાના રાજદરબારી બધા સુખી-પ્રસન્ન છે. (૩) પડોશી રાજ્યો સાનુકૂળ છે. છતાં રાજા શ્લોકનું અનુકૂળ વિચારોનું ચોથુ ચરણ બનાવી ન શક્યો. ઘણાં શબ્દ ફેરવ્યા પણ નથી શ્લોકનું ચરણ પૂર્ણ થતું કે નથી ઉંઘ આવતી. કુદરતી રીતે એ જ સમયે નગરનો સુવિખ્યાત ચોર રાજાને ત્યાં ચોરી કરવા આવ્યો હતો. એ રાજાની આવી વ્યાકુળતા જોઈને મુંઝાઈ ગયો. ચોથા ચરણના અનુકૂળ વિચારો તેની પાસે હતા પણ જો પ્રગટ થાય તો રાજા સજા કરે, એવો એને ડર હતો. છતાં હિંમતથી અવાજ આપી કહ્યું, રાજા ચોથું ચરણ તમને બતાડું તો તમે મને શું આપશો? રાજા અવાજ સાંભળી વિચારમાં પડ્યો. તેણે કહ્યું, “જે ચોથું ચરણ બતાડશે, આપશે તેને મોં માગ્યું ઈનામ ને અભયદાન આપીશ. ચોર હોય તો પણ સજા નહિ કરું. મારી ચિંતા મારે દૂર કરવી છે, મારી ટેક પૂર્ણ કરવી છે. રાજાનો જવાબ સાંભળી ચોર પ્રગટ થયો. રાજાની ક્ષમા માંગી. ચોથું ચરણ કહ્યું, “જ્યાં સુધી પુણ્યનિધિ સુરક્ષિત છે, ત્યાં સુધી બધું જ સારું જ છે. બાકી કર્મ વિફરશે ત્યારે બધું પાણીના પરપોટાની જેમ વિલીન થઈ જશે.” રાજા પુણ્યનિધિનું ચોથું ચરણ સાંભળી ખૂશ થયો. ચોરને આજીવન ચાલે તેટલું અખૂટ ધન આપ્યું અને મુક્ત કર્યો. આપણી વાત છે નિધિ-નિધાનની. વસ્તુપાળ, તેજપાળ પણ ધનને દાટવા જંગલમાં ગયા તો ત્યાં તેઓને બીજું ધન પ્રાપ્ત થયું. તેનો અર્થ એ જ કે ભાગ્યમાં હોય તો જ પ્રાપ્ત થયેલું ધન નિધિ સન્માર્ગમાં વપરાય છે. ફળસ્વરૂપ એ ભાગ્યશાળી મહાનુભાવોએ પુત્રના બદલે પત્થર પસંદ કરી પુણ્યથી મળેલા ધનમાંથી આબુ-દેલવાડાના જગ-પ્રસિદ્ધ દેરા બંધાવ્યા. Ly, રાજગૃહીમાં બે ધનાઢ્ય વસે. (૧) શાલીભદ્ર, (૨) મમ્મણશેઠ, શાલીભદ્ર Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૭ પૂર્વ ભવે ભાવપૂર્વકદાન કર્યું, તો અઢળક લક્ષ્મીના સ્વામી થયા. તેમના પિતા દેવગતિમાંથી રોજ ૯૯ ધનાદિની પેટી મોકલતા. એ જ રીતે મમ્મણશેઠે મોદકનું દાન સાધુ મહારાજને ભાવપૂર્વક કર્યું. પણ પછી ભાવ બદલાયા, ભાવના બગડી અને મુનિ પાસે મોદક પાછો લેવા ગયો. ફળસ્વરૂપ દાનધર્મથી અઢળક ધન મળ્યું પણ આપેલું દાન પાછું લેવા ગયો એટલે પોતે ખાઈ ન શક્યો, ખવડાવી ન શક્યો, વાપરી ન શક્યો, ભોગવી ન શક્યો, અંતે મરીને સાતમી નરકે ગયો. કેટલાક જીવો આચારથી દાનાદિ ધર્મ પાળે છે પણ શુભ ભાવ નથી હોતા. નિધિને માત્ર ધન પુરતું સીમિત ક્ષેત્ર સમજવાની જરૂર નથી. અતિચાર સૂત્રની અંદર પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતમાં જ્ઞાની પુરુષોએ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહ બતાવ્યા છે. એના ઉપર આસક્તિ મોહ વિગેરે કરનારો જીવ વિના કારણે દુર્ગતિનો મહેમાન બને છે. જ્યારે તેનો સદુપયોગ કરનારો સમાધિ પામે છે. પૈસો એ જ છે પણ એ પૈસો સામા મનુષ્યના ભાવી-વિચારો બગાડી શકે છે અને સુધારી પણ શકે છે. સુખી ને દુઃખી પણ કરી શકે છે. પૈસાનું ઝરણું કેવું છે? તેના ઉપર આધાર છે. પૂ. રૂપવિજયજી મહારાજ કૃત લોભની સક્ઝાયમાં ઘણું સ્પષ્ટ લખ્યું છે. ધનાદિના લોભના કારણે એ જીવ દુર્ગતિનો અધિકારી બને છે. લોભે લાલચ જાસ ઘણી, પરિણતિ નીચી તેહ તણી લટપટ કરે બહુ લોક ભણી......ચેતન ચતુર સુનો ભાઈ. (૧) લોભે પુત્ર પિતા ઝઘડે, લોભે નરપતિ રહે વગડે, લોભે બાંધવ જોર લડે....ચેતન ચતુર સુનો ભાઈ. હાર હાથી લોભે લીનો, કોણી કે સુંવર બહુ કીનો, માતા મહને દુઃખ દીનો.ચેતન ચતુર સુનો ભાઈ. (૩) જૂના સ્થવિર વૃદ્ધો “જર, જમીન ને જોરૂ એ કજીયાનું મૂળ' એમ કહી ગયા છે. હકીકતમાં અનુભવથી એમ લાગ્યા વગર રહેતું નથી કે એ અનુભવી પુરુષોએ જે કહ્યું છે તેમાં અતિશયોક્તિ નથી. ઈતિહાસના પાના જોઈશું તો તે સત્ય દેખાઈ આવશે. પ્રાકૃતમાં રત્નાકર પચ્ચીસીના રચયિતા પૂ.આ.શ્રી વિજય રત્નાકરસૂરિ મહારાજે “રત્ન' ઉપરની આસક્તિ ઘટાડ્યા વિના કાંઈ જ સાત્વિક જ્ઞાન મળતું નથી, એમ કહી અપ્રગટ પોતાના જ જીવનની કથા વિવિધ રીતે ગાઈ છે. આજે એ ગુજરાતી કાવ્ય રચનાને બોલનાર પણ જો અંતરથી શુભભાવથી બોલે તો (૨) Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પાપના-પશ્ચાતાપના આંસુ આવ્યા વગર નહિ રહે. આમ નિધિ ઉન્માર્ગગામી જીવને વધારેમાં વધારે દુર્ગતિના ખાડામાં ઉતારે છે. તેનાથી બચવું હોય તો ત્યાગનો માર્ગ અપનાવવો જ પડે. નિધિ-ખજાના માટે પુણ્યશાળી શાલીભદ્રજીને રોજ ૯૯ પેટીઓ આવતી હતી. તેમાંથી નીકળતા ધન, અલંકાર અને વસ્ત્ર વિગેરે પોતે અને તેમની ૩૨ પત્નીઓ નિષ્કામ બુદ્ધિથી ભોગવતા હતા અને બીજે દિવસે એ ધન વિગેરે નિરૂપયોગી સમજી કૂવામાં ઠાલવતાં. કાળાંતરે એક લોભીએ કૂવામાં પધારાવેલું ધન કાઢવા માટે પુરુષાર્થ કર્યો પણ કાંઈ જ ન મળ્યું. તેથી કહેવું પડે કે, પુણ્યશાળીને ભૂત પણ રળે (કમાય)” અથવા પુણ્યવાન જ ભોગવી શકે, નસીબમાં હોય તો જ ભોગવાય. પૂ. હેમચંદ્રસૂરિ મહારાજના બાલ્ય જીવનનો પ્રસંગ યાદ આવે છે. બાલ્ય અવસ્થામાં એ એક શ્રાવકના ઘરે ગુરુજી સાથે ગોચરી ગયા હતા. શ્રાવકના ઘરે સામાન્ય વૅસ) ભોજન બનાવ્યું હતું. બાલમુનિએ ગુરુવર્યને પૂછયું, ગુરુદેવ! શ્રાવકના ઘરે ખૂણામાં સોનામહોરો પડી છે. છતાંય આ ભાગ્યશાળીએ આવું સામાન્ય ભોજન કેમ કર્યું હશે? વડિલ ગુરુદેવે જવાબ ન આપ્યો, પણ શ્રાવકે આ વાત સાંભળી લીધી. એ વિચારવા લાગ્યો કે, ખૂણામાં તો કોલસાનો ઢગલો છે અને બાળમુનિની દૃષ્યિમાં એ સુવર્ણ છે એટલે શ્રાવકે મુનિનો સ્પર્શ ઢગલાને કરાવ્યો અને ફળ સ્વરૂપ એ સુવર્ણ થયું. ત્યાર પછી શ્રાવકે શાસન પ્રભાવનાના વિવિધ કાર્યોમાં એ ધનનો સદુપયોગ કર્યો. નિધિ - જે પુણ્યવાન પાસે પ્રમાણથી વધુ હોય તે પુણ્યવાન આસક્તિ વિનાનો હોય. નિધાનને સાચવવા છૂપાવવા, કોઈ લૂંટી ન જાય તે માટે ચિંતિત ન હોય. કારણ પુણ્યથી એ પ્રાપ્ત થઈ છે. અલ્પ પુરુષાર્થથી મળી છે. એ જીવ પરિગ્રહ પરિમાણ વ્રતનો અનુરાગી છે. તેથી કોઈ ચિંતા તેને સતાવે નહિં. જે જીવને અનીતિથી ધનપ્રાપ્તિ થઈ હોય તેનું ધન ઝાઝું ટકે નહિ. કદાચ પોતાની પાસે જે હોય તે પણ ઓછું થાય. અનુભવી કહે છે કે, નીતિવાળું ધન સાત પેઢી ટકે. કોઈક સ્થળે કહ્યું છે કે, “પૈસો પૈસાને ખેંચે” એનો અર્થ એ કે પુણ્યવાન, નિતિવાન, ભાગ્યવાન વ્યક્તિનો પૈસો બીજા પૈસાને પ્રયત્ન વિના પ્રાપ્ત કરે છે. આજ કારણે નિધિ-નિધાનને પવિત્ર પદ્ધતિથી પ્રાપ્ત કરો. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ગામડાઓમાં ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવામાં આવે છે. તરત બીજે દિવસે અદ્રશ્ય ઝરણામાંથી કૂવામાં બીજુ પાણી આવી જશે. ગાયને સવાર-સાંજ દોહવામાં આવે તો એના દ્વારા ૧૦ થી ૧૨ લીટર દૂધ મળે પણ લોભથી બે દિવસ પછી ૨૦ થી ૨૫ લીટર દૂધ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમાં સફળતા ન મળે તેમ લક્ષ્મી-ધન પૈસાનું છે. રોજ શક્તિ છૂપાવ્યા વિના ધર્મ કાર્યમાં લક્ષ્મી વાપરવામાં આવે તો એ ધનનું ઝરણું કદાપિ બંધ નહિ થાય. ટૂંકમાં પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલા ધનને તિજોરીમાં બાંધી ન રાખો, સુકૃતમાં વાપરો. ભ. મહાવીર સ્વામીએ દીક્ષા પૂર્વે સંવત્સરી દાન આપીને બીજાને મૂક પ્રેરણા આપી. પ્રભુ જ્યારે દાન આપે ત્યારે બે ઈન્દ્ર પ્રભુની સેવામાં હાજર હોય. એકનું ભાગ્ય ઓછું હોય તો પ્રાપ્ત કરનારના હાથમાંથી ઓછું કરી લે અને ભાગ્ય વધુ હોય તો તેમાં વૃદ્ધિ કરે. સંવત્સરી દાન પ્રાપ્ત કરનાર છ મહિના સુધી નિરોગી રહે. એ ધન પરિવારને સુખ-શાંતિ-સમાધિ આપે. આ છે સંવત્સરી દાનનો મહિમા. ભાન ભૂલેલો માનવી પોતાને પ્રાપ્ત થયેલા ધન-નિધિ બાબત અભિમાન કરે, નિર્ધન એવા બીજાની હાંસી મજાક કરે, ઈર્ષા અદેખાઈ કરે તો પ્રાપ્ત થયેલ બધું એ દુર્ગુણના કારણે અલ્પ સમયમાં લુપ્ત થઈ જાય, ચાલ્યું જાય. માટે જ જ્ઞાનીઓએ આઠ મદ-અભિમાનથી અલિપ્ત રહેવા પ્રેરણા આપી છે. સામાયિક મંડળમાં મેમ્બરોને વિરતિની અનુમોદના માટે કોઈ ભાગ્યશાળી પ્રભાવના કરે. પ્રભાવનામાં પ્રાપ્ત થયેલ ધન મેમ્બર જો પાકીટમાં નાખે તો સંસારમાં વપરાશે. બટવામાં નાખે તો ધર્મમાં વપરાશે. ગરીબને આપે તો અનુકંપા રૂપે વપરાશે. પ્રશ્ન એ જ કે, મળેલું ધન આપનારે શુભભાવે આપ્યું. હવે, વાપરનાર જો વિવેકથી તેનો ઉપયોગ કરે તો ધન્ય બને. સમરો મંત્ર ભલો નવકાર' ગીતમાં તેના રચયિતાએ નમસ્કાર મહામંત્રના નવપદને નવનિધિની ઉપમા આપી છે. “નવપદ એના નવનિધિ આપે, ભવભવના દુઃખ કાપે.” ચક્રવર્તી જ્યારે છ ખંડને જીતવા માટે નિકળે ત્યારે ગંગા નદીના કિનારે નવનિધાન પ્રાપ્ત થતા હોય છે. તે જરૂરત મુજબ કામ આવતા હોય છે. એટલો એ ૯ નિધાનનો મહિમા છે. સિદ્ધચક્ર પૂજનમાં પણ ખાસ એ નિધાનોને શક્તિશાળી સમજીને બહુમાન-પૂજા કરવામાં આવે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ નવનિધાનઃ (૧) નૈસર્ગીકાય, (૨) પાંડુકાય, (૩) પિંગલાય, (૪) સર્વ રત્નાય, (૫) મહાપદ્માય, (૬) કાલાય, (૭) મહાકાલાય, (૮) માણવકાય, (૯) શંખાય. વર્તમાનમાં ઘણા સ્થળે એકાક્ષી મહિમાવંત એવા શંખની ઘરમાં ઉચિત સ્થળે સ્થાપના કરવામાં આવે છે. એક દૃષ્ટિએ શંખ એ નવનિધાનમાંથી એક નિધાન છે. એનો જે રીતે આદર સત્કાર કરીએ તે રીતે નિમિત્તના કારણે ઘરમાં શ્રી-લક્ષ્મી અને શાંતિનું આગમન થાય. એક વાત નિશ્ચિત છે કે, નીતિપૂર્વકની આવેલી લક્ષ્મી-નિધિ સુખ-શાંતિ બક્ષે છે. એક વિદ્વાન પાસે એક પરિવાર ગયો. ઘરમાં કાંઈક સારી પ્રવૃત્તિ શરૂ કરવાની ઈચ્છા તેઓ પાસે કરી વિદ્વાને પરિવારને કહ્યું. ઘરે જઈ શાંતિથી વિચાર કરી તમને શું જોઈએ છે તેનો વ્યક્તિગત વિચાર-નિર્ણય કરી લખી રાખો. બીજે દિવસે વિદ્વાન ઘરે ગયા. ને ક્રમશઃ બધાને મનપસંદ વસ્તુ-ભાવના જણાવવા કહ્યું. જવાબમાં પુત્રે કહ્યું : વૈભવ જોઈએ છે, ધંધા માટે કામ આવશે. પત્નીએ કહ્યું, શાંતિ જોઈએ છે. કટકટથી હવે થાકી ગઈ. પુત્રવધૂએ કહ્યું, પ્રેમવાત્સલ્ય જોઈએ. ઘરમાં બધું છે. આંખમાં અમી જોઈએ. છોકરીએ કહ્યું, સફળતા જોઈએ. પરીક્ષામાં સારા માર્ક જોઈએ. વિદ્વાન બધાની વાત સાંભળી વિચારમાં પડી ગયા. છેવટે કહ્યું, પરસ્પર વાત્સલ્ય પ્રેમભાવ તમારા ઘરમાં વધુ વસે એવી હું ભાવના ભાવું છું. તેમાં જ બધું સુખ સમાયેલ છે. યાદ રાખો, જે તમારે જોઈએ છે તે બીજાને આપો. વિદ્વાનના શબ્દ પરિવારમાં જાદુ કર્યો. એ દિવસથી સૌ હળીમળી રહેવા લાગ્યા. આ છે શબ્દનો નિધિ-વચનનો મહિમા. સિદ્ધ પુરુષોના વચન આ રીતે દાવાનલ એવા સંસારને અમૃત બનાવે છે. ટૂંકમાં પુણ્ય અને પુરુષાર્થ એ બે વચ્ચે નિધિની ગમણાગમણની રમત ચાલે છે. પુણ્ય ઓછું હોય, પુરુષાર્થ અયોગ્ય હોય તો નિધિ આવે પણ નહિં, ટકે પણ નહિં. તેનો વિકાસ-સ્થિરતા પુણ્યને આધીન છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ જગત ૐ આદિત્ય સોમ મંગલ બુધ ગુરુ શુક્રાઃ શનૈશ્વરો રાહુઃ કેતુ સહિતા ખેટા જિનપતિ પુરતોડવ તિખંતુ. ભાવાર્થ : સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહો સેવક થઈને જિનેશ્વર પરમાત્માના ચરણોમાં રહે છે. (તેથી ગ્રહશાંતિ કરવા પરમાત્માની વિશેષ ભક્તિ કરો.) અષાઢી પૂનમનો દિવસ હતો. આકાશ સ્વચ્છ અને નિર્મળ હતું. ચોતરફ તારલીયા ટમ ટમ કરતા હતા. મધ્ય રાત્રીએ સાત ગ્રહો (સૂર્ય-ચંદ્ર-મંગળબુધ-ગુરુ-શુક્ર-શનિ) પોત પોતાના યોગ્ય સ્થળે પોતાનું અસ્તિત્ત્વ દેખાડી રહ્યા હતા. ગ્રહ રંગ સૂર્ય ચંદ્ર ઘણાં વર્ષો પૂર્વે જ્યોતિષના હિસાબે અષ્ટગ્રહનું આકસ્મિક મિલન આકાશ મંડળમાં થયું હતું. તે વખતે સ્થળે સ્થળે શાંતિ-તુષ્ટી-પુષ્ટી આદિ ખાસ ક૨વામાં આવેલ. જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહોની ઓળખ નીચે મુજબ આપી છે. પરિચય (કર્તૃત્વ) આત્મા, સત્તા મન, પ્રવાહીતા, પ્રવાસ ઉતાવળ, આદેશ બુદ્ધિ, દલિલ, કમિશન લાલ સફેદ મંગળ લાલ બુધ પીળો ८ સ્વભાવ રાજા સ્ત્રી ગ્રહ ગ્રહશાંતિ વાહન ઘોડાનો રથ હરણ સેનાપતિ ઘેટું કમીશન એજન્ટ સિંહ ૫૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ ગુરુ પીળો મંત્રી દેવીનો હાથી ધર્મ, સોનું, સાત્વિક ધન શુક્ર સફેદ મંત્રી દાનવોનો ઘોડો ઐશ્વર્ય, ભોગી (ઐયાશી) શનિ કાળો સેવક પાડો શ્રમ, કઠોરતા રાહુ કાળો પડછાયા વાઘ ગુંચવાડો, અચાનક કાર્યમાં સફળતા કેતુ લીલો પડછાયા સર્પ મંત્રસિદ્ધિ, એકાગ્રતા, અસંતોષ માનવી જ્યારે જન્મે છે ત્યારે અથવા જીવનમાં કોઈ સારું કાર્ય કરવું હોય ત્યારે જ્યોતિષી પાસે જાય છે, જ્યોતિષીઓ ઉપરના ગ્રહોને બાર ખાનાની કુંડલી (કાગળ ઉપર દોરી) બનાવીને તેમાં યોગ્ય જગ્યાએ તે બધાને સ્થાન આપે. ત્યાર પછી તેની સાથે પરસ્પર સંવાદ કરી શુભાશુભ ભવિષ્ય ભાખે છે. ગમે તે હોય પણ જન્મ લેતી વખતે જન્મનાર વ્યક્તિ પોતાના ભાગ્યને પુણ્ય-પાપની પરિસ્થિતિને લલાટે પણ લખી આવેલી હોય છે. પછી હાથની રેખામાં કે કાગળની કંડલીમાં તે ગ્રહોને જોઈ આંકના આધારે કે લીટા (રેખા)ને આધારે ભવિષ્ય જ્યોતિષી કહે છે. અંગવિદ્યા દ્વારા પણ વ્યક્તિના ભવિષ્યને ઘણાં કહે છે. ગ્રહને વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત સાથેના સંબંધને આ પ્રસંગે વિચારીએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણિત મકાન (ઘર), દુકાન વગેરે મનને પ્રસન્ન રાખવામાં મદદરૂપ થાય છે. જીવનમાં શાંતિ, પ્રગતિ અને ધંધામાં વિકાસ કરાવે છે. એક દશકો ફળવંત બનાવે છે. | મુખ્યત્વે વાસ્તુશાસ્ત્ર દિશાઓ ઉપર આધારિત છે. તે દિશાઓનું સૂચન કરી તે તે દિશામાં અમુક વસ્તુ રાખવા સૂચવે છે. ટૂંકમાં જ્યોતિષીઓ દિશાઓ ઉપર પણ ગ્રહોનું પ્રભુત્વ છે એમ સમજાવે છે. ઉદાહરણ : વાસ્તુશાસ્ત્ર ઈશાન ખૂણામાં ઈષ્ટદેવની સ્થાપના કરવા કહે છે. ગુરુ ગૃહધર્મનું કારક હોવાથી તેનું પ્રભુત્વ ઈશાન ખૂણામાં છે. બીજું ભગવાનનું મુખ અથવા પ્રવેશદ્વાર પણ પૂર્વ-ઉત્તર દિશામાં રખાય છે. કેટલીક માન્યતા છે કે, જે ઘરમાં સૂર્યના કિરણ-પ્રકાશ આવતો હોય તે ઘરમાં પ્રસન્નતા, નિરોગીપણું વસે છે.* * વાસ્તુશાસ્ત્રના વિચારો ખાસ કરી સ્વતંત્ર ઘર-દુકાન માટે ઉપયોગી સમજવા. Page #78 -------------------------------------------------------------------------- ________________ એક વાત નિશ્ચિત છે કે, એ ગ્રહોને જે જગ્યાએ ભાગ્યમાં નિવાસ મળ્યો છે તે બધું ખરી રીતે કર્મની કથા છે. કર્મરાજા પોતાના ૮ પ્રધાનો અને ૧૫૮ કર્મચારીઓ દ્વારા સુખ-દુઃખનો, અનુકૂળતા-પ્રતિકૂળતાનો હિસાબ ચોપડામાં લખે-લખાવે છે. અને સમજી લો એજ કારણે કુંડલીમાં તેને સ્થાન મળે છે. માનવી સુખમાં સોનીને અને દુ:ખમાં ભગવાનને શોધે છે. ભગવાન તેઓના દુ:ખને સુખમાં ફેરવી આપશે તેવું માને છે. પણ દુઃખને સહન કરવા માટે અથવા ભૂલી જવા માટે ભગવાનનું શરણું-નામસ્મરણ હૃદય મંદિરમાં સ્થાન આપવાનું તેને યાદ આવતું નથી. દુઃખને વાગોળો તો નવું દુઃખ વધશે. ૫૩ દુઃખને ભૂલવા મનની ગતિ ઉપર બ્રેક મારવી પડે. ઈચ્છીત સ્થળે જેની પાસે શક્તિ-યોગ્યતા હોય તેમાં મન પરોવવું જોઈએ. ભગવાન ઈચ્છા વગરના છે. ગુરુ ત્યાગના અનુરાગી છે. ધર્મ અહિંસા પ્રધાન છે. એ ત્રણે સ્થળે યોગ્યતા પ્રમાણે જવું. તેની ઉપાસના કરવી જોઈએ. આ સ્થળે કરવામાં આવતી પ્રવૃત્તિ સુખશાંતિનું નિર્માણ કરે છે. ગ્રહની શક્તિ ઘટાડવી હોય તો જે સ્થળે તેનાથી વધુ શક્તિ સામર્થ્ય સમતા આપવાની તાકાત હોય ત્યાં જવું જોઈએ. મનમાં જે અસ્થિરતા છે તે ખસેડવી જોઈએ. એકાગ્રતાથી ભગવાનની સાધના કરવી જોઈએ. ગ્રહની પીડા દૂર કરવા મહાપુરુષ ભદ્રબાહુ સ્વામી મહારાજે ગ્રહશાંતિ સ્તોત્રમાં ભગવાનનો ઉલ્લેખ કરી નીચે મુજબનું માર્ગદર્શન આપ્યું છે. સૂર્ય - પદ્મપ્રભુ ભગવાન ચંદ્ર - ચંદ્રપ્રભ ભગવાન મંગળ - વાસુપૂજ્ય ભગવાન બુધ - ૧૩-૧૪-૧૫-૧૬-૧૭-૧૮-૨૧-૨૪મા ભગવાન ગુરુ - ૧-૨-૩-૪-૫-૭-૧૦-૧૧માં ભગવાન શુક્ર - સુવિધિનાથ ભગવાન શનિ - મુનિસુવ્રતસ્વામી ભગવાન રાહુ - નેમિનાથ ભગવાન કેતુ - મલ્લિનાથ-પાર્શ્વનાથ ભગવાન Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નવગ્રહની સાથે જેમ ૨૪ ભગવાનની શુભ આરાધના ઉપકારી મહાપુરુષે દર્શાવી છે. તેમ ગ્રહ-રંગની સાથે પંચ પરમેષ્ઠી ભગવાનની પણ આરાધના નીચે મુજબ બતાડી છે. 3ૐ નમો અરિહંતાણં ચંદ્ર-શુક્ર ૐ નમો સિદ્ધાણં સૂર્ય-મંગળ ૐ નમો આયરિયાણં : ગુરુ ૐ નમો ઉવક્ઝાયાણં બુધ-કેતુ ૐ નમો લોએ સવ્વસાહૂણં : શનિ-રાહુ ગ્રહના સ્વભાવને નરમ કરવા માટે પ્રતિકાર રૂપે સાધક પાસે કોઈ શક્તિબળ હોવું જોઈએ. તે કારણે ઉપર પાંચ પરમેષ્ઠીને તે તે ગ્રહની સામે અસરકારક સાધના રૂપે દર્શાવાયા છે. વ્યવહારમાં સફેદ રંગ નિર્મળ અને સર્જનહાર તરીકે સ્વીકારાય છે. જ્યારે લાલરંગ થંભનનું કાર્ય કરનાર હોવાથી મોક્ષ (સિદ્ધ) એ સંસારનો અંત અનુભવવાનું સ્થળ છે. પીળો રંગ જેમ સુવર્ણ આઠ લક્ષણ-કાર્યથી પ્રસિદ્ધ છે તેમ આઠ પ્રભાવકના કારણે આચાર્ય જિનશાનની શોભા વધારનારા છે. ચોથો રંગ-લીલો બગીચાને યાદ કરાવે છે. સંસારી જેમ બગીચામાં ફરવા-આરામ કરવા-થાક ઉતારવા અને પ્રસન્ન થવા જાય છે. તેમ સમગ્ય જ્ઞાન રૂપી બગીચાના ઉપાધ્યાય રખેવાળ-માળી છે. એ પોતે જ્ઞાનના પરમ ઉપાસક છે અને બીજા-શ્રમણોને પણ જ્ઞાની બનાવે છે. છેલ્લો શ્યામ-કાળો રંગ વિવિધ સ્થળે મહત્વનો ભાગ ભજવે છે. જેમકે, ચિત્રમાં કાળી રેખા, આંખમાં કીકી, મુખમાં પાંપણ, અનાજના ઉત્પાદનમાં કાળી ભૂમિ વગેરે. સાધુ પણ સાધનાઆરાધના-તપસ્યાદિ દ્વારા ક્લિષ્ટ કર્મનો ક્ષય કરે છે. કાળા પાપનો નાશ કરે છે. આમ ગ્રહ રંગને કાર્યની સામાન્ય રૂપરેખા છે. આકાશમાં ગ્રહની જેમ નક્ષત્ર અને રાશી છે. તેનો પણ જો વિચાર કરીશું તો નીચેનું કોષ્ઠક પણ કાંઈક મનન-ચિંતન કરવા કહી જાય છે. તેની સાથે જન્મેલી વ્યક્તિના નામકરણ માટેના અક્ષરોનો સંકેત પણ જોવા મળે છે. રાશીનક્ષત્ર-ગ્રહ-તારા એ સંકેત પણ જોવા મળે છે. રાશી-નક્ષત્ર-ગ્રહ-તારા એ બધા ૧૪ રાજલોકમાં આઠમા રાજલોકમાં (મૃત્યુલોક) મેરુપર્વતની ચોતરફ ફરતા વિમાનો છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૫ જન્માક્ષર વૃષભ રાશી ગ્રહ સ્વભાવ ચિહ મેષ મંગળ દીનતા અ, લ, ઈ લાલ ઘેટું શુક્ર ગર્વિષ્ઠ બ, વ, ઉ સફેદ બળદ મિથુન બુધ તીક્ષ્ણ બુદ્ધિ ક, છ, ધ લીંબુ કલર કપલ કર્ક ચંદ્ર શુરવીર ડ, હો દુધિયો કલર કરચલો સિંહ સુર્ય હિંમતવાન મ, ટ સોનેરી, કેસરી સિંહ કન્યા બુધ કપટી ૫, ઠ, ણ ઘેરો-લીલો કન્યા તુલા શુક્ર સત્યવાદી ર, ત સફેદ ચળકતો ત્રાજવું વૃશ્ચિક મંગળ મલિન ન, ય ઘેરો-લાલ વિછી ધન ગુરુ પાપપ્રકૃતિ ભ,ધ,ફ,ઢ વાદળી આકાશ મકર શનિ ચપળ ખ, જ કાળો મગર કુંભ શનિ ચતુરગ, સ, ષ ઘેરો વાદળી કુમારિકા મીન ગુરુ ધીર ગંભીર દ,ચ,ઝ,થ આછો પીળો મત્સ્ય યુગલ તીર્થંકર પરમાત્માનું જ્યારે જન્મ કલ્યાણક થાય છે, તે વખતનું દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવનું વાતાવરણ ઘણું જ અનુકૂળ હોય છે. નવ ગ્રહો પણ પરસ્પર મૈત્રી ભાવે ઉચ્ચ કક્ષાએ બિરાજેલા હોય છે. રાશી-નક્ષત્ર પણ પ્રભુનો મહિમા વધે એવી પરીસ્થિતિમાં હોય છે. નરકાદિના દુઃખમાં રીબાતા જીવોને પણ ક્ષણ માટે સુખનો અનુભવ થાય છે. ટૂંકમાં જન્મ કલ્યાણકના આગમસૂત્રમાં લખાયેલા વિચારોથી કહેવું પડે કે, તીર્થંકર પરમાત્માનો મહિમા ચારે ગતિના જીવોને સુખ-શાંતિઆપવા નિમિત્તરૂપ થાય છે. ભ. પાર્શ્વનાથનું નામ આજે પણ જે બોલાય-ગવાય છે, તેનું મુખ્ય કારણ આદેયનામકર્મ કહેવું પડશે. આકાશના ગ્રહ, નક્ષત્ર, રાશી, તારાની થોડી વિચારણા કર્યા પછી સંસારી જીવોના ઘરના વ્યાપારના, વ્યવહારના પણ ગ્રહો છે. તે ઉપર પણ થોડી નજર ફેરવી લઈએ. આ બધા ગ્રહો માનવીએ જ અંગત કારણે ઉભા કરેલા સ્વભાવ જન્ય છે. જે ઉભા કરી શકે છે તે ભૂલી-કાઢી-નાશ પણ કરી શકે છે. બાળહઠ, યોગીહઠ, સ્ત્રીહઠ જેવી હઠ સંસારમાં રાગ-દ્વેષ વધારે છે. કદાચ આકાશના ગ્રહો ૧-૨ નડે પણ સંસારના ગ્રહો તો વધુ સંખ્યામાં નડે છે. એટલું જ નહીં જીવનમાં વિષય-કષાયો-રાગ-દ્વેષનું નિર્માણ કરે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૬ ભાવિ બગાડે છે. બીજા ભવે એ કર્મ સ્વરૂપે આવીને નડે છે. માટે જ જ્ઞાની પુરુષોએ જીવન જીવવાની જે કાંઈ રૂપરેખા બતાડી છે તેને માનપૂર્વક સ્વીકારવી જોઈએ. આ રહ્યા એ સંસાર સાગરના પ્રવાસી ગ્રહો. ઉપગ્રહ, આગ્રહ, પરિગ્રહ, કદાગ્રહ, સત્યાગ્રહ, હઠાગ્રહ, પૂર્વગ્રહ, સંગ્રહ, વિગ્રહ, નિગ્રહ, મતાગ્રહ અને કારાગ્રહ વગેરે. - સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ. વિચારીએ તો જરૂર સમજાશે કે આ ગ્રહો જેમ જેમ સમજણ આવતી જાય-ઉમર વધતી જાય તેમ તેમ જીવનમાં પ્રવેશ કરે છે. ૫/ ૭ વર્ષના બાળકના નિર્દોષ જીવનને જોયા પછી એજ બાળક યુવાન-પ્રૌઢ થાય ત્યારે ઉપરના ગ્રહોમાંથી ૨-૫ તેમના જીવનમાં સ્થાન પ્રાપ્ત કરે છે. માટે જ જ્ઞાનીઓ જીવનની બારાખડી બરાબર સમજવા આગ્રહ કરે છે. મનુષ્ય-જન્મે ત્યારે, લગ્ન કરે ત્યારે, વેપારી થાય ત્યારે, દાદા થાય ત્યારે, યાવતું મૃત્યુના બીછાને સુએ ત્યારે જીવનની વ્યાખ્યાઓ શબ્દો આજ્ઞાઓઆશાઓ રજૂઆતો બદલે છે. તેથી સંસારી ગ્રહોનો એને સામનો કરવો પડે છે. આર્ત- રૌદ્રધ્યાન કરવા લાગે છે. આકાશ જેટલી ઈચ્છાઓને ત્યજવા મનને તૈયાર કરવું પડે છે. એ બધું કરવા બાળહઠ, સ્ત્રીહઠ રાજહઠ,યોગીહઠ પણ પોતાના ભાવ ભજવે. છતાં કર્મની કથા, ગ્રહની વ્યથા અને સંસારીના રાગ-દ્વેષ આગળ સૌને ઝૂકવું જ પડે છે. આવી સ્થિતિ માંથી બચવા સૂતેલા સાપને જગાડાય નહિં. એટલે એવા કર્મદ્વારા સંયોગો જ ઉભા ન કરાય કે જેથી મનુષ્ય જન્મ પ્રાપ્ત કરેલો નિષ્ફળ થતો અટકે. ઉદાહરણ રૂપે સંસારના ગ્રહની મૂલાકાત લઈએ. આગ્રહ-કદાગ્રહ-પરિગ્રહના કારણે શેઠ-નોકર વચ્ચે બે ભાગીદાર અથવા બે ભાઈઓ વચ્ચે ૩૬ના આંક જેવું શબ્દ યુદ્ધ થાય છે. તું-તાના કારણે છૂટા થાય છે. આક્ષેપ બાજી પણ કરવા પ્રેરાય છે. પુણ્ય-પુરુષાર્થ જ્યાં સુધી ભેગા હોય ત્યાં સુધી સુખ-શાંતિ ત્યાર પછી છૂટા થયે અશાંતિ. કદાગ્રહના મૂળમાં અજ્ઞાન છે, પણ તેને પોષણ કરવાનું કામ અહંકાર કરે છે. ધર્મબિંદુ ગ્રંથમાં લખ્યું છે, “જે કદાગ્રહનો ત્યાગી છે તેને જ સર્જન કહી શકાય.” સંગ્રહ-નિગ્રહ-કારાગ્રહને વશ થઈ અનીતિ, અત્યાચાર, અયોગ્ય પ્રવૃત્તિ, Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૭. વગર વિચાર્યું કાર્ય કરી આપઘાત સુધીના પરિણામ-વિચાર જન્મે છે. પગ જેટલા પહોળા થાય તેટલા જ સમજુએ કરવા જોઈએ એ વાત ભૂલી જવાથી દુઃખના દાવાનાળમાં શેકાઈ જવાય છે. ન કહી શકાય ન સહી શકાય તેવી દશા ઉભી થાય છે. પૂર્વગ્રહ-સત્યાગ્રહ-વિગ્રહના કારણે મનગમતી (ભલે બીજાની દ્રષ્ટિએ અયોગ્ય) વ્યક્તિની સાથે ચાલ્યા જવાનું, અન્ય ધર્મ-જ્ઞાતી-પદ્ધતિનો વિચાર કર્યા વિના ઝંપલાઈ જવાનું, સુખને ત્યજી દુઃખને અપનાવવાનું સાહસ કરાય છે. કોઈએ ઠીક જ કહ્યું છે, “રાજાને ગમે તે રાણી બાકી બધા ભરે પાણી.” પરંતુ ઉતાવળે લીધેલા પગલાનું ફળ છૂટાછેડા અથવા બીજું પણ આવી શકે છે. પાત્રમાં પાત્રતા છે કે નહિ તેનું જ્ઞાન અનુભવી વડીલોને જ હોય. હઠાગ્રહ - આ વ્યક્તિ વિવિધ ક્ષેત્રમાં પોતાનું જ ધાર્યું કરવા તલપાપડ હોય પછી ભલે દીવો લઈ કૂવામાં પડવું પડે” અથવા “મરે પણ ત્યજે નહિં' જેવું કાર્ય કરી ઘર-સમાજમાં નિંદાને પાત્ર થાય. હવે છેલ્લો ઉપગ્રહનો વિચાર કરી લઈએ. વૈજ્ઞાનિકો અથવા દેશની ખ્યાતિબોલબાલા માટે ઉપગ્રહની શોધ, પ્રયોગો અને નિષ્ફળતાઓનો વિચાર કરીશું તો પાણી વલોવ્યા જેવું ન લાગે ? જો મનુષ્ય જમીન-પૃથ્વી ઉપર પણ સુખશાંતિ-સમાધિથી જીવી શકતો ન હોય, જન્મ વખતે સાથે લાવેલ પુણ્ય ખર્ચા આવતી કાલ માટે આવતા ભવ માટે બેન્ક બેલેન્સ નિર્માણ કરી શકતો ન હોય તે ઉપગ્રહ દ્વારા શું મેળવી શકશે? એ વિચારવા જેવું છે. “ગ્રહ' માટે આવા ઘણાં વિચારો કરી શકાય પણ અત્યારે ટૂંકુ જ વિચારીએ. અંતે ઘઉં વિણવા બેઠેલી બેનો ઘઉં વિણતી નથી પણ કાંકરાં જ વિણીને ઘઉને સાફ કરે છે. તેમ સંસારમાં રહેલા જીવે પોતાના વિચારોને શુદ્ધ કરી સંસારી ગ્રહોથી મુક્તજીવન જીવવાના ભાવ સાથે આકાશી ગ્રહો સાથે મૈત્રી કેળવી સમજદારીથી તેઓની સાથે વ્યવહાર કરવો જોઈએ. તો જ મિત્રાચારીના સંબંધે જીવન ધન્ય થશે, જન્મ-મરણ ઘટી જશે. આત્મા પરમાત્મ તત્ત્વ પ્રાપ્ત કરવા યોગ્ય થશે. Page #83 -------------------------------------------------------------------------- ________________ અંભિષેક મૃત્યુ સુપવિત્ર તીર્થની રેણ, સંયુક્ત ગબ્ધ પુષ્પ સંમિક્ષ મુ; પતતુ જલ બિમ્બોપરિ, સહિરણ્ય મંત્ર પરિપૂતમ્. કુસુમાભરણ ઉતારીને, પરિમા ધરીય વિવેક; મજ્જનપીઠે સ્થાપીને, કરીયે જળ અભિષેક. (જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય) પરમાત્માની કરવામાં આવતી જલ-ચંદનાદિ અષ્ટપ્રકારી પૂજા ઉપરના ત્રણ કારણોના નિવારણ માટે થાય છે. (શ્લોક પદના અર્થ સહેલા હોવાથી લખ્યા નથી.) કે અભિષેક મંત્રથી, દ્રષ્ટીથી, પાણી (જળ)થી આશિષરૂપે કરવામાં આવે છે. ભગવાન ઉપર અભિષેક કરવો હોય તો શુદ્ધિ માટે ૧૮ પ્રકારના ઉત્તમ દ્રવ્ય (ઔષધી)થી કરવાની પરંપરા છે. અભિષેક દ્વારા આરોપન કરવાની પ્રાચીન પરંપરા છે. દા.ત. રાજ્યાભિષેક દ્વારા યુવરાજને રાજગાદીએ બેસાડાય છે. પદઅભિષેક જૈન ધર્મમાં આચાર્ય પદ આરોપન કર્ણમાં યોગ્ય મંત્ર સંભળાવી થાય છે. સંસારમાં ગાદીપતિ અથવા રાષ્ટ્રપતિ-મંત્રી-ગવર્નરાદિ યોગ્ય પદ ઉપર બિરાજીત કરવા માટે શપથવિધિ જેવી પ્રવૃત્તિ થાય છે. વિશિષ્ટ પ્રસંગે ભોજનજમીન-ધરાદિને વડીલો દ્વારા દ્રષ્ટિ અભિષેક, આશિષ અભિષેકાદિ પ્રવૃત્તિ કરાય છે. નૂતન દીક્ષાર્થીને સ્નાન દ્વારા અભિષેક થાય છે. માનવી જન્મ લે તે દિવસથી મૃત્યુ થાય ત્યાર સુધીમાં જન્માભિષેક, જનોઈ, ૫૮ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૯ લગ્ન, મૃત્યુ જેવા અનેક પ્રસંગે સચિત્ત જળથી અભિષેક કરાય છે. કોઈ કોઈ સ્થળે પીઠી ચોળવા તેલ મર્દન અથવા લગ્ન યા દીવાળીના દિવસોમાં શરીર ઉપર વિલેપન કરી શરીર શુદ્ધિ જેવી ક્રિયા થાય છે. ગમે તે કહો પણ જેમ રોજ સ્નાન દ્વારા શ્રમને દૂ૨ ક૨વાની શરીરને શુદ્ધ કરવાની પ્રવૃત્તિ થાય છે. તેનું વિશાળ સ્વરૂપ ભારતીય સંસ્કૃતિમાં અનેક રીતે વર્ણવાયું છે. રાજ્યાભિષેક અથવા સૂરિપદારોપણ વખતે જે મંત્રોચ્ચારાદિ વિધિ થાય છે તેના ફળ રૂપે જીવનના વિચારો-આચારો અને જવાબદારીનું આમૂલ પરિવર્તન થાય છે. સાવચેતીપૂર્વક રાજ્યની-સંઘની-શાસનની શોભા વધારવા માટે પ્રયત્ન કરવાનું તેમાં માર્મિક સૂચન કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં એક ચારણે રાજાની રાજ્યસભામાં સારા શબ્દોમાં પ્રસંશા કરતાં કહ્યું, હે રાજરાજેશ્વર! આપણામાં રહેલા સદ્ગુણોનું કીર્તન જો થોડા જ શબ્દમાં કહેવું હોય તો આપનામાં બે ઉત્તમમાં ઉત્તમ ગુણ છે. બાકી ૯૮ દુર્ગુણ છે. છતાં આપનો સર્વત્ર જયજયકાર બોલાય છે. આપ યશનામકર્મી છો. રાજા આ વાત સાંભળી થોડા નારાજ થયા. કારણ બે સારા અને ૯૮ ખરાબ એ ગણિત તેઓને ન ગમ્યું. તેથી તરત બુદ્ધિશાળી મંત્રીએ બીજે દિવસે ચારણને ફરી પ્રસંશાના પુષ્પ વે૨વા અને વાત પૂરી કરવા માટે કહ્યું. ચારણે બીજા દિવસે સમયસર આવી મંત્રીની આજ્ઞા મુજબ વાત શરૂ કરી અને પછી આગળની વાત કરતાં બોલ્યો કે, હે રાજન ! તમારી ચોતરફ બીજા જે રાજાઓ છે તે ભલે ૯૮ સદ્ગુણવાળા હોય પણ બે દુર્ગુણના કારણે તેઓની સમાજ-દેશમાં કાંઈ કિંમત નથી. તમારા બે સદ્ગુણ એટલે આપે કોઈને છાતી અને પીઠ બતાડી નથી એટલું આપનામાં બાહુબળ અને સચારિત્ર છે. ચારણની વાત રાજસભાએ હર્ષથી વધાવી લીધી. મુખ્યવાત એજ કે, અભિષેક પછી વ્યક્તિમાં યોગ્યતા વધે છે. પ્રભાવ અને માનપાન વધે છે. તેથી સદ્ગુણી રાજા હોવાથી પ્રજાની સુખ-શાંતિમાં વૃદ્ધિ થાય છે. જ્યારે રાજાનું અવસાન થાય, રાજગાદી ખાલી થાય, રાજાને ઉત્તરાધિકારી પુત્ર ન હોય તે વખતે ખાસ મંત્રીઓ પંચદિવ્ય પ્રગટ કરે. તેમાં ખાસ લક્ષણવંત હાથી સહિત પંચદિવ્ય નગરીમાં ફરે, નગરીની બહા૨ પણ ફરે અને હાથી જે ભાગ્યવાનના મસ્તક ઉપર અભિષેક કરે તે રાજગાદીનો સ્વામી થાય. ટૂંકમાં તિર્યંચ (હાથી) જીવ પણ પોતાની ગંધાદિ જાણવાની શક્તિથી રાજ્યના ઉત્તરાધિકારી ઉપર અભિષેક કરે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ ઉપર હાથીએ અભિષેક કરી ઉત્તમ ભક્તિ કરેલ. ફળ સ્વરૂપ એ સ્થળે કલિકુંડ નામના તીર્થની સ્થાપના થઈ. સૂરિપદના અધિકારી પૂજ્યને વડીલ આચાર્ય ભગવંત સર્વપ્રથમ મંત્રાભિષેક દ્વારા આચાર્યપદે આરૂઢ કરે પછી નૂતન આચાર્યશ્રી પણ ઉપકારી ગુરુવર્યે આપેલા પદની શોભા વધારવા તપ-જપ-જ્ઞાનમાં ઉત્તરોત્તર આગળ વધી જિનશાસનની શોભા, શાસન પ્રભાવના કરવા પ્રયત્ન કરે. - આચાર્ય સૂરીશ્વરને શાસ્ત્રોમાં આઠ પ્રકારની સંપત્તિવાળા વર્ણવાયા છે અને તેના કારણે તેઓ તીર્થકર સમા આચાર્ય કહેવાય છે અને સ્વ-પરનો ઉદ્ધાર કરવા સમર્થ બને છે. આઠ સંપત્તિ : ૧. આચાર સંપત્તિ, ૨. શ્રુત સંપત્તિ, ૩. શરીર સંપત્તિ, ૪. વચન સંપત્તિ, ૫. વાચના સંપત્તિ, ૬. મતિ સંપત્તિ, ૭. સંગ્રહ પરિજ્ઞાસંપત્તિ, ૮. પ્રયોગ સંપત્તિ. (ઠાણાંગ) અભિષેકમાં વપરાતા ઉપકરણ (દ્રવ્ય)નો થોડો વિચાર કરી લઈએ. સર્વપ્રથમ ઔષધી ઘણી મહિમાવંત હોય છે. જંગલોમાંથી શુભ દિવસે શુભ નક્ષત્રે શુભ ભાવથી એ ગ્રહણ કરાય છે. યોગ્ય સ્થળે તેને સૂકવવાની, છૂટી પાડવાની, પાવડર બનાવવા માટે ખાંડવાની ને ચાળવાની પ્રવૃત્તિ કરાય છે. તેથી એ ઔષધી સુગંધમય ચૂર્ણ બને છે. જ્યારે તેને પલાડી અભિષેકના જળ સાથે મિશ્રીત કરી પ્રભુના અભિષેકમાં વપરાય છે, ત્યારે ચોતરફ સુગંધીત-સુવાસીત વાતાવરણ થાય છે. ઔષધી મિશ્રીત જળના અરિહંત પરમાત્માના બિંબ પર અભિષેક કરવાથી મૂર્તિનું તેજ વધે છે, શક્તિ પ્રગટે છે, દર્શન આનંદ આપે છે. આ વાત અતિશયોક્તિભરી નથી, અનુભવગમ્ય છે. ઔષધી અને ફૂલ ઋતુના આધારે જંગલોમાં થાય છે, મેળવાય છે અને વાપરવામાં આવે છે. છ ઋતુમાં નામ ને ઉત્પન્ન થતા ફૂલ નીચે મુજબ છે. વર્ષાઋતુ - પારીજાત શિશીરઋતુ - જાઈ-જુઈ શરદઋતુ - કુન્દ (બુચ) વસંતઋતુ - કેસુડો હેમંતઋતુ - બોરસલી (બકુલ) ગ્રીષ્મઋતુ - શિરીષ (સરસડો) કુમારપાળ પ્રતિબંધમાં એક પ્રસંગ આવે છે. રાજાની પુત્રી મુંગી છે. તેથી Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૧ રાજા ઘણો ચિંતીત છે. એક દિવસ રાજાના મિત્રે દેવતાની વાત રાજાને કરી. રાજાની મંજૂરીથી મિત્રે દેવતાને યાદ કરી પુત્રીના મુંગાપણાને દૂર કરવા માટે વિનંતી કરી. દેવતાએ પાંચ મિનીટ પછી ઉપચાર કર્યો ને કન્યા બોલતી થઈ. રાજાએ દેવને પાંચ મિનીટ વાટ કેમ જોઈ? એવો જિજ્ઞાસા ભાવે પ્રશ્ન કર્યો તો દેવે કહ્યું, હિમાચલ પ્રદેશમાંથી ઔષધી લાવ્યો માટે મોડું થયું. આ રીતે ઔષધીનો મહિમા જાણી રાજા પ્રસન્ન થયો અને દેવનો આભાર માન્યો. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે એક સ્થળે લખ્યું છે કે, બુદ્ધિના ક્ષયોપક્ષમને સુધારવા જ્ઞાન આરાધનાની જેમ દ્રવ્યરૂપે અકલગરો જેવી ઔષધી ઘણું મહત્વનું કાર્ય કરે છે. હેમચંદ્રાચાર્ય મહારાજે ૩૫૫ કરોડ શ્લોક રચ્યા. ૫૦૦ લહીયાઓ તાડપત્રમાં એ શ્લોક લખતા હતા. અચાનક તાડપત્રના અભાવમાં લહીયાઓનું લેખનકાર્ય બંધ થયું. આ વાત કુમારપાળ રાજાને ખબર પડી. તરત ઉપકારી ગુરુદેવ પાસે આવી ઉપાય પૂછ્યો. તાડવૃક્ષોના વનમાં જઈ વનદેવતાને પ્રસન્ન કરો. ગુરુના આદેશથી રાજા વનમાં ગયા. અઠ્ઠમ તપ કર્યો. યોગ્ય સામગ્રી અર્પણ કરી સાધના કરી. ફળ સ્વરૂપ વનદેવતા પ્રસન્ન થયા ને અનેક તાડપત્ર પ્રાપ્ત થયા. તરત જ તાડપત્ર ઉપર લખવાનું ચાલુ થયું. આ છે અભિષેક-સાધના-સમર્પણનું ફળ. તીર્થંક૨ પરમાત્માના જન્મ કલ્યાણક વખતે મેરુશિખર ઉપર હજારો કળશાથી જે અભિષેક થાય છે. તે માટે જળ-ગજપદ દંડ, ગંગા, ક્ષીરોદધિ, તીર્થજળ, માગધ વરદામ આદિના જળ દેવતાઓ લાવે છે. જે ૮ પ્રકારના કળશામાં આઠ-આઠ હજાર કળશા ભરી ૬૪ ઈન્દ્રાદિ દેવો ૨૫૦ (૧,૬૦,૦૦,૦૦૦) અભિષેક ઉલ્લાસપૂર્વક કરે છે. તે વખતનું દ્રશ્ય તો ભાગ્યવાન દેવો જ જોઈ શકે. આપણા જેવા અલ્પ ભાગ્યવાન સ્નાત્રપૂજા આદિમાં વાંચી અનુમોદના કરી શકે. એ અભિષેકનું વર્ણન પુણ્ય બાંધી શકે. આ ઉત્તમ પ્રકારના જળમાં ગંધોષધિ આદિ મિશ્રીત થાય છે. તેના કારણે ઈતિ ઉપદ્રવો ઉપશાંત થાય છે. ત્રેસઠ શલાકા પુરુષના ચરિત્રોમાં સોળમાં શ્રી શાંતિનાથ ભ.ની માતા અચિરાદેવીનું સ્નાન જળ નગરીમાં છાંટવાથી મારી રોગ દૂર થયાની વાત આવે છે. આજે પણ બૃહત્ શાંતિસ્નાત્રના વિધાનમાં સંધ્યા સમયે ૧૦૮ અભિષેકના ન્હવણ જળની ગામ ફરતી ધારાવણી કરવામાં આવે છે. તેથી દેશ-નગરગામ-સંઘ શાંતિનો અનુભવ કરે છે. એજ રીતે યુદ્ધભૂમિમાં શ્રીકૃષ્ણે શંખેશ્વર Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પાર્શ્વનાથ ભ.ના નમનજળ દ્વારા જરાસંઘની જરાવિદ્યાને દૂર કરી. સૈન્યને જાગ્રત કરેલ. તીર્થકર ભ.ની ૮૪ આશાતનામાંથી કોઈ પણ જીવે જાણે-અજાણે થોડી ઘણી પણ આશાતના કરી હોય તો તે માટે પ્રાયઃ દર વર્ષે ૧૮ અભિષેકનું વિધાન જિનમંદિરમાં કરવામાં આવે છે. તે અવસરે નીચેની ઔષધીઓનો ઉપયોગ ખાસ કરાય છે. ઔષધી-અધેડો, કોળ, જાવંત્રી, કપૂરકાચલી, કસ્તુરી, બરાસ, છાડછડીલો, કપૂર, કેસર, લાલચંદન, લવીંગ, નાગકેસર, સહદેવી, ઈલાયચી, ઘઉલા, શતાવરી, તગર, તમાલપત્ર વંશલોચન, શંખાવલી, અંબર, મલયગેરૂ, પંચરત્ન વિ. ૨૪ જાતની ઔષધી વાપરવામાં આવે છે. તે સ્વભાવ, સ્વરૂપ, પ્રભાવાદિને અનુકૂળ નક્ષત્રમાં જ પ્રાપ્ત કરાય છે, કરવી જોઈએ. વૈદ્યો જેમ ૬૪ પહોરી પિપર તૈયાર કરી પ્રમાણસર દર્દીને આપે છે અને તેના કારણે બીમાર સ્વસ્થ થાય છે. તેમ આ ઔષધીના હવણજળ શુદ્ધિકરણનું ચમત્કારીક કાર્ય કરે છે. ચા-લવિંગ-એલચી ઠંડા પ્રદેશમાં થાય પણ તેનો સ્વભાવ ગરમ છે. કલિંગર ગરમ રેતીમાં થાય પણ તેનો સ્વભાવ ઠંડો છે. તેમ આ બધી ઔષધી પરિણામે લાભદાઈ બને છે. કોઈપણ દેશી-વિલાયતી ઔષધીનું મૂળ આવા જ દ્રવ્યમાં છૂપાયું છે. મંગલમૂત્તિકાના ચોથા અભિષેક વખતે હળવે હાથે પ્રભુના શરીર ઉપર વિલેપન કરવામાં આવે છે. થોડા સમય સુધી આ મર્દન કરેલું વિલેપન રાખવાથી જેમ ઓપ કરવાથી મૂર્તિ દર્શનીય બને તેમ મંગલમૃત્તિકાના કારણે એ મૂર્તિ તેજસ્વી બને છે. આજે પણ ઘણા નેચરોપેથી ઈલાજ કરનારા વૈદ્યો માટીના લેપ ગરમી ઓછી કરવા મસ્તક ઉપર, પેટમાં અથવા પગના તળીયે ૨/૪ કલાક માટે લગાડે છે. જ્યારે સ્ટીમ-ગરમ બાફ દ્વારા શરીરને સ્કૂર્તિવાન કરે છે. વનસ્પતિના રસ, ઉકાળા દ્વારા શરીરની શુદ્ધિ-તંદુરસ્તી કરાય છે. ઉદા. મરકીના ઉપદ્રવને દૂર કરવા પૂ. ભદ્રબાહુ મહારાજે સંઘની વિનંતી અને ઉપકારની ભાવનાથી ઉસ્સગ્ગહર સ્તોત્રની (૨૧/૨૭ ગાથા) રચના કરી તેના દ્વારા મંત્રિત જળનો છંટકાવ કરી ઉપદ્રવને દૂર કર્યો હતો. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૩ | વિ.સં. ૧૫૮૭ વૈશાખ વદ છઠ્ઠ, રવિવાર શ્રવણ નક્ષત્રમાં આચાર્ય શ્રી વિદ્યામંડનસૂરિ મ. વગેરેની પાવન હાજરીમાં કર્માશાહે ઉત્કૃષ્ટભાવે શાશ્વત ગિરિરાજનો આદેશ્વર ભગવંતનો અભિષેક ઉમળકાથી કર્યો હતો. વિ.સં. ૨૦૪૭માં ૩૬૦૦ સાધુ-સાધ્વી અને દોઢથી બે લાખ શ્રાવકોની હાજરીમાં રજનીભાઈ દેવડીએ ઘણા જ ઉમળકાથી પ્રશંસનીય એવા શાશ્વત ગિરિરાજના સંપૂર્ણ ૧૮ અભિષેક શુદ્ધિકરણ સહિત કરાવ્યા હતા. જેનો જાતિ અનુભવ આજે પણ ઘણાં પુણ્યવાનોને છે. કે શાંતિધારા પાઠનું વાંચન સાથે અખંડ અભિષેકનું આયોજન મૂળનાયક પ્રભુ ઉપર ૨૧ વખત એટલા માટે જ થાય છે. જેનાથી શાંતિ-તુષ્ટી-પુષ્ટી આદિની વૃદ્ધિ થાય અને ઉપદ્રવો દૂર થાય. અંતે પ્રભુ ઉપર કરાતા અભિષેક અવાંતર ભક્તની કર્મવર્ગણા દૂર કરવા, પાપથી મુક્ત થવા નિમિત્તરૂપ બને છે. સો શુભ ભાવે આત્મશુદ્ધિનું ફળ અભિષેક દ્વારા પ્રાપ્ત કરે એ જ ભાવના. અષ્ટ પ્રકારી પૂજા * વિદનોનો નાશ કરનારી – અંગપૂજા ૧. જળ, ૨. ચંદન (બરાસ), ૩. પુષ્પ * અભ્યદય સાધીની - અગ્રપૂજા ૪. ધૂપ, ૫. દીપક, ૬. અક્ષત ૭. નૈવેદ્ય, ૮. ફળ * નિવૃત્તિ-મોક્ષપદ દાતા ભાવપૂજા ચૈત્યવંદન, દેવવંદન, સ્તુતિ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તપ ' કર્મક્ષય માટે નિયાણા સ્વરૂપે જિનેન્દ્ર ચોદિતમસ્તદૂષણ, કષાયમુક્ત વિદધાતિ યસ્તપઃ | ન દુર્લભં તસ્ય સમસ્તવિષ્ટપે, પ્રજાયતે વસ્તુ મનોશમીણિતમ્ ભાવાર્થ જે મનુષ્ય જિનેશ્વર ભગવાન દ્વારા પ્રરૂપિત કોઈપણ તપ દૂષણ રહિત કષાય વગર કરે છે. તેને આખા સંસારમાં કોઈપણ ઈચ્છીત વસ્તુ દુર્લભ નથી. “તપ” એટલે તપાવવું - કાયાનો મોહ ઉતારી કાયાને તપાવવી, કષ્ટ આપવા, ચિકણા કર્મોને બાળવા કે ક્ષય કરવો. સર્વ સામાન્ય રીતે તપ સમતા ભાવે કરવાનું હોય છે. (તપ કરીએ સમતા રાખી ઘટમાં) વ્યવહારની દ્રષ્ટિએ તેના ત્રણ પ્રકાર જોવા મળે છે. (૧) તપ-બાંધેલા કર્મોનો ક્ષય કરવા માટે વૈરાગ્ય ભાવથી પ્રાયશ્ચિત્ત રૂપે કરાય છે. (૨) તપ-દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના ઉપાસના કરવા માટે કરાય છે. (૩) તપ નિયાણું રૂપે – ફળની પ્રાપ્તિ માટે કરાય છે. બીજી રીતે તપ બાહ્ય ને અત્યંતર પદ્ધતિથી ૧૨ પ્રકારે કરાય છે. બાહ્ય તપ : આમા ખાવા-પીવા ઉપર કંટ્રોલ અને કાયાને વશ કરવાની ભાવના છૂપાઈ છે. આહાર સંજ્ઞા ઉપર સંયમ લાવવા ત્યાગ ભાવ જેટલો બને તેટલો તપ કરતા આગ્રહ રાખવો જોઈએ. (ઈચ્છારીધન તપ). ૬૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ અત્યંતર તપ : આ તપ મનની દઢતાથી પાપભીરુ થઈ નમ્રભાવે કરાય છે. આરાધક પોતાના શુભ પરિણામો અને કલ્યાણની બુદ્ધિથી બાહ્ય દેખાવ કે આડંબર કર્યા વગર આ તપ કરે છે, કરવો જોઈએ. બાહ્ય-અત્યંતર તપનો પરિચય : બાહાત૫ : (૧) અણસન તપ-બાહુબલીજી ચારે આહારનો ત્યાગ કરવો. (૨) ઉણોદરી-કુરગડુ મુનિ ઓછો નિરસ આહાર કરવો. (૩) વૃત્તિસંક્ષેપ-ઢંઢણ મુનિ વૃત્તિનો સંક્ષેપ કરવો. (૪) રસ પરિત્યાગ-ધન્ના અણગાર રસ-વિગઈનો ત્યાગ કરવો. (૫) કાયકલેશ-સુંદરીજી ૬૦ હજાર વર્ષ આયંબીલ કરી કાયાને કષ્ટ આપ્યું. (૬) સંલીનતા–ચંડકૌશિક ૧૫ દિવસનું અણસન કરી ધન્ય બન્યા. અત્યંતર તપ : (૭) પ્રાયશ્ચિત-અઈમુત્તા મુનિ ઈરિયાવહિ વિધિ કરતાં કેવળી થયા. (૮) વિનય-ગૌતમસ્વામી પ્રભુવીરના આજ્ઞાંકિત વિનયવંતા શિષ્ય. (૯) વૈયાવચ્ચ-નંદિષેણ મુનિ અપ્રમત્તભાવે મુનિઓની સેવા સુશ્રુષા કરી. (૧૦) સ્વાધ્યાય-ભાસતુષ મુનિ દ્રવ્ય ભાવથી સ્વાધ્યાય કરતાં કેવળી થયા. (૧૧) ધ્યાન-પ્રસન્નચંદ્ર રાજર્ષિ આર્તધ્યાનમાંથી ધર્મધ્યાન કરી કેવળી થયા. (૧૨) કાયોત્સર્ગ-ગજસુકુમાલ સસરાએ અંગારાની પાઘડી બાંધી છતાં સમતા ન ત્યજી. અન્નત્થ સૂત્રમાં કહ્યા અનુસાર કાઉસ્સગ્નના ૧૨ આગારોને નજર સામે રાખી તસ્મઉત્તરી સૂત્રમાં કહેલા ઉદ્દેશો (કારણોથી યુક્ત કાઉસ્સગ્ન કાયાને સ્થિર કરી મૌનપૂર્વક શુભ ધ્યાનમાં આરૂઢ થઈ જો કરવામાં આવે તો “સવ પાવપ્પણાસણો પદ અનુસાર પાપનો નાશ કરવા માટે સમર્થ બને. | મુખ્યત્વે તપ અસન પાણાદિ ચારે આહારના ત્યાગ સાથે પણ સંકળાયેલ છે. ચાર સંજ્ઞામાંથી આહાર સંજ્ઞા જે જીવને ભમાવે છે, સતાવે છે, રોગી બનાવે છે. તેનાથી મુક્ત થવા અથવા જીભને વશ કરવા ઉત્તમ ઔષધીરૂપે છે. આયંબિલ તપ છ વિગઈના ત્યાગ સાથેનું મંગલકારી તપ કહેવાય છે. વ્યવહારમાં વ્યાપાર, કોલેજનું જ્ઞાનઆદિ ઘણા પ્રકારો તપ સંબંધી જાણવા સાંભળવા મળે છે. પણ તેનો અર્થ ધર્મની દૃષ્ટિથી થતો નથી. કોઈ એક ક્ષેત્રમાં Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૬ વર્ષો સુધી કામ ક૨ના૨ને ‘તપ ફળ્યું’ એવા શબ્દ વાપરી કાર્ય પદ્ધતિને અભિનંદન અપાય છે. પણ એ પુરુષાર્થ આત્માભિમુખ નથી. અહીં તો તપ દ્વારા આત્મશુદ્ધિ, આધ્યાત્મિક પ્રગતિનું મુખ્ય લક્ષ હોવું જોઈએ. દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનામાં તપનો વિચાર-અધિકાર દેખાય છે. અઠ્ઠમ તપનું આરાધના શુદ્ધ ભાવે કરવામાં આવે તો એ સંકલ્પ કરેલી સિદ્ધિને આપે છે. ચક્રવર્તી છ ખંડ જીતવા નીકળે ત્યારે ૧૩ અક્રમ કરે છે. પર્યુષણા પર્વમાં વાર્ષિક પ્રાયચ્છિત રૂપે અક્રમ કરાય છે. નાગકેતુએ અઠ્ઠમની આરાધના દ્વારા સંઘરાજાની સુરક્ષા કરી. શ્રીકૃષ્ણે અટ્ઠમની આરાધના દ્વારા શંખેશ્વર પાર્શ્વનાથ પ્રતિમાજીને પ્રાપ્ત કરી. ચંદનબાળાએ અઠ્ઠમ કરી પ્રભુવીરના પારણાનો લાહો લીધો. વિતરાગ ૫રમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરતાં નૈવેદ્ય પૂજામાં એજ ભાવના ભાવવામાં આવે છે કે, વિગ્રહ ગતિમાં આ જીવે ઘણો કાળ અણાહારી પદનો અનુભવ કર્યો પણ તે ક્ષણમાત્રનો અલ્પકાલીન હોવાથી ટકતો નથી માટે જ શાશ્વત કાયમનું અણાહારી પદ પ્રાપ્ત કરવા માટે નૈવેદ્ય પૂજા કરી ઉત્તમ દ્રવ્યનો ત્યાગ કરાય છે. ચૌદ નિયમમાં દ્રવ્ય (વસ્તુ) તંબોલ અને વિગઈના ત્યાગ માટે ઉપકારી ભગવંતે પ્રેરણા આપી છે. જેટલા દ્રવ્ય ઓછા વાપરશો અને જેટલી વિગઈનો ત્યાગ કરશો તેટલો શાતાનો અનુભવ ક૨શો. જીવના જીભના સ્વભાવમાં સુધારો થશે તો જ એ વાસ્તવિક તપનો અનુભવ કરી શકશે અને વિચારેલા સંકલ્પમાં સફળ થશે. સામાન્ય રીતે સ્ત્રીને ૨૮ અને પુરુષોને ૩૨ કવલનો આહાર (ભોજન) કરવાનું કહ્યું છે. તેમાં પણ ૨/૪ કવલ ઓછા ખાઈને મનને સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનું છે. આ રીતે ઉણોદરી તપનો પણ લાભ મળે. તપાવલીમાં કોળિયા વ્રતનું એક આરાધન દર્શાવ્યું છે. તે જ રીતે કર્મસુદન તપમાં ૮ કર્મની આરાધના વિવિધ જાતના તપ કરી જીભ ઉપર કાબુ લાવવાનું અપ્રગટ સૂચન આપ્યું છે. ગમે તે કહો તપ સમતાપૂર્વક ઈચ્છાનો નિરોધ કરી ત્યાગની વૃદ્ધિ સાથે ક૨વો જોઈએ. તપ કરીએ સમતા રાખી ઘટમાં. આ જીવે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય ગતિમાં વિવિધ રીતે રસવિહિન આહાર અનિચ્છાએ કર્યો પણ તે ત્યાગના ભાવથી કર્યો ન હોવાથી Page #92 -------------------------------------------------------------------------- ________________ આત્મકલ્યાણ માટે , જીવનશુદ્ધિ માટે ઉપયોગી ન થયો. પુણ્યનો બંધ કરવા કામ ન આવ્યો. પુણ્યનો બંધ સમજણપૂર્વકના ત્યાગમાં છે. એક કાળચક્રના સમયમાં ૧૮ કોડા કોડી સાગરોપમ સમય સુધી યુગલિક જીવોએ અલ્પાતીઅલ્પ આહાર કર્યો પણ તે વ્રત-ત્યાગ પચ્ચકખાણ રહિતનો હોવાથી જીવને કાંઈ કામ ન આવ્યો, તેની આચારમાં કાંઈ અસર ન થઈ. જે તપ-ત્યાગ વૈરાગ્યની ભાવનાથી કરવામાં આવે તેના પરિણામ દ્વારા શુભ કર્મ બંધ થાય તેજ તપ ઉત્તમ છે. અપેક્ષાએ રાઈ પ્રતિક્રમણમાં તપ ચિંતવણીનો કાઉસગ્ગ કરવામાં આવે છે તેમાં સ્વશક્તિ-ભાવના પરિણામની માત્રા જાળવવા, વધારવા સુધારવાની મૂક પ્રેરણા મળે છે. પ્રાચીન કાળમાં તપ કરપાત્રી, એકદdી. એક કવલાદિના થતા હતાં. કોઈ અભિગ્રહ સાથે સંકળાયેલ હતા પણ દરેક વખતે મનને વશ કરી પ્રસન્નતાથી ભાવની વૃદ્ધિ સાથે જ કરવામાં આવતાં તેથી જ એ કર્મક્ષય ને મોક્ષ પ્રાપ્તિ માટે ઉપયોગી થતો. પ્રાચીન કાળમાં અણસનની જે આરાધના મહાપુરુષો કરતા હતા. તેમાં પણ ચારે આહારના ત્યાગની ઉત્કૃષ્ટ વિચારણા હતી. આહાર ત્યાગ જ અણાહારી પદ આપવા સમર્થ છે. તીર્થકર ભગવાનની સાથે અથવા મહાપુરુષોની આજ્ઞાથી જે કોઈ જીવો અણસન કરતાં તેમાં તેની યોગ્યતા અને લાયકાત ચકાસી અનુજ્ઞા આપવામાં આવતી હતી અને તેથી એ જીવ મોક્ષ-મુક્તિને પામતા. ધન્નાજી અને શાલિભદ્રજીએ સાથે અણસન લીધું. ધન્નાજી મોક્ષે ગયા જ્યારે શાલિભદ્રજી મોહના કારણે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. ચિંતકોએ લક્ષ્મીનો સદુપયોગ કરાગ્રે (હાથ દ્વારા) થાય છે, સરસ્વતીનું સિંહાસન નિવાસ જીવ્હાગ્રે (જીભ દ્વારા મોટા ભાગે) થતું દેખાય-અનુભવાય છે. તે જ રીતે તપના પ્રયોગ શરીર ઉપરની મમતા ઘટાડવા-ત્યજવામાં બતાવી છે. વીતરાગ પ્રભુનો વાસ મંદિરમાં નહીં પણ હૃદયપટમાં હોવો જોઈએ. પૂ. વીર વિજયજી મહારાજે તેથી જ પૂજામાં ગાયું છે કે, “મન મંદિર આવો રે....” તપ એ ઉર્ધ્વગતિએ પહોંચવાનો ટૂંકો રાજમાર્ગ છે. ભગવાન ઋષભદેવથી માંડી છેલ્લા ભગવાન મહાવીરસ્વામીએ આ માર્ગ અપનાવી નિકાચિત કર્મ ખપાવી કેવળજ્ઞાનની લબ્ધિને પ્રાપ્ત કરી હતી. તપ, વિરતિના પરિણામે આત્મ સાક્ષીએ જો કરવામાં આવે તો જ લેખે Page #93 -------------------------------------------------------------------------- ________________ લાગે અન્યથા એકડા વિનાના મીંડા સમાન સમજવું. તપ કરનાર રાગ-દ્વેષથી અથવા માયા-કપટથી નિયાણારૂપે જો કરતો હોય તો કર્મ ખપાવવાની ભાવના તેમાં ન હોવાથી નવા કર્મ બાંધવાનું તે કાર્ય સમજવું પડે. ધારેલી ઈચ્છા તેઓની સફળ ન થાય. એને અજ્ઞાન તપ કહીશું તો ખોટું નથી. તપનો સ્વીકાર કરતાં પચ્ચખાણ ભાષ્યમાં દર્શાવેલ આગાર-અપવાદોનો વિચાર કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તો જ પરિણામોની શુદ્ધિ થાય. ઉદાહરણોઃ જ ચંપા શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કરી ગુરુની કૃપાનો અનુભવ રાજા-પ્રજા-સંઘને કરાવ્યો. જ ખંધકમુનિએ કાયાની માયા ત્યજીને તપ કર્યા. તેથી કવિને પણ કહેવું પડ્યું, “ચાલતાં ખડ ખડે હાડરે, તો પણ તપ કરે આકરાં જાણી અથિર સંસાર રે.” જ ચંદનબાળા માત્ર ત્રણ દિવસના તપમાં મહાન બની ગયા અને વીરપ્રભુના પ્રથમ સાધ્વી બનવાનો લહાવો મળ્યો. જ શ્રી કુરગડુમુનિ તપસ્વી નહિ પણ તપ થતું નથી તેનો પશ્ચાતાપ કરી તપસ્વીઓની ભક્તિ સાથે ભૂરી ભૂરી અનુમોદના કરી આહાર કરતાં કેવળજ્ઞાની થયા. તામલી તાપસે જીવનમાં કઠીન તપસ્યા કરી. (શાસ્ત્રમાં કહ્યું છે કે, જો નિયાણું કર્યું ન હોત તો ૮ આત્મા મોક્ષે જાત) પણ સફળ ન થયા. લક્ષ્મણા સાધ્વીજીએ પ્રાયચ્છિા પૂર્ણ કર્યું પણ માયાના કારણે નિષ્ફળ કહેવાયું. સ્વ-લબ્ધિથી જ આહાર લેવો આવા કઠિન નિયમથી ઢંઢણમુનિ અણગારે પ્રભુ નેમિનાથ પાસે દીક્ષા લઈ આત્માનું કલ્યાણ કર્યું. ભગવાન મહાવીરના શાસનમાં ધન્ના અણગારનું નામ ઉત્કૃષ્ટ તપસ્વી તરીકે પ્રસિદ્ધિ પામ્યું. મન વચન કાયાની શુદ્ધિથી તપ કરનારને પ્રાપ્ત થતું પુણ્ય : જ નવકારશી થી ૧૦૦ વર્ષ નરકના દુઃખ નિવારણ થાય. ક્રમશઃ દરેક પચ્ચખ્ખાણે ૧-૧ મિંડુ ઉમેરતા ઉપવાસના પચ્ચખ્ખાણથી ૧ અબજ વર્ષના નરકના દુઃખોનું નિવારણ થાય. ૮ શ્વાસોશ્વાસ પ્રમાણ એક નવકારનું એકાગ્રતાથી ધ્યાન કરવામાં આવે તો ૧૯,૬૩, ૨૬૭ પલ્યોપમનું દેવગતિનું આયુષ્ય બંધાય. Page #94 -------------------------------------------------------------------------- ________________ આચાર યોગ્ય પ્રવૃત્તિ અયોગ્ય પ્રવૃત્તિ નાણંમિ દંસણંમિ અ, ચરસંમિ તવંમિ તહય વિરીયંમિ ! આયરણે આયારો, ઈહ એસો પંચહા ભણિઓ / ભાવાર્થ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, એ પ્રમાણે પાંચ આચારોને વિષે આચરવા યોગ્ય (વીર્યાચાર છોડી) આચાર. (૮+૮+૮+૧=૩૬) છે. દુઃખમ્ પાપાતું, સુખમ્ ધર્માત્” આ એક શાસ્ત્રવચન છે. ક્રિયાએ કર્મ, ઉપયોગે ધર્મ અને પરિણામે બંધ” આ ટૂંકા પણ આચાર સંબંધી ચિંતનાત્મક વાક્યો છે. જીવે ભૂતકાળમાં જે કાઈ પ્રવૃત્તિ (આચરણ) કરી હોય તેનું રીઝલ્ટ (ફળ) વર્તમાન કાળમાં ભોગવવું પડે છે. તેજ રીતે વર્તમાનમાં કરેલી (કરાતી) પ્રવૃત્તિનું ફળ ભવિષ્યમાં ભોગવવું પડશે એમ નક્કી સમજવું. તેથી યોગ્ય-પ્રશંસનીય પ્રવૃત્તિ-આચરણ જીવને શાંતિ-સમતા આપે છે. જ્યારે અયોગ્ય નિંદનીય કાર્ય અપયશ અથવા અણગમોના અનુભવ કરાવે છે. એને જ બીજા શબ્દોમાં પુણ્ય તથા પાપની અથવા સારી અને ખરાબ પ્રવૃત્તિ કહી શકાય. દરેક ધર્મની પ્રવૃત્તિમાં નિશ્ચિત આચાર જોવા મળે છે. ધર્મ કરનાર જો નિયમોને સ્વીકારે, તે અનુસાર પ્રવૃત્તિ ક્રિયા કરે તો આ ભવ અને પરભવમાં સાનુકૂળ વાતાવરણમાં જીવી શકે. સુખ પામી શકે અન્યથા મુશ્કેલી-કષ્ટનો સામનો કરવા માટે તેને તૈયાર રહેવું પડશે. યાદ રહે કે નરકગતિ સજારૂપે છે. ૬૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૦ દેવગતિ મોજમઝા આનંદરૂપે છે, તિર્યંચગતિ મધ્યમ અલ્પ સુખ વધુ દુઃખરૂપે છે. જ્યારે મનુષ્યગતિ સાધના-આરાધના રૂપે છે. મોક્ષ પ્રાપ્તિ કરવાનું અમૂલ્ય સ્થાન છે. માત્ર જીવનમાં કાંઈક કરવું છે તેવી ભાવના હોવી જોઈએ. પુણ્યના કારણે જે કાંઈ સગવડતા આ ભવમાં પ્રાપ્ત થઈ છે, થાય છે. તે સંપૂર્ણ પુષ્ય ભોગવી લો તો ભવિષ્યમાં જરૂર દુઃખી થવું પડે, પણ જો થોડું બાકી રાખો તો ભવિષ્યમાં કામ લાગે. તેથી જ અનુભવીઓએ “કમ ખા, ગમ ખા, નમ જા' જેવા ચિંતનાત્મક વિચારો આપ્યા છે. મોક્ષનો અભિલાષી જીવ સારા-શુભકર્મ કરે, અને ક્ષણિક સુખના અભિલાષી તેવા શુભકર્મ ન કરે. દરેક વસ્તુનો સમય હોય છે. તેની અંદર એ યોગ્ય પ્રવૃત્તિ કરે તો ભવિષ્ય સુધરી જાય. સમયને ન ઓળખે અથવા સમયને વેડફી નાખે તો પસ્તાવો કરવો પડે. તેથી જ ગુજરાતીમાં કહેવાય છે કે, લલ્લુભાઈએ ભરૂચ ગુમાવ્યું.” શુદ્ધ આચાર ધર્મક્રિયા દ્વારા ક્રમશઃ પુણ્ય નિર્માણ થાય છે. તે વાતને પણ થોડી સમજી લઈએ. એક જિજ્ઞાસુ રાજાએ પ્રજાની સામે રાજસભામાં ચાર પ્રશ્ન મૂક્યા. (૧) છે અને છે, (૨) છે અને નથી, (૩) નથી અને છે, (૪) નથી અને નથી. બુદ્ધિપૂર્વક જવાબ પ્રાપ્ત કરવા રાજાએ પ્રજા સમક્ષ પ્રશ્ન તો રાજસભામાં પૂછડ્યા. પ્રજા પણ બુદ્ધિશાળી હતી. મંત્રી, નગરશેઠ બધા ઘણાં જ બુદ્ધિશાળી અને સમજદાર હતા. છતાંય આ ચાર પ્રશ્નોએ બધાને વિચારમાં મૂકી દીધા. બધાને પ્રશ્નની શબ્દ રચના અધુરી-અપૂર્ણ લાગી પણ રાજાને વધારે પૂછાય નહીં એટલે બધા વતી મંત્રીએ જવાબ માટે એક દિવસની મુદત માંગી. બીજા દિવસે મંત્રી ઘરે ચિંતામાં બેઠા હતા. કોઈ દિવસ નહિં ને આજે પિતાને ચિંતામાં બેઠેલા જોઈ મંત્રીપુત્રીએ નમ્રભાવે આગ્રહપૂર્વક પિતાને ચિંતાનું કારણ પૂછ્યું. મંત્રીએ ચિંતાનું કારણ, રાજસભામાં પૂછાયેલા પ્રશ્નો પુત્રીને કહ્યા પ્રશ્નો સાંભળી મંત્રીપુત્રીએ પિતાને આશ્વાસન આપી કહ્યું, પિતાજી ચિંતા ન કરો. એ પ્રશ્નોના જવાબ કોઈ ન આપે તો હું આપીશ. આજે રાજા પ્રશ્નના જવાબ સાંભળવા ઉત્સાહી હતા. તેથી રાજસભામાં સમયસર આવ્યા હતા. રાજાએ બધાને પ્રશ્ન પૂછ્યો. કોઈએ જવાબ ન આપ્યો ત્યારે મંત્રીએ પુત્રીને જવાબ આપવા કહ્યું. વિવેકી મંત્રીપુત્રીએ રાજા અને પિતાની આજ્ઞા લઈ જવાબ આપ્યો. Page #96 -------------------------------------------------------------------------- ________________ (૧) છે અને છે આ જીવે ભૂતકાળમાં પુણ્ય કર્યું છે, બાંધ્યું છે અને વર્તમાનમાં પણ પુણ્ય બાંધે છે. શાસ્ત્રીય નામ પુણ્યાનુબંધી પુણ્ય. ઉદા. શાલિભદ્રજી. ૭૧ - (૨) છે અને નથી આ જીવ ભૂતકાળમાં પુણ્ય બાંધવાના કારણે વર્તમાનમાં સુખી છે પણ અત્યારે સુકૃત્ય કરતો નથી એટલે પાપ બાંધે છે. શાસ્ત્રીય નામ પાપાનુબંધી પુણ્ય. ઉદા. મમ્મણ શેઠ. - - (૩) નથી અને છે આ જીવે ભૂતકાળમાં સુકૃત્ય કર્યું નથી એટલે દુઃખી છે પણ વર્તમાનમાં સદ્ગુદ્ધિથી શક્તિ અનુસાર સુકૃત્ય કરે છે, પુણ્યનો બંધ કરે છે. શાસ્ત્રીય નામ પુણ્યાનુબંધી પાપ. ઉદા. રોહણીય ચોર. (૪) નથી અને નથી - આ જીવનો ભૂતકાળ અંધકારમય હતો અને વર્તમાન પણ અંધકારમય જ છે. સુકૃત્ય કાંઈ કર્યું નથી અને કરતો નથી. શાસ્ત્રીય નામ– પાપાનુંબંધી પાપ. ઉદા. કાળસૌરિક કસાઈ. ટૂંકમાં રાજાજી, જેના આચાર સારા તે તરી જશે ને જેના આચાર-પ્રવૃત્તિ ખરાબ તે દુ:ખી થઈ જશે, નિંદાને પાત્ર થશે. રાજા મંત્રીપુત્રીના જવાબ સાંભળી ખુશ થયો અને મંત્રીપુત્રીને સારું ઈનામ આપી રાજી કરી. પુણ્યને પ્રગટ કરવા જેમ પુરુષાર્થ અલ્પ પ્રમાણમાં પણ જોઈએ તેમ દરેક ક્રિયા માટે, તે સિદ્ધ કરવા સારા આચાર (સદાચાર) વિધિ-વિધાન જાણવા-પાળવા જોઈએ. જે સદાચારને અપનાવે તેનું કાર્ય અવશ્ય સિદ્ધ થાય જ. જ્ઞાનાચારાદિ પાંચ આચારના માટે મહાપુરુષોએ ૮+૮+૮+૧૨+૩=૩૯ આચારો બતાડ્યા છે. જ્યારે વીર્યાચાર એક એવી પ્રવૃત્તિ છે કે પૂર્વના ચારેય આચારમાં ભવ્ય પુરુષાર્થ કરવો પડે અને તો જ ઈચ્છિત કાર્ય પૂર્ણ થાય. માટે જ આચાર મન, વચન અને શરીર(કાયા) દ્વારા દ્રવ્ય-ભાવથી પાળવાનું કહ્યું છે. જે આત્મા શુદ્ધ આચાર પાળવાનો આગ્રહી-હિમાયતી હોય તેના મન, વચન, કાયા પવિત્ર હોય. બીજાના અયોગ્ય આચાર જોઈ તેની નિંદા ન કરે. તેથી જ શાસ્ત્રમાં આંધળા કે કાણાંને... હે આંધળા ! હે કાણાં ! કહેવાનો નિષેધ કર્યો છે. માત્ર તેના દુઃખમાં મદદ કરવા સારા શબ્દનો પ્રયોગ કરવા પ્રેરણા આપી છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ૪૫ આગમ ગ્રંથોમાં તેથી જ પ્રથમ આચારાંગને અપેક્ષાએ સ્થાન આપ્યું છે. જેના આચાર સારા તેના વિચાર, વર્તન, ચિંતન, જીવન વગેરે બધું જ સારું, અભિનંદનીય હોય છે. ‘આચારો પ્રથમં ધર્મઃ' આચાર એ પ્રથમ ધર્મ (કર્તવ્ય) છે. તેથી માનવીના જન્મ-મરણ ઘટી શકે છે, પૂજનીય બની શકે છે. કર્મરહિત થવા આચાર મદદરૂપ થાય છે. સર્વ વિરતિધર કે દેશવિરતિધર યાવત્ પૌષધવ્રતધારીને અષ્ટપ્રવચન માતાઓ વિવેકપૂર્વક આચાર પાળવાનું કહે, શિક્ષણ આપે છે. જેના કારણે હિંસા પણ અલ્પાતિઅલ્પ થાય. કોઈપણ ધર્મકાર્યની ઉપેક્ષા એટલે મિથ્યાત્વનું પોષણ સમજવું. જ્યારે શક્તિ છૂપાવ્યા વિના ધર્મકાર્ય કરવું એ સમ્યક્ત્વની નિશાની સમજવી. દરેક ધર્મ આચાર પાળે છે પણ આચારને સ્વીકારવાની પદ્ધતિ જૂદી જૂદી જોવા મળે છે. ફળાહાર કરીને ઉપવાસનું ગીત ગાનારા આજે પણ છે. ચૌદ ગુણસ્થાનકમાં આરોહન કરવા માટે સર્વ પ્રથમ આચારને મહત્ત્વ અપાય છે. પહેલા ગુણસ્થાનકમાં અયોગ્ય આચારી મિથ્યાત્વમય પોતે જીવન જીવે. પછી ધીરે ધીરે ૨-૩-૪-૫ ગુણસ્થાનકે પ્રગતિ કરે. એ જીવ દરેક ક્ષણે સમ્યજ્ઞાનની સાધના કરે. તેથી સમકિત, દેશવિરતિ, સર્વવિરતિનો ઉપાસકઆરાધક બને. પૂર્વ સ્થાનકમાંથી પ્રગતિ કરતો આહાર-વિહાર, વર્તન, વસ્ત્ર (કપડાં) બદલતા (મિથ્યાત્વીનો અસભ્યવેશ, સમકિતીનો સભ્યવેશ, દેશવિરતિનો શ્રાવકવેશ, સર્વ વિરતિનો સાધુવેશ.) સંસારથી નિવૃત્તિ લે. પછી પરિણામની શુદ્ધિ દ્વારા ક્રમશઃ ૧૨-૧૩-૧૪માં ગુણસ્થાનકે આરૂઢ થઈ મોક્ષે જાય. ટૂંકમાં સત્ પ્રવૃત્તિ આત્માને પરમાત્મા બનાવે. શાસ્ત્રકારોએ ૪ મહાવિગઈ, ૬ વિગઈ, અભક્ષ-અનંતકાયાદિ પદાર્થોનું સેવન ન કરવા ભારપૂર્વક કહ્યું છે. જેવો આહાર તેવો સ્વભાવ થાય છે. સ્વભાવના કારણે વિષય કષાયોને વશ થવું પડે છે. પછી એ અયોગ્ય પ્રવૃત્તિ કરી દુર્ગતિ, નરકાદિ, દુઃખદાઈ સ્થળે જીવને લઈ જાય છે. માટે જ અયોગ્ય પ્રવૃત્તિને અયોગ્ય આચારને દુર્ગુણના લીસ્ટમાં સ્થાન અપાયું છે. જ હવે રહી યોગ્ય પ્રવૃત્તિ, એ માટે સર્વપ્રથમ મનને તૈયા૨ ક૨વું પડે, પછી વચન ને કાયાના સહારે આરાધક આદર્શ જીવન જીવવા માટે તૈયાર થઈ જાય. એક ઘડી પણ જીવનની યોગ્ય સ્થળે વપરાઈ તો સમજવું કે ટીપે ટીપે Page #98 -------------------------------------------------------------------------- ________________ સરોવર ભરાશે. એ સરોવર એટલે શાશ્વત સુખના મોક્ષના અધિકારી થવાની લાયકાત. ૭૩ એક ઘડી આધી ઘડી, આધી સે ભી આધ, તુલસી સત્ સંગસે, કટે કોટી અપરાધ. નવતત્ત્વ પ્રકરણમાં તેના રચયિતાએ નવતત્ત્વને ૨/૨ના ચાર જોડકામાં ગોઠવ્યાં છે, બતાડ્યાં છે. ચારે જોડકા પ્રતિસ્પર્ધી છે. જો અનુકૂળ તત્ત્વનો અનુરાગી આત્મા થાય તો બીજી ચિંતા કરવી પડતી નથી. અન્યથા ભવ ભ્રમણ લલાટે લખાયેલું છે. દા.ત. પુણ્યના ૪૨ અને પાપના ૮૨ પ્રકારો છે. જીવ ધારે તો પુણ્યના સહારે અલ્પ સમયમાં એ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરી શકે છે. ફરક એટલો જ કે સૂત્ર સાથેના અર્થ જાણી મનન કરે, તો જીવ-અજીવ આશ્રવ-સંવર, નિર્જરા બંધ ઓળખાઈ જશે. આશ્રવાદિ ચારને છૂટા પાડવા હોય તો. આશ્રવ અને બંધની સામે સંવ૨નિર્જરાને ઊભા રાખવા પડે. જીવનમાં કર્મબંધના દ્વાર ઓળખી લીધા હોય તો સંવર-નિર્જરા દ્વારા આત્મશુદ્ધિ જલદી થાય. એનો જ અર્થ અયોગ્ય પ્રવૃત્તિ ત્યજી યોગ્ય પ્રવૃત્તિ કરો. થોડું પણ ઉપયોગી જીવનમાં ગ્રહણ કરો. વ્યવહારમાં જેનું આચરણ સારું, સંસારમાં જેના વિચારો સારા, આધ્યાત્મિક દ્રષ્ટિએ જેનો પાપ પ્રવૃત્તિની ઉપેક્ષા કરવાનો સ્વભાવ છે તે એકંદરે આવકારને પાત્ર બને છે. બાકી સંસારમાં જ્યાં નજર નાખો ત્યાં આચારના નામે મીંડુ જોવા મળશે. માત્ર જ્ઞાનીઓના માર્ગદર્શન અનુસાર આચાર પ્રશંસા પામશે. બાહ્યઅત્યંત૨ ૨ીતે જો આદરણીય થવું હોય તો સ્વમતિથી નહિં પણ શાસ્ત્રમતિથી બધું કરવું-સ્વીકારવું પડશે. ઉદાહરણ : યોગ્યપ્રવૃત્તિ (શુભપ્રવૃત્તિ) ★ ★ જીરણશેઠે દ્રવ્યથીપ્રભુના પારણાનો લાભ લેનારની અનુમોદનીય ભાવનાના કારણે અચ્યુત વિમાનનું આયુષ્ય બાંધ્યું. કોશાવેશ્યાએ સિંહગુફાવાસી મુનિને રત્નકંબલના કારણે સંયમમાં સ્થિર કરી ઉપકાર કર્યો. ★ શ્રેણિકે (બિંબિસાર) અનાથી મુનિની સાથે નાથ-અનાથની ચર્ચા કરી અંતે પ્રભુવીરના અનન્ય ભક્ત થયા. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૪ અયોગ્ય પ્રવૃત્તિ (અશુભ પ્રવૃત્તિ)ઃ * મમ્મણશેઠ મુનિને આપેલો આહાર પાછો લેવા જઈ કર્મ બાંધી નરકે ગયા. * કપિલાદાસીએ શ્રેણિક રાજાની આજ્ઞાથી કમને પરાણે) દાનશાળામાં દાન આપ્યું પણ પુણ્ય ન બાંધ્યું. * તંદુલીયો મત્સ્ય મોટા માછલાના મુખમાં આવજા કરતી નાની માછલીના કારણે મનથી અશુભ વિચાર કરી સાતમી નરકનું કર્મ બાંધ્યું. * રાણીએ પોતાના સ્વાર્થની ખાતર પરદેશી રાજાના પ્રાણ લીધા. આ ચાર આચારને ઓળખો. * મન પવિત્ર રાખો શુદ્ધિ થશે. * વચન મધુર રાખો પ્રિય થશો. * કાયા નિર્મળ કરી અરૂયી થશો. * ભાવથી બધું કશે સંસાર તરી જશો. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આરાધના-વિરાધના સારી પ્રવૃત્તિ ખરાબ પ્રવૃત્તિ પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમ્ કરણે એસ૬હણે આ તહા, વિવરીય પર્વણાએ એ. ભાવાર્થ : શાસ્ત્રોમાં (૧) નિષેધ કરાયેલા (અશુભ) કાર્યોનું આચરણ કરવાથી, (૨) કરવા યોગ્ય કાર્યોનું આચરણ ન કરવાથી, (૩) શાસ્ત્ર સંબંધી અશ્રદ્ધા ઉત્પન્ન થવાથી અને (૪) શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરવાથી, જે પાપ લાગ્યું હોય તેનું પ્રતિક્રમણ કરવાનું હોય છે. આરાધનાનો પ્રતિસ્પર્ધી શબ્દ વિરાધના છે. એક જીવનમાં પ્રગતિ-ઉન્નતિવિકાસનો ગુણાકાર (વૃદ્ધિ) કરે છે. જ્યારે બીજો જીવનમાંથી બાદબાકીભાગાકાર કરે છે. ધર્મક્ષેત્રમાં સવારથી સાંજ સુધી છ આવશ્યક (સામાયિક, ચઉવિસત્યો, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચખ્ખાણ) આરાધક આત્મા-શ્રાવકોએ કરવા જોઈએ. એનાથી દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ થાય. સમભાવમાં સુખ-શાંતિ-સમાધિમાં વધારો થાય. કર્મ વર્ગણાઓ ઓછી થાય, જન્મ-મરણ ઘટી જાય. આવશ્યક ક્રિયાઓ મન-વચન-કાયાની શુદ્ધિથી કરવાની હોય છે. કરતી વખતે યોગ્ય સૂત્રોનો શુદ્ધ ઉચ્ચાર યોગ્ય સમયે જરૂર પ્રમાણેના ઉપકરણ અને મુદ્રાનો સહારો લેવાનો હોય છે. આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી જીવનમાં જોવાલાયક, જાણવાલાયક અને આચરવાલાયક ત્રણ તત્ત્વો પ્રત્યે અભિરુચિ ૭૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થાય તો કાળક્રમે આરાધક આરાધનાના સહારે કર્મરહિત થવાનો અધિકાર પ્રાપ્ત કરે. વિચાર શુદ્ધિ-પરિણામ શુદ્ધિ અપાવે. આરાધના લગભગ ક્રિયા, વિધિમાર્ગથી ચાલુ થાય છે. તેમાં ષોડશક ચિત્તદોષાષ્ટક ગ્રંથમાં કહ્યા પ્રમાણે – ૧. ખેદ, ૨. ઉદ્વેગ, ૩. ક્ષેપ, ૪. ઉત્થાન, ૫. ભ્રાંતિ, ૬. અન્યમુદ્દ, ૭. રોગ (રાગ), ૮. આસંગ. એ આઠ દોષ વર્જવાના હોય છે. ટૂંકમાં આરાધના-ક્રિયા કરતી વખતે મનની એકાગ્રતા જોઈએ. બોલવામાં આવતાં સૂત્રોનું અર્થ-ચિંતન જોઈએ અને વ્યક્ત કરવામાં આવતી વિચારધારાને અનુકૂળ ભાવના હોવી જોઈએ. સૂત્ર-ક્રિયા પોપટની જેમ નિરસતાથી ભાવ વગરની કરવામાં આવે તો એ નિરર્થક છે. મયણાસુંદરીએ મન-વચન-કાયાની એકાગ્રતાથી પૂજા કરી હતી. એ અમૃતક્રિયા હતી . તેથી તરત જ તેનો અનુભવ તેને થયો. રસોઈ વ્યવસ્થિત કરવામાં આવેતો ખાવી ભાવે. પચે ને રૂચે તેમ ક્રિયાનું ફળ અનુભવી શકાય છે. છાશ વલોવવાની ક્રિયામાં દહી-પાણીનું મિશ્રણ અત્યંત આવશ્યક છે. માત્ર પાણી વલોવવાથી કોઈ દિવસ માખણ ફળ સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. માટીવાળી જમીન ઉપર જો કોઈ લીંપણ કરે તો શું એ કામ આવે ? તેથી ક્રિયા રુચિવાળીસમજવાળી-ભાવપૂર્વકની થવી જોઈએ. આખા દિવસમાં પ્રાયઃ ૬/૭ વખત વસ્ત્ર બદલાની પદ્ધતિ સામાન્ય રીતે દેખાય છે. જેમકે-૧. પૂજાના, ૨. સામાયિકના, ૩. બહાર શુભ પ્રસંગે જવાના, ૪. બહાર અશુભ પ્રસંગે જવાના, ૫. બહાર દુકાન-ઓફીસ વિ. માં જવાના, ૬. ઘરમાં પહેરવાના, ૭. રાત્રીના તથા અન્ય કાર્ય માટે પહેરવાના-આનું મુખ્ય કારણ વસ્ત્ર પણ મનને પ્રસન્ન કરે છે. વસ્ત્રની ક્રિયામાં અસર થાય છે. જેમ વસ્ત્ર પહેરતી વખતે તેની સાથે તેનો ઉદ્દેશ્ય છૂપાયેલ છે. તેમ ક્રિયા સાથે પણ અનેક ભાવના છૂપાયેલી છે. ઉદા. પ્રભુભક્તિ, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ, જ્ઞાન આરાધન, તપારાધન, પ્રતિક્રમણ, સ્વાધ્યાન, ચારિત્ર આરાધન વગેરે. આ ક્રિયાઓ કરતી વખતે આરાધકે તે તે પ્રકારની વિધિ શુભભાવે કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તેવા સૂત્રો પણ ભાવ સાથે બોલવા જોઈએ. એક કવિએ કહ્યું છે : Page #102 -------------------------------------------------------------------------- ________________ આરાધકો કરજો રૂડી આરાધના, કદીય ન કરશો વિરાધના; ભૂલે ચૂકે જો કીધી વિરાધના, તો નિષ્ફળ જશે બધી સાધના. શાસ્ત્રમાં દરેક નાની મોટી ક્રિયાની સાથે તેના વિરાધનાના સ્થાન વર્ણવ્યા છે. જેમકે-સામાયિકના ૩૨ દોષ. ગુરુવંદનની ૩૩ આશાતના, જિનમંદિરની ૮૪ આશાતના પૌષધના-૧૮ દોષ. ગોચરીના ૪૨ દોષ. પચ્ચકખાણના અપવાદ કાઉસગ્નના આગાર વગેરે. પરીક્ષાના દિવસોમાં-ભણવામાં ધ્યાન ન રાખ્યું. વિષયને બરાબર ન સમજ્યા, પેપરના પ્રશ્નને ધ્યાન પૂર્વક ન વાંચ્યું અને માગ્યાપ્રમાણે ન લખ્યું તો ઉપેક્ષારૂપે કરેલી બેદરકારી (આશાતના) વિદ્યાર્થીને નાસીપાસ-નાપાસનું નુકસાન ફળ ભોગવવું પડશે. * પ્રાચીન કાળમાં વાસુદેવ નામે આચાર્ય ઘણા શાસ્ત્રના જ્ઞાતા હતા. જ્યારે નાના ભાઈએ જીવનમાં જરૂરીઆત હતી તેટલું જ જ્ઞાન પ્રાપ્ત કરેલ. મોટા ભાઈ આખો દિવસ ૫૦૦ શિષ્યોને વાચના (જ્ઞાન) આપનાં તેમાં તેઓને પરમ આનંદ થતો હતો. જ્ઞાનની આરાધના કરતાં કર્મ ખપાવતા. પણ એક વખત રાત્રીના સમયે મુનિઓ શંકાનું સમાધાન મેળવવા આચાર્ય ભ. પાસે આવ્યા. આજે અનેક મુનિઓના આગમનથી મુનિઓ ઉપર આચાર્ય દેવશ્રીએ કષાય કર્યો એટલું જ નહિં પણ વિચાર્યું કે, નાનાભાઈ કેટલા સુખી? તેઓ ભણ્યા નથી એટલે શાંતિથી આરામ કરે છે. જ્યારે હું ? બસ-કાલથી વાચના જ આપવાની બંધ. આચાર્યશ્રીનો આ નિર્ણય જ્ઞાનની આશાતના-જ્ઞાનાવરણીય કર્મ બંધરૂપે પરિણમ્યો. ફળ સ્વરૂપ બીજા ભવે વરદત્તનામે રોગી-મુંગા એવા રાજપૂત્ર થયા. ગુરુના ઉપદેશ અનુસાર જ્ઞાનની આરાધના કરતાં એ કાળક્રમે નિરોગી થયા. રસોઈમાં બેનો ભૂલ કરે, વ્યાપારમાં વ્યાપારી ઉપેક્ષા કરે જીવનની કોઈપણ ક્ષણ જો ધર્મને અનુકૂળ રીતે વાપરવામાં ન આવે તો તેથી આશાતના થાય-અથવા દુઃખી થવું પડે, એનું નિવારણ-ઉપાય એજ કે વિવેકપૂર્વક, વિનય સહિત વિચારેલી પ્રવૃત્તિ ક્રિયા કરો. સંસારમાં કોન્ટીટી પાછળ દોડનારા પ્રગતિ નહિં પણ વિના કારણની ઉપાધિ સ્વીકારે છે. જે આરાધક શાંતિથી-સમતાથી, વિચારપૂર્વક ક્વોલીટીવાળું કાર્ય કરે છે તે પ્રસંશનીય બને છે. તેનો વિકાસ થાય છે, આરાધક રૂપે પંકાય છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૮. ધર્મી આત્મા જ્ઞાનાવરણીયાદિ ૪ ઘાતી કર્મ ખપાવવા માટે જ્ઞાન-દર્શનચારિત્ર-તપ-આદિની વિશેષ પ્રકારે આરાધના તપ-જાપ-સ્વાધ્યાયાદિ પ્રકારે કરતા હોય છે. માત્ર આરાધના કર્મ ક્ષય માટે વિરાધના થી બચવા માટે મનવચન-કાયાની શુદ્ધિથી શુભ પરિણામથી કરે તો ધન્ય છે. પણ બાહ્યક્રિયા કરે, અસ્થીરતાથી કરે, બીજાને બતાડવા માટે કરે અવિધિથી કરે તો સમજવું તેમાં ઓછી વધુ આશાતના-વિરાધના છૂપાઈ છે. વર્ષો પૂર્વેની વાત-પૂ.આ. વિજયદાનસૂરિ મહારાજ બીલીમોરામાં બિરાજમાન હતા. તે દિવસે વ્યાખ્યાનમાં આરાધના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તપજપ-ક્રિયા-કર્મ વધુમાં વધુ કરીને હળુકર્મીનો માર્ગ બતાડવામાં આવ્યો હતો. એક ડોસીમાં પૂ. આચાર્ય ભ. પાસે આવી સુખશાતા પૂછી જીવનમાં કરેલી આરાધનાનું તપ-જપનું લીસ્ટ વાંચી રહ્યા હતા. પૂ. શ્રી એ ઘણાજ શુભ ભાવે એ બધુ સાંભળી પછી ડોસીમાંને કહ્યું-માજી આ બધુ ક૨ી-કહી-બતાડી તમે ધોઈ રાખતા નથી ને ? દાન-તપ કે આરાધન કર્યું હોય તેમાં સંતોષ માનવાનો ન હોય. વધુને વધુ કરવાની ભાવના કેળવવાની હોય. હવે બીજી કઈ આરાધના કરવી તેની ચિંતા કરવાની હોય. જે કર્યું તેની માત્ર અનુમોદના કરો. વર્ષના દિવસ કેટલા ? આજે તમારી ઉંમર કેટલી ? તે દરમ્યાન તમે કેટલા દિવસ-કલાક તપ જપ કર્યું ? જો હિસાબ કરો તો ૫-૧૦ ટક્કા પણ જીવનના સારા માર્ગે વપરાયા. માટે કર્યું તેની સાથે કરવાનું વિચારો. પ્રગતિ થશે. કર્મ ક્ષય થશે. લેશ્યા પરિણામ-ભાવના સુધરશે, ઉત્સાહ વધશે. માજી-ગુરુ મહારાજની વાત સાંભળી સત્યનો સ્વીકાર કરી મન-વચનકાયાથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામી દુક્કડં આપી નવું આરાધન કરવાની ભાવનાથી ધન્ય થયા. રાજા શ્રેણીક એક મંત્ર ચાંડાલ પાસે ગ્રહણ કરતા હતા. પણ જ્ઞાનનો વિદ્યા દાતાનો વિનય ન કરવાથી એ મંત્ર સિદ્ધ ન થયો. જ્યારે વિનય કર્યો તરત સિદ્ધ થયો. પુણ્યપ્રકાશના સ્તવનમાં આરાધનામાં વૃદ્ધિ કરવા ૧૦ અધિકા૨ો વીતરાગ પ્રભુએ ઉપદેશ્યા છે. તેમાં પણ ખાસ ભૂતકાળમાં થએલી વિરાધનાનો અધિકાર આવે છે. જેટલી આરાધના કરી તેનો આનંદ-સંતોષ માનવાનો હોય છે. સાથે Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૯ સાથે વિરાધના-પાપાચરણ-ને યાદ કરી ફરી એવી ભૂલ ન થાય તે માટે આત્મજાગૃતિ કરવાની છે. એ જાગ્રતિ જ ભવિષ્યમાં વધુ શુદ્ધ આરાધના કરવા પ્રેરણા આપશે. કોઈ પણ આરાધના મુખ્યત્વે તસ્સઉત્તરિ સૂત્રમાં કહ્યા અનુસાર પાપોની વિશેષ શુદ્ધિ માટે કરાય છે. આગળ જતાં એ સૂત્રમાં પ્રાયચ્છિત, શલ્યરહિત થવા, પાપ કર્મોનો નાશ કરવા માટે કહ્યું છે. ધ્યેય શુદ્ધ તો પરિણામ પણ સારું જ આવે. કષાયોની શાસ્ત્રીય ચર્ચામાં તેના ૪ પ્રકારો માટે ઘણું સ્પષ્ટ માર્ગદર્શન આપેલ છે. વર્તમાનમાં જે પ્રતિક્રમણ પાંચ પ્રકારના કરાય છે. તેમાં આ ૪ પ્રકારોને વણી લેવાયા છે. એજ રીતે મિથ્યાત્વ-સમકિત-અવિરતિ-વિરતિના વિચારો પણ પ્રગટ-અપ્રગટ યાદ કર્યા છે. આરાધક આરાધનાના માર્ગે પ્રગતિ કરે તો ઉત્તરોત્તર તેની પ્રગતિ થાય. દા.ત. મિથ્યાત્વી અવસ્થામાં કરવા ખાતર કરેલી આરાધના અને સર્વવિરતિ પણામાં સમજપૂર્વક કરેલી આરાધનામાં તેના ફળ-કર્મ ક્ષયમાં ઘણો સુધારો થાય. આત્મશુદ્ધિ ત્યારેજ થાય જ્યારે નિર્મળ બુદ્ધિથી પ્રવૃત્તિ થાય. રોજ-પ્રતિક્રમણમાં વંદિત્ત સૂત્ર બોલાય છે. જ્યારે પકખી-ચોમાસીસંવત્સરીમાં અતિચાર બોલાય છે. એ અતિચાર એટલે જ આચાર-આરાધનામાં કરેલી વિરાધનાનું કબુલાત નામું. ક્ષમા માંગવાની સર્વોત્તમ પદ્ધતિ. ભૂલોનું પ્રમાર્જન-સંશોધન કરવા માટેની તક, સુવર્ણને શુદ્ધ કરવા ભલે તેજાબનો ઉપયોગ કરવો પડે પણ તેથી સુવર્ણ પોતાનું વાસ્તવિક સ્વરૂપના દર્શન કરાવશે તેમ સ્પષ્ટ-બદ્ધ-નિધત્તની પછી નિકાચીતકર્મ બંધ ન થાય તે માટે વારંવાર પાપોથી પાછા હઠવાનું. પાપોનો સ્વીકાર કરવાનો, પાપોનું પ્રાયચ્છિત લેવાનું અનિવાર્ય જરૂરી છે. આરાધના ને વિરાધના ૪-૪ અક્ષરોમાં માત્ર એક જ અક્ષરને બદલવો પડે છે. હિંસાની સામે એક અક્ષરની વૃદ્ધિ-અહિંસા થાય. તેથી પુણ્ય કરાવે છે. જ્યારે અહિં એક અક્ષરને સ્થાને બીજા અક્ષરનું આગમન પાપના માર્ગનું પોષણ થાય છે એમ કહી શકાય. પાપ-વિરાધના એક નહિં અનેક વખત જાણે-અજાણે કરી હોય તો તેનો નાશ કરવા-ક્ષય કરવા જે શુભ પરિણામે આરાધના જીવ કરે છે તેનું ફળ અનેક Page #105 -------------------------------------------------------------------------- ________________ વખત કરેલી વિરાધનાથી અલ્પ સમયમાં બચાવે છે. જન્મ-મરણ ઘટાડે છે. માટે જ કહ્યું છે કે, સંસારને ઘટાડવો હોય તો ઉત્તમ પ્રકારની આરાધના-સાધનાઉપાસના કરો. રંગરાગમાં ગળાડૂબ બનેલા ઈલાચીકુમાર દોર ઉપર નાચતા જો કેવળી થયા હોય, પર્યુષણાના પવિત્ર દિવસે ન છૂટકે આહાર કરી રહેલા કુરગમુનિ જો કેવળી થઈ શકતા હોય તો તેનું એક જ કારણ છે, ખરા હૃદયથી કરેલો પાપનો પશ્ચાતાપ. પ્રશ્ન એ છે કે, આરાધના કરનાર આશાતના કેમ કરે ? શું તેને ખબર નથી કે આશાતનાપૂર્વકની કરેલી આરાધના નકામી થશે, નિષ્ફળ જશે. આશાતના કરનાર જો મિથ્યાત્વી હોય તો બીજાને બતાડવા આરાધના કરે. કપિલા દાસીએ દાનશાળામાં દાન આપ્યું પણ અનિચ્છાએ. હું નથી આપતી. શ્રેણીક રાજાનો ચોટલો આપે છે. ઉંધા લોટા ઉપર ગમે તેટલું પાણી નાખો, કોઈ દિવસ ભરાશે નહિં. બીજું આશાતના અજ્ઞાનતાથી પણ થાય. તે માટે જો આશાતનાનું જ્ઞાન થઈ જાય, આરાધનાનો ઉદ્દેશ સમજાઈ જાય તો આશાતના જરૂર અટકે. અઈમુત્તા મુનિએ અજ્ઞાનતાથી જ આશાતના કરેલ. સાચું સમજાઈ ગયું કે તરત તરી ગયા. ત્રીજી વાત આશાતના પ્રમાદ, બેદરકારી, ચંચળવૃત્તિ, એકાગ્રતાના અભાવે પણ થાય. પ્રભુ વિરે કહ્યું છે કે, ઉપયોગ એક જ સ્થળે રહે. એટલે ક્રિયા પણ કરે ને બીજી બાજું અન્ય કાર્ય કરે તો બેઉ બગડે. તેથી શાંતચિત્તે જે આરાધના કરે છે તે ફાવી જાય છે. મુનિ ઉપાશ્રયમાં જયણાપૂર્વક કાજો કાઢવાની ક્રિયા-પ્રવૃત્તિ કરતા હતા. કુદરતી રીતે મુનિના થોડા કર્મનો ક્ષય થઈ રહ્યો હતો. તેથી તેઓને અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું હતું. તેના કારણે મુનિએ જ્ઞાન દ્વારા ઈન્દ્ર મહારાજાને ઈન્દ્રાણીના પગ દબાવતા જોયા. આ માટે મોહરાજાનું નાટક જોઈ મુનિ હસ્યા. ફળસ્વરૂપ જે અવધિજ્ઞાન પ્રાપ્ત થવાનું હતું તે ન થયું. માત્ર હસવાના કારણે જો આટલું નુકસાન થતું હોય તો વિવેક-વિનય વગર કરેલી ધર્મક્રિયા કેટલું નુકસાન કરે? સંસારમાં અભવ્ય જીવ અને મિથ્યાત્વી જીવને એક અંધ, એક કાણો કહ્યો છે. અભવ્ય જિનદર્શનને સત્ય સ્વરૂપે જોઈ ન શકે અને મિથ્યાત્વી માની-સ્વીકારી Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ન શકે. માટે જ પ્રભુના વચન-દર્શનને સાચી રીતે જાણી વિરાધનાના માર્ગથી વિરામ પામવા પ્રયત્ન કરવો જોઈએ. આ સંસારમાં વધુમાં વધુ આરાધના કરવાનો અધિકાર (યોગ્યતા) મનુષ્ય ગતિના જીવોને છે. ત્યાર પછી થોડી યોગ્યતા તિર્યંચ જીવોને સ્વીકારવી પડે. બાકી દેવ-નરક અને યુગલિક જીવો પ્રાયઃ તેનાથી વંછીત જ સમજવા માટે મનુષ્યગતિ આરાધના માટે ઉત્તમ કહી છે. શરીરમાં જેમ અશાતા વેદનીયના કારણે રોગ આવે તેમ આરાધના કરતાં બેદરકારીના કારણે આશાતના થાય છે. રોગને દૂર કરવા જેવો રોગ તેવી દવા કરવી પડે, યાવતું ઓપરેશન પણ કરવું પડે. તેમ આશાતનાના બદલે જ્ઞાનદર્શન-ચારિત્ર-તપનું પ્રાયશ્મિત્ત લેવું પડે. નાની ભૂલ મોટું નુકસાન કરે તેમ આશાતના કરનારના જન્મ વધી જાય. અંતે મનમાં એક જ ગાંઠ વાળવાની કે ઓછી પણ શુદ્ધ ભાવવાળી-શાંતિથી આરાધના કરીશું પણ આશાતનાથી દૂર દૂર રહીશું. કોન્ટીટીનો મોહ અનર્થકારી, ક્વોલીટીનો આગ્રહ હિતકારી. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રા શ્રદ્ધાળુ અશ્રદ્ધાળુ આપદાં કથિતઃ પંથાઃ ઈરિયાણામસંયમ, તજજયા સંપદા માર્ગઃ યદિષ્ટ તે ન ગમ્યતા. ભાવાર્થ ઈન્દ્રિયોનો અસંયમ એ આપત્તિનો માર્ગ છે. ઈન્દ્રિયો ઉપર વિજય એ સુખ-સંપદાનો માર્ગ છે. બંને માર્ગ કલ્યા-બતાવ્યા છે, જે માર્ગે જવાની ઈચ્છા હોય તે માર્ગે જાઓ. શ્રદ્ધા એટલે અખંડ અતૂટ વિશ્વાસ. સર્વજ્ઞ ભગવંતોએ શાસ્ત્રમાં જે કહ્યું, પ્રરૂપ્યું તે કેવળજ્ઞાનીના વચન ઉપર દ્રઢ શ્રદ્ધા રાખવી એ સુખનો, શાંતિનો, સમાધિનો માર્ગ છે. સંસારમાં ડગલેને પગલે જે કાંઈ પ્રવૃત્તિ ચાલે છે તે બધો વ્યવહાર શ્રદ્ધાના પાયા ઉપર નિર્ભર છે. વ્યાપારમાં, રસોઈમાં, ખાવામાં, વાતચીતમાં બધે જ શ્રદ્ધાનું સામ્રાજ્ય જોવા મળે છે. તેથી જ જીવનમાં મૈત્રીનો વ્યવહાર ચાલે છે. તો પછી ધર્મમાં શા માટે અશ્રદ્ધાનો જન્મ થયો છે ? આ એક પ્રશ્ન છે. જ્ઞાનીપુરુષો ભૂત-ભવિષ્ય-વર્તમાન કાળને નજર સામે રાખી આગમના આધારે પ્રરૂપણા કરે છે. તેમાં નથી સ્વાર્થ કે નથી કેષ, જીવમાત્રનું કલ્યાણ થાય એ જ ભાવના છૂપાયેલી છે. માત્ર આવા ઉપકારક વચનો સ્વાર્થી સંસારી જીવને સંસાર ભોગવટામાં વિઘ્નરૂપ નડતા હોવાથી અશ્રદ્ધાનો સહારો લે છે. એટલું યાદ રાખવું જરૂરી છે કે, આ બધા વચનો ત્રિકાળજ્ઞાની કેવળજ્ઞાની એવા તીર્થકર પરમાત્માના સ્વમુખેથી વિધેયાત્મક રીતે કહેવામાં આવ્યા છે. પછી તેમાં ખામીઉણપને સ્થાન ક્યાંથી હોય? ૮૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૩ આજના માનવીની બુદ્ધિ કેટલી? સ્વાર્થ જયાં ઘવાતો હોય, ઈગો જ્યાં ભૂંસાતો હોય, મન માન્યું કરવા જ્યાં મળતું ન હોય ત્યાં સ્વાર્થના ઓઠાં નીચે અશ્રદ્ધા જન્મે છે. આજના યુવાન યુવતીઓ જુગ જૂના રીત રીવાજો, વિચારો, માન્યતાઓ માનવા તૈયાર નથી, તેમના મગજમાં આ વાતો બેસતી નથી. એ બધી કપોલકલ્પિત વાતો છે. એમ કહી પોતાની સ્વતંત્રતા, સ્વચ્છંદતાને પોષે છે. હકીકતમાં સ્વતંત્રતા એ જ પરતંત્રતા છે. જે આજે આપણે અપ્રગટ અનુભવીએ છીએ. શ્રદ્ધાનું સ્થાન શોધવા માટે ચિંતકે જ્ઞાની પુરુષને ચાર પ્રશ્ન પૂછ્યા : ૧. કર્થ ઉત્પાદ્યતે ધર્મઃ ? જ. શ્રદ્ધનોત્મદ્યતે ધર્મ ૨. કર્થ ધર્મો વિવધતે ? જ. દયા દાનેન વધત ૩. કથં ચ સ્થાપ્યતે ધર્મઃ ? જ. ક્ષયાત્રા સ્થાપ્યતે ધર્મો ૪. કર્થ ધર્મો વિનશ્યતિ ? જ. લોભાદ્ધર્મો વિનશ્યતિ. પ્રશ્ન-ઉત્તર ઘણાં વિચારણીય છે. તેમાં શ્રદ્ધાને કાળી જમીનનું સ્થાન આપ્યું. જ્યારે લોભને ધર્મની વિનાશક વિચારધારા કહી. જે જે મહાપુરુષો આગમગ્રંથો, આધ્યાત્મિક વાતોના સહારે મોક્ષ-મુક્તિને પામ્યા છે તે શ્રદ્ધાના દીવડે તરી ગયા છે. એ કારણે તીર્થંકર પરમાત્માને મહાસાર્થવાહ' કહ્યા છે. એ પરમોપકારી પ્રભુએ મોક્ષમાર્ગ બતાવ્યો છે. પોતે કર્મોને ખપાવી મોક્ષ-મુક્તિ પ્રાપ્ત કરી છે અને બીજા ભવી જીવોને મોક્ષે જવા, એ માર્ગ બતાવવા સાર્થવાહ જેવું ઉપકારક કાર્ય પણ કર્યું છે. પોતે તરે છે અને બીજાને તારે છે. (તિસાણ તારયા) વ્યવહારમાં જે બીજાનું હિત કરે, બીજાની ચિંતા કરે, કરૂણા, દયાથી ભલું કરવા ઉદ્યમ કરે, તેમના હૃદયમાં શ્રદ્ધાનો પાયો મજબૂત સમજવો-માનવો પડે. એક નીતિવચન છે કે, જે બીજાનું હિત કરે, ભલું ઈચ્છે તે અવાંતર રીતે પોતાનું હિત અનુમોદના દ્વારા કરે છે. આ મૈત્રી ભાવનાનું કર્તવ્ય નીચેના શ્લોકથી પૂરવાર થાય છે. શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નીરતા ભવતુ ભૂતગણ, દોષાર પ્રયાસુ નાશમ્ સર્વત્ર સુખી ભવતુ લોકાઃ. અર્થ સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણી સમુદાય પારકાનું હિત કરવામાં તત્પર થાઓ, દોષો વિશેષ નાશ પામો અને સર્વ જીવો સર્વ ઠેકાણે સુખી થાઓ. કોઈ ડૉક્ટર પાસે, વકીલ પાસે કે એન્જિનીયર પાસે જાઓ ત્યારે સર્વપ્રથમ Page #109 -------------------------------------------------------------------------- ________________ તેના ઉપર પૂર્ણ વિશ્વાસ-શ્રદ્ધા રાખો તો જ તમારું કાર્ય સફળ થાય. તેજ રીતે વીતરાગી દેવના વચન જ્યારે પણ વાંચો, સાંભળો કે જુઓ ત્યારે તે હિતકારક જ છે. કલ્યાણકારી છે એમ માનો. દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. છેલ્લી એક શતાબ્દિથી ઘણાં અણસમજુ લોકો પોતાના વિચારો પ્રમાણે પ્રભુના ૨૫૦૦ વર્ષ પૂર્વેના ઉપદેશોમાં ફેરફાર કરવાની માંગણી કરે છે. પણ યાદ રહે કે પ્રભુના ઉપદેશીય વચન કેવળજ્ઞાનના કારણે ત્રણેય કાળમાં ત્રણે લોકમાં સત્ય જ ઠરશે. વર્તમાનમાં અલ્પજ્ઞાનીની કે મિથ્યાત્વીની બુદ્ધિ કાંઈ જ કામમાં ન આવે. દરેક વ્યક્તિ પોતાના વિચાર પ્રમાણે સુધારો કર્યા કરે તો મૂળ વાત સાવ બદલાઈ જાય અને તેથી નુકસાન ઘણું થાય. સુધારાના સુધારા કરવા પડે. એક પિતા પોતાના પુત્રે કરેલા ચિત્રમાં ખામી દર વખતે તેના ભલા માટે બતાડતા હતા, પણ પુત્રને તે વાત ન ગમી. પિતા અનુભવી હતા. પુત્રને કહ્યું, ચિત્રને બજારમાં મૂકી જે ન ગમે ત્યાં ચોકડી કરવા બોર્ડ લગાવ્યું. પરિણામે આખું ચિત્ર ચોકડીના કારણે બગડી ગયું. બીજી વખત જે ગમે છે ત્યાં રાઈટ કરવા કહ્યું. કુદરતી રીતે તે ચિત્ર પણ બગડી ગયું. પછી પુત્રને સમજ પડી કે પિતા મને આગળ વધવા કહે છે. તેમ પ્રભુની વાણી ઉપકારક સંસાર સાગરથી તરી જવા માટે છે. કર્મશાસ્ત્ર અનુસાર એકસરખા રૂપરંગ સ્વભાવાદિથી યુક્ત માનવી આ જગતમાં જન્મ લેતા નથી. તેમાં થોડા ઘણાં ફેરફાર હોય જ છે. તેથી મનુષ્યને જન્મ લેવાની યોની ૧૪ લાખ કહી છે. એનો અર્થ એ છે કે, જેના વર્ણ-ગંધાદિ એક સરખા હોય તેવા મનુષ્યની એક યોની, આવી ૧૪ લાખ યોનીઓ છે. બીજી તરફ કર્મ ખપાવવા માટે જેમ દાન-શીલ-તપ-ભાવ અથવા અહિંસા, સંયમ-તપની જ્ઞાનીઓએ પ્રરૂપણા કરી છે. તેવી જ રીતે તત્વાર્થાધિગમ સૂત્રમાં સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાર્ગ બતાડ્યો છે. એનો સાર એ જ કે કર્મના કારણે કેટલાક આત્મા દર્શનની, કેટલાક આત્મા જ્ઞાનની, ચારિત્ર કે તપના આલંબનથી સુવિશુદ્ધ આરાધના કરી બાંધેલા કર્મનો ક્ષય કરી મોક્ષ જાય છે, જઈ શકે છે. માત્ર આરાધનામાં શ્રદ્ધા સ્થિર જોઈએ. શાસ્ત્રમાં આ જ વાત માટે ટંકશાળી વચનો – “આણાએ ધમો', “જયણાએ ધર્મ”, “ઉપયોગે ધર્મ', “વસ્તુ સહાવો ધમો” નજર સામે રાખવા જેવા છે. એક વાત નક્કી છે કે કર્મના બંધ પછી કાળક્રમે ઉદય હોય. જેવા કર્મનો Page #110 -------------------------------------------------------------------------- ________________ બંધ થયો હોય તેવા કર્મનો ક્ષય કરવા માટે તેવી જ આરાધના કરવાનું જ્ઞાની ભગવંતે ફરમાવ્યું છે. તાવ આવતો હોય તો તાવ માટેની જ દવા ડૉક્ટર આપે અને દરદીએ એ જ દવા લેવી પડે. એ જ પ્રમાણે શ્રદ્ધાના સહારે કરેલી આરાધના, ઉપાસનાથી પોતે એ કર્મથી મુક્ત થશે, કર્મ ક્ષય કરશે. દા.ત. વરદત્તે જ્ઞાનની વિરાધના કરી પછી જ્ઞાનીના કથનાનુસાર જ્ઞાનની આરાધના કરી તો એ કર્મક્ષય કરી મુક્ત થઈ ગયા. જ્ઞાની શ્વાસે શ્વાસે કર્મ ખપાવે છે. જાપ ધ્યાન કરનાર નવકાર મહામંત્રના એક અક્ષર, એક પદ કે નવપદ દ્વારા સાગરોપમના પાપ ખપાવે છે. નવકારશી જેવું સામાન્ય તપ કરનાર ૧૦૦ વર્ષના નરકના દુઃખોને નિવારે-હળવા કરે છે. એનો અર્થ એ જ કે જેની જેનામાં જેવી શ્રદ્ધા હોય અથવા ભક્તિરૂપી લાગણી હોય તે તેવા ઉત્તમ આલંબનથી પોતાનું હિત સાધી લે છે. આજનો અજ્ઞાની માનવી વ્રત-પચ્ચકખાણ, બાધા-નિયમોમાં શ્રદ્ધા રાખતો નથી, માનતો નથી પણ આ સંસારમાં કોન્ટીટી (સંખ્યા) અને ક્વોલીટી (સારું કાર્ય)ની પરસ્પર હરિફાઈ કરનાર છે. કોઈપણ આરાધના કે કાર્ય ઉત્તમ પ્રકારનું કરવું હોય તો તેમાં શ્રદ્ધા, ધીરજ, એકાગ્રતા વિગેરે ગુણો જરૂરી છે. કાળજીપૂર્વક ક્રિયા-પ્રવૃત્તિ કાર્ય કરનાર કોઈ દિવસ નિષ્ફળ જતાં નથી. શાંતિથી ચાલનાર, ખાનાર કે બોલનાર કોઈ દિવસ થાકતો-શ્રમીત થતો નથી. શ્વાસ તેને નડતો નથી. ધારેલું કાર્ય કુશળતાથી કુનેહપૂર્વક કરે છે. આ છે ક્વોલીટી. જ્યારે કોન્ટીટી-સંખ્યાની પાછળ દોટ મૂકનાર દિશા ભૂલી જાય છે. શુભભાવ તેનામાં પ્રવેશતોનથી. ધારેલા સ્થળે માની લઈએ કે ૨/૫ મિનીટ પહેલાં પહોંચે પણ ત્યાં ગયા પછી તરત શાંતિથી બોલવાનું તેના માટે અશક્ય બને છે. ફળસ્વરૂપ પરિણામ પુણ્ય ૧૦૦ ટકા મેળવવાની ઈચ્છા હતી ત્યાં ૨૫/૫૦ ટકામાં સંતોષ માનવો પડે છે. માટે જ જીવનમાં શાંતિથી કાર્ય કરવાનો આગ્રહ સાથે શ્રદ્ધા રાખવી. જમીનમાં વાવેલું બી ૮૧૫ કે ૨૦ દિવસે અંકુરરૂપે પ્રગટે છે, તેમાં અશ્રદ્ધા કરવી અયોગ્ય છે. જન્મ-મરણ ઘટાડવાની દવા ધર્મ છે. ધર્મ જો દ્રવ્યથી કરવા ખાતર કરશો તો તેથી રૂટિન ક્રિયા જેવું ફળ અલ્પ માત્રામાં મળશે, સમાધાન થશે. જ્યારે એ જ ક્રિયા ભાવપૂર્વક, અંતરના ઉમળકાથી, એકાગ્રતાથી કરવામાં આવે તો તેમાં ધર્મ ભાવના, ધર્મ કરવાની રુચિ વધશે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ધર્મારાધના ૫/૨૫ વખત ઉતાવળ કરવાને બદલે ૨/૫ વખત શાંતિથી કરવાથી શ્રદ્ધા વધે. શાંતિ-સમતા-સમાધિ વધે. ટૂંકમાં બંને પ્રવૃત્તિ-ક્રિયા ધર્મની, પણ એકમાં મીંડા પછી એકડો અને બીજામાં એકડા પછી મીંડા જેટલો ફરક છે. મહાપુરુષોએ તેથી જ નીચેના શ્લોક દ્વારા ટકોર કરી છે. સંસાર તુમણો, કમ્મ ઉભુલએ તદ્દાએ, ઉભૂલી જજ કસાયા, તહા ચઈજ સહણાઈ. ભાવાર્થઃ જો તમારે સંસાર ઘટાડવો હોય તો કર્મને નિર્મુલ કરો. તે માટે કષાયોને ઘટાડો તો તમે સચરિત્ર અને ચારિત્ર દ્વારા સહેલાઈથી ઉત્તમ ફળ પામશો. શ્રદ્ધા થયા પછી બાધા-વ્રત-પચ્ચકખાણનો વારો આવે છે. બાધા પંચની સાક્ષીએ (અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ અને આત્મા) મન-વચનું કાયાના શુભ પરિણામે સ્વીકારાય-લેવામાં આવે છે. તેનાથી મનને વશ કરી શકાય. પૂ. આનંદઘનજી મહારાજે કુંથુનાથ ભીના સ્તવનમાં લખ્યું છે કે – મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એક વાત નહિં ખોટી; મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, એક હિ વાત હી મોટી. ધર્મ કાઉસ્સગ્ન સ્વરૂપે હોય કે પૂજા-તપ-જપ વિગેરે સ્વરૂપે હોય તે બધું શ્રદ્ધાથી, બુદ્ધિથી, વૈર્યથી, ધારણાથી વૃદ્ધિ પામતી ધર્મ ભાવનાથી કરવાનો હોય છે. તો જ જીવન આર્તધ્યાન, રૌદ્રધ્યાન રહિત ધર્મધ્યાનમાં પસાર થાય. ધર્મ એ આત્મકલ્યાણનો માર્ગ છે, જ્યારે અધર્મ (૧૮ પાપસ્થાનક) પાપબંધનો માર્ગ છે. આ માર્ગમાં જો ૧૮મું મિથ્યાત્વશલ્ય પાપ નિવૃત્તિ લે, પોતાનું જતું કરે, સત્યનો સ્વીકાર કરે તો બાકીના ૧૭ પાપસ્થાનકની શક્તિ નબળી બની જાય. માટે જ વારંવાર આ પાપસ્થાનકની સાથે પ્રતિક્રમણની વિધિમાં ક્ષમા મિચ્છામી દુક્કડંથી મંગાય છે. ભગવાન મહાવીર સ્વામીએ ગણધર ગૌતમસ્વામીના પ્રશ્ન “હું મોક્ષે જઈશ કે નહિ ?' એના જવાબમાં “અષ્ટાપદ તીર્થની સ્વ-શરીરે જાત્રા કરનાર મોશે જાય.' એમ કહ્યું. આ વાત સાંભળી પૂર્ણ શ્રદ્ધાથી ગૌતમસ્વામી સ્વલબ્ધિથી સૂર્યકિરણોનું આલંબન લઈ અષ્ટાપદ તીર્થની સ્વદેહે જાત્રા કરી આવ્યા. અંબડ પરિવ્રાજક દ્વારા પ્રભુવીરના ધર્મલાભ'નો સંદેશ સાંભળી સુલસા-શ્રાવિકા શ્રદ્ધાભક્તિથી આનંદ પામી. ટૂંકમાં ઉપકારી નજીક હોય કે દૂર હોય શ્રદ્ધાના તારથી આત્મબળે તેનું ફળ અનુભવ રૂપે પ્રાપ્ત થયા વિના રહેતું નથી. Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા ને સમ્યક્તને નજીકનો સંબંધ છે. જે આત્માને સમ્યક્ત સ્પર્શે તે નીચેની વ્યાખ્યાને જીવનમાં ગુંથી-વણી લે છે. રગેરગમાં એ ભાવનાને વસાવી લે છે. (૧) પરમાત્માના વચનમાં અવિચલ શ્રદ્ધા. (૨) જીવાદિ નવતત્ત્વોમાં સુવિશુદ્ધ શ્રદ્ધા. (૩) સુદેવ-સુગુરુ-સુધર્મનો સ્વીકાર અને કુદેવ-કુગુરુ-કુધર્મનો પરિહાર. (૪) આત્માના શુદ્ધ સ્વરૂપ-મોક્ષને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના. સમકિતના શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણમાંથી આસ્તિક્ય ઘણું મહત્ત્વનું છે. એ માટે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે એક સ્થળે કહ્યું છે – “જે જિન ભાળ્યું તે નહિં અન્યથા, એડવો જે દ્રઢ રંગ” (તીર્થકર ભગવાને જે પદાર્થો જે સ્વરૂપે રજૂ કર્યા-કહ્યા છે, તે પદાર્થો તે જ સ્વરૂપે હોય છે. તેમાં લવલેશ શંકા ન હોય.) સમકિતની પ્રાપ્તિ થવાથી પરમાત્માના વચન ઉપર એવી દ્રઢ શ્રદ્ધા થઈ જાય છે કે, તેથી ભગવાને સંસારનું સ્વરૂપ જેવું કહ્યું-બતાડ્યું છે તેવું તે માની લે, ઓળખી લે. યાદ રાખો, સગી આંખે જે દેખાય છે એ કદાચ ખોટું પણ હોઈ શકે છે. (ઈદ સર્પ વા રજૂ?) પણ પરમાત્માના વચન તો સત્ય જ નહિં પરમ સત્ય છે. આવો શ્રદ્ધાળુ આત્માનો રણકાર હોય. અંતે ધર્મની અથવા વ્યવહારથી જે કાંઈ પ્રવૃત્તિ માનવી કરે છે તે સર્વપ્રથમ દ્રવ્યથી કરે પછી સમજણના કારણે મહિમાને જાણ્યા પછી તેનામાં શ્રદ્ધાના બીજ વવાય છે. અને અંતે ભાવથી ક્રિયા કરી કર્મક્ષય કરવાના ફળને પામે છે. એવા મીઠાફળ શ્રદ્ધાના સહારે સૌ કોઈ પામે એમાં નવાઈ નથી. ઉપકારી પુરુષોએ દીર્ધદષ્ટિથી ઉવસગ્ગહર, લઘુ શાંતિ બૃહતુશાંતિ, સંતિકરમ્, ભક્તામર જેવા સૂત્ર-સ્તોત્રમાં ભારોભાર શ્રદ્ધાની સુવાસ ફેલાવી છે. સૂત્ર સ્તોત્ર બોલતાં જાઓ, તેના અર્થનું ચિંતન કરતાં જાઓ ને શ્રદ્ધાના પુષ્પ પ્રભુ ચરણે સમર્પિત કરી ધર્મારાધના અખંડીત અમ્બલીત કરતા જાઓ. તેના કારણે પ્રભુની કૃપા ઈચ્છીતરૂપ આપે જ છે. એવા ફળનો અનુભવ કરી સૌ ધન્ય બને. એજ અભિલાષા. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૪ IQ સભાવ દુર્ભાવ આકર્ષિતોડપિ મહિતોકપિ, નિરીશિતોકપિ, નૂન ન ચેતસિ મયા વિકૃતોકસિ ભકત્યા, જાતોડસ્મિ તેન જન બાંધવ ! દુઃખ પાત્રમ્, યસ્માત ક્રિયા પ્રતિફલતિ ન ભાવ શૂન્યા. ભાવાર્થ: હે જગત બંધુ ! મેં આપના ઉપદેશને ઘણો સાંભળ્યો, આપની ખૂબ પૂજા કરી તથા દર્શન પણ આપના ઘણાં કર્યા, છતાં એ બધુ નિશ્ચય પૂર્વક ભાવથી નથી કર્યું તેથી ઘણાં દુઃખનો પાત્ર બન્યો છું. (હવે સમજાયું કે, ભાવશૂન્ય (દ્રવ્યક્રિયા) ક્રિયા ક્યારેય ફળવંતી થતી નથી. “યાદશી ભાવના, તાદશી ફલ' ભાવના ભવનાશિની' ભાવનાનું ઉદ્ગમ સ્થાન મન છે, જ્ઞાન-ક્રિયા-મોક્ષ જેમ સુપ્રસિદ્ધ છે તેમ ઉચ્ચ ભાવ અને પવિત્ર મન ભેગા થાય તો પરિણામ સારા આવે. કહ્યું છે કે, જેવી ભાવના તેવું ફળ તમે પામશો-મેળવશો. રસોઈ કરનારે ભોજન રસવંતુ કરવા માટે ઘણી કાળજી રાખી પણ રસોઈમાં મીઠું નાખવાનું ભૂલી ગયા. તો તે ભોજન નીરસ બને. ખાવું ન ભાવે તેમ ધર્મની આરાધનામાં બધી જ વિધિ બરાબર થતી હોય, ઉપકરણ પણ જરૂરીઆત પ્રમાણે વાપર્યા હોય પણ ક્રિયા કરતી વખતે તેમાં ભાવ જ ન હોય તો એ સાવ ફીકકુંલુખ્ખ લાગે તેથી કહ્યું છે : ૮૮ Page #114 -------------------------------------------------------------------------- ________________ CC ‘ભાગ્યને આત્મહિત અનયા ઈતિ ભાવના.” ભાવના ભવનાશિની', “આત્માને ભાવયીતિ ભાવના” ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળજ્ઞાન.” આ જીવે પૂર્વ જન્મોમાં અનંતીવાર મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના ભાવ વગર કરી હશે. પણ તે બધી કમને ઉપર છલ્લી કરી હોવાથી જેવા પ્રકારનું ફળ પ્રાપ્ત થવું જોઈએ પરિણામ આવવું જોઈએ તેવું દ્રવ્યક્રિયાના કારણે પ્રાપ્ત ન થયું. જ્યારે ભાવક્રિયા કરવાની ભાવના જાગે અને મન તેમાં સૂર પૂરે તો નિશ્ચિત શાસ્ત્રમાં કહ્યું છે તેવું ફળ આપી શકે છે. ભાવ-એ નિરાશાવાદીના રોદણાં નથી. દેવાદાર-લેણદારનું વણ માગ્યું દુઃખ નથી. અમર આશાની દીવાદાંડી છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિની નાવ નરકના દ્વારથી જો પાછી ફરી હોય તો તેમાં પણ ઉત્તમ ભાવે જ ભાવ ભજવ્યો. મનને બગાડનાર ? જેમ મનને સુધારનાર, કાબૂમાં રાખી કામ કઢાવી લેનાર ભાવ છે તેમ મનને અશુભ પરિણતિમાં લઈ જનાર “લેશ્યા” છે. છ લશ્યાનો પરિચય કરાવતો કોઠોઃ નામ | અધ્યવસાય વર્ણ | રસ | ગંધ સ્પર્શ | કૃષ્ણલેશ્યા | અશુભ | કાજળ | કડવી તુંબડી સડી ગયેલા ગાયના, કરવતથી તીવ્રતમ | જેવો | જેવો | ક્લેવર કરતાં વધુ | વધુ કર્કશ નીલલેશ્યા અશુભ નીલો | સુંઠ-મરીથી મરેલા પશુની દુર્ગધ ગાયની જીભથી તીવ્રતર વધુ તીખો | કરતાં વધુ | વધુ કર્કશ | કાપોતલેશ્યા અશુદ્ધ કWાઈ | કાચી કેરીથી | સર્પના દુધથી | સાગના પાંદડા તીવ્ર વધુ ખાટો વધુ જેવો કર્કશ પીતલેશ્યા મંદ હિંગળોક | પાકી કેરીથી સુંગધિત પુષ્પ રૂ કરતાં (તેજો) લાલ રંગ વધુ ખટમીઠો કોમળ પાલેશ્યા મંદતર હળદર | મધુ કરતાં | પીળાતા પદાર્થથી | માખણ કરતાં જેવો પીળો વધુ મીઠો વધુ મીઠો કોમળ શુક્લલેશ્યા | મદંતર શંખ | ક્ષીર-સાકથી | | અત્તરદિથી | શિરીષ પુષ્પથી શ્વેત | વધુ મીઠો | વધુ મીઠો | વધુ કોમળ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૦ . ધર્મ કરવા મનને શિખામણ આપવી પડે. હે મનડા ! જ્યાં સુધી ‘જરા’ (વૃદ્ધાવસ્થા) તને પીડા આપતી નથી. ‘વ્યાધિ’ વૃદ્ધિ પામતી નથી. ‘ઈન્દ્રિયો’ શિથીલ થઈ નથી. તારું ધાર્યું કરવા માટે બીજા બધા સંયોગો સાનુકૂળ છે ત્યારે હે આત્મન્ ! તું તારા આત્માનું સાધી લે. વહી ગયેલી ક્ષણ સમય-તક ફરી ફરી આવવાની નથી. તેથી ભ.વીરે ગૌતમસ્વામીને કહ્યું, ‘સમય ગોયમ મા પમાયએ’. ભાવ અને ૧૨ (૪) – ૧૬ ભાવના : ભાવ-પરિણતિ બગડે નહીં. ધર્મ ધ્યાનમાં સપ્રવૃત્તિમાં વૃદ્ધિ થાય તે માટે ૧૨+૪=૧૬ પ્રકારની ભાવના (વિચારો) ભાવવાની ઉપકારી ભગવંતે બતાડી છે. જેવા પ્રકારની પ્રવૃત્તિ કરતાં હોઈએ તેમાં જો મન ચળ-વિચળ અસ્થિર થાય તો તેની સ્થિરતા માટે અનુકૂળ ભાવના ભાવવી જોઈએ. ઉદાહરણ રૂપે મનગમતા શરીરદ્વારા સુખ ભોગવવા છે. પણ તે મળતા નથી. તે માટે અનિત્ય ભાવના દ્વારા શરીરાદિ ક્ષણભંગુર છે તેવા જો વિચારો સ્થિર થાય તો પછી મન ઉદાસ ન થાય. ૧૨ ભાવના-અર્થ-આરાધક : બાર ભાવનાથી આપણે અશુભ વિચારોથી રોકાઈ જઈશું. હવે મોક્ષનું બીજ સમકિત છે. સમકિતનું મૂળ તત્ત્વત્રયી ઉપર દ્રઢ શ્રદ્ધા છે. તેનો જીવનમાં વાસ થાય. જીવન આદર્શમય સારા વિચારથી યુક્ત બને તે માટે નીચેની ચાર ભાવનાથી ભાવિત થવું જોઈએ. ભાવના અર્થ અનિત્ય ધન, ધાન્ય, શીરાદિ સર્વ પદાર્થો ક્ષણભંગુર છે. અશરણ |તીવ્ર કર્મોદયથી કોઈ બચનાર નથી, શરણરૂપ નથી. અન્યત્વ સંસાર ચાર ગતિરૂપ સંસાર દુઃખનો ભંડાર છે. એકત્વ આ જીવ એકલો આવ્યો છે ને એકલો જવાનો છે. આ જીવથી શરીરાદિ સર્વ વસ્તુઓ પર છે. અશુચિ આ શરીર ગમે તેટલું સ્વચ્છ કરો, અશુચિ-અપવિત્રનો ભંડાર છે. પૂર્વ ભવમાં બાંધેલા કર્મ જ અત્યારે ઉદયમાં આવે છે. સંવર પૂર્વ ભવમાં બાંધેલા કર્મો ૫૭ ભેદથી રોકી શકાય છે. નિર્જરા બાંધેલા કર્મો તપ આદિ ૧૨ પ્રકારથી ખપી જાય છે. લોક આ જગત અનંત અનાદિ છે, છ દ્રવ્યનો સમૂહ છે. બોધિદુર્લભ રત્નત્રયીની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આશ્રવ ધર્મ ધર્મ એ જ ઉત્કૃષ્ટ મિત્ર છે, પરમ હિતકારી છે. આરાધક ભરતચક્રી અનાથીમુનિ મલ્લિનાથ મિત્ર નમિરાજર્ષિ મૃગાપુત્ર સનતકુમાર ચક્રી સમુદ્રપાલ મુનિ હરિકેશી મુનિ અર્જુનમાળી શિવરાજર્ષિ ઋષભદેવ ૯૮ પુત્ર ધર્મરૂચિ અણગાર Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧ મોક્ષનું બીજ સમકિત છે. સમકિતનું મૂળ જેમ તત્ત્વત્રયી ઉપર શ્રદ્ધા છે. તે રીતે જીવનને આદર્શ બનાવનારી ચાર ભાવના છે. મૈત્રી - પ્રાણી માત્રના હિતનું ચિંતન કરવા રૂપે. - તીર્થંકરનો આત્મા. પ્રમોદ - ગુણો-ગુણીજનો તરફ આદરબુદ્ધિ રૂપે. - કુરગડુ મુનિ. કારુણ્ય – દુઃખથી પીડિત પ્રાણીઓના દુઃખને દૂર કરવાની પ્રવૃત્તિ રૂપે. માધ્યસ્થ – ઉપદેશ કે હિતશિક્ષાદિથી ન સમજે તેવા દુબુદ્ધિ લોકો તરફ ઉપેક્ષા રૂપે. માનવી સારી ભાવના ભાવી ન શકે અથવા સ્વભાવ અનુસાર તેનાથી અલિપ્ત રહે તો તેનું જીવન આદર્શમય, અભિનંદનીય ન થાય. તેના સ્થળે દુર્વિચારોના કારણે દુર્ગતિનો અતિથિ થાય - માટે એ લશ્યાને જાણી સમજી વિચારી લેવા જોઈએ. છ વેશ્યા અને જનરલ વિચાર : ૧. કૃષ્ણ : રૌદ્ર સ્વભાવી, ક્રોધી, અદેખો, મારફાડ કરનાર, દયારહિત નિર્વસ પરિણામી-નરકગામી. ૨. નીલ : મંદબુદ્ધિ, કામી, ઠગ, અભિમાનનું પ્રદર્શન કરનાર-પ્રાયઃ તિર્યંચમાં જાય. ૩. કાપોતઃ ઉપાધિવાન, આવેશવાન, સ્વ-પ્રસંશક, દુર્ગતિગામી. ૪. પતિ : જ્ઞાનનો સંગી, સદબુદ્ધિનો વારસદાર, વિવેકી, વિચારક, સંતોષી મનુષ્ય દેવગતિ પ્રાયઃ પામે. ૫. પ : ક્ષમાપ્રધાન જીવન, ત્યાગની રુચિવાળો, ધર્મ ઉપાસક, પ્રસન્ન ચિત્ત મનુષ્ય દેવગતિ પ્રાયઃ પામે. ૬. શુક્લ : અકષાયી, દૂષણ વગરનો, પ્રભુ ભક્તિનો રાગી. – મોક્ષગામી. ભાવની વ્યાપાકતા : ભાવ-શબ્દનો સામાન્ય અર્થ કિંમત-મૂલ્ય જેમ થાય છે. તેમ “ગુણ' અથવા ધર્મ” પણ થશે. તત્ત્વાર્થાધિત્રમ સૂત્રમાં “ઔપશમિકાદિ પાંચ ભાવને વર્ણવ્યા છે. એનો અર્થ એ કે ભાવનું ક્ષેત્ર જેટલું વિસ્તારીએ તેટલું વિસ્તારી શકાય છે. એ જ રીતે જ્યાં જ્યાં ભાવ શબ્દ લગાડાય છે ત્યાં ત્યાં સોનામાં સુગંધ જેવું કાર્ય થાય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ભેદમાં દાન, શીલ, તપની સાથે ભાવને પણ સ્થાન મળ્યું. નિપાની પ્રરૂપણામાં નામ, સ્થાપના, દ્રવ્યની સાથે ભાવને સ્થાન આપ્યું છે. કર્મવિજ્ઞાનની વાતમાં કર્મબંધ માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળની સાથે ભાવને ભાગીદારી આપી. ધર્મક્રિયાઓ જે પુણ્યશાળી સર્વ પ્રથમ કરતા હોય તેને દ્રવ્યક્રિયાની સંજ્ઞા મળે. પછી સમજપૂર્વક વિધિ સાથે આરાધના સારી રીતે કરે એટલે “ભાવક્રિયા નો દરજ્જો મળે. ચારિત્ર સાથે ભાવ ભળે એટલે કર્મ ખપે અને કર્મ ખપે એટલે મોક્ષ મળે. - એક સ્થળે આત્માની શક્તિ-મલીનતા યા નિર્મળતાના માટે ધ્યાનને સાધનરૂપે કહ્યું છે. તે દ્વારા આત્મનિરીક્ષણ અને આત્માના અવાજને સાંભળવાની તકનો-પ્રેરણાનો અનુભવ થાય. જે દિવસે એની જાણકારી વ્યવસ્થિત થાય તે દિવસે સંસાર સાગરથી પાર ઉતરવા માટેની દ્રષ્ટિ જાગ્રત થાય. મન તૈયાર થાય. નિશ્ચિત સંસાર સમુદ્રને પાર પણ પામી જાય. ધ્યાન એટલે અન્ય પ્રવૃત્તિ વિચારોમાંથી મનને ઈચ્છીત વિચારો તરફ વાળવું, સ્થિર કરવું. ઉંડા અનુકૂળ-પ્રતિકૂળ વિચાર કરવા. જાપ-એટલે કર્મક્ષય માટે આરાધના રૂપે મંત્ર સ્વરૂપ અક્ષરોનો શુદ્ધ ભાવે સ્મરણ-જાપ કરતી વખતે ભાષ્ય જાપ, ઉપાંશુ જાપ, માનસ જાપ ને છેલ્લે અજપાજાપ (ઓટોમેટીક ચાવી કે બેટરી વગર ઘડિયાળ ચાલે તેમ)ની કક્ષાએ સાધક ત્યારે જ પહોંચે જ્યારે તેના વિચારોમાં, જીવનમાં સ્ત્રના અધ્યાયનું દ્વાર ખોલે. નવકાર મંત્રના ૯ લાખના જાપ નરકગતિ દૂર કરે. કોઈપણ ધર્મક્રિયામાં મુદ્રાને આસનને પણ અપનાવેલ છે. મુદ્રા અનેક પ્રકારની છે. જે ઉદ્દેશ્યથી જાપ થતો હોય તેની સાથે સાનુકૂળ મુદ્રાને પણ સાચવવી પડે છે. સિદ્ધચક્રાદિ પૂજનમાં પણ છ પ્રકારની મુદ્રા દ્વારા સિદ્ધચક્રજીનું આહાન કરાય છે. ઘરમાં પણ મહેમાનની સાથે ક્યારેક મુદ્રાનો પણ વ્યવહાર થાય છે. આસન-સુખાસન-પઘાસન-વીરાસન જેવા અનેક આસન જાપની સાથે સંકલીત કરાયા છે. પ્રમાદ વગર એકાગ્રતાથી જો ધ્યાન-કાઉસ્સગ્ન-જાપ વિગેરે કરવા હોય તો સાધકને આસન ઘણું મદદગાર બને છે. પ્રતિક્રમણમાં તેથી જ અનેક આસનનો ઉપયોગ થાય છે. શરીર – પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ એમ પંચ મહાભૂતનું નિવાસ સ્થાન છે. બીજી રીતે પાંચ ભૂતથી બનેલું છે. શરીરમાં ધ્યાન માટે કામ આવે Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૩ એવા છ ચક્ર પણ ગોઠવાયેલા છે કે જેના પ્રભાવે, જેના કારણે માનવ-મહામાનવ બને છે. સામાન્ય વ્યક્તિ પ્રભાવશાળી બને છે. આ છ ચક્રના મંત્ર સ્વરૂપ મૂળાક્ષર 3ૐ હ્રીં ય ર લ વ એવા છ અક્ષરો છે. એટલું જ નહિં પણ દરેક ચક્રની સાથે તીર્થકર ભગવાન, યક્ષ-યક્ષિણી અને સ્વરવ્યંજનના ઓછા-વધુ અક્ષરો સંકળાયેલા છે. જો સાધક માત્ર એક જ કુંડલી (ચક્ર)ને સિદ્ધ કરે તો તેનું સાંસારીક યા આધ્યાત્મિક કાર્ય સિદ્ધ થાય, સરળ બને છે. વચનસિદ્ધ પુરુષ બને છે. ભ. પાર્શ્વનાથ સ્વામીનું નામ આદેય નામકર્મના કારણે લોકજીભે વસી ગયું છે. તેમ સાધકની શક્તિ પણ પ્રસિદ્ધિ પામે. આ ચક્રનો વાર સાથે રંગ સાથે પણ નજીકનો સંબંધ છે. રસોઈ ત્યારે જ થાય જ્યારે બધી સામગ્રી હાજર હોય, મદદરૂપ હોય. તે જ રીતે આ ચક્રની સાથે અનેક વાતો સંકળાયેલ છે. સાધક જ્યારે ધ્યાન-યોગાદિ કરે ત્યારે અંગ-વસ્ત્ર-મન-ભૂમિ-ઉપકરણશુદ્ધ (ન્યાયી) દ્રવ્ય વિધિ શુદ્ધતા એ સાતનો વિચાર પણ કરવો પડે. કામ કરતા જાઓ ને ભાવને નિર્મળ બનાવતા જાઓ. શરીરમાં જે જે નાડીઓ કામ કરે છે. તેમાં પણ આ મંત્રદ્વારો જો ગમણાગમણ કરે તો સ્વચ્છતા-શુદ્ધતા-નિર્મળતાનો અનુભવ થાય છે. તેથી જ કહેવાય છે કે, “શ્વાસે શ્વાસે સમરૂ સ્વામી, જીવના આધાર' આજના યુગમાં નાડી બ્લોક થઈ (બંધ થઈ) એમ કહેવાય છે. તે માટે પણ ભાવ સહિતની ઉત્તમકોટીની સાધના ઉપયોગી બને છે. સાધનાના કારણે સાધકનું શરીર વૈભવસભર અને આદરણીય બને છે. તંદુરસ્તી અને સુખાકારી પ્રાપ્ત થવાથી તેને સાધનામાં કાંઈ વિન આવતું નથી. ઉત્સાહ ઉમંગથી એ ધ્યેય સિદ્ધ કરવા પ્રયત્નશીલ બને છે. સફળતાને પ્રાપ્ત કરે છે. માટે જ ભાવને જીવનમાં મહત્ત્વ આપો. શાતાવેદનીય કર્મનો ઉદય હોય અને વર્તમાનમાં મળેલા શરીર દ્વારા સુકૃત કરવાની સાધક થવાની ભાવના થાય તો સમજવું કે ત્યાગી વૈરાગી થવા તેને વાર નહિ લાગે એક વખત આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ થયું પછી જન્મ-મરણ ઘટે તેમાં આશ્ચર્ય નથી. સામાયિકનો બે ઘડીનો કાળ તેને ઘડીમાં જોવો ન પડે. સાધનાના કારણે સ્વાભાવિક ખબર પડી જાય. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ઉદાહરણ : સ્વયંભૂરમણ સમુદ્રમાં ચોખાના દાણા જેટલી કાયાવાળો તંદુલીયો મત્સ્ય મોટા માછલાની પાંપણ પર નિવાસ કરે છે. તેણે મોટા મલ્યના મુખમાં અનેક નાના માછલા આવ-જા કરે છે તે જોયા. તેમાંથી એકેયને પણ આરોગતો નથી. મૂરખ છે. આ અશુભ વિચારે એ જીવ નરકગતિ પામે છે. રાજગૃહી નગરીનો ભીખારી પણ અશુભ વિચારે શિલાને પહાડ ઉપરથી ફેકીને બીજાને મારવા જતાં પોતે મરી નરકગતિ પામે છે. અષ્ટાપદ તીર્થ ઉપર રાવણ વીણા વગાડે છે. મંદોદરી નૃત્ય કરે છે. વિણાના તાર તૂટી જતાં નૃત્ય અખંડ રાખવા રાવણે પોતાની નસ તેમાં જોડી નૃત્ય અખંડ રાખી અપૂર્વ પુણ્ય બાંધ્યું. જીરણ શેઠ ભાવથી પ્રભુવીરને ચોમાસી તપના પારણાનો લાભ આપવા વિનંતિ કરે છે. પણ પારણાનો દિવસ ભૂલી ગયા. બીજા શ્રેષ્ઠીએ લાભ લીધો. તેની અનુમોદના કરતાં અશ્રુત વિમાનવાસી દેવો થયા. રાજા શ્રેણિકના પટ્ટરાણીની દાસી કપિલાને દાનશાળામાં દાન આપવાનું પુણ્ય કાર્ય સોપ્યું પણ દાસીને તે ન રૂચ્યું. સૌને એક જ વાત કહેતી હું દાન આપતી નથી. શ્રેણીક રાજાનો ચોટલો (ચમચા) આપે છે. તેવા અશુભ ભાવના કારણે અભિવિનો એ જીવ પુણ્ય બાંધી ન શક્યો. દુર્ગતિને પામ્યો. માનતુંગ સૂરિમ. ભક્તામર સ્તોત્રની રચના શ્રદ્ધાથી ભક્તિથી જિનશાસનની પ્રભાવના માટે સમર્પણની ભાવનાથી કરી. ફળસ્વરૂપ બેડીના બંધનથી મુક્ત થયા. ટૂંકમાં જાપ-ધ્યાન-કાઉસ્સગ્ગાદિનું ફળ કાળાંતરે મોક્ષની પ્રાપ્તિ છે. સૌ જીવો તે સ્થાને પહોંચે એજ. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૫. દેવ દેવાધિદેવ નામ જિણા જિન નામા, ઠવણ જિણા જિવંદ પડિમાઓ, દવ જિણા જિન જીવા, ભાવ જિણા સમવસરણ થયા. ભાવાર્થ : વીતરાગ પરમાત્માનું નામ-એ નામજિન છે. પ્રતિમા એ સ્થાપનાજિન છે. જિનેશ્વરનો આત્મા (જીવ) એ દ્રજિન છે. અને સમવસરણમાં બીરાજી બારે પર્ષદા સમ્મુખ દેશના આપે એ ભાવજિન છે. દસહા ભવણહિવઈ, અવિહા વાણમંતરા હુંતિ જોઈસિયા પંચવિહા, દુવિહા વેમાણિયા દેવા ! ભાવાર્થ દેવગતિના દેવોના ૧૦ ભવનપતિ, ૮ વાણવ્યંતર, ૫ જ્યોતિષી અને ર વૈમાનિક એમ ૨૫ પ્રકારો છે. દેવ' એટલે સામાન્ય રીતે પુણ્યોદયથી ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરેલ (૧૨ દેવલોકમાં વસનારા) આત્મા. બીજી રીતે સંસારી જીવોને શુભ આરાધના-સાધના-ઉપાસના કરવા લાયક મોક્ષગામી. સંસારથી મુક્ત થએલ વીતરાગ પરમાત્મા સિદ્ધાત્મા. તેથી આપણે સર્વપ્રથમ દેવગતિના જીવોની મુલાકાત લઈએ. ચતુર્ગતિરૂપ સંસારમાં દેવગતિમાં જન્મેલા જીવોને દેવ' કહેવાય છે. તેના કુલ જીવવિચારમાં કહ્યા મુજબ પર્યાપ્ત-અપર્યાપ્ત મળીને ૧૯૮ પ્રકારો છે. મુખ્યત્વે ભવનમાં રહેનારા-ભવનપતિ, જંગલાદિમાં વસનારા વ્યંતર, આકાશમાં ૯૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ ગમનાગમણ કરનારા જ્યોતિષી અને છેલ્લા વિમાનમાં રહેનારા વૈમાનિક દેવો છે. આ ચારે પ્રકારના નામધારી દેવામાં પ્રથમ બે પાતાલલોક (મનુષ્યલોક)માં રહે છે. જ્યારે બીજા બે ચૌદ રાજલોકની અંદર ૮ થી ૧૪ રાજલોકમાં પોતપોતાની યોગ્યતા અનુસાર રહે છે. (સકલતીર્થ સૂત્ર અનુસાર) ચોથા પટ્ટધર શ્રી સ્વયંભવસૂરિ મહારાજે દશવૈકાલિક ગ્રંથની પહેલી ગાથામાં ઘણી સમજવા જેવી વાત કરી છે – ધખો મંગલ મુક્કિ, અહિંસા સંયમો તવો / દેવા વિત્ત નમસંતિ, જરૂધમે સયામણો . ભાવાર્થ: “ધર્મ એ સર્વ મંગલોમાં ઉત્કૃષ્ઠમાં ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસાસંયમ અને તપ એ ત્રણ ધર્મના પાયા છે. એવો કલ્યાણકારી ધર્મ જે મનુષ્યના હૃદયમાં, અણું અણુમાં વસેલો છે તેવા (જીવ-મનુષ્ય) કલ્યાણવાંછુ આત્માને દેવતા પણ નમસ્કાર કરે છે.” કલીકાળનું આશ્ચર્ય છે કે, વર્તમાન માનવી સામાન્ય રાગ-દ્વેષી દેવતાને સ્વાર્થની ખાતર નમસ્કાર કરે છે. જાપ જપે છે. હૃદય મંદિરમાં કાર્ય માટે બિરાજમાન કરે છે. જ્યારે મહાપુરુષો કહે છે, કે દેવતા માનવીને દેવગતિમાંથી નમસ્કાર કરે છે. આમાં બન્નેનો વિચાર ભેદ સમજવા જેવા છે. એક રાગ-દ્વેષવિષય કષાયથી યુક્ત હતા અને છે. જ્યારે બીજા સર્વથા રાગ-દ્વેષ રહિત વીતરાગી કમરહિત છે. હકીકતમાં દેવતાઓ મુખ્યત્વે ચાર કારણે મૃત્યુલોકમાં આવે છે. (૧) તીર્થંકર પરમાત્માના (૪) કલ્યાણકને ઉજવવા ભક્તિ કરવા. (૨) ત્યાગીતપસ્વી-જ્ઞાની મહા પુરુષોના દર્શન કરવા, ધર્મભાવનાની અનુમોદના કરવા. (૩) શાસન પ્રભાવના રૂપે કલ્યાણકારી શુભ કાર્ય. અનુષ્ઠાનની અનુમોદના કરવા અને (૪) પૂર્વ ભવે બાંધેલા કષાયો-રાગ દ્વેષના કારણે જીવોની સાથે એક યા બીજી રીતે વેર વાળવા. દુઃખ આપવા. ચતુર્ગતિમાં જન્મેલા જીવોના જાતિસ્વભાવને જો જોઈશું તેના ઉપર વિચાર કરીશું તો દેખાશે કે, દેવતા વાસનાના ભૂખ્યા (યોગ્યતા પ્રમાણે ઓછા-વધુ) અને અવિરતિવાન હોય. મનુષ્ય-ભાગ્યમાં હોય તો ધર્મ પામી શકે છે. વિરતિમય Page #122 -------------------------------------------------------------------------- ________________ 09 જીવનજીવી શકે છે. અન્યથા ભવ હારી જાય. તિર્યંચ જીવો લગભગ અવિવેકી અને સમ્યજ્ઞાન વિનાના અજ્ઞાની હવે નરકના જીવો દુઃખની ખાણમાં શેકાતારીબાતા હોય છે. પંદર પરમાધામીઓ તેઓને દુઃખ આપતા હોય. દેવ ગતિના જીવોની યોની–૪ લાખ, આયુષ્ય-૨ થી ૩૩ સાગરોપમનું, પ્રાણ-૧૦, શરીર-વૈક્રિય, ૧ થી ૭ હાથ જેટલું, પર્યાપ્તિ-છ, દેવની ઓળખ, (૧) જમીનથી ૪ આંગળ ઉંચા રહે. (૨) કંઠમાં પહેરેલી માળા કરમાય નહિં. (૩) આંખમિચાય નહિં ખુલ્લી જ રહે. (૪) લગભગ બધાના જન્મ ફુલની શૈયામાંથી યુવાન જેવો થાય. છેલ્લે ઉચ્ચ દેવગતિને શુદ્ધ સંયમી, શુદ્ધ શ્રાવક, શુદ્ધ સમકિતી, શુદ્ધ બ્રહ્મચારી અને ઘોર તપસ્વી હોય તેવા આત્મા પ્રાપ્ત કરે. જન્મે, માત્ર આયુષ્ય જ્યારે પૂર્ણ થવાનું હોય ત્યારે અવધિજ્ઞાનના કારણે સુખ ત્યજવું પડશે. એકેન્દ્રિયાદિ ગતિમાં દુઃખ ભોગવવા જવું પડશે તેથી આર્તધ્યાન કર્યા કરે. માત્ર સમકિતી દેવો ભક્તિયોગના કારણે અલ્પ સંખ્યામાં મનુષ્યગતિમાં જન્મે. *આ દેવલોકમાં પણ ઈન્દ્ર-ઈન્દ્રાણી, સામાયિક, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણ, અભિયોગિક, કિલ્લીષિક, જેવાં અનેક પ્રકારો છે અને તે પણ પોતપોતાને યોગ્ય કાર્ય (પ્રજા, સૈનિક, સેવક, ભંગી જેવા) કરનારા હોય છે. ઉપરાંત સૈન્ય, પર્ષદા, વગેરે પણ પ્રકારો હોય છે. કહેવાનું તાત્પર્ય એજ કે, દેવ સંબંધિ જે આપણી એક પક્ષીય માન્યતા છે તે વ્યવસ્થિત સમજવા ઉપરની ચર્ચા કરી. જેમ મનુષ્ય સરખા નથી, તેમ દેવ માટે સમજવું. એ ગતિમાં પણ ભવનપતિ, વ્યંતર જાતિમાં રાગ-દ્વેષાદિ છે. એક વાત નિશ્ચિત છે કે, દેવતાઓ ભક્તિના ઘેલા-રસિયા હોય છે તેથી પ્રભુના જન્મ મહોત્સવાદિ પ્રસંગે બધા રંગરાગ ત્યજી હાજરી આપે છે. દીક્ષા આદિ પ્રસંગે તથા શાશ્વતી ઓળી પ્રસંગે નંદીશ્વર દ્વીપ જઈ મહોત્સવ કરી પોતાનો ભક્તિયોગ પૂર્ણ કરે છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં જન્મેલા દેવો, જ માત્ર એકાવતારી હોય છે. એક હાથના શરીરવાળા, સુખશૈયામાં સૂતા રહેવાની પરિસ્થિતિવાળા, ૩૩ સાગરોપમનું જીવન જીવનારા એ જીવો રત્નમય પુસ્તકોનું વાંચન કરે ને શંકા થાય તો * કુમારનંદીના જીવને દેવગતિમાં ઢોલ વગાડવો પડ્યો. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૮ મનોવર્ગણા દ્વારા સીમંધરસ્વામી ભારે પ્રશ્ન પૂછે. ભગવાન પણ મનોવર્ગનાથી જવાબ આપે. સમભાવે આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય થઈ બાકીની ઉત્તમોત્તમ ધર્મની આરાધના કરી કર્મ ખપાવીને મોક્ષે જાય. દેવગતિના જીવો લોમ આહારી હોવાથી ઈચ્છા માત્રથી આહાર વર્ગણાના પુદ્ગલો શરીરમાં પ્રવેશી લે. તેથી એ તૃપ્ત થાય છે. તેઓને કેવલ (કોળીયા) આહાર લેવાની જરૂર રહેતી નથી. (આજે પણ લગ્ન મંડપમાં ગોઠવેલો ભોજન શો આંખે જોઈ ઘણાં ખાધાં વગર અડધું ભોજન કર્યાનો અનુભવ કરે છે.). સકલતીર્થ સૂત્રમાં કહ્યા મુજબ ઉદ્ગલોકમાં દેવગતિમાં પહેલા સ્વર્ગથી અનુત્તર વિમાન સુધીમાં ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ પ્રતિમાઓ ૮૪,૯૭,૦૨૩ જિનમંદિરો પ્રભુ ભક્તિ કરવાનું અનુકૂળ સાધન-નિમિત્તરૂપે છે. છતાં દેવો વૈભવ વિલાસમાં ડૂબેલા હોવાથી અવિરતિવાળા હોવાથી દીર્ઘ આયુષ્યને પુણ્ય બાંધવાનો ચાન્સ વેડફી નાખે છે. સુખી જીવન ભોગવી દુઃખી જીવન ભોગવવા એકેન્દ્રિયાદિ ગતિમાં જન્મે છે. તીર્થકપર પરમાત્માના શાસન રક્ષક અધિષ્ઠાયક દેવ-દેવીઓ હોય છે. ઘણાં તેની આરાધના કરવા બેસી જાય છે. પરંતુ તીર્થંકર પરમાત્માની મન-વચનકાયાની શુદ્ધિ ચડતા પરિણામે જે આરાધના કરે તે આરાધકને સ્મરણ-ચિંતન કરવાથી દેવ-દેવીઓ આરાધનામાં આગળ વધવા સ્થિર કરવા વિનદૂર કરવા પ્રયત્ન કરે છે. પુરુષાર્થથી ધર્મારાધનામાં સ્થિર થવા પ્રેરણા આપે છે. થોયની ચોથી ગાથામાં આ જ વિચારો આપવામાં આવે છે. આટલી ચર્ચા દેવગતિના જીવોની કર્યા પછી હવે જે સાચા આરાધ્ય વિતરાગી દેવાધિદેવ છે. તેઓ સંબંધિ ચિંતન-મનન કરી સાચા દેવની ઓળખ કરીએ. આધ્યાત્મિક દ્રષ્ટિમાં દેવતત્ત્વ-ના બે વિભાગ કરી લઈએ. ૧-દેવનેઅરિહંત, તીર્થકર, વીતરાગ જિન-ભગવાન વિ. કહીશું. જ્યારે ૨. સિદ્ધને મુક્તાત્મા મોક્ષગતિ પ્રાપ્ત કરેલા જીવ કહીશું. અરિહંતની આરાધના “નમો અરિહંતાણં' પદથી થાય. જ્યારે સિદ્ધની ઉપાસના “નમો સિદ્ધાણં' પદથી થાય. અરિહંત પણ આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ જ થાય છે. વિશસ્થાનક વિધિએ તપ કરી, ઐસી ભાવદયા દીલમાં ધરી, જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસન રસી. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ભાવાર્થ : અરિહંત પદને પ્રાપ્ત કરવા એ જીવે પૂર્વના ત્રીજા ભવમાં વીશસ્થાનક પદનું વિવિધ રીતે કર્મ ક્ષયની ઉત્કૃષ્ટ ભાવનાથી આરાધન કરી તીર્થકર નામકર્મની નિકાચના (નિર્માણ) કરી સાથોસાથ સંયમ ધર્મનું નિરતીચારપણે પાલન કરી જીવમાત્રને જિન શાસનના અનુરાગી બનાવવાની ઉત્કૃષ્ઠ-ભાવના કેળવી એક આદર્શ આરાધક અને સમકિત ધારી તરીકેની છાપ ઉપાસાવે છે. તીર્થકરનો આત્મા તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી પ્રાયઃ બીજા ભવે દેવગતિને પામે છે. અને તે પછી દેવગતિનું આયુષ્ય પૂર્ણ કરી જ્યારે મનુષ્યગતિમાં જન્મ ધારણ કરે ત્યારે અનેકાનેક શુભ કલ્યાણકારી પ્રસંગો તેઓના જીવનમાં થાય. છતાં દરેક ક્ષણે દિવસે સંસારથી અલિપ્ત રહેવાની જ એ આત્મા પ્રવૃત્તિ કરે. ઉદાહરણ રૂપે ભ. મહાવીર પ્રભુના જીવનના પ્રસંગો ઉપર દ્રષ્ટિપાત કરીએ. * પ્રભુની રત્નકુક્ષી માતા અવન કલ્યાણક પ્રસંગે ૧૪ સ્વપ્ન જૂએ. પ્રભુના આગમણના કારણે ઈન્દ્ર મહારાજા શકસ્તવ દ્વારા ૩૬ વિશેષથી દેવભવનમાંથી જ સ્તવના કરે. જ પ્રભુના આગમનથી રાજ્યમાં ધન-ધાન્ય, કીર્તિ, સુખ, શાંતિની વૃદ્ધિ થાય. જ માતાને દુઃખ ન થાય તે માટે ગર્ભમાં હલનચલન બંધ કર્યું. જ પ્રભુનો ઉત્તમ ગ્રહ, નક્ષત્રના સંયોગે મધ્ય રાત્રીએ જન્મ થાય. (જન્મ કલ્યાણક સમયે નરકના જીવો પણ થોડી ક્ષણ માટે શાતા પામે.) પ્રભુનો જન્મ કલ્યાણક મહોત્સવ કરવા ૫૬ દિગ્ગકુમારીકાઓ દશે દિશાથી આવી પોતાનું ઉચિત્ત કાર્ય ભક્તિરૂપે કરે. ૬૪ ઈન્દ્ર મેરુ પર્વત ઉપર પ્રભુને પંચરૂપે લઈ જઈ લાખો કળશાઓ વડે જન્માભિષેક કરે. પ્રભુના જન્મની ખુશાલીમાં રાજા બંદીવાનને મુક્ત કરે. પ્રજાને ઈચ્છીત વસ્તુ મુક્તમને અપાવે. પ્રભુનું યોગ્ય સમયે નામકરણ કરે. પ્રભુવીર આમલકી ક્રિડા બાળ મિત્રો સાથે કરવા ગયા. ત્યાં દેવતાએ પ્રભુના બળની-પૈર્યની પરીક્ષા કરી. વીર એવું નામ પાડ્યું. પાઠશાળાગમન, લગ્ન કાર્ય, પૂત્રી જન્મ, જમાઈ જમાલી સાથે પુત્રીના લગ્ન વગેરે સંસારી પ્રસંગો નિરપેક્ષભાવે, સાક્ષીભાવે કર્યા. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ માત-પિતાના મૃત્યુ પછી મોટાભાઈ પાસે સંયમગ્રહણ માટે અનુમતિ માંગી. નવલોકાંતિક દેવો તીર્થ પ્રવર્તાવવા વિનંતી કરવા દેવગતિથી આવ્યા. વરસીદાન આપી પ્રભુએ એકાકી સંયમ લીધું. સર્વવિરતિ લીધા પછી મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. ઈન્ટે આપેલા દેવદુષ્યમાંથી અડધો ભાગ બ્રાહ્મણને આપ્યો. બાકીનો અડધો કાંટામાં ભરાઈ જવાથી પડી ગયો. દેવ-મનુષ્ય-તિર્યંચ દ્વારા ૧૨ વર્ષ ઉપસર્ગ સમભાવે સહન કર્યા. કેવળજ્ઞાન પછી આશ્ચર્યરૂપે ઉપસર્ગ થયો. જુવાલિકા નદી કાઠે કેવળજ્ઞાન. પ્રથમ દેશના નિષ્ફળ, અપાપાપુરીમાં સમવસરણમાં બીરાજી બીજી દેશના સમયે સંઘ સ્થાપના વગેરે. ૩૦ વર્ષ પૃથ્વીતલ ઉપર વિચરી અંતિમ દેશના ૧૬ પહોર સુધી અપાપાપુરી આપી. એકાકી નિર્વાણ પામ્યા. આટલું લાંબુ છતાં મુદ્દાનું વિવેચન બાદ મૂળવાત ઉપર આવીએ. તીર્થકરો ચાર ઘાતકર્મ ખપાવી કેવળી થાય ને બાકીના ચાર અઘાતી કર્મ ખપાવી આત્માના આઠ મૂળ ગુણના સ્વામી બની મોક્ષે જાય. હવે ત્યાંથી ફરી સંસારમાં આવવાનું જન્મ લેવાનું કે કર્મ બાંધવા-ભોગવવાનું નથી. શાશ્વતા સ્થાને જ્યોતિમાં જ્યોતિ ભળે તેમ ભળી જશે. રૂપી હતા અરૂપી થઈ જશે. સિદ્ધ પરમાત્માનો જીવ (તીર્થંકર નામકર્મ બાંધ્યું ન હોવાથી) ઘાતી કર્મ ખપાવી સામાન્ય કેવળી થઈ આયુષ્ય પૂર્ણ થએ અઘાતી કર્મ ખપાવી મોક્ષમાં જશે. હવે સંસારના જન્મ-મરણના ફેરા તેઓને પણ ફરવાના નથી. ચૌદ રાજલોકની ઉપર સિદ્ધશીલાની ઉપર અલોકાકાશમાં અરૂપી થઈ શાશ્વત સુખના ભોક્તા બનશે. સંસારમાં કોઈ રાજા થઈ સુખ ભોગવી મરે અને કોઈ પ્રજા સામાન્ય સુખ ભોગવી મરે તેમ અરિહંત-સિદ્ધ સમજવા. તીર્થંકર પરમાત્મા ૧૨ ગુણધારક, વાણીના ૩૫ ગુણવાન, ૩૪ અતિશય યુક્ત હોય છે. મહાગોપ, મહામાહણ, મહાનિર્યામય, મહાસાર્થવાહના વિશિષ્ટ પ્રકારના ગુણવાળા હોય છે. પોતે સંસાર સાગરથી પાર ઉતરે છે. તરી જાય છે ને ભવ્ય જીવોને તારવાનો શાશ્વત માર્ગ બતાડી જાય છે. ગોવાળીયો જેમ ગાયોને Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ તથા સાર્થવાહ મનુષ્યોને સંભાળે છે. જંગલમાંથી પાર ઉતારે છે. તેમ તીર્થંકર પરમાત્મા “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણી મોક્ષ માર્ગ ની પ્રરૂપણા કરી ભવ્ય જીવોને મોક્ષમાર્ગ દર્શાવે છે. દર્શના, દુરિત ધ્વસિ, વંદના, વાંછીત પ્રદઃ પૂજના પૂરક શ્રીણી, જિનઃ સાક્ષાત્ કલ્પદ્રુમઃ | ભાવાર્થઃ વીતરાગ દેવના દર્શન દૂતિનો નાશ કરે. વંદનાદિથી વાંછીતની પ્રાપ્તિ થાય, પૂજા અર્ચનાથી પુણ્યની વૃદ્ધિ થાય. ખરેખર જિનેશ્વર દેવ સાક્ષાત્ કલ્પવૃક્ષ છે. દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની માત્ર (૧) પ્રતિમાના ભાવપૂર્વક દર્શન કરી આર્દકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. (૨) ભ. શાંતિનાથ પ્રભુની પ્રતિમાને જોઈ સ્વયંભવ બ્રાહ્મણ પ્રતિબોધ પામ્યા. (૩) ભ. શાંતિનાથ પ્રભુએ જિન પ્રતિમાના ભક્તિ યોગે ભાવથી આરાધન કરી “તીર્થકર નામકર્મ બાંધ્યું. (૪) દેવપાલ જિન પ્રતિમાના નિત્ય દર્શનના નિયમના કારણે રાજ્યનો સ્વામી થયો. (૫) સંપ્રતિ રાજાએ રાજ્ય પ્રાપ્તિના પુણ્યોદય પછી સવા લાખ જિનમંદિર બાંધ્યા, સવા કરોડ જિનપ્રતિમા ભરાવી ઉત્તમ પ્રકારે શાસન પ્રભાવના કરી. (૬) દેડકો-નંદમણિયારનો જીવ ભ. મહાવીર સ્વામીનું નામ સાંભળતા સમવસરણ તરફ ગયો પણ અશ્વના પગનીચે આવવાથી શુભ પરિણામના કારણે આયુષ્ય પૂર્ણ કરી દુર્દનાક દેવ થયો. (૭) ભ. વીરે ગૌતમ ગણધરના પ્રશ્નના જવાબમાં કહ્યું, જે સ્વશરીરે અષ્ટાપદ તીર્થની યાત્રા કરશે તે તદ્દભવ મોક્ષ ગામી સમજવો. આવા અનેક ઉદાહરણો વીતરાગ પરમાત્માના દર્શન-પૂજન-વંદનથી આત્માનો ઉદ્ધાર કરનારા છે. લૌકીક દેવનું નામ સ્મરણ વર્તમાન ભવની આધિ વ્યાધિ માટે કદાચ ઉપયોગી થાય એમ જો સમજીશું તો લોકોતર દેવાધિદેવની આરાધના ઉપાસના સાધના જન્મ-જન્મના સુધારા માટે, સંસારના ફેરા ઘટાડવા માટે, શાશ્વત સુખના ભોક્તા બનવા માટે નિશ્વિત ઉપકારક છે. આવી શ્રદ્ધા જ અરિહંતને અરિહંત સ્વરૂપે, સિદ્ધને સિદ્ધ સ્વરૂપે ઓળખવાની તક આપે છે. વર્તમાનમાં આપણે સૌ અરિહંત પરમાત્માની જે અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા આદિ કરીએ છીએ તે દ્વીઅર્થી છે. બાહ્ય રીતે વીતરાગ પ્રભુની પૂજા થાય છે ને અત્યંતર રીતે અષ્ટકર્મ નિવારણાર્થે ભાવના ભાવિએ છીએ. ભગવંતને માત્ર દર્શનની, જોવાની વિચારણા સંકુચિત છે. ભગવંતના દર્શન સમ્યગુદર્શનની Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શુદ્ધિ કરાવે છે, આત્માને પવિત્ર કરે છે. દ્રવ્ય ભાવથી પ્રભુના પ્રભુ-વીતરાગી તરીકે દર્શન કરવા જોઈએ. તેથી જ એક કવિએ કહ્યું-લખ્યું છે : ભગવાન ! તું મુજને પણ એક વરદાન આપી દે, જ્યાં તુ વસે છે ત્યાં મને પણ સ્થાન આપી દે. એક લખપતિ વ્યાપારી કરોડપતિ-અબજપતિ વ્યાપારી સાથે ભાગીદારીનો ધંધો કરવા ઈચ્છતો હતો. બન્નેની વચ્ચે વ્યાપાર સંબંધિ કરાર સોલીસીટરે લખી તૈયાર કર્યા. માત્ર ભાગીદારીમાં નફા અંગેનો નિર્ણય અને સહી કરવાની બાકી હતી. મિટીંગ બન્ને વ્યાપારીની મળી. લખપતિએ મને કાંઈ જોઈતું નથી એવા વિચારો વારંવાર રજૂ કર્યા. અબજપતિએ જો કાંઈ જ જોઈતું ન હોય તો આ ધંધો જ શા માટે કરો છો ? એવો પ્રશ્ન કર્યો. થોડી ક્ષણો બાદ લખપતિએ કહ્યું, બીજું બધું તો ઠીક મારે તો તમારી જોડેની મૂર્ચા ઉપર બેસવું છે. એટલું આપો. (સમજાયું?) હકીકતમાં ભાગ્યવિના ધન મળતું નથી. તેમ યોગ્યતા વિના ભગવાન થવાતું નથી. એ માટે પ્રથમ સમર્પિત થાઓ પછી ભક્ત બનો છેલ્લે ભગવાન નિરંજન નિરાકાર થઈ જશો. પૂજક પૂજ્ય થઈ જશે. કર્મ બાંધવાના બદલે કર્મ ખપાવવાનો આગ્રહ રાખનાર. તેવું આચરણ કરનાર સંસારમાં “ભગવાનનો માણસ' કહેવાશે અને સમાધિપૂર્વક મરણ પામી ભગવાન-સિદ્ધાત્મા થઈ જશે. દ્રષ્ટિ બદલો બધું બદલાઈ જશે, સાધના સુધારો જન્મ-મરણ સુધરી જશે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધ્યાન આલંબન નિરાલંબન યસ્યદ્રષ્ટિ કૃપા વૃષ્ટિ, ગિરઃ સમ સુધા કિરઃ | તઐ નમઃ શુભ ધ્યાન, શાન મનાય યોગિનઃ || ભાવાર્થ: જેઓની દ્રષ્ટિમાં કૃપાની વૃષ્ટિ છે. વાણી-સુધા અમૃત જેવી છે. જે શુભ ધ્યાન જ્ઞાનમાં મગ્ન છે. એવા યોગીપુરુષને ભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ. ધ્યાન - એટલે પદાર્થનું ઉંડું ચિંતન-મનન કરવું. ધ્યાન સંસારી પક્ષનું ને આધ્યાત્મિક પક્ષનું, સંશોધનાત્મક ને ચિંતનાત્મક, શુભ અથવા અશુભ થાય છે. કરીએ છીએ. તેમાં પણ પ્રથમ આલંબન પછી નિરાલંબન. આ વાતો એક જ હોવા છતાં જૂદા જૂદા દ્રષ્ટિકોણથી જોઈશું, તપાસીશું, વિચારીશું તો જ સત્ય સમજાશે. જૈન શાસ્ત્રમાં ધ્યાનના ૪ પ્રકાર બતાડ્યા છે. ૧. આર્તધ્યાન, ૨. રૌદ્રધ્યાન, ૩. ધર્મધ્યાન અને ૪. શુક્લ ધ્યાન પ્રથમના બે ધ્યાન દુર્વિચાર, દુર્ગતિના દાતાર છે. જ્યારે બીજા બે સર્વિચારની વૃદ્ધિકારક યાવત્ મોક્ષ આપનારા છે. બીજા શબ્દમાં સારા વિચાર અને ખરાબ વિચાર તેના ૧૬ ભેદ નીચે મુજબ થાય છે. આર્તધ્યાન - ૪ વિષયોના અનુરાગથી થાય રૌદ્રધ્યાન - ૪ હિંસાદિના અનુરાગથી થાય ધર્મધ્યાન - ૪ સમાદિ ૧૦ પ્રકારના ધર્મનું ચિંતન શુક્લધ્યાન – ૪ શોકને દૂર કરનાર રાગદશા વિનાનું. ૧૦૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તસ્યઉત્તરી સૂત્રમાં કાઉસ્સગ્ન-ધ્યાનની પૂર્વભૂમિકા ૫-૬ પ્રકારે બતાડતાં કહ્યું છે કે, કાઉસ્સગ્ગ કે ધ્યાનને (૧) આત્મશુદ્ધિ કરવા માટે, (૨) પાપનું પ્રાયશ્મિત્ત કરવા માટે, (૩) વિશેષ રૂપે આત્માને શુદ્ધ (નિર્મળ) કરવા માટે, (૪) માયા-નિયાણ-મિથ્યાત્વશલ્યથી મુક્ત અલગ-અલિપ્ત કરવા અને (૫) પાપ કર્મનો નાશ કરવા માટે કરાય છે અને તો જ કાઉસ્સગ્ગ ધ્યાન દ્વારા આત્મા આત્મચિંતન વ્યવસ્થિત કરી શકશે. કાઉસ્સગ્ન ધ્યાન શરૂ કરતાં પહેલા ખાસ અસત્ય સૂત્રમાં કહેલા ૧૨ જે આગારો છે તેને ઓળખવા પડશે. એની ગરહાજરીમાં જ આત્માનો સાચો અનુભવ થશે. સંસારના નશ્વર પદાર્થના ચિંત્વનથી મને વૈરાગ્યમાં વ્યવસ્થિત પરોવાશે. ધ્યાનમાં પર પદાર્થોથી અલિપ્ત થવાની જે કાળજી રાખે છે તે પોતાના લક્ષ સુધી પહોંચવા શક્તિશાળી બને છે. કાઉસ્સગ્નમાં સૂક્ષ્મ રીતે આત્માને કાયાથી અલિપ્ત કરવાનો છે. ધ્યાન અને તેને લગતા ગ્રંથો : ૧. વૈરાગ્યશતક, ૨. ઈન્દ્રિય પરાજય શતક, ૩. શાંત સુધારસ, ૪. અધ્યાત્મ કલ્પદ્રુમ, ૫. ઉપદેશમાલા, ૬. હૃદયપ્રદીપ ષત્રિશિકા, ૭. યોગશાસ્ત્ર જેવા અનેક લગભગ ૨૦૦૦ શ્લોક પ્રમાણ છે. આ ગ્રંથોને નિપુણ બુદ્ધિથી વાંચનાર-સમજનાર, વિચારનો વિનિમય કરનાર શરીરને આત્માની ભિન્ન બરાબર સમજી લે છે. અને એ જ ધ્યાનનું પ્રથમ પગથિયું છે. સંસારમાં મન વધુ ચંચળ કેમ બને છે ? એનો જવાબ ઉપરના ગ્રંથોમાં છે. દ્રષ્ટિદોષ કે વિચારભેદના કારણે પર-પદાર્થો, નશ્વર પદાર્થો અનિત્ય તત્ત્વો તરફ મૃગજળની જેમ માનવી આંધળી દોડ મૂકે છે. જ્યાં કાંઈ નથી ત્યાંજ ઘણું છે એમ માની એ પ્રાપ્ત કરવા મરણીયો પ્રયત્ન કરે છે. જ્યારે નાસીપાસ થાય છે ત્યારે બ્રહ્મજ્ઞાન જેવું ફસાયા-ભૂલા પડ્યાનું જ્ઞાન થાય છે. પણ તે નકામું નિરર્થક છે. રાંડ્યા પછીનું ડહાપણ શું કામનું? જ્યારે પ્રયત્ન કરવાથી કાંઈ જ ન મળે ત્યારે ઈર્ષ્યા-અદેખાઈની મોટી ખાઈ વિચારમાં ઉભી થાય છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે, “પ્રયત્નથી પરમેશ્વર મળે એ વાત ખોટી કહેવા ઉતાવળ કરે પણ પરમેશ્વરની પ્રાપ્તિ અર્થે તો પ્રયત્ન જૂદા જૂદા સ્થળ-પ્રકારે કરવો જોઈએ. તે જો કરવામાં ન આવે તો દોષ કોનો ? અનુભવી પુરુષોની વાણી કાળાંતરે સાચી જ ઠરે છે. ધ્યાન-કાઉસ્સગ્ગ-જાપના પ્રારંભમાં સ્થળની પસંદગી કરવી જોઈએ. સ્થળ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ શાંત ન હોય, અનુકૂળ ન હોય તો મન ચંચળ બને તે સ્વાભાવિક છે. બીજી વાત સમયની છે. સમય જો રાત્રીના છેલ્લા પહોરનો હોય તો તેથી શરીરમાં સ્ફર્તિતાજગી હોય અને તેના કારણે સાધક સાધનામાં સ્થિર થઈ શકે. ત્રીજી વાત મુદ્રા અને આસન છે. ઘણી વખત આરામદાઈ આસનમાં સાધના કરવાનું દુઃસાહસ કરાય છે. એથી કોઈપણ રીતે તેમાં એકાગ્રતા જન્મે જ નહિ. ખૂર્દી ઉપર, સોફાસેટ ઉપર દિશાનો ખ્યાલ કર્યા વગર શરૂ કરવામાં આવતી ક્રિયા આરામની પ્રધાનતા હોવાથી સફળ થતી નથી. તેમાં શરીર ઉપરની મમતા દેખાય છે. તેથી જ ધ્યાન વિનય-વિવેકથી કરવાનું કહ્યું છે. એક વાત સમજી લેવા જેવી છે કે, કાઉસ્સગ્નમાં નવકાર કે લોગસ્સ સૂત્રનું સ્મરણ કાઉસગ્ગ મુદ્રામાં જ કરવાનું હોય છે. જ્યારે ધ્યાનમાં વિશિષ્ટ મુદ્રાનો આગ્રહ હોતો નથી. સાધક પોતાને અનુકૂળ હોય તેવી મુદ્રામાં અથવા અન્ય રીતે ધ્યાન કરી શકે છે. ધ્યાનમાં કોઈ સૂત્રનું બંધન નથી. માત્ર પદાર્થનું વધુ સૂક્ષ્મ રીતે ચિંત્વન કરવાનું હોય છે. જાપ શંખાવર્ત, નંદાવર્ત, નવપદાદિ વિવિધ રીતે માળા ઉપરાંત થાય છે. સાધકે ધ્યાન શરૂ કરતાં પૂર્વે જીવમાત્રની સાથે મૈત્રી ભાવની, દરેક જીવ સુખી થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ. જે બધાને સુખી કરવા મનથી પ્રયત્ન કરે છે તે પોતે અવશ્ય સુખી થવા લાયક છે. બીજાને દુઃખી કરી, અહિત ઈચ્છી કરવામાં આવતી પ્રવૃત્તિ પોતાનું જ અહિત કરે છે. જો કષાય કરે તો કષાય થાય. રાગદ્વેષ કરે તો રાગ-દ્વેષ થાય. કારણ પોતાનું ધાર્યું થતું નથી. ધ્યાન એ પ્રવાસ છે. શુભ વિચારોનો પ્રવાસ શરૂ કરતાં પહેલાં ધ્યેય નક્કી કરવું પડે. જરૂરી સાધનો પણ ભેગા કરવા પડે. સમય અને ભાવના ઉચ્ચ રીતે ભાવવી પડે. સામાયિકની ૪૮ મિનીટનો સમય (પ્રવાસ) આરાધના, સાધના, ચિંતન, મનનમાં જો પસાર કરવામાં આવે તો સમય ક્યારે પૂર્ણ થયો એ પણ ખબર ન પડે. માટે ધ્યાનનો પૂર્ણ કાળજીથી, સ્વસ્થતાથી અભ્યાસ કરી પ્રારંભ કરો. ધાર્મિક અનુષ્ઠાનો વિધિ વિધાનોના પ્રારંભમાં જે ૧૫-૨૦ મિનીટ સુધીની ક્રિયા (પ્રવૃત્તિ) કરાય છે. તેમાં મુખ્યત્વે શારીરિક-માનસિક-આધ્યાત્મિક શુદ્ધિ અને સુરક્ષાનો ભાવ છૂપાયો છે. એનો અર્થ એજ કે કોઈ પણ સાધના કરવી હોય તો બાહ્ય શુદ્ધિને અત્યંતર મંત્રાદિ દ્વારા કરવી આવશ્યક છે. શુદ્ધિ-શુદ્ધ વાતાવરણ જન્માવે અને તો જ સાધના સુવિશુદ્ધ થાય. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સાધના જિનમંદિરમાં, ઉપાશ્રયમાં અથવા એવા સ્થળે કરવા બેસવું જોઈએ જ્યાં બીજા વિઘ્ન ન આવે, ચલવિચલ ન થવાય, એકાગ્રતા જળવાય. વિધિમાં વજપંજર સ્તોત્ર મુદ્રા સહિત બોલવામાં આવે છે. શાશ્વત નવકાર મંત્ર-અને મુદ્રાનો તેમાં સમન્વય કરવામાં આવેલ છે. સમજદા૨ સાધક આ સ્તોત્ર બોલતી વખતે પોતે એક એવી કોઠીની કલ્પના કરી તેની અંદર બેસી સાધના કરવાનો છે. જેથી સાધનામાં કોઈ વિઘ્ન ન આવે તેની પૂર્વ તૈયારી કરે છે. સાધના-ધ્યાન તમે નમસ્કાર મહામંત્રનું કે આત્મચિંતનનું કરો. કેટલાક જીવનની ખાટી મીઠી વાતોનું અથવા શાશ્વત ગિરિરાજ શ્રી શત્રુંજયગિરિનું ધ્યાન કરે છે. ધ્યાનની એક એક ક્ષણ અવિસ્મરણીય આનંદ ત્યારે જ આપે જ્યારે ધ્યાતા ધ્યેયની વિશાળતાને, શક્તિને જાણતો, માનતો, સમજતો હોય જેટલું ધ્યાનના સહારે ચિંતન-મનન કરવામાં આવે તેટલો એનો વિકાસ થાય. અને તેજ કારણે અનેક મિનીટો-કલાકો સુધી ધ્યાન ખૂટે નહિં. આત્મનિરીક્ષણ યા વસ્તુનું સુક્ષ્મદર્શન ધ્યાન દ્વા૨ા ક૨વાનું હોય છે. તે વખતે હું અને મારો આત્મા શિવાય બધુ ભૂલી જવાનું છે. સંસારી જીવ વ્યાપારમાં આવક-જાવક, નફો-નુકસાન, વધ-ઘટ વિગેરેનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરે તો જ સફળ થાય, સુખી થાય. પરીક્ષા આપનાર વિદ્યાર્થી પણ ટેક્સ બુકના દરેક પાનાને, તેના વિષયને ધ્યાનથી વાચે, પરીક્ષામાં સમજીને લખે તો જ ઉત્તિર્ણ થાય. મોટર ડ્રાઈવ૨ કે રસોઈ ક૨ના૨ વ્યક્તિ પણ પોતાની જવાબદારી પૂર્ણ કરતાં સચેત રહે તો જ મંઝીલે પહોંચે તેમ ધ્યાન પણ શરીરની અંદર રહેલા અરૂપી એવા આતમરામની ચર્ચા-શક્તિ-શુદ્ધિ-સફળતા ઉપ૨ નજ૨ રાખવા સાધકને સમજાવે છે. ઓપરેશન વખતે ડૉક્ટર જેમ સાવધાની રાખે, મશીન ચલાવનાર પ્રોડેકશન-ઉત્પાદન સારું થાય તેની ચિંતા કરે તેમ ધ્યાન કરતાં એક એક પગલું વિચારપૂર્વક ભરવામાં આવે તો તેને સિદ્ધિ પ્રાપ્ત થાય. માત્ર એક નમસ્કાર મહામંત્રના ‘ન’ અક્ષર કે એક પદનું સ્મરણ ૭ કે ૫૦ સાગરોપમના પાપનો નાશ કરે છે. વ્યાકરણમાં કર્તા-કર્મ-ક્રિયાપદ મુખ્ય ભાગ ભજવે છે. અનુભવી વ્યક્તિ ભૂત-ભવિષ્ય અને વર્તમાનને નજર સામે રાખી પુરુષાર્થ કરે છે. તેમ સાધકે ધ્યાન, શા માટે ? કેવી રીતે ? ક્યારે ? એવા વિચારો મગજમાં રાખી પગલાં Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ભરવા જોઈએ. વધુ ઉંડા ઉતરવા શ્વાસે શ્વાસે શુભ વિચારોને વાગોળવા જોઈએ તો જ ધ્યાનમાં પ્રવિણતા પ્રાપ્ત થાય. કહ્યું પણ છે કે – શ્વાસે શ્વાસે સમરું સ્વામી, જીવનના આધાર. ધ્યાન, ખરી રીતે જે જીવનમાં નથી અને પ્રાપ્ત કરવા માટે કરવાનું છે. ગુણીયલના ગુણ જોઈ જેમ જીવનમાં ગુણ પ્રાપ્ત કરવાની ભૂખ જાગે છે તેમ ગુણને મેળવવા અવગુણ-દુર્ગુણને જીવનમાંથી બાદ કરવા પ્રયત્ન કરાય છે. ૨/૫ ટક્કા ગુણ પ્રાપ્ત કરી ૭૦/૮૦ ટક્કા પ્રાપ્ત થશે. તેવી આશા બંધાય તો સમજવું કે દાનવમાંથી માનવ થવાની લાયકાત આવી. શરીરમાં છ કુંડલી છે. તેમાં છ મૂળાક્ષરને સ્થાન આપેલ છે. તે જાગૃત કરવા ધ્યાનાગ્નિ કામ આવશે. “સવ પાવપણાસણો' આ પદનો અર્થ નમસ્કાર-જાપધ્યાન. કાઉસ્સગ્ગ બધા પાપોનો નાશ કરે છે. આમ આત્મા અનુક્રમે કર્મરહિત, પાપરહિત, પવિત્ર થાય છે. જેમ શરીરમાં જઠરાગ્નિ ખાધેલું પચાવે, નકામું બાળે છે તેમ ધ્યાન પણ આત્મશુદ્ધિ કરે છે. એજ એનું મુખ્ય ફળ છે. સામાન્ય રીતે કાઉસ્સગ્ગ ૧. દગ્ધગોષ, ૨. શૂન્યદોષ, ૩. અવિધિદોષ અને ૪. અતિ પરિણતિ દોષરહિત કરવો જોઈએ. તેમ ધ્યાન માટે પણ મન-વચનકાયાની ઉપર કાબૂ રાખી જો કરવામાં આવે તો તેમાં સાધકની પ્રગતિ થાય. મનને ગોપવી ન રાખો તો વ્યર્થ રાજકથા-દશકથા-સ્ત્રીકથા-ભક્ત કથામાં અટવાઈ આર્તધ્યાન કરવા લાગે માટે ધ્યાનીએ ત્રણ ગુપ્તિ પોતાના કબજામાં રાખવી જોઈએ. અપ્યા ચેવ દમેયવો, અપ્યા હુ ખલુ દુદમો, અખા તો સુહી હોઈ, અસિલોએ પરસ્પંચ. (ઉત્તરાધ્યયન) ભાવાર્થ: આત્માનું ધ્યાન કરવું હોય તો તેના પ્રકારોને પરિચય કરવો પડે. મહાપુરુષોએ તેના ૩ વિભાગ કર્યા છે. ૧ બહિરાત્મા - રાગી, ધન-ધાન્યાદિમાં મારાપણાની બુદ્ધિ-આસક્તિ ૨ અંતરાત્મા - વિરાગી, નશ્વર વસ્તુમાં ન રાચે, ન લોભાય. ૩ પરમાત્મા - વીતરાગી, જીવનમાં જ્ઞાનદર્શનાદિની સંપૂર્ણ પૂર્ણતા. આ વિભાગ એટલા માટે બતાડ્યા કે આ જીવ આત્મા-મહાત્માઅધમાત્મા કે પરમાત્મા શેમાં રસ ધરાવે છે તે નિશ્ચિત થવું જોઈએ. આત્માની Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઓળખ માટે હજી નીચેના તેના નામો ભગવતિ સૂત્રના સહારે સમજી લો. યોગાત્મા - મન-વચન-કાયાના યોગવાળો નિર્મળાત્મા - સ્ફટીક જેવો પારદર્શક, નિર્મળ આત્મા કષાયાત્મા – કષાય જેવો લાલ બુંદ, નિત્ય જીવન જીવનાર જ્ઞાનાત્મા - ૮ આચારમાં વ્યસ્થ પ્રવૃત્તિવાન દર્શનાત્મા - ૮ આચારને જીવનમાં પાળનાર ચારિત્રાત્મા - ૮ આચાર પાળવામાં પ્રવૃત્તિશીલ ઉપયોગાત્મા – જ્ઞાનાદિમાં ઉપયોગવાન વિર્યાત્મા - પાંચ આચારને પાળવામાં શક્તિ ફોરવનાર. ધન જમીનમાં દાટેલું હોય તો કાળાંતરે પણ તે મળે તેમ આત્મામાં અનંત શક્તિ છૂપાયેલી છે. તે કર્મના વાદળ-આવરણ દૂર થતાં પ્રગટે. આવા પ્રકારનું ચિંતન કરનારને આત્માનો અનુભવ ધીરે ધીરે થાય. આત્મા સંબંધિ છ પ્રશ્નો પણ શાસ્ત્રમાં ચિંતન માટે લખ્યા છે. પ્રશ્ન-૧. આત્મા છે, ૨. નિત્ય છે, ૩. કર્મનો કર્તા છે, ૪. કર્માદિનો ભોક્તા છે, ૫. મોક્ષ છે, ૬. મોક્ષે જવાના ઉપાય છે. બાહ્ય રીતે સામાન્ય જેવા દેખાતા આ પ્રશ્નોની ઉપર વિચાર ધ્યાન દ્વારા કરવામાં આવે તો શાશ્વત આત્માની સિદ્ધિ થાય. તેનામાં શક્તિ-અસ્તિત્ત્વ, યોગ્યતા, સામર્થ્યનો પરિચય થાય. આઠ કર્મનો જ્યારે સંપૂર્ણ નાશ થાય ત્યારે આત્માની અંદર રહેલા *આઠ ગુણો પ્રગટ થાય પછી એ આત્મા શાશ્વત સુખનો ભોક્તા બને, મુક્તિ પામે. નમસ્કાર-નવકાર મહામંત્રનું ધ્યાન શરૂ કરવું હોય તો તેના પદ-રંગઅક્ષર-ગુણ-ગુણીના વિચારો કરવા પડે. નમો-નમસ્કાર એ શબ્દનો મહિમા ગાવો પડે. વિનય એ ધર્મનું મૂળ છે એ સમજવું પડે. ચોદ પૂર્વનો સાર આ મહામંત્ર છે. વગેરેનું ચિંત્વન-મનન કરતા મહિમાવંત મંત્રને પૂજ્ય ભાવથી જાપ કરતાં કર્મ ક્ષયનું નિમિત્ત થાય એ નિશ્ચિત છે. નવકાર મહામંત્ર જો અધિકારપૂર્વક સ્વીકારવો હોય તો તેના અર્થ, આત્માના આઠ ગુણ : ૧. અનંતજ્ઞાન, ૨. અનંતદર્શન, ૩. વીતરાગતા, ૪. અનંતવીર્ય, ૫. અવ્યાબાધ સુખ, ૬. અક્ષય સ્થિતિ, ૭. અરૂપીપણું, ૮. અગુરુ લઘુપણું. Page #134 -------------------------------------------------------------------------- ________________ પદાર્થને જાણી લેવા માટે ૧૮ દિવસની સર્વવિરતિ સહિત આરાધના ગુરુ મુખે પાઠ લેવા માટે કરવામાં આવે તો તેથી મંત્ર પ્રત્યે પૂજ્ય ભાવ પેદા થાય. અને એજ જાપ-સ્મરણ માટે આવશ્યક છે. હીરાની કિંમત સમજાય તો તેની સાચવણી કરવાનું મન થાય તેમ મંત્રનો મહિમા જાણવાથી પવિત્ર ભાવે સ્મરણ કરવાનું મન થાય. ૧૦૯ શુભ અધ્યવસાયમાં એટલે શુભ ધ્યાનમાં એવી શક્તિ છે કે પ્રાયચ્છિત્તના આલંબનથી અઈમુત્તામુનિની કેવળજ્ઞાની થયા. સર્વ કર્મક્ષય કરી મોક્ષે ગયા. પરંતુ આત્મા હળુકર્મી ન હોય, પ્રાયચ્છિત્ત ન લે તો જૂના પાપનો ક્ષય કેવી રીતે થાય ? આ આત્મા રોજ નવું પાપ બાંધે છે. માટે જ ધ્યાન-ચિંતન એ જીવનને સુધારે છે, પ્રસન્નતા બક્ષે છે. યાવત્ વૈરાગ્યવાન પણ બનાવે છે. એટલું યાદ રાખવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને નજર સામે રાખી કરવું જોઈએ. વસ્ત્ર, સ્થાન, ઉપકરણ (આસન), અવલંબન માળા જો એક જ કાયમી રાખવામાં આવે તો તે બધું ધ્યાનમાં મદદરૂપ થાય. વ્યાપારી સિઝનના અવસરે ઘર-પરિવાર, ભૂખ-તરસ ભૂલી જાય તેમ ધ્યાની જ્ઞાનના સહારે આત્માને શરીરથી ભિન્ન કરી દે તો ખોટું નથી, કરવું જ જોઈએ. ધ્યાન — ભાવના. સમજવા જેવી વાત છે કે, અશુભનો ઉદય શુભમાં જ્યારે પરિવર્તિત થાય ત્યારે કર્મક્ષયનો પ્રારંભ થાય. એ જ રીતે સંયોગોના કારણે શુભનો ઉદય અશુભમાં પણ પરિવર્તિત થાય તે વખતે નવા કર્મના બંધનો પ્રારંભ થાય. માટે જ યાદ રાખો, બાંધેલા શુભ-અશુભ કર્મ માનવીને ભોગવવા જ પડે છે. કહ્યું છે, બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ ? જીવનમાં સહેલામાં સહેલી ધ્યાન-પ્રવૃત્તિ વિકસાવિએ એજ મંગળ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૭. આંત ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માનું છું.” “સોહં તથાપિ તવ ભક્તિવશાન મુનીશ, કસ્તવ વિગત શક્તિરપિ પ્રવૃત” ભાવાર્થ ? શક્તિ વગરનો હોવા છતાં, હે પ્રભુ આપના પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ સ્તવના કરું છું. ભક્તિ એટલે સેવા, સન્માન, સદ્ભાવના, આદર, અહોભાવ, ખુશામત માટે થતી પ્રવૃત્તિ, ઔચિત્ય વગેરે. એક વાત સાચી છે કે, સામે જેવી વ્યક્તિ હોય તેવી તેની ભક્તિ કરવામાં આવે છે અથવા તો તેવી ભક્તિ કરાય છે. પૂજ્યની ભક્તિ કરતાં પૂજક પણ ક્રમશઃ પૂજય બને છે.” ભક્તિ કરતાં સામી વ્યક્તિ દ્વારા પ્રસન્નતા, આશીર્વાદ, કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં ભગવાનની ભક્તિ કરો તો ઘર પણ મંદિર બની જાય છે. “ગુણેશું અનુરાગઃ ભક્તિ' ગુણ પ્રત્યેનો અનુરાગ તે ભક્તિ. તે કારણે ભક્તિનો અર્થ આંતર પ્રેમ પણ થાય છે. પૂ. હેમચંદ્રાચાર્ય મહારાજે પ્રાકૃત વ્યાકરણમાં ભક્તિને શ્રદ્ધા કહી છે. તેવી જ રીતે ભજુધાતુને સેવાના અર્થમાં સ્વીકારીશું તો ભક્તિ એટલે સેવા એવો અર્થ પણ થાય. ભક્તિયોગ અનેક પ્રકારે જોવા મળે છે. લોકપ્રિય ભક્તિના વિવિધ પાત્રો: શ્રવણ ભક્તિ : વીતરાગ પ્રભુના ચરિત્ર, ઉપદેશ આદિ શ્રવણ કરવા. કીર્તન ભક્તિ સાંખ્ય ભક્તિ, આત્મનિવેદન ભક્તિ, સ્વનિંદા, પ્રભુપ્રશંસા, ૧૧૦ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ વૈરાગ્યમય સ્તુતિ, સ્તવન, સ્તોત્ર છંદ આદિ દ્વારા ભાવને વાચા આપવી. સ્મરણ ભક્તિઃ જાપ, ધ્યાન, ચિંતન, મનન દ્વારા વીતરાગ પરમાત્માને મનમંદિરમાં પધારવા વિનંતી કરવી. વિંદન ભક્તિ ઃ અંજલિબદ્ધ અર્ધાવનત, ફીટ્ટાવંદન, પંચાંગ પ્રણિપાત, ચૈત્યવંદન, દેવવંદન, ગુરુવંદન, થોભવંદન, દ્વાદશાવર્ત વંદન દ્વારા વંદનીયને વંદના કરવી. અર્ચન ભક્તિ : પરમાત્માની વિવિધ પ્રકારે ત્રિકાલ પૂજા સ્વદ્રવ્ય, ભાવથી કરવી. દાસ્યભક્તિ કે ધર્મસ્થાનક મંદિરાદિ)માં વિવિધ પ્રકારે શુદ્ધિ જાતે જ કરવી. ભક્તામર સ્તોત્રનું નિર્માણ જ્યારે પૂ. માનતુંગસૂરિ મ. સાહેબે કર્યું ત્યારે તેમના હૃદયમાં અકાટ્ય શ્રદ્ધા હતી કે ભક્તિ જ બંધનમુક્ત થવા માટેનું અમોઘ શસ્ત્ર છે. અને એ વાત સ્તોત્રની રચના દ્વારા સિદ્ધ કરી આપી. તેથી ભક્તિને અનેક પ્રકારે સ્મરણ કરવા આગ્રહ રાખો. મુખ્યત્વે ભક્તિની પાછળ મિથ્યાત્વ, કષાય, અહંકારાદિ દુગુર્ણા ઓછા થાય અને નમ્રતા, વિનય, સમર્પણ ભાવનો વિકાસ થાય તો જ એ ભક્તિ શક્તિ આપે અને એ શક્તિ સંસારથી મુક્તિ-નિવૃત્તિ આપે. “જેવી ભાવના તેવી સિદ્ધિ.' શ્રાવકે જીવનમાં જે છ આવશ્યક સવારથી સાંજ સુધી કરવા પ્રયત્ન કરવો જોઈએ. તેમ છ દૈનિક કાર્યનો પણ અધિકાર શાસ્ત્રમાં નીચેના શ્લોક દ્વારા આપ્યો છે – દેવપૂજા ગુરુપાસ્તિ, સવાધ્યાયઃ સંયમસ્તપ, દાનક્ષેતિ ગૃહસ્થાનાં, વકર્માણિ દિને દિને. ભાવાર્થઃ દેવપૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમનું પાલન, તપ અને દાન ગૃહસ્થના છ કર્મ-કાર્ય છે. ભક્તિના મહત્ત્વના સ્થાન-પ્રકારની મુલાકાત લઈએ.* (૧) દર્શન ભક્તિઃ વીતરાગ પરમાત્માની દર્શન, વંદન, પૂજન, સત્કાર, સન્માનાદિ વિવિધ * વંદશવત્તિયાએ... બોકિલાભવત્તિયાએ... ઉપરાંત સિદ્ધ ભક્તિ, ચારિત્ર ભક્તિ, યોગ ભક્તિ વગેરેના ૧૦ (૧૨) પ્રકારો છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પ્રકારે ભક્તિ કરવામાં આવે છે. તે બોધિબીજની વૃદ્ધિ માટે કામ લાગે છે. આ ભક્તિ શ્રદ્ધાથી બુદ્ધિથી, ધીરજથી, સમતાથી, ધારણાથી અને ભાવના ઉત્તમ પરિણામે કરવાની હોય છે. વીતરાગ પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા જ્યારે કરીએ છીએ ત્યારે શ્લોક (પદ) મનમાં બોલવાના હોય છે. મુખકોશ બાંધેલો હોવાથી મોટેથી અવાજ કરવાનો ન હોય. પ્રભુના નવ અંગને જ્યારે સ્પર્શના કરીએ ત્યારે ૬/૧૨ મહિનાના બાળકને જેવી સુકોમળતાથી, લાગણીપૂર્વક, પ્રેમથી સ્પર્શ કરીએ તેમ ચંદન-કેસરવાળી આંગળી પ્રભુના ઉત્તમ અંગને લગાડવાની (સ્પર્શવાની) હોય છે. ચિત્તની પ્રસન્નતા એ જ પૂજાનું ફળ સમજવું. આ પ્રકારની ક્રિયા, વિનય, વિવેક, સહિતની હોય તો આપણને આશાતનાથી બચાવે છે. 4 અષ્ટ પ્રકારી પૂજા કર્મનિવારણ અને તેની ઉત્તમ પ્રકારે આરાધના કરનાર પુણ્યશાળીઓ. (૧) જળપૂજા ઃ આ પૂજા દ્વારા જ્ઞાનાવરણીય કર્મ ખપે છે. કલીકુંડ તીર્થમાં હાથીએ ભ. પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી ધન્ય થયેલ. (૨) ચંદનપૂજા કેસરપૂજા વેદનીય કર્મ નિવારણાર્થે કરાય છે. આ પૂજા જયસુર શુભમતિએ ભાવથી કરી હતી. (૩) પુષ્પપૂજા : નામકર્મના ક્ષય માટે કરવામાં આવે છે. આ પૂજા રાજા કુમારપાળે પૂર્વ ભવે અનુમોદનીય ભાવથી ૧૮ ફૂલો દ્વારા કરેલ. (૪) ધૂપપૂજા : આઠ કર્મોના રાજા મોહનીય કર્મના પ્રભાવને તોડવા, તેનાથી દૂર થવા કરાય છે. વિનયધર રાજાએ ઉત્તમ પ્રકારના સ્વદ્રવ્ય વાપરી કરેલ. (ધૂપનો સ્વભાવ સુગંધ ફેલાવે અને ધૂવો ઉપર જાય.) (૫) દીપકપૂજઃ દર્શનાવરણીય કર્મના દલિકોને ઓછા કરવા થાય છે. ધનશ્રી જિનમતિએ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા દીપકપૂજા કરેલ. (૬) અશતપૂજાઃ ચારે ગતિનો અંત કરવા સિદ્ધગતિમાં જવાની ભાવનાથી અક્ષતનો સાથીયો કરાય છે. પોપટ-મેનાએ વચન અને કર્ણની ખામી છતાં ઉત્તમ પ્રકારે અગ્રપૂજા કરેલ. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ (૭) નૈવેધપૂજઃ અણાહારીપદ પ્રાપ્તિની વિશિષ્ટ ઈચ્છાથી પૂજા કરાય છે. આ પૂજા ઉત્તમ ભાવનાથી કરતાં ખેડૂત રાજપૂત્ર થવા પામ્યો. (૮) ફળપૂજા : સંસારમાં ફળપૂજા મોક્ષ-મુક્તિની પ્રાપ્તિ માટે અમર આશાથી કરાય છે. મયણાસુંદરીને વીતરાગ પ્રભુની પૂજા ભક્તિ કરતાં અમૃતક્રિયાનો અનુભવ થયો. (૨) જ્ઞાન ભક્તિ ઃ જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો નાશ' પણ ક્યારે થાય? જ્યારે શ્રદ્ધાપૂર્વક ભક્તિ, આરાધના, ઉપાસના પૂજા-જાપ કરવામાં આવે. શાસ્ત્રમાં જ્ઞાનપ્રાપ્તિ માટે આઠ આચાર (નિયમો) દર્શાવેલ છે. તેનું યોગ્ય રીતે જે પાલન કરે તે અજ્ઞાની, રોગી, મૂંગા, બોબડા હોય તો સુધરી જાય, જ્ઞાનાવરણીય કર્મ ખપી જાય. આવશ્યક સૂત્રોની વિધિ સહિત ઉપાસના કરવા માટે વિશિષ્ટ ઉપધાન યોગ જેવી આરાધના કરવાની હોય છે. તેના દ્વારા આગમસૂત્રો અને અમૂક આવશ્યક સૂત્રોની અનુજ્ઞા ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. અધિકારપૂર્વક કરેલું આગમાદિનું વાંચન વાચકની શ્રદ્ધામાં વૃદ્ધિ કરાવે છે. સૂત્ર-તદુર્ભય દ્વારા પરીપક્વ થવાય છે. ભક્તિ તન-મન અને ધનથી થાય છે. તેના કારણે તન-મન પછી પરિગ્રહના ભારથી, પાપથી જો બચવું હોય તો ધનને દાનમાં, ભક્તિમાર્ગમાં વાપરવું હિતકારી છે. પુણ્યથી મળેલ ધન પુણ્યના કામમાં વાપરવામાં આવે તો તેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. ચૈત્ર સુદ એકમ (ગુડીપાડવો) અથવા આસો વદ અમાસ (દિવાળી)ને દિવસે વ્યવહારમાં જ્ઞાનપુસ્તક, ચોપડાની પૂજા કરાય છે. જૈન ધર્મની દૃષ્ટિએ દર મહિને સુદ પાંચમ અથવા સૌભાગ્ય પંચમી (કારતક સુદ-૫)ના દિવસે વિશેષ રીતે જ્ઞાનની ભક્તિ-આરાધના જ્ઞાનાવરણીય કર્મ ખપાવવા, જ્ઞાનગુણને વિકસાવવા, અનંતજ્ઞાન પ્રાપ્ત કરવા ઉદ્યમ કરવામાં આવે છે. એક વાત એટલી જ વિચારણીય છે કે, આરાધક દ્રવ્યથી પ્રથમ આરાધના કરે છે. પછી ભાવથી આરાધના કરવા ભગીરથ પ્રયત્ન કરે છે. આ આરાધના કરવાનો રાજમાર્ગ છે. પાણી સાદુ વાપરો તેના સ્થાને ગળ્યું પાણી, સરબત કે વરિયાળીનું પાણી વાપરો એ બધું બ્રાહ્ય રીતે એક જ પણ સ્વાદ-ગુણની દ્રષ્ટિએ બધાના અનુભવ જુદાં જુદાં. માત્ર ઉકાળેળીને ગાળેલા પાણીનો ઓછો બગાડ થાય અને પાપબંધથી Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પણ બચી જવાય. એવી જ રીતે દ્રવ્ય અને ભાવ ક્રિયામાં સમજવું. શાસ્ત્રીય સંગીત જ્યારે કોઈ રજુ કરતા હોય ત્યારે આલાપ લે. આ આલાપ જ સંગીતના મધુર આનંદને જગાડે છે. શ્રવણકર્તા એકાકાર થઈ જાય છે. તેમ સમ્યગુ જ્ઞાન એ દીપક છે, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. - ચાલો, જ્ઞાનગુણના આરાધકોની થોડી વિચારણા કરીએ. * વરદત્ત ગુણમંજરીએ પૂર્વભવે જ્ઞાનની આશાતના કરી તેથી મૂંગા-રોગી ગૂંગા થયા. એજ આત્માએ જ્ઞાની ગુરુના કથન અનુસાર જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય વિવિધ રીતે આરાધના દ્વારા કર્યો. અઢાર દેશના અધિપતિ મહારાજા કુમારપાળે પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખાયેલ ગ્રંથોની તાડપત્રમાં હજારો પાનામા લહીયા દ્વારા કોપી કરી શ્રુતજ્ઞાનની ભક્તિ કરી. આર્યરક્ષિત પંડિતે અનેક વર્ષ અભ્યાસ કરી નગરમાં માનપૂર્વક પ્રવેશ કર્યો પણ માતા રૂદ્રસીમાએ પુત્રને પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી. ગુરુ ફલ્યુમિત્ર મ. પાસે મોકલી સમ્યગુજ્ઞાનના જ્ઞાતા કર્યા. સ્યુલિભદ્રજીએ વંદન કરવા આવી રહેલ સાત બેનોને પોતે મેળવેલ જ્ઞાનના ચમત્કાર બતાડવા સિંહનું રૂપ કર્યું. પરિણામે આ બાળચેષ્ટા જેવું મુનિનું કાર્ય જાણી ગુરુએ બાકીનું જ્ઞાન (વાંચના) આપવાની ના પાડી. કારણ જ્ઞાનનું જનરંજન માટે પ્રદર્શન કરવું ન જોઈએ. * “મા રુષ મા તુષ' પદને કંઠસ્થ દ્રવ્ય ભાવથી કરતાં મુનિને બાર વર્ષ લાગ્યાં. અંતે એ મુનિ માસતુષ મુનિ નામે પ્રસિદ્ધ થયા. (૩) ગુરુભક્તિઃ અજ્ઞાન તિમિરાંધાણાં, શાનાંજન શલાકયા / નેત્ર ઉભુલીત વેણ, તસ્મ શ્રી ગુરુવે નમઃ | ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા જ્ઞાનરૂપી અંજન લગાડી દીવ્ય દ્રષ્ટિ ખોલનારા ઉપકારી પુરુષ. ગુરુ અયોગ્ય શિષ્યને યોગ્ય બનાવે, પુદ્ગલાનંદીને સહજાનંદી બનાવવા પ્રયત્ન કરે. માર્ગ ભૂલેલા જીવને માર્ગે ચઢાવે, સ્થિર કરે, વિવિધ રીતે પોતે તરે ને બીજાને તારવાનો પ્રયત્ન કરે. ગુરુ એ જંગમ તીર્થ સમાન પૂજનીય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ગુરુની ભક્તિ આહાર-પાણી-વસ્ત્ર, પાટલાં-પાટ-આદિ અનેક પ્રકારે કરાય છે. તેથી વારંવાર ગુરુને વંદન કરતાં ઈચ્છકાર સૂત્રમાં ‘સ્વામી શાતા છે જી? ભાત-પાણીનો લાભ દેજોજી’ એમ બોલી વિવેકપૂર્વક શ્રાવક વિનંતી કરે છે. ‘સમકિતદાતા ગુરુ તણો, પશુવયારણ ન થાય.’ આ સંસારમાં પુણ્યના યોગે જો સમકિતની પ્રાપ્તિ થાય તો એ ગુરુનો ઉપકાર ક્યારે પણ ફેડી ન શકાય તેવો અમૂલ્ય છે. સાધુ, સાધ્વી પણ ૧૦ સમાચા૨ી નજર સામે રાખી ઉપકારની બુદ્ધિથી વડીલાદિની સેવા-ભક્તિ કરતાં હોય છે. વૈયાવચ્ચ કરવાની ભાવના ભાવે છે. ઉદાહરણો ઃ ★ જીરણ શેઠ ૪-૪ મહિના સુધી પ્રભુ વીરને ચોમાસી તપના પારણાનો લાભ આપવા વિનંતી કરતા હતા, પણ એ લાભ તો ન મળ્યો. પરંતુ ઉત્તમ ભાવનાના કારણે અચ્યુત વિમાનના આયુષ્યનો બંધ કર્યો. પુષ્પલતા સાધ્વીજીએ અશક્ત એવા અર્ણિકાપુત્ર આચાર્યની નિષ્કામ બુદ્ધિથી ભક્તિ કરી. ભક્તિના પ્રભાવે એ કેવળજ્ઞાનની લક્ષ્મીને પામ્યા. * બાહુબલીજીએ પૂર્વ ભવે ૫૦૦ મુનિઓની ખડે પગે સેવા-ચાકરી કરી, તે કારણે ચક્રવર્તી કરતાં પણ વધારે બાહુબળના સ્વામી થયા. ★ જયંતિ શ્રાવિકા મુનિઓને વસતિનું દાન આપતાં હતાં તેથી તે ‘શય્યાતી’ તરીકે જૈનશાસનમાં પ્રસિદ્ધ થયા. ★ શ્રી કૃષ્ણજીએ ૧૮ હજાર સાધુને ભક્તિથી વંદન વિધિ-સહિત કરી. ફળ સ્વરૂપ ત્રણ નરકગતિના દલિયા ઓછા થયા. ★ દ્રૌપદીએ પૂર્વભવે તપસ્વી મુનિને કડવું તુંબડુ વહોરાવી જન્મ-મરણ વધાર્યા. (૪) સાધર્મિક ભક્તિ ઃ સહધર્મિ-સમાન ધર્મનું પાલન-આચરણ કરનારને સાધર્મિક કહેવાય છે. તેને કલ્યાણમિત્ર પણ કહી શકાય. સાધર્મિકની ભક્તિ ક૨વાથી અવાંતર રીતે ધર્મની વૃદ્ધિ થાય, ધર્મની પ્રભાવના થાય. આ ઉપરાંત કોઈ કારણસર કર્મના ઉદયે જીવ, આર્થિક, માનસિક, શારીરિક રીતે નબળો હોય તો તેવી વ્યક્તિની વિવિધ પ્રકાર ભક્તિ કરી ધર્મમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સ્થિર કરવાની તક મળે. સાધર્મિકનું બહુમાન (સંઘપૂજન) એટલે તેના આચરેલા શુદ્ધ ધર્મનું બહુમાન છે. સાધર્મિક ભક્તિનો મહિમા ગાતાં શાસ્ત્રોમાં કહ્યું છે કે, અન્ય ધર્મના કરેલા દાનાદિના કાર્ય કરતાં સાધર્મિકની ભક્તિનું પુણ્ય વધે છે. પ્રશંસાને પાત્ર છે. ત્રાજવાના એક પાત્રમાં અન્ય દાનાદિ ધર્મનું પુણ્ય કલ્પો ને બીજા પાત્રમાં સાધર્મિકનું, તો સાધર્મિક વધશે. પર્વાધિરાજ પર્યુષણાના પાંચ કર્તવ્યોમાં, તેમજ વાર્ષિક દશ કર્તવ્યોમાં સાધર્મિક ભક્તિને એક કર્તવ્ય તરીકે સ્થાન આપ્યું છે. એનો અર્થ એ જ કે તેનો મહિમા અપરંપાર છે. ઉદાહરણો : * ભ. સંભવનાથે સાધર્મિક ભક્તિ દ્વારા તીર્થંકર નામકર્મની નિકાચના કરી હતી. જિનદાસ શેઠે દયાની દ્રષ્ટિએ બે વાછરડાને ઘરે રાખ્યા પછી એ મુંગા જીવોની ધર્મશ્રવણ કરવાની ભાવનાને કારણે, સાધર્મિકના સગપણે ઉત્તમ પ્રકારે ભક્તિ કરી યાવતું સમાધિમરણ દ્વારા, દેવગતિ સુધી જન્મ સુધાર્યો. દેવ બનેલા એ વાછરડાંએ પ્રભુવીરને થયેલા ઉપસર્ગમાં સંકટ દૂર કર્યું. * જગડુશાહે લાખો રૂપિયાનું અનાજ સાધર્મિક ભક્તિ સ્વરૂપે દુકાળમાં વાપર્યું. ચતુર્થ વ્રતધારી વિજયશેઠ-શેઠાણીની ભક્તિ દશ હજાર શ્રાવકની ભક્તિ કરતાં વધુ મૂલ્યવાન છે એમ જ્ઞાની પુરુષે શ્રાવકને કહ્યું. * પૂણિયા શ્રાવક, સાધુ-સાધ્વીની ભક્તિ ઉપરાંત એક શ્રાવકની અને બીજે દિવસે એક શ્રાવિકાની સાધર્મિક ભક્તિ કરી ધન્ય બનતા હતા. (૫) માતૃભક્તિ (વડિલોની ભક્તિ)ઃ “મા” સંસારની અપેક્ષાએ એક આદરણીય પાત્ર છે. તેની સાથે પિતા, વડીલ, જ્ઞાની, ધ્યાનીનો પણ સમાવેશ થઈ શકે છે. માતા એક આદર્શ નારી છે. સંસ્કાર વહાવનારી સરિતા છે. વાત્સલ્ય આપનારી, સુખ-દુઃખમાં બાજી સંભાળનારી સ્ત્રી શક્તિ છે. પતનમાંથી ઉત્થાનના Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ માર્ગે પુત્ર-પરિવારને વાળનારી દીવાદાંડી છે. માટે જ ઉપકારીના ઉપકારનું ઋણ ફેડવા માતૃભક્તિ કારણરૂપ બને છે. એક કાળચક્રના કાળમાં ૧+૧=૨ કોડાકોડી સાગરોપમના (૮૪ હજાર ઓછા) સમયમાં એવી ૨૪+૨૪=૪૮ પુણ્યશાળી માતા જ થઈ છે, જેમણે તીર્થંકર પરમાત્માને જન્મ આપી રત્નકુક્ષીપણું સિદ્ધ કર્યું. પૌષધકાળનું અને સર્વવિરતિ ધર્મનું પાલન કરનાર આરાધક આત્માઓને જયણાપૂર્વક આરાધનાનું જ્ઞાન આપનારી ઈર્યાસમિતિ આદિ આઠ માતાઓ થઈ છે. ઉદાહરણો : * સુપ્રસિદ્ધ શ્રવણકુમારે અશક્ત એવા માત પિતાને ૬૮ તીર્થની યાત્રા કાવડ (ડોળી)માં બેસાડી કરાવી હતી. * સાધ્વી કુબેરદત્તાએ કુબેરસેનાની સામે પારણામાં સૂતેલા બાળકને ઉદ્દેશી હાલરડાં દ્વારા ૧૮ નાતરાં (સગપણ)નો પૂર્વકાળનો ઈતિહાસ ખોલી માર્ગ ભૂલેલાને જાગૃત કર્યા હતાં. * અરણિક મુનિને શોધવા માતાએ ગલી ગલીમાં ફરી કરુણ આક્રંદ કર્યું હતું. મરૂદેવા માતાએ પુત્ર ઋષભના સમાચાર મેળવવા ભરતને વારંવાર આગ્રહ કર્યો હતો. દેવાનંદા માતા પ્રભુવીરના દર્શનથી ગદ્ગદ્ થયા. તેઓના સ્તનમાંથી વાત્સલ્યનું દૂધ ઝર્યું. ભ. મહાવીરે ત્રિશલામાતાને વેદના ન થાય તે માટે માતૃભક્તિરૂપે (અલ્પ સમય માટે) હલન-ચલન બંધ કર્યું હતું. પૂ. હેમચંદ્રસૂરિ મહારાજે માતા પાહિની દેવીના સ્મરણાર્થે એક લાખ નવકાર મંત્રનો જાપ કર્યો હતો. * ઉપા. શ્રી યશોવિજયજી મહારાજે સંસારી બાલ્ય અવસ્થામાં ભક્તામર સ્તોત્ર સંભળાવી અટ્ટમ (૩ ઉપવાસ)નું પારણું કરાવ્યું. Page #143 -------------------------------------------------------------------------- ________________ વંદન ૧૮ બે ઘડી પ્રભુ સાથે મહાવિદેહ ક્ષેત્રમાં સિમંધરસ્વામી, સોનાનું સિંહાસનજી, રૂપાના ત્યાં છત્ર બિરાજે, રત્ન મણિના દીવા દીપેજી; કુમકુમ વરણી ગહુલી વિરાજે, મોતીના અક્ષત સારજી, ત્યાં બેઠાં શ્રી સિમંધરસ્વામી, બોલે મધુરી વાણીજી. ભાવાર્થ : કાવ્ય શુદ્ધ ગુજરાતી છે. સમજી શકાશે. સુદ-૨નો પ્રથમ રાત્રીનો પ્રહ૨ હતો. આકાશ નિર્મળ હતું ચંદ્રમાં આકાશમાં પાતળી કિનારે દર્શન આપી રહ્યા હતા. ભાવિક ચંદ્રમાંના દર્શન કરી મધુર કંઠે ગીત ગાઈ રહ્યો હતો. ૧૧૮ નમન સુણો ચંદાજી ! સિમંધર પરમાતમ પાસે જાજો, મુજ વિનતડી પ્રેમ ધરીને એની પરે તુમે સંભળાવજો. ભવિજીવે ચંદ્રમાને ટપાલી, ખેપીઓ કે કુરીયર સમજી પોતાના મનના વિચારો વર્તમાન વિદ્યમાન વિહરમાન પ્રભુને કહેવા વિનંતી કરી. પ્રભુ સિમંધરસ્વામીનો પરિચય, સરનામું સ્વરૂપે ઓળખ પણ આપી. વિશ્વાસ થયો કે, મારી વિનંતી ચંદ્રમા પ્રભુને જરૂર કહેશે. જૈન ભૂગોલની દ્રષ્ટિએ તો આજે જે ચંદ્રના દર્શન કર્યા. તે ચંદ્ર ક્રમશઃ આવતી કાલે મહાવિદેહમાં જ્યાં સિમંધર સ્વામી બિરાજમાન છે, ત્યાં પહોંચશે અને ત્યાં જઈ ભવિજીવની વિનંતિ પ્રભુને સંભળાવશે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ એ ચંદ્રના વિમાનમાં ઋષભ ચંદ્રાનન, વારિષેણ અને વર્ધમાન એમ ચાર શાશ્વતા જિનના બિંબ છે. તેઓની પણ અવાંતર રીતે વંદના કરાય છે. મહાવિદેહ ક્ષેત્ર પવિત્ર ક્ષેત્ર છે. ત્યાં વસનારા જીવો ઘણાં હળુકર્મી છે. બધા જ અલ્પકાળમાં સર્વવિરતિ ગ્રહણ કરવાના, ઉત્તમ પ્રકારે સંયમનું પૂર્ણ પાલન કરનારા આરાધક છે. એ પણ શકય છે કે, ૮મા વર્ષે એ આત્મા સંયમ લઈ ૯મા વર્ષે કર્મ ખપાવી કેવળી પર્યાય પૂરો કરી મોક્ષ પામશે. ત્યાં સદાકાળ ચોથો આરો (કાળ) હોવાથી ત્યાં મોક્ષમાર્ગ ખુલ્લો છે. માત્ર આરાધક આત્માની જ જરૂર છે. ચંદ્રમા દ્વારા પ્રભુને વિનંતી તો કરી પણ ભવિ જીવને તેથી સંતોષ ન થયો. માટે બીજો માર્ગ ભાવયાત્રાનો અપનાવ્યો. પ્રભુની સાથે પ્રત્યક્ષ બે ઘડી વાર્તાલાપ કરવાનો નિર્ણય કર્યો અને ભાવનાને સફળ કરવા મનને દ્રઢ કરી આગળની સામુહિક રીતે ભાવયાત્રાની પ્રવૃત્તિ શરૂ કરી. - ભાવયાત્રા એટલે શુભ ભાવના, શુભ પરિણતિ, શુભ લેશ્યાની પ્રવૃત્તિ. કોઈ પણ આરાધના જો ભાવપૂર્વક કરાય તો અવશ્ય કર્મના દલિકો ઢીલા થાય. કર્મ ક્ષય થાય. સ્વપ્નમાં જોયેલું જેમ ભૂલાતું નથી. તેનું પરિણામ-ફળ અવશ્ય મળે છે. તેમ ભાવથી કરેલું- કલ્પેલું ભવિષ્યમાં સાકાર પણ બની શકે છે. માટે જ ભાવયાત્રાનું પુણ્ય બાંધવા ચાલો આપણે સૌ ચિંતન-મનન-શ્રવણ કરી સમયનો સદુપયોગ કરીએ. પુરીષાદાનીય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતના દર્શન કરી શાશ્વત તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાગિરિની સ્પર્શના કરી ઉત્તર દિશા સન્મુખ મુખ રાખી શ્રી સિમંધર સ્વામીના દર્શન કરવાની ભાવનાથી નામ સ્મરણ કરી પ્રયાણ શરૂ કર્યું. ભરત ક્ષેત્રથી મહાવિદેહ ક્ષેત્ર સુધી જતાં માર્ગમાં ૬ (૭) પર્વતો ૬ (૭) ક્ષેત્ર (ભૂમિ) તથા સીતા આદિ ત્રણ નદીઓને ઓળંગી સુખમય ભાવયાત્રા હર્ષોલ્લાસ સાથે આગળ વધારવાની છે. માર્ગમાં “નમો જિણાણ'નો જાપ કર્યો. જય જય બોલતાં, સુમધુર સ્તુતિ બોલતાં આગળ પ્રવાસ વધાર્યો. જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહક્ષેત્રમાં સુદર્શન નામના મેરુપર્વતને પ્રદક્ષિણા આપી પૂર્વ દિશા તરફ ૧૬ વિજયોને નિહાળતાં અનુક્રમે આઠમી પુષ્પકલાવતી વિજયમાં પુંડરીક નગરીમાં જ્યાં સિમંધરસ્વામી બિરાજે છે ત્યાં પહોંચી રહ્યા છીએ. કેવું અહોભાગ્ય! આ જીવે વિચાર્યું કે કયું નહોતું એવી પાવન તીર્થભૂમિ જેવી જગ્યાએ પહોંચી ગયા. સિમંધર સ્વામી ભ.નું જન્મકલ્યાણક વૈશાખ (ગુ.) વદ-૧૦ના કુંથુનાથ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અરનાથ ભીની વચ્ચે થયું હતું. દીક્ષા કલ્યાણક ફાગણ સુદ-૪૩ અને કેવળજ્ઞાન કલ્યાણક ચૈત્ર સુદ-૩(૧૩)ના મુનિસુવ્રત નમિનાથ ભ.ની વચ્ચે થયું છે. એવા એ પ્રથમ વિહરમાન ભગવાનના પિતા શ્રી શ્રેયાંસ અને માતુશ્રી રૂક્ષ્મણી દેવીના લાડકવાયા પુત્ર છે. જ્યારે આપણે સૌ એ વીતરાગી પ્રભુના ભાવથી દર્શન કરવા જઈએ છીએ ત્યારે એ પરમોપકારી પ્રભુ સમવસરણમાં બિરાજેલા છે. બારે પર્ષદા પ્રભુની કલ્યાણકારી વાણીને શ્રવણ કરી ધન્ય ધન્ય બની રહી છે. શું પ્રભુનું રૂપ છે. શું પ્રભુની શોભા છે. શું પ્રભુની મીઠી મધુરી દેશના છે. શ્રવણ કરનાર ભવ્યાત્મા પ્રભુની વાણી શ્રવણ કરી ધન્ય ધન્ય થાય છે. અને ભાવના ભાવે છે કે – મારે એવા સ્થાને જાવું છે, જ્યાંથી પાછા ના ફરવું છે; એ સ્થાન પ્રભુ બતલાવો, જ્યાં કાયમ માટે રહેવું છે. બોલો સિમંધરસ્વામીની જય. એમ પ્રભુની જય બોલાવી સોના-રૂપાના ફૂલોથી પ્રભુને વધાવી જે માટે આપણે સૌ આવ્યા છીએ એ ભાવના પૂર્ણ કરવા દર્શન, વંદન કરી વિનમ્ર ભાવે વિનયપૂર્વક પ્રભુની સાથે બે ઘડી ચર્ચા શરૂ કરી. પ્રશ્ન-૧ : હું (અમે) ભવિ કે અભાવ ? પ્રભુ તો ત્રિકાળજ્ઞાની છે. જીવ માત્રનું બધું જ જાણે છે. છતાં કોઈની ભાવના દુભાય તેવું કહેતા નથી. તેથી પ્રભુએ જવાબ આપ્યો કે, જે જીવને હું ભવિ કે અભવિ એવી શંકા-વિચારણા થાય છે, તે જીવ ભવિ છે. અભવિને આવા વિચાર સ્કૂરુ પણ નહિં. ભવિજીવ જ આત્મકલ્યાણનો માર્ગ શોધે, વિચારે અને તેવા સ્થાને જાય. માટે પુણ્યશાળીઓ તમે ભવિ છો ત્યારે જ અહિં સુધી આવ્યા. પ્રભુની સાકરથી પણ મધુરવાણી સાંભળી અમે સૌ ધન્ય બની ગયા. અને તેથી ફરી પ્રગતિના પંથે આગળ વધવા તારક ઉદ્ધારક વિભુને પૂછ્યું. ' પ્રશ-૧ : હે જગસત્યવાહ પ્રભુ ! અમે સમકિતી કે મિથ્યાત્વી? પ્રભુ ચરાચર પદાર્થના ત્રણે કાળના જ્ઞાતા છે. તેથી અમારા પ્રશ્નના જવાબ રૂપે કહ્યું, જે દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા રાખતા હોય, સુદેવ-ગુરુ-ધર્મના ઉપાસક-આરાધક હોય, કુદેવ-કુગુરુ-કુધર્મના સહવાસી ન હોય તે સમકિતી. પ્રભુએ કહ્યું તે સત્ય બાકી અસત્ય આવી માન્યતાના સ્વામી સમકિતી. તેથી તે ભવઆત્મા તમે સમકિતી છો. ૧૪ ગુણ સ્થાનકમાં આરોહણ કરી રહ્યા છો. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ પ્રભુની વાણીમાં કેવી કરૂણા ! કેવી આત્મીયતા ! તેઓએ સમકિતી ને મિથ્યાત્વીના ભેદને સમજાવી કહ્યું છે કે, તમે સમકિતી ! સમકિત વિના આ જીવ ચારે ગતિમાં ભમે છે, અથડાય કૂટાય છે અને ૮૪ લાખ યોનીમાં જન્મ-મરણ કરે છે. માટે સમકિત એ આત્મકલ્યાણનું પ્રથમ પગથિયું છે. તારક ઉદ્ધારક પ્રભુની વાણી સાંભળ્યા પછી જીવને શાતા થઈ. કાંઈક આત્મકલ્યાણનો માર્ગ શોધવા જિજ્ઞાસા ભાવે પ્રભુને પૂછવાની લાલચ થઈ અને તેથી સંસારમાં કેટલું ભમવું પડશે એ અંગે ભવથી નિર્વદપણું (જન્મ-મરણની બાબત કંટાળો) વધારવા પૂછ્યું: પ્રશ્ન-૩: હે સાર્થવાહ ગુરુ(પ્રભુ)! અમે અલ્પ સંસારી કે બહુલ સંસારી? મનોવિજ્ઞાની પ્રભુએ મનને સ્થિર કરવા માટે અમારા પ્રશ્નના જવાબમાં વિધેયાત્મક વચન કહેતા કહ્યું, હે સંસાર સાગરના પ્રવાસી ! તમે ધર્મની નાવમાં બેસવા લલચાયા છો. ધર્મ ડૂબતા જીવને બચાવનાર-તારનાર છે. તેથી તમે અલ્પ સંસારીની કક્ષાના છો. જો બહુલ સંસારી હોત તો અહિં સુધી આવવાની ભાવના પણ ન થાત. અહોભાગ્ય છે કે સંસાર સાગરનો કિનારો તમે શોધી રહ્યા છો. અલ્પ સંસારીની લાયકાત “મહાસાર્થવાહ' એવા સારથી પ્રભુના મુખે સાંભળી અમ જીવન ધન્ય બન્યું. અમારી ડૂબતી નાવને સાચા નાવિક મળ્યા. એક દિવસ કુમારપાળ રાજાએ ઉપકારી પૂ. હેમચંદ્રસૂરિ મહારાજને પ્રશ્ન પૂછયો, પ્રભો ! હું ક્યારે મોક્ષે જઈશ ? ઉપકારી પ્રભુ સરળ અને નિખાલસ હતા. તેઓએ દેવી દ્વારા સિમંધરસ્વામી ભગવાનને આ પ્રશ્ન પૂછાવ્યો સાથે પોતે પણ ક્યારે મોક્ષે જશે તે પૂછાવ્યું. દેવી જવાબ લાવી, ગુરુના આંબલીના વૃક્ષના પાંદડાં જેટલા (અગણિત) ભવ અને રાજાના માત્ર ૩ ભવ. સંખ્યાની અપેક્ષાએ ભલે ગુરુના ભવ વધુ પણ મોક્ષગમન તેઓનું જલદી. મારો ધન્ય બન્યો આજે અવતાર, મને મળ્યા પરમાતમા ! સમય ક્યાં પસાર થાય છે એ જ કોઈને ખબર ન પડી. પ્રભુવીરે ૧૬ પહોર(૪૮ કલાક) દેશના આપી તો તે દેશના અમૃત પીતાં કોઈ કંટાળ્યા નહોતા તો અમે કેમ કંટાળીએ ? તેથી જાગૃતિ કેળવવા પ્રભુને પૂછ્યું : પ્રશ-૪ઃ ઓ પુંડરીક કમળ જેવા નિર્મળ નિર્મમત્વ પ્રભુ! અમે લઘુકર્મી કે ભારેકર્મી ? પ્રભુ કેવળજ્ઞાન, કેવળદર્શનના સ્વામી હતા. એટલે અમારા પ્રશ્નનું સમાધાન અમારી જીજ્ઞાસા પ્રવૃત્તિ ભાવનાને જોઈ આપ્યું કે, લઘુકર્મી ! Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કર્મ શાસ્ત્રમાં સૃષ્ટ-બદ્ધ-નિધત્ત-અને નિકાચીતના વિભાગોને થોડા અમે જાણતા હતા પણ લઘુકર્મી જવાબથી સમજાયું કે, પાપ જાણતાં અજાણતાં ભલે થયું પણ તેનું પ્રાયશ્મિત્ત લેવા-માગવા માટે પ્રથમ બે પ્રકારની જ વ્યક્તિ તૈયાર થાય. ફરી ન કરવાની ભાવના એ જ ભાવે. માટે અમે પાત્ર છીએ તે મનોમન સમજાઈ ગયું. હવે કાંઈ પૂછવું છે ? એવો પ્રશ્ન ભાવ યાત્રાના યાત્રીકોને પૂછયો તો તેઓએ કહ્યું કે અધુરું કેમ સાંભળવું ? પૂછી સમાધાન મેળવવું જોઈએ. અષાડી શ્રાવકે દામોદર ભગવાનને મોક્ષ માટે પૂછ્યું હતું. તેથી ગઈ ચાવીસીથી એ પુણ્યવાન આત્માએ પાર્શ્વનાથ ભીની આરાધના શરૂ કરી અંતે ગણધર થઈ મોક્ષે ગયા. તેમ આપણને પણ મોક્ષમાં જવું છે. માટે અવશ્ય પૂછો - યાત્રીકોની ભાવનાને વધારી મેં મહાગોપ એવા વિહરમાન પ્રભુને પૂછ્યું : પ્રશ્ન-૫ : હે અનંતશાનના ધણી! અમે સુલભબોધી કે દુર્લભબોધી? પ્રભુએ અમારા પ્રશ્નનો જવાબ આપતાં પૂર્વે અમને કહ્યું, તમે ક્યા કાળઆરામાં જન્મ્યા છો ? તે વિચારો. જ્યાં પાંચમો આરો ચાલતો હોય તે કાળના પ્રભાવે એ જીવો પણ થોડા ભારે કર્મી એટલે જડ જેવા હોય તે સ્વાભાવિક છે. જ્યાં સુધી એ જીવો બોધ ન પામે ત્યાં સુધી આત્મકલ્યાણકના માર્ગે સ્થિર કેમ થાય ? માટે તમે લઘુકર્મી હોવા છતાં અપેક્ષાએ દુર્લભબોધી છો. જગતના સારથી પ્રભુનો જવાબ સાંભળ્યા પછી અમે આત્મનિરીક્ષણ કર્યું. તેમાં સમજાયું કે, અઈમુત્તા મુનિ જેવા અલ્પકાળમાં કેવળજ્ઞાની થનારા, પ્રાયશ્મિત્ત કરનારા હજી આપણે નથી. ટૂંકમાં “ઠોકર ખાધા વિના સમજનારા નથી' માટે બધાની જે ભૂલ છે તે સુધારવા શું કરવું જોઈએ ? એ પૂછવાનો આગ્રહ રાખ્યો. ભૂલ-ચૂક છે. તેમાંથી બચશું તો જ આ ભાવયાત્રા સફળ થશે. તેથી કલ્યાણ કરવાની, મોક્ષે જવાની શુભ ભાવનાથી પૂછ્યું : પ્રશ્ન-૬ જગતના ભાવ-પદાર્થને જાણવામાં વિચક્ષણ પ્રભુ ! અમે આરાધક છીએ કે વિરાધક ? જગતમાં આચાર-વિચાર-વર્તન-ભાષણાદિ દ્વારા જો સામાન્ય વ્યક્તિને બોધ સામાન્ય થતો હોય તો આ વિચક્ષણ પ્રભુ છે. તેઓ પ્રશ્નનો જવાબ તરત સ્પષ્ટ-સત્ય આપે તેમાં નવાઈ શું ? પ્રભુએ કહ્યું કે, તમે-વિરાધક છો. જવાબ સાંભળી અમારા બધાના મનમાં સહેજ દુઃખ થયું છતાં આરાધકની વ્યાખ્યા સમજવા તમન્ના થઈ. માત્ર એક અક્ષરના ફરકમાં આ જીવ પ્રગતિના Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ નફાની પ્રવૃત્તિના બદલે નુકસાન કરી રહ્યો છે. તેથી પરસ્પર વિચારણા કરવા લાગ્યા. કેટલાક સુજ્ઞ પુરુષોએ કહ્યું, આરાધના શા માટે કરવાની ? કેટલી વખત કરવાની ? કરતી વખત મન-વચન-કાયા શાંતિ અનુભવે છે ? આવા પ્રશ્નોની હારમાળાએ સ્પષ્ટ કરી દીધું છે કે, મનમાં શાંતિ ન હોય, વચનમાં શુદ્ધતા ન હોય, કાયામાં પવિત્રતા ન હોય તો એ આરાધના અશાંત-અવિવેકી માટે વિરાધક. પોતે તરે ને બીજાને જે તારે, તરવાનો માર્ગ બતાડે એવા પ્રભુને છેલ્લો પ્રશ્ન પૂછી ભાવયાત્રા પૂર્ણ કરવાનો સંકલ્પ યાત્રીકોએ કર્યો. અમૃતના ઘુંટડાનું પાન કરવા સમાને પૂછયું : પ્રશ્ન-૭ : તારક, ઉદ્ધારક પ્રભુ ! અમે ચરમશરીરી કે અચરમશરીરી ? પ્રભુએ ટૂંકમાં જ જવાબ આપ્યો, તમે બધા અચરમશરીરી. ઉપકારી પ્રભુનો જવાબ સાંભળી અમારી ભાવનાની નાવ મધદરીયે ડૂબી જવા જેવી થઈ. જવાબ સાચો હોવા છતાં અમોને તેમાંથી બચવાનો માર્ગ જડતો નહોતો. તેથી શાંત ચિત્તે ધ્યાન-મેડીટેશનનો સહારો લેવા અમારા સંઘવીએ સલાહ આપી. માર્ગ બતાડ્યો. સિમંધરસ્વામીનો ૧૦૮ જાપ કરવા કહ્યું. ગમે તે રીતે છેલ્લા જવાબનું સમાધાન મનથી કરવાનું હતું. વાતાવરણ શાંત થયું. બધા આસન લગાવી આંખ બંધ કરી ધ્યાન કરવા લાગ્યા. જાપ પવિત્ર મને ચાલુ થયો. આશ્ચર્યની વાત છે. ૧૨ મિનીટ-અડધી ઘડીમાં અમારા ધ્યાનમાંથી અમારા પ્રશ્નનો જવાબરૂપી માર્ગ જડ્યો. (૧) પાંચમા આરામાં કોઈ ભરતક્ષેત્ર આશ્રયી મોક્ષે જનાર નથી તો તમે ક્યાંથી ચરમશરીરી થશો ? (૨) કર્મ વર્ગણા-ઘાતકર્મની ખપે તેવો તમારો ઉદ્યમ નથી, નિર્મળતા શ્રદ્ધા નથી. તો પછી કેવળજ્ઞાન કે ચરમશરીરી ક્યાંથી થશો ? (૩) મોક્ષની જો અભિલાષા હોય, કર્મ ખપાવવાની તમન્ના હોય તો પાંચમાં આરામાંથી ચોથો આરો જ્યાં સદાકાળ છે ત્યાં જન્મ લો અથવા ઉત્સર્પિણી કાળના મોક્ષગમનના ત્રીજા-ચોથા આરામાં જન્મ લો તો ચરમશરીરી થાશો. બધાએ ધ્યાન પૂર્ણ કર્યું સાથે મોક્ષમાર્ગની પગદંડી મળી તેનો સંતોષ માની ભાવયાત્રાને સફળ કરવાનો સંકલ્પ કરી ગીત ગાતાં સૌ છૂટા પડ્યા. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન પ્રભુ મારા વંદન. જેન જયતિ શાસનમ્.. Page #149 -------------------------------------------------------------------------- ________________ પોતાનું અહં મમેતિ મંત્રોä, મોહસ્ય જગદાન્ધ્યકૃત્ । અયમેવ હિનપૂર્વઃ, પ્રતિમન્ત્રોડપિ મોહજિત્ ।। ૧૯ મારું પારકું ભાવાર્થ : હું અને મારું (અહં અને મમ) મોહરાજાના મંત્રે જગતને અંધ કરેલ છે. આગળ ‘ન’ જોડ્યા પછીનો મંત્ર (નાઅહં, ના મમ) મોહને જીતવા વશીકરણ રૂપ મહામંત્ર છે. ‘જુગ જૂગથી ચાલ્યા આવે છે. સાસુ-વહુના ઝઘડા.’ કવિએ સાચું જ કહ્યું હશે. કારણ એક મકાનમાં રાતના બીજા પહોરથી ઝઘડો ચાલતો હતો. પ્રશ્ન એટલો જ કે, મારું શું ? તમારું શું ? ઝઘડાની શરૂઆત સાત પ્રશ્નોથી થઈ ? ૧. આ ઘર મારું છે. ૨. આ દુકાન મારી છે. ૩. આ જમીન મારી છે. ૪. આ મોટર-સ્કુટર મારું છે. ૫. આ પરિવાર મારો છે. ૬. બેન્કના લોકરમાં રહેલું, બેન્કનો બધો વહીવટ મારો છે અને ૭. મારા કારણે આ પેઢી જામી છે, ખ્યાતિ થઈ છે. બીજા કોઈનો તેમાં અધિકાર નથી. અડધી રાત પૂરી થઈ પણ વાત પૂરી ન થઈ. હશે.... મારા મને મને પ્રશ્ન કર્યો કે હવે તારું શું છે ? તેનો જવાબ શોધ. હું આસન લગાડી બેઠો છું. મને વિશ્વાસ છે કે જેને હું મારું કહીશ, બતાડીશ, સંબોધિશ તે બધું બધા સ્વીકારી લેશે. સહેજ પણ કોઈ ઝઘડો નહિં કરે. ઉંચા આવાજે નહિં ૧૨૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ બોલે, કદાચ જે મને યાદ નથી એ યાદ કરાવી આપી દેશે. મારો પરિવાર મારો પૂજારી છે. ખરેખર દુનિયા કેવી છે. સંસારમાં મારાં-તારાના પ્રશ્ને વેરઝેર ઊભા કર્યા છે. પણ ચિંતનની ચાંદનીમાં મારું-તારું જૂદા સ્વરૂપે દેખાય છે. તે પ્રથમ સમજી લઈએ પછી આગળની વાત. ભૂતકાળમાં અનંતા જન્મ આ જીવે ભોગવ્યા, કર્યા. બધે ઠેકાણે ભવ-ગતિઆયુષ્ય-ઈન્ડિયાદિ અનુસાર સંસાર ઊભો કર્યો, મોટો કર્યો, ફાલ્યો ફૂલ્યો, અનેક રીતે જરૂરીઆત મુજબ સાધનો ઊભા કર્યા. પણ જ્યારે સંસારમાંથી વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે ઊભા કરેલા સંસારને છોડીને જવાનું ગમતું નથી. દુઃખ થાય છે. અત્યાર સુધી જેનું નિર્માણ રસપૂર્વક કર્યું તે જ મને દુઃખ આપે છે. મને કોઈ બચાવવા મદદરૂપ થતું નથી અને એ બધું ત્યજી છોડી જવાનું ગમતું પણ નથી. અચાનક આંખ બંધ થઈ. છોડવાનું છોડ્યું નહિં સાથે લઈ જવાનું ભેગું કર્યું નહિ ને જીવ પ્રવાસે નીકળી ગયો. શરીર-મકાન-ધન-પરિવાર વગેરે જતાં જતાં તેના કારણે જે કર્મ બાંધ્યા તે સાથે લઈ ગયો ને તેથી કર્મ અનુસાર ગતિજાતિમાં ઈચ્છાએ-અનિચ્છાએ જન્મ લીધો. જોકે જેટલું અનુકૂળ હતું તેટલું બધું જ પ્રતિકૂળ નિર્માણ થયું. ભૂતકાળ પછી નવા વર્તમાન કાળના જન્મનો વિચાર કરીએ. ગત જન્મમાંથી મારું મારું કરી જે ઉભું કરેલું તે તો વળાવવા પણ સાથે ન આવ્યું, તેના બદલે પાપ-પુણ્યનું પોટલું સાથે આવ્યું. એક કન્યા રોજ ગાતી હતી... “એ તો પાપનું પોટલું બાંધી, ચાલ્યો જીવ સંસારી.' વર્તમાન ભવ-જન્મમાં આ જીવ આહાર, ભય, મૈથુનને પરિગ્રહ સંજ્ઞાને વશ થઈ ખાવામાં, જોવામાં, ભોગવવામાં ને ભેગું કરવામાં લાગી ગયો. જેની જરૂર વધુ નથી. એ ન મળ્યું પણ જેની ઉપેક્ષા કરવાની જરૂર છે એ સારી છે. મારી છે એવું માની સમય અને શક્તિ તેની પાછળ ખર્ચા. જીવને સામાન્ય રીતે ચાર અવસ્થામાં પસાર થવું પડે છે. બાલ્યકાળ અજ્ઞાનતાથી વ્યતિત કર્યો. યુવાવસ્થા મોજ-શોખ, એશ-આરામમાં ગુમાવી. પ્રૌઢાવસ્થામાં સમજવામાં ભૂલ કરી એટલે ન કરવાનું કર્યું, કરવાનું પછી કરીશું Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ એમ મગજમાં બેસાડ્યું અને વૃદ્ધાવસ્થા બાળપણથી પણ ખરાબ રીતે પૂરી કરવા મનને મારવાના બદલે મનને સંતોષ આપવા ગુમાવ્યો. હવે.. મારું મારું કરી જાપ કર્યો. પરિવારની સાથે મારું ? (મારવામાં) તરછોડું, બગાડું, એવા વિચારોમાં અપજશ મેળવ્યો. આજ સુધી અનિત્ય શરીર છે તેને સાચવવા, પાંચ ઈન્દ્રિયોના વિષયોને સંતોષ આપવામાં સમય વેડફી નાખ્યો. હવે સમજાયું કે, વહાલા તે ઠાલા શું કરશે ? વડાલા વોળાવી વળશે; વહાલા તે વનકેરા લાકડાં, તે તો સાથે જ બળશે. એક દિવસ એવો આવશે. કવિના કથન અનુસાર આપ્તજનો સ્મશાનભૂમિ સુધી લોક લાજે વળાવવા આવશે. જ્યારે વનના લાકડાં પોતે પણ બળશે ને આ નશ્વર શરીરને પણ બાળશે. પંચભૂતને પંચભૂતમાં વિખેરી દેશે. કવિએ કાયા-શરીર માટે કહ્યું છે. કાયા મિટીકા ખીલોના છે (૨) મીટ્ટી ખાના, મીઠ્ઠી પિના મિટ્ટીમેં જાના હૈ. ભૂત-વર્તમાનના વિચાર કર્યા પછી ભવિષ્યના વિચારને પણ કરી લઈએ. જો કે જેનો ભૂતકાળ સારો તેનો વર્તમાન કાળ સારો એ ન્યાયે ભવિષ્ય ઉજ્વળ હોય એ નિશ્ચિત છે. વર્તમાન (અપેક્ષાએ ભૂતકાળ)ને સુધારવું, સફળ કરવું જરૂરી છે. વર્તમાન કાળ અલ્પાતીઅલ્પ સમયનો હોવાથી ભૂત-ભાવિનો જ વિચાર કરવા જેવો છે. શાસ્ત્રકારોએ મમ-મારું આ સંસારમાં કહેવા-માનવા-સમજવાલાયક કાંઈ જ નથી. જે કોઈ મારુ તરીકે સંબોધે વિચારે છે એ ભૂલ ભરેલું છે. તેની પાછળ રાગ-દ્વેષના જન્મનો વધારો થાય છે. એટલું જ નહિં પણ જે સાચે જ મારું છે તે ભૂલી જવાથી ૮૪ લાખના ફેરા વધે છે. ચારે ગતિને પાંચે જાતિમાં જન્મ મરણ કરવા પડે છે. સંસાર સાગરનો છેડો આવતો નથી. આદર્શ આરાધક-સાધકે શું કરવું જોઈએ, કેવી ભાવના ભાવવી જોઈએ? તે માટે ટૂંકમાં ૧. ક્યારે હું પરિગ્રહનો ત્યાગી થાઉં ? ૨. ક્યારે હું મહાવ્રતધારી સંયમી બનું? ૩. ક્યારે હું પંડિત મરણ પામું ? આ ત્રણ ભાવના ભવનાશીની Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ છે. રોજ જો આવી ભાવના ભાવવામાં આવે તો જરૂર તેનું ફળ અવશ્ય નજીકમાં જ પ્રાપ્ત થાય. બીજી તરફ શ્રાવકે કેવી ઈચ્છા ભાવના રાખવી જોઈએ અથવા રાખે? તે પણ જ્ઞાની પુરુષોએ પ્રેરણારૂપે શાસ્ત્રમાં જે દર્શાવી છે, તે જોઈએ. આ ભાવના દ્વારા પણ મમ-મારાપણાની શોધ વિચારકને અવશ્ય થશે. આ છે એ ભાવનાઓ. ૧. જીવવાની ? ચારે ગતિમાં મૃત્યુ ગમતું નથી. ફરી મરવું ન પડે તેવા સ્થાને, અજરામર શાશ્વતપદ મોક્ષ પ્રાપ્ત કરવાની અભિલાષા. ૨. જ્ઞાન મેળવવાની ઘણું જોયું, જાણ્યું, વાંચ્યું, સાંભળ્યું પણ તે અધુરું છે. કેવળજ્ઞાન જ પૂર્ણ છે. ક્યારે કેવળજ્ઞાની થઈશ ? ૩. સુખ મેળવવાની દુઃખને જ્યાં સ્થાન નથી તેવા સુખને પ્રાપ્ત કરવાની લાલસા. મોક્ષમાં શાશ્વતું સુખ છે. ૪. સ્વતંત્ર બનવાનીઃ જગતમાં છેલ્લે કર્મ પણ પરતંત્રની બેડીમાં જકડે છે. મારે કર્મ રહિત, સ્વતંત્ર થયું છે. ૫. આધીન બનાવવાની પાપસ્થાનક-રાગ-દ્વેષાદિ પ્રતિસ્પર્ધી ન જોઈએ. શરીર રહિત થવું છે. આ ભાવના અને ઈચ્છા શાસ્ત્રોમાં એટલા માટે દર્શાવી છે કે જેનાથી એ સંસારમાં કર્તા ભાવે ન જીવે. સાક્ષી ભાવે જીવમાત્ર સાથે વ્યવહાર રાખે. આમ કરવાથી પર પદાર્થ પ્રત્યેની જે આસક્તિ જન્મે છે એ ન જન્મે. અહં ને મમ સંબંધિના વિચારો જીવનમાંથી વિલીન થાય. શ્રી કૃષ્ણજી પોતાની કન્યાઓને તેજ કારણે પૂછતાં હતા કે, તમારે રાણી થવું છે કે દાસી ? દાસીનો માર્ગ શરૂઆતમાં કંટકભર્યો છે. તે પછી એજ સુખદાઈ શાશ્વત સુખનો દાતા થશે. જ્યારે રાણીનો માર્ગ સુખ-આરામનો ભ્રામક રહેશે. અમુક સમય-વર્ષ પસાર થયા પછી ત્યાં કાંટા ઉપર ચાલવું પડશે. જીવનમાં દુઃખદાવાનળના આસું પડાવશે. મારું શોધવા અભયકુમારે પોતાના મિત્ર ચોરને સાહુકાર થવા નીતિમય જીવન જીવવા સલાહ આપી. પાપ તારે કરવાનું, માર તારે સહવાનો ને માલ સંબંધીને ખાવાનો. આ ક્યાંનો ન્યાય? Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મિત્રે ઘરે જઈ પરિવારને પૂછ્યું, માલ ને માર કોણ ખાય? સ્વાર્થી પરિવારે કહ્યું, અમે બન્ને પ્રસંગે તમારી સાથે જ છીએ. જ્યારે આ વાત અભયને ખબર પડી, ત્યારે તેના દ્વારા ઊભા કરેલા અસહ્ય દુઃખને વહેંચી લેવા પરિવારને કહ્યું, પણ નકારાત્મક જવાબ મળ્યો. ત્યારે મિત્ર ચોર સ્વાર્થની લીલા-સગાવાદ સમજી ગયો. મરૂદેવા માતાજી “મારો 20ષભ” એ પદને નિત્ય સ્મરણ કરતાં, ભરતને વારંવાર કહેતા કે, ઋષભના સમાચાર મંગાવ. પણ ભરત કાંઈ કરી ન શક્યો. એક દિવસ જ્યારે ભરતને ભ. 28ષભદેવને કેવળજ્ઞાન થયું તે જાણવા મળ્યું ત્યારે દાદીમાને કહ્યું કે, ચાલો ઋષભને મળવા. હાથીની અંબાડી ઉપર બેસી મરૂદેવા માતા નગરી બહાર ગયા ત્યારે ભરતચક્રીએ ભ. 20ષભદેવ સમવસરણમાં બેસી ધર્મદેશના આપે છે. હજારો દેવદેવીઓ તેમની સેવામાં હજરાહજૂર છે. ૧૨ પર્ષદા એકાગ્રતાથી સાંભળી ધન્ય બને છે. તે બધું બતાડ્યું. મરૂદેવમાતા પુત્રની ઋદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિ જોઈ આશ્ચર્ય પામ્યા. આટ આટલા દેવ-મનુષ્ય હોવા છતાં મને કાંઈ સમાચાર ન આપ્યા. જ્યારે હું તેની પાછળ રડી રહી છું. ધીક્કાર છે આ સંસારને ! આ રાગ દશાને ! આમ મનમાં પશ્ચાતાપ કરતાં અનિત્ય ભાવના ભાવતાં કેવળજ્ઞાની થયા. તીર્થની સ્થાપના પૂર્વે અતિત્યસિદ્ધ થયા. એક બાવાજી નદી કિનારે શીલા ઉપર આસન લગાડી બેઠા હતા. તે દરમિયાન એક સ્મશાનયાત્રા તેઓની પાસેથી પસાર થઈ. ઉપાડનારા માંડ ૫૭ માણસો હતા. સેવા કરવા આ કર્મ કર્યું હતું. સાંજના સમયે બીજી એક સ્મશાનયાત્રા સેંકડો માનવી સાથે આવી. બધાં રડતા હતા. આધાર ગયો, દાતાર ગયો, એવા શબ્દ ઉચ્ચારતા હતા. ટૂંકમા એક બીનવારસદાર હતો જ્યારે બીજો મોટો માનવી હતો. ઉડાણથી તપાસતાં, વિચારતાં બાવાજીએ કહ્યું, “માટીનું માટીમાં મળી ગયું મારું કહેવા માટે પણ કાંઈ ન રહ્યું. મારું શબ્દ જો ભૂલાઈ જાય તો જ આત્મા (જીવ) સમાધિમરણ પામે. એ માટે ભ. મહાવીર સ્વામીએ વિનયવંત ગૌતમ ગણધરને સમાધિ આપવાના ૧૦ અધિકાર પ્રરૂપ્યા, કહ્યા. જે પુણ્ય પ્રકાશ સ્તવનમાં ખૂબ જ સરળતાથી વર્ણવ્યા છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ મુખ્યત્વે આ જીવના ભૂતકાલીન ૮૪ લાખના ફેરા સંબંધિ પૃથ્વી આદિ છે કાયના જીવોની સાથે જે વ્યવહાર કર્યો હોય, વિરાધના કરી હોય તે માટે ત્રિવિધે ત્રિવિધે મિચ્છામી દુક્કડ અપાય છે. તે જ રીતે પાંચ મહાવ્રત કે બાર વ્રત સંબંધિ પ્રમાદના યોગે કાંઈપણ વિરાધના, આશાતના, અવહેલના કરી હોય તે માટે મિચ્છામી દુક્કડ આ ૧૦ અધિકારો દ્વારા અપાય છે. ટૂંકમાં જીવનનો હિસાબ સાચા મનથી બોલાય-લખાય-વંચાય છે. ટૂંકમાં મારાપણાના ભાવ-વિચારથી જે વર્તમાનમાં ભોગવવા મળવાનું નથી તે સંબંધીના અધિકારાનો ત્યાગ કર્યા વિના પરંપરાએ બંધાતા કર્મ અટકશે નહિં. એ પુદ્ગલો દ્વારા જે કાંઈ પણ નવું સર્જન થયું હોય તે પણ કર્મના ઉદય માટે નિમિત્તરૂપ થાય તે સંભવિત છે. સમજવાની વાત એ જ છે કે, જે માનવીને જોવાથી દુઃખ થાય, ક્રોધ થાય, વાત્સલ્ય ઉભરાય એ બધું ગયા જન્મના એ પુગલો સાથેનો ખાટો-મીઠો સંબંધ છે. ક્યારેક કોઈ બોલી જાય છે કે, “જેવી લેણા દેણી” અથવા ઋણાનુબંધ પૂરા થયા. બાબુભાઈ કડીવાલાના જીવનનો એક પ્રસંગ. ઉપકારી પન્યાસજી મ.ના ઋણાનુબંધ સંબંધીના વિચારો જાણ્યા-સમજ્યા પછી તેઓએ પોતાના નામે મશીનો દ્વારા થતી વિરાધના બંધ કરી. એટલું જ નહીં પણ એ મશીનો વેચ્યા બાદ જે કાંઈ કાર્ય થશે તેમાં પરંપરાએ અનુમોદના થાય તેથી મશીનો પણ વેંચી નહિં. કહેવાનું તાત્પર્ય એજ કે, સંસારના આ જીવ ગમે ત્યાં જન્મ પરિભ્રમણ કરે તો મારાપણાના કારણે ઉંદર બિલાડી, સાપ-નોળીયો, સાસુ-વહુના સંબંધે કર્મથી ઘેરાઈ જવાનો જ. માટે જ પુદગલને વોસીરાવી આ ભવમાંથી બીજા ભવે જો જવાનું જીવને સુઝી જાય તથા તે મુજબ આચરણ કરે તો તેનું જીવન ધન્ય બને. ધન આપ્યા વિના જેમ દ્રવ્ય પ્રાપ્ત ન થાય. તેમ ક્ષમા-આપ્યા વિના સંસાર ઘટે નહિં. ક્ષમાના પ્રકારો – ૧. ઉપકાર ક્ષમા, ૨. અપકાર ક્ષમા, ૩. વિપાક ક્ષમા, ૪. વચન ક્ષમા અને ૫. સર્વોત્તમ ધર્મ ક્ષમા. જેમાંથી એક યા અનેક ક્ષમાની આપ-લે કરી મારાપણાનું રાજીનામું આપીએ એ જ મંગળ કામના. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મન સુત મન દુષ્કૃત મન નિન્દનુ નીતિનિપુણ, યદિ વા સુવતુ લક્ષમીઃ સમાવિશg, ગચ્છતુ વા યથેષ્ટમ્ | અધેવ વા મરણામસ્તુ યુગાન્તરેવા | ન્યાયા, પથઃ પ્રવિચલક્તિ પદે ન ધીરા // ભાવાર્થઃ કોઈ નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષ્મી આવે કે જાય, મરણ આજે આવે કે યુગો પછી આવે પરંતુ ધીર-ગંભીર પુરુષ ન્યાયમાર્ગથી (મનના શુભ પરિણામથી) વિચલિત (ચલિત) થતા નથી. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિં ખોટી. મન – એટલે વિચારને, આચારને ભાવનાને ગતિ આપનાર ઈલેક્ટ્રીક પાવર સ્ટેશન. તેના દ્રવ્યમાન અને ભાવમન એવા બે મુખ્ય વિભાગ છે. આગળ જતાં સુષુપ્ત મન, અર્ધજાગૃત મન અને જાગૃત મન એવા પણ વિભાગ મહાપુરુષોએ દર્શાવ્યા છે. મન એવા મનુષ્યાણાં, કારણું બંધ મોક્ષયોઃ આગમ સૂત્ર જેવા ગ્રંથોમાં મન-કર્મબંધ પણ કરનાર છે ને કર્મક્ષય પણ કરનાર છે. એ વાતને ભારપૂર્વક કહી‘મીન સર્વાર્થ સાધનને નજર સામે રાખવા પ્રેરણા આપી. જીવ જે કાંઈપણ ક્રિયા કરે છે તેમાં મનનો ૩૫ ટકા ભાગ હોય છે. એટલું ૧૩૦ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ જ નહિં પણ મન નક્કી કરે પછી તેમાં સૂર પૂરવા માટે વચન આગેવાની લે. ત્યાર પછી કાયા એ કાર્ય પૂર્ણ કરવા પોતાની પાંચ ઈન્દ્રિયોને કામે લગાડે. આમ મનના પાયા ઉપર આ બધી બિલ્ડીંગ ઊભી થાય. તીર્થંકર પરમાત્મા સંયમ લીધા પૂર્વે બોલે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સમવસરણમાં બિરાજી ઉપદેશ આપે પણ દીક્ષા અને કેવળજ્ઞાન વચ્ચેના છબસ્થ અવસ્થાના કાળમાં પોતે કર્મ ખપાવવા પ્રયત્ન કરે પણ વિના કારણે બોલે કે ઉપદેશ આપે નહિં. એનું કારણ પણ મનગુપ્તિ પાળવાની અથવા મનદંડથી મુક્ત રહેવાનું છે. આ સંસારમાં પ્રાયઃ વણિક, વેપારી, કામી, કપટી, વેશ્યા અને જુગારી એ છ સત્યવચન ન બોલે. એ જ રીતે નદી, નારી, અગ્નિ, કાળ, નૃપ અને વિષ એ છનો વિશ્વાસ (ભરોસો) ન કરાય. કહ્યું છે, પરિગ્રહ તૃષ્ણા (ઈચ્છા) વધારે, આયુષ્યને ચિંતાના કારણે ઘટાડે માટે મનને જે વશ કરે છે એ સંસારમાં દુઃખી થતો નથી. ભ. મહાવીર પ્રભુને દીક્ષા પછી તરત મન:પર્યવજ્ઞાન થયું. સામાન્ય રીતે મનના વિચારોને આ જ્ઞાન દ્વારા જ્ઞાની સ્વાભાવિક રીતે જાણી-સમજી લે છે. (ઉદા. કોઈ વ્યક્તિ આનંદમાં આવ્યો હોય તો આપણે મુખ જોઈ પૂછીએ છીએ કે કેમ આજે આનંદમાં છો ?). કોઈની ગુપ્ત વાત કરવાની ઈચ્છા થાય, દંભ કરી ખોટા મોટા થવાની ખુર્શીવાળા થવાની તમન્ના થાય, સંસારમાં વિશ્વાસઘાત કરી બીજાને સીસામાં ઉતારવાની ભાવના થાય તો સમજવું કે આ પાપકાર્ય છે. અને એનો જન્મદાતા મન છે. જેણે મન માર્યું તે ધન્ય બને છે. ઈરાનમાં એક માતાએ પુત્રને શિખામણ આપી કે, ભગવાનનો ડર રાખજે. એક દિવસ પુત્રે ચોરી કરી. કુદરતી રીતે પકડાઈ ગયો. પોલીસ રાજા પાસે લઈ ગઈ. રાજાએ છોકરાને પૂછ્યું, તને જેલની સજાનો કે રાજાનો ડર નથી લાગતો? છોકરાએ કહ્યું, આ સંસારમાં હું ભગવાનનો જ ડર રાખું છું. તેથી અસત્ય-ખોટું કાંઈ બોલતો નથી. અનિવાર્ય કારણે મારે ચોરી કરવી પડી. આને અર્થ એ જ કે, મન પવિત્ર છે. પાપ કર્યું તેને એ છૂપાવતો નથી. જૈન શાસનમાં ધર્મક્રિયા કરતી વખતે પણ ઉપકારી ભગવંતે ક્રિયાના અંતમાં અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ' કહેવા-માગવાની અનુજ્ઞા આપી છે. મનથી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સંસાર તરવા માટે જ આ અનુષ્ઠાન કર્યું. હવે મનને પવિત્ર રાખવા ખાસ ક્ષમામિચ્છામિ દુક્કડું પ્રાયચ્છિત્ત લેવું જરૂરી છે. કર્મશાસ્ત્રમાં ભારપૂર્વક મનની ઉપર અંકુશ રાખવા પ્રેરણા આપી છે. જ્ઞાનાવરણીય કર્મ મનના અપવિત્ર ઝરણાના વહેણના કારણે બંધાય છે. એટલું જ નહિં આઠે આઠ કર્મના દલિકોને જો કોઈ નિમંત્રણ આપતું હોય તો આ મન જ છે. તેથી તેને “વાંદરા'ની ઉપમા આપી છે. વાંદરાની જેમ એ ચંચળ છે. એક ક્ષણમાં એ ક્યાં જઈ વિચાર કરવા બેસશે તેનું ઠેકાણું નહિં. મનના – *મનોયોગ, મનગુપ્તિ, મનદંડ એવા વિભાગો કરી આ જીવ તે તે પ્રકારની અનુકૂળ, પ્રતિકૂળ પ્રવૃત્તિ કરે છે. સંજ્ઞી અને અસંશીના વિભાગો કરી મનની શક્તિ ને જીવવિચાર પ્રકરણ દ્વારા ઘણી સ્પષ્ટતા કરી છે. સામાન્ય રીતે કોઈપણ પ્રશ્નનો જવાબ વિચાર (મન) કરીને અપાય છે. જ્યારે તીર્થંકર પરમાત્મા કેવળી હોવાથી ત્રણે કાળના ચરાચર જીવોના જ્ઞાતા હોય છે. તેઓને વિચાર કરવાની કે બીજાને ખુશ રાખવાની જરૂર રહેતી નથી. ધર્મી જીવ જ્યારે દ્રવ્ય ક્રિયા કરે છે ત્યારે દરેક ક્ષણે ઉપયોગમાંથી એ બીજા ઉપયોગમાં અથવા એક સાથે બે ઉપયોગમાં મનને વાપરે છે. તેના કારણે “અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ' જેવું વાતાવરણ સર્જાય છે. માટે જ ઉપકારીઓ દ્રવ્યમાંથી ભાવક્રિયામાં મનને પરોવવા પ્રેરણા આપી છે. ક્રિયા પાછળના હેતુ સમજવા કહ્યું છે. કોઈ ચિંતક મન કેટલા પ્રકારના સારા-ખરાબ ચિંત્વન કરે છે, કરી બેસે છે? એ પ્રશ્નની શોધ કરવા બેઠો. ત્યારે એક ક્ષણે એ પણ મુંઝાઈ ગયો. શું આ જીવ આવા પ્રકારના મન દ્વારા કાર્ય કરે છે ખરો?મનના કાર્ય (નિમિત્ત)નું લિસ્ટ ચિંતકે નીચે મુજબ લખ્યું : ૧. મોહવાસિત ૨. જ્ઞાતાદ્રષ્ટા મન ૩. સંકલિષ્ટ મન ૪. ઉપશાંત મન ૫. અશુદ્ધ મન ૬. સુવિશુદ્ધ મન ૭. નિર્બળ મન ૮. મજબૂત મન ૯. પ્રમાદી મન ૧૦. પરદોષદ્રષ્ટા મન ૧૧. સુકૃત અનુમોદક મન ૧૨. અવિરતિ પાપ મન * કરેમિ ભંતે – મણેણં, વાયાએ, કાએણે. સામાઈય વયજુરો – ૧૦ મનના, ૧૦ વચનના, ૧૨ કાયાના. અન્નત્ય – ઠાણેણં, મોણેણં, ઝાણેણં વગેરે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ૧૩. દેશવિરતિ મન ૧૪. સર્વવિરતિ મન ૧૫. મમત્વમય મન ૧૬. સમત્વમય મન ૧૭. રાગજિત મન ૧૮. વેરાગ્યવાસિત મન ૧૯. પંચાતીયું મન ૨૦. સ્વાધ્યાયપ્રેમી મન ૨૧. નકારાત્મક મન ૨૨. હકારાત્મક મન ૨૩. સંકુચિત્ત મન ૨૪. સુવિશાળ મન ૨૫. ચિંતાગ્રસ્ત મન ૨૬. સમાધિમય મન ૨૭. વિકલ્પવ્યથિત મન ૨૮. તત્ત્વગ્રાહી મન ૨૯. જાગૃત મન ૩૦. મૂઢ મન ૩૧. ચિંતક મન ૩૨. વાસનાગ્રસ્ત મન ૩૩. પવિત્ર મન ૩૪. આસક્ત મન ૩૫. અનાસક્ત મન ૩૬. અસ્વસ્થ મન ચિંતકે દર્શાવેલા મનના પ્રકારોને વ્યવસ્થિત સમજવા કેટલાકની વ્યાખ્યા જાણીશું તો બીજા બધા પ્રકારોની પાછળ છૂપાયેલ વ્યાખ્યા સમજાઈ જશે. ૧. સંકલિષ્ટ મનઃ ૧૮ પાપ સ્થાનક તરફ કારણે યા વિના કારણે આકર્ષિત થવું. મનને એ વ્યાપારમાં રોકવું. પ્રમાદી મન : વિના કારણે સારા વિચારોથી નિવૃત્તિ લેવી એટલે મનને પ્રમાદી–આળસુ બનાવવું. મોહવાસિત મનઃ મોહનીય કર્મના જોરે નશ્વર વસ્તુ પ્રત્યે આકર્ષિત થઈ સમયને વેડફી દેવો. ૪. પરદોષ મનઃ સંસારમાં મનગમતી વ્યક્તિ ન મળી તેથી પોતે કોઈને ગમે તેવું કરવું નહિં. (બીજાના દોષ જોવા) અવિરતિ પાપ મન : ધર્મના બંધનો, નિયમો, વ્રત-પચ્ચખાણ પ્રત્યે અરૂચિ અને સ્વચ્છંદી જીવન પ્રત્યે રૂચિ. વિકલ્પ વ્યથિત મનઃ કલ્યાણકારી પ્રવૃત્તિથી શું પુણ્ય થશે? અકલ્યાણની પ્રવૃત્તિથી શું પાપ થશે? એવા વિકલ્પો-શંકાવાળું મન. ૭. સંકુચિત મનઃ પોતાને સુખ મળે નહિ ને બીજાનું જોવાય નહિ એવા ટૂંકા વિચારવાનું મન. ચિંતકના વિચારો ઘણાં ઉંડા જેવા લાગ્યા. આટલા વિભાગ ઉપરાંત ટૂંકમાં એને ઉપયોગમુક્ત મન, શૂન્ય મન, બાહ્ય મન, અંતર્મુખી મન, વૈભાવિક મન, સ્વાભાવિક મન, ચલ મન, સ્થિર મન વગેરે તેના વિભાગોની શક્યતા માની આટલું બધું કેવી રીતે વિચાર્યું? તો તે માટે કવિએ કહ્યું કે – Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ; જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી. મનને પાંચ ગતિનો પ્રવાસી કહ્યો છે. એ જીવને સુખ-દુઃખ આપવા, દેવમનુષ્ય-તિર્યંચ-નરકગતિ ઉપરાંત મોક્ષ-મુક્તિમાં પણ લઈ જવા અપેક્ષાએ સમર્થ છે. આર્તધ્યાનાદિના સહારે મન એ બધું કરી શકે છે. માત્ર એ કાર્ય આત્મલક્ષી કરે છે કે શરીરલક્ષી એ જોવાનું છે. પાંચ મહાવ્રત કે બાર વ્રતમાં બીજા મૃષાવાદ વ્રતને સ્થાન આપેલ છે. અસત્ય ન બોલવું આ વ્રતનો ટૂંકો અર્થ છે. મનથી એ સ્વીકારવામાં આવે તો ઘણાં સંસારના, ધર્મના પ્રશ્નો ઉકેલાઈ જાય. વંદીત્તા સૂત્રમાં આ વ્રતના પાંચ અતિચાર ૧. સહસા (સ્વાભાવિક), ૨. રહસ્સ (ગુપ્તવાતો), ૩. દારે (સ્ત્રીના વચન બીજાને કહેવા), ૪. મોસુવએસ (ઉપદેશ-સલાહ), ૫. કુડલેહેઅ (જૂઠા લેખ, દસ્તાવેજ) વગેરે અતિચારનો સ્વીકાર આ જીવ અશુદ્ધ મન દ્વારા કરે છે. મન દ્વારા આ રીતે બાર વ્રત, અઢાર પાપ સ્થાનક વગેરેની અનિચ્છનીય ક્રિયા-પ્રવૃત્તિથી થાય છે. માટે સુજ્ઞ જીવોએ આત્મહિત માટે પણ તેનાથી દૂર રહેવું હિતાવહ છે. કલાકાર પછી એ ચિત્રકાર હોય કે પ્રવચનકાર હોય. ચિત્ર દ્વારા જોનારને વૈરાગ્યના વિચાર બક્ષી શકે છે ને રંગરાગ કે મોજમજામાં એ ખેંચી શકે છે. ચક્ષુએ મનને સારા વિચા૨ ક૨વા કહ્યું તો ચિત્ર સફળ થયું ને ખોટા વિચાર કરવા કામે ચઢાવ્યું તો પતન થયું. માટે જ મનને ઉત્તમોત્તમ આલંબનમાં રોકી રાખો. સામાયિકની ક્રિયામાં મન તન્મય થઈ ગયું તો સમયનો પણ તેને ખ્યાલ ન રહે. બે ઘડી ક્યાં પૂર્ણ થઈ જાય એ સમજ ન પડે. અન્યથા મન પરાણે સામાયિક કરતું હોય. જીવ અનિચ્છાએ મનને પકડી બેઠું હોય તો ઉડતું પક્ષી આકાશમાં ઉડવા ઝંખે, પાંજરામાં પૂરાયેલ પક્ષી મુક્ત થવા તરફડે તેમ જીવ સામાયિકમાંથી છૂટા થવા ઝંખે. Page #160 -------------------------------------------------------------------------- ________________ Sાન દુષ્કત મન સુકૃત મન કાલે વિણાએ બહુમાને, ઉવહાને તહઅ નિડવો, વજન અર્થે તદુભયે, અવિહો નાણમાયારો. ભાવાર્થઃ ૧. ભણવાના સમયે ભણવું (અકાળે ન ભણવું), ૨. વિનયપૂર્વક ભણવું, ૩, બહુમાનથી ભણવું, ૪. ઉપધાનાદિ તપસહિત (અધિકાર મેળવી) ભણવું, પ. ભણાવનાર ગુરુને ભૂલી ન જવા, ૬. શુદ્ધ ઉચ્ચારપૂર્વક સૂત્ર ભણવું, ૭. અર્થજ્ઞાન શુદ્ધ ઉચ્ચારપૂર્વક ભણવું અને ૮. સૂત્ર-અર્થ બન્ને શુદ્ધ જાણવા-બોલવા-ભણવા. આ આઠ જ્ઞાનના આચાર છે. શાનને અનેક વિશેષણો લાગી શકે છે. જેવા કે, ૧. સમ્યગૂ જ્ઞાન, મિથ્યા જ્ઞાન, ૨. વ્યવહારિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, ધાર્મિક જ્ઞાન, ૩. સ્વાર્થમય જ્ઞાન, પરોપકારમય જ્ઞાન, ૪. દૂષિત (ચોરી કરવાનું) જ્ઞાન અને આશીર્વાદ સમાન જ્ઞાન વગેરે. / કલ્પના ગગનમાં વિચરતા મહાપુરુષો જ્ઞાનને દીપક કહે છે. અમૃતમય ભોજન કહે છે, અંધની લાકડી કહે છે, માનવીની જીવાદોરી કહે છે, ચોરી ન શકાય એવું ધન, વિવેકરૂપી ત્રીજું નેત્ર, ઐશ્વર્ય વગેરે કહે છે અને તે સાચું છે. શાસ્ત્રમાં કોઈપણ પદાર્થને સિદ્ધ કરવો હોય, માન્યતા આપવી હોય તો તેની ચાર કસોટી કરે છે અથવા ચાર રીતે તેની માન્યતા સ્વીકારે છે. એ ચાર એટલે – નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. ૧૩૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જ્ઞાનનો જન્મ અક્ષરના કારણે માનીશું તો ૧. “અ” અક્ષરનું “અ” એવું નામ પાડ્યું. ૨. એ અક્ષરને રૂપ-ચિત્ર રૂપે દોરી-લખી બતાડ્યું એ સ્થાપના. ૩. દ્રવ્યના માટે તેના લેખનમાં ચિત્રદર્શનમાં જેટલો પદાર્થ વપરાયો તે પદાર્થ (પેન, પેન્સિલ, ચોક, રંગ વગેરે)ના સહારે તેનું દ્રવ્ય શરીરનું નિર્માણ થયું. અને અંતે ૪. “અ” અક્ષરનો વ્યવહાર જ્યારે ભાષામાં ચાલુ થયો ત્યારે તે ભાવનું સ્વરૂપ પામ્યો. આ એક નહિં બધી જ ભાષાના બધા જ અક્ષરો માટે સમજવું. જ્ઞાનના અક્ષરની વર્ણમાળાનો વિચાર કરીશું તો “અ” વગેરે ૧૪ (૧૬) અક્ષર અને “ક” વગેરે ૩૫+૨=કુલ પર અક્ષરોનું સામ્રાજ્ય ગુજરાતી, હિન્દી, મરાઠી ભાષામાં બોલવા-લખવા-વાંચવામાં કામ આવે, જોવા મળે છે. સંસ્કૃતપ્રાકૃત ભાષા માટે (૧) જોડાક્ષર – સંધી અક્ષર, (૨) કર્તા, કર્મ, ક્રિયાપદ, (૩) ભૂત, ભવિષ્ય, વર્તમાન, (૪) એકવચન, દ્વિવચન, બહુવચન, (૫) આજ્ઞાર્થ વિધ્યર્થ, (૬) કંઠ્ય, દત્ય, તાલવ્ય, મૂર્ધન્ય, ઓષ્ઠય, (૭) ઉર, શિર, જીવ્હામૂલ્ય વગેરે ઘણાં વિભાગો માત્ર ભાષા વિજ્ઞાનમાં જોવા મળશે. ઉપરાંત (૧) ઘોષઅઘોષ, (૨) હૃશ્ય, દીર્ઘ, ડુત, (૩) અક્ષર, શબ્દ, વાક્ય, પેરેગ્રાફ, પ્રકરણ, પુસ્તક સુધી આ અક્ષરની યાત્રા વણથંભી ચાલે છે. એ જ રીતે વર્ણનાત્મક, વિવેચાત્મક, સિદ્ધાંતિક અને મનોરંજન પદ્ધતિ પણ ગદ્ય-પદ્ય-ગદ્યપદ્યાત્મક સાહિત્ય લખેલું જોવા મળે છે. જે અક્ષરોના સહારે જ્ઞાનનો બોધ વિદ્યાર્થી પોતાના જીવન કાળમાં શરૂ કરી ક્રમશઃ કોલેજમાં ડિગ્રી પ્રાપ્ત કરે છે ત્યાં સુધી પ્રાયઃ ૧૫ થી ૨૦ વર્ષ સુધી પ્રયત્ન કરે છે. તેમ જૈનદર્શનનું ક્રિયામાં ઉપયોગી થાય તેવું અને ત્યાર પછી ૫-૭ વર્ષ જીવવિચાર, નવતત્ત્વ, ભાષ્ય, પ્રકરણ, કર્મગ્રંથ ગાથા, અર્થ, વિવેચન સાથે જ્ઞાન પ્રાપ્ત કરે છે. તત્ત્વાર્થ, લઘુ, બૃહત્ સંગ્રહણિ, ક્ષેત્રસમાસ વગેરે જુદા ગ્રંથો હજુ બાકી જ સમજવા. આ જ્ઞાનનો સાધનાકાળ જ સમજવો. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જીવનમાં બુદ્ધિનું કામ પણ એટલું જ આદરણીય છે. બુદ્ધિના અનેક પ્રકાર છે. જે જ્ઞાનના વિકાસમાં અને તેની સ્વીકારવાની પદ્ધતિમાં કામ આવે છે. * ઓતપાતિકી - પૂર્વ જન્મના સંસારવાળી - વજસ્વામી * વેનેયિકી - ગુરુ, શાસ્ત્રાદિના વિનયથી - ગૌતમસ્વામી * કાર્મિકી - ગોખવા, ધારવાથી મળે - માસતુષમુનિ * પારિણામિકી - અનુભવ, વિવેકથી પ્રાપ્ત થાય - અભયકુમાર Page #162 -------------------------------------------------------------------------- ________________ * ધર્મબુદ્ધિ * પૂર્વ સંબંધવાળી - - ધર્મમય જીવન બનાવવા માટે અનાથીમુનિ વર્તમાનમાં અપૂર્ણ જ્ઞાનને પૂર્ણ કરનારી - અઈમુત્તા - ૧૩૭ - શાસ્ત્રમાં બુદ્ધિના નીચે મુજબ ચાર પ્રકારો કહ્યા છે. ૧. સમુદ્ર સારખી (અગાધ) – તીર્થંકર ભ.નું કેવળજ્ઞાન સંપૂર્ણ હોય. ગણધર ભ.નું શ્રુતજ્ઞાન સંપૂર્ણ હોય. ૨. સરોવર સારખી ૩. કુપ (કૂવા) સારખી – જ્ઞાનવૃદ્ધ સ્થવીર મુનિની જ્ઞાનની યાત્રા. ૪. ખાબોચિયા સારખી તત્ત્વ જિજ્ઞાસુ ચતુર્વિધ સંઘની. - જ્ઞાનની પ્રાપ્તિ માટે અભ્યાસી જીવને કેવા ભાવ (વિચાર) રાખવા જોઈએ એ માટે આઠ પદ્ધતિ (ગુણ) પણ શાસ્ત્રોમાં વર્ણવી છે. શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહ, અપોહ, અર્થચિંતન, તત્ત્વચિંતન. બીજી રીતે પંચાચારની આઠ ગાથામાં પણ જ્ઞાનના ૮ આચારઉપકારી ભગવંતે કહ્યા છે. (ઉપર શરૂમાં લખેલા) જ્ઞાન સંબંધિ ઉત્તરાધ્યયન સૂત્રમાં ‘વિનય’ નામનું અધ્યયન આવે છે. દશ પ્રકારના વિનયમાં જ્ઞાનનો ચોથો વિનય છે. ૨૨ પરિષહમાં અજ્ઞાન, પ્રજ્ઞા, સત્કાર એ ત્રણની પરિષહોમાં ગણત્રી કરી છે. આઠ પ્રકારના ‘બળ’માં વિદ્યા સાતમું બળ છે. વીતરાગ પરમાત્માના ચાર અતિશયોમાં પ્રથમ ‘જ્ઞાનાતિશય’ છે. પાંચ આચારમાં પ્રથમ ‘જ્ઞાનાચાર' છે. અત્યંતર તપમાં વિનય, ધ્યાન, સ્વાધ્યાયને તપમાં સ્વીકારેલ છે. આ રીતે સ્થળે સ્થળે જ્ઞાનની મહત્તા અનેક રીતે ગાઈ-સ્વીકારી છે. ટૂંકમાં જ્ઞાન સર્વવ્યાપી છે. એક જમાનામાં એટલે કે ભ. મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે આગમજ્ઞાન લિપિબદ્ધ થયું. તે પહેલા મોઢેથી વાચના રૂપે શિષ્યોને જ્ઞાન અપાતું હતું. આજે ઘારણા શક્તિ જેવી જોઈએ તેવી જોવા મળતી નથી. માટે ગ્રંથ-પુસ્તક સ્વરૂપે એ જ્ઞાન આપણી પાસે ઉપલબ્ધ છે. આ જીવ જ્ઞાન-જ્ઞાનાવરણીય કર્મનો બંધ અણસમજ અજ્ઞાનતાના કારણે ડગલે ને પગલે કરે છે. યાવત્ ૧૦માં ગુણસ્થાનક સુધી એ પદ્ધતિ થોડા ઘણાં અંશે ચાલુ રહે છે. જ્યારે આત્માર્થી ખપી જીવ ૧૩માં ગુણસ્થાનકે આરોહણ કરે ત્યારે કર્મ ઉદય ન હોવાથી એ જીવ સ્વ અવસ્થામાં આત્માના અનંતગુણને પ્રાપ્ત કરે. ટૂંકમાં જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ જેટલી છે. એ કાળ દરમિયાન પુરુષાર્થ અનુસાર કેવળજ્ઞાન-મોક્ષ પામી શકે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ એક વાત નક્કી છે કે સમ્યગુજ્ઞાન, ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરનારને માત્ર એક જ ભવ-જન્મ માટે ઉપયોગી થાય તેવું નથી. આ જ્ઞાન ભવોભવ, મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કામ આવે છે. જ્યારે વ્યવહારિક જ્ઞાન એક જ જન્મ માટે કામ આવે છે. તેથી સમ્યગુજ્ઞાનની કિંમત સંસારમાં ઘણી છે. પ્રભુવીરે પ્રરૂપેલા ઉપદેશને શ્રવણ કરી ગણધરોએ આગમ ગ્રંથોની રચના કરી. એ આગમની ગૂઢ-ગંભીર વાણીને લબ્ધિધર જ્ઞાનીઓએ સમજ પડે તેથી સુત્ર, અર્થ, ચૂર્ણિ, ભાષ્ય, ટીકા એ રીતે પંચાંગિ ગ્રંથો બનાવ્યા. આગળ જતાં કાળક્રમે બીજા મહાપુરુષોએ પ્રકરણ ગ્રંથો વગેરે બનાવી આગમવાણીને અખંડ અમ્બલીત ૨૬૦૦ વર્ષ સુધી સાચવી વર્તમાનમાં આપણી સમક્ષ આદર ભાવથી સમર્પિત કરી. ભવિષ્યમાં પણ એ જ રીતે ચતુર્વિધ સંઘ ૨૧ હજાર વર્ષ સુધી સાચવશે. આ સમ્યગુજ્ઞાન ગણિતાનુંયોગ, ચરણકરણાનુંયોગ, દ્રવ્યાનુયોગ, ધર્મકથાનું યોગ જેવા મહત્ત્વના ચાર અનુયોગ વિષયોમાં લખાયેલ જોવા મળે છે. બીજા શબ્દમાં આ જ્ઞાન ભૂગોળ જંબુદ્વીપાદિ, મહાવિદેહાદિ વિષયોનું, ખગોળ ૧૪ રાજલોકનું સૂર્ય-ચંદ્રાદિનું જીવશાસ્ત્રમાં પાંચે ઈન્દ્રિયો, ચાર ગતિઓ પ૬૩ પ્રકારના જીવોનું ૮૪ લાખ યોનિનું માર્ગદર્શન છે. જ્યારે કર્મ વિજ્ઞાનમાં આત્માનું સ્વરૂપ કર્મ-ધર્મ-જીવનની કથાની સાથે નિરૂપણ કર્યું છે. એવા અનેક વિષયોને સ્પર્શ કર્યો છે. વીતરાગી પરમાત્મા સંપૂર્ણ જ્ઞાની હોય. ભૂત-ભાવિ-વર્તમાનનું ત્રણે લોકનું, ચરાચર પદાર્થનું જ્ઞાન હોય, જ્ઞાતા હોય, અતિશયવંતા એ પ્રભુની વાણી શ્રવણ કરનારા જીવો વ્યક્તિગત રીતે પોતાના આત્મકલ્યાણ માટે જ પ્રભુને કહે છે તેવા શુભ ભાવથી શ્રવણ કરતાં હોય. શક્યતા અનુસાર જીવનના રાહને બદલતા હોય. રોહણીય ચોરનો એ રીતે જ ઉદ્ધાર થયો. આ છે સમ્યજ્ઞાનનો મહિમા, પ્રભુની વાણીની ગરિમા. એનું મૂલ્યાંકન સામાન્ય વ્યક્તિ કલ્પી કે કહી ન શકે. માટે જ સમયને બચાવી વીતરાગની વાણી સાંભળવાનો, સમજવાનો અને વાંચન-મનન કરવાનો આગ્રહ રાખવાનો સ્વહિતનો માર્ગ છે. સંસારમાં ભવિજીવ, અભવિજીવ, હળુકર્મી જવ, ભારેકર્માજીવ, દુર્મવિજીવ, એકાવતારી જીવ ને તદ્ભવ મોક્ષગામી જીવો છે. તે બધાને કર્માનુસાર આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. પરંતુ જેનું ભવભ્રમણ ઘટ્યું નથી, વધવાનું છે એવા જીવો આવા તારક સમ્યગૂજ્ઞાનની મૂઢ બની આશાતના-અવહેલનાદિ કરે છે. જે વહાણમાં Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ બેસી સામા કિનારે જવાનું છે, ભવપાર ઉતરવાનું છે એ જ ઉપકરણ-સાધનના માટે અજ્ઞાનતાથી અણછાજતું બોલાય છે, તે અનુચિત્ત છે. સમ્યગુજ્ઞાન તારક, ઉદ્ધારક છે. * અવધિજ્ઞાનના સ્વામી થવાની જે મુનિને તક મળી હતી તે મુનિએ જ્ઞાનના બળે દેવગતિના ઈન્દ્રને ઈન્દ્રાણીના પગ દબાવતો જોયો. એટલું જ નહિં મોહનીય કર્મના સામ્રાજ્ય માટે થોડું હસવું આવ્યું અને તેથી પ્રાપ્ત થએલું અવધિજ્ઞાન ખસી ગયું. | પ્રચંડ પુરુષાર્થથી પૂ. ભાનુદત્ત મુનિ ચોદ પૂર્વના જ્ઞાતા થયા. ચૌદ પૂર્વ એટલે ૧૬,૩૮૩ હાથી પ્રમાણ કાચી કાળી શાહી, તેના દ્વારા વર્ષોના વર્ષો સુધી લખે તો પણ ન ખૂટે તેવું જન્મ-મરણ ટાળનારું જ્ઞાન. આટલું જ્ઞાન મુનિએ પ્રાપ્ત તો કર્યું પણ પ્રમાદના યોગે એ બધું ભૂલી ગયા. અંતે ચૌદ પૂર્વના સાર રૂપ નવકાર મંત્રનું શરણું તેઓએ લીધું. ( કમલપ્રભ આચાર્ય એક ચિંતનાત્મક પ્રવચન શક્તિ-લબ્ધિના સ્વામી હતા. વિશ સ્થાનક પદમાંથી તીર્થકર પદના નિકાચના ઉત્કૃષ્ટ રીતે આરાધન દ્વારા કરતા હતા. વીરવાણી શ્રવણ કરવા ચતુર્વિધ સંઘ ઉલ્લાસભેર આવતો હતો. એક દિવસ એક જાની (સાધ્વી)ના સંઘટ્ટાનો બચાવ તેઓએ કર્યો તેથી તીર્થકર નામકર્મનો બંધ ન થયો. નાની ભૂલ મોટું નુકસાન અપાવનાર પૂરવાર થઈ. શાસ્ત્રોમાં અનેકાનેક જ્ઞાન સંબંધિ ટંકશાળી વચનો, સુભાષિતો કહ્યા છે. તેમાં “જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષઃ”, “જ્ઞાનસ્ય ફલ વિરતિઃ” જેવા અનેક છે. તેની સાથે જો આત્મા (૧) જ્ઞાનનું અભિમાન કરે તો વિજયસેનસૂરિ મ.ની જેમ બીજા ભવે રોગી-મૂંગા થવું પડે, સ્થૂલિભદ્રજીને વાચનાનો લાભ બંધ થયો. (૨) ક્રિયાની બાબતમાં પરનિંદાનું અજીરણ કરે તો, (૩) તપનું પણ અજીરણ ક્રોધમાં પરિણામે તો (ચંડકૌશિકની જેમ), (૪) અન્ન (ભોજન)નું અજીરણ થાય તો (સંપ્રતિરાજાનો જીવ) સ્વાથ્ય બગાડે. માટે હંમેશાં જ્ઞાનના આરાધક-ઉપાસકે હજી ઘણું જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી છે, તેવી ભાવના ભાવવી જોઈએ. તો જ જ્ઞાનની આરાધના અખંડ ચાલું રહે. જ્ઞાનનો એક વિભાગ મિથ્યાજ્ઞાન છે. મિથ્યાત્વ એ ૧૮મું પાપસ્થાનક છે. તેના કારણે આ જીવ જાણે-અજાણે બાકીના ૧૭ પાપસ્થાનકને સેવવાનું સ્વીકારવાનું કાર્ય કરે છે. જેનાથી બચવાનું, છૂટા થવાનું હતું તેમાં ફસાઈ જાય છે. મિથ્યાત્વ કેમ છૂટતું નથી? કેમ મુક્ત થવાતું નથી? તેનાં મુખ્ય પાંચ પ્રકાર Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શાસ્ત્રમાં બતાવ્યા છે. જો સાચે જ સમ્યક્ત, સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો નીચેની પ્રપંચ કરનારી પાંચ સભ્યોની ટોળીથી અલિપ્ત થાઓ. ૧. અભિગ્રહીક : ખોટી પકડ (હું કહું તે સાચું) ૨. અભિનિવેશિક : શાસ્ત્ર માને પણ સ્વીકારે નહિં. (ભૂખ છે પણ ભોજન કરવું નથી.) ૩. અનાભોગિક : અજાણ, અજ્ઞાનપણું (સંસાર ખારો છે, એ જાણતા નથી, રસપૂર્વક ભોગવવા પ્રયત્ન કરે.) ૪. અનાભિગ્રહિક : સાચાં-ખોટાં જ્ઞાન સંબંધિ ભેદ ન જાણે (ગોળ ને ખોળમાં રહેલ ભેદ જાણતા નથી.) ૫. સાંશયિક : શંકા-કુશંકા કર્યા કરે (સાચી વસ્તુ સમજવાની અશક્તિ, અરુચિ.) જ્ઞાન તારક-ઉદ્ધારક-ઉપકારક છે. એ વાત તર્કશાસ્ત્ર, નયવાદથી સિદ્ધ થઈ શકે છે. છતાં ટૂંકમાં અને સરળ શબ્દમાં ૪ પ્રમાણથી તેને સિદ્ધ કરી લઈએ. ૧. આગમ પ્રમાણ : સિદ્ધાંતથી (જ્ઞાન) દેવ-મનુષ્ય વગેરે જાણે. ૨. ઉપમાન પ્રમાણ : ધૂમાડો જોઈ અગ્નિને માને તેમ. ૩. અનુમાન પ્રમાણ : ગાય જોઈ અનુમાનથી જાણે તેમ. ૪. પ્રત્યક્ષ પ્રમાણ : નજરો નજર જોવાથી સમજે તેમ. અંતે જ્ઞાન સાગર છે. સંસાર દાવાનલ સ્તુતિમાં તેના રચયિતા મહાપુરુષ હરિભદ્રસૂરિ મહારાજે ટૂંકમાં તેનો પરિચય આપ્યો છે, એના ઉપર મનન કરીએ તો પણ આગમ રત્નનો ભંડાર છે. અગાધ છે, સ્યાદ્વાદ સિદ્ધાંતથી સંપૂર્ણ છે. એ બધી વાતો સમજાય જાય, તેના પ્રત્યે પૂજ્ય ભાવ પ્રગટે અને આરાધના કરવા મન તૈયાર થઈ જાય. સરસ્વતી દેવીની આરાધના-કૃપા પ્રાપ્ત કરી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે અનેક ગ્રંથો અનેક ભાષામાં અને અનેક વિષયો ઉપર લખ્યાં. પૂ. આ. વિજય હેમચંદ્રાચાર્ય મહારાજે જીવનકાળ દરમિયાન ૩ાા કરોડ શ્લોકની રચના કરી જિનશાસનને ભૂલી ન શકાય તેવા અમૂલ્ય ભેટ-વારસો આપ્યો તેમ આપણે સો એ કલ્પવૃક્ષ સમાન જ્ઞાનને આત્મસાત કરીએ એ જ મંગલ કામના.. નમો નમો નાણદિવાયર’ Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર... ગુણનો બચો સગુણ અવગુણ સર્વત્ર નિન્દા સંત્યાગો, વર્ણવાદ સાધુપુ, આપદ્ દેખ્યું અત્યંત, તદ્ વદ્ સંપદિ નતા. ભાવાર્થ : દરેક સ્થળે નિંદાનો ત્યાગ, સાધુના ગુણોની પ્રશંસા, આપત્તિમુશ્કેલીમાં દિનતા છોડી પ્રસન્નતા અને સુખ-સંપતિમાં નમ્રતા (જીવન તો જ શોભે). સંસારમાં ત્રણ પ્રકારના પુરુષો જોવા મળે છે. ભોગી પુરુષ (ચક્રવર્તી), કર્મ પુરુષ (વાસુદેવ), ધર્મ પુરુષ (તીર્થકર). આ ઉપરથી (૧) સંસારમાં જીવતા ભોગવિલાસમાં ખોવાઈ ગયેલા, (૨) દુષ્કતકર્મનું જ નિર્માણ કરનારા અને (૩) ધર્મારાધના કરી જીવન સફળ કરનારા જીવો આદર્શ, પ્રશંસનીય જીવન જીવે છે. એક કવિએ આજ વાતને બીજા શબ્દમાં ગુંથી છે – જનારું જાય છે જીવન, જરા જીનવરને જપતો જા, હૃદયમાં રાખી જીનવરને, પુરાણ પાપ ધોતો જા. ગુણના બગીચામાં વિવિધ જાતિના રંગબેરંગી સુગંધદાર ફૂલો ઉપકારી પુરુષોએ રોપ્યા છે. પરંપરાએ કલ્યાણ મિત્રોએ તેનો ઉછેર કર્યો છે. જેના કારણે જ્યાં જુઓ ત્યાં જ્યાં જાઓ ત્યાં સગુણની સુવાસ નીચે મુજબ સ સા ની બારાખડીમાં પ્રાપ્ત થશે. સાન ઃ ભવસાગર તરવાની ઈચ્છા-સન્મતિ. સદ્ભાવના : પાપ વ્યાપારથી બચવા અલિપ્ત થવા-સગતિ ૧૪૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સંસ્કાર ઃ વિચાર સુધારવા સમયનો સદુપયોગ પ્રયત્ન કરવા-સંપત્તિ સદ્વર્તન : આચાર-વિચાર સુધારવા-સંતોષ આ ચાર વિચારોને વાગોળવાથી, એના ઉપર મનન-ચિંતન કરવાથી કાંઈક શાસ્ત્રીય પરીભાષામાં નવનીત જેવા નીચેના ૩-સંકલ્પો નિયમો સમજદારે જીવનમાં વણી લેવા તૈયાર થવું જોઈએ. ૧. સુખ સંસારમાં ભોગવવામાં વધારવામાં નહિં પણ તેનો ત્યાગ કરવા અથવા છોડવામાં છૂપાયું છે. (અપરિગ્રહ) ૨. દુઃખ : રાગ ને પરિગ્રહથી વધે સુખ પ્રાપ્ત થતું નથી, પુણ્યથી મળે માટે તેની ચિંતા કરવી નકામી છે. (અધિરાઈ) ૩. શાંતિ ઃ પર પદાર્થ વસ્તુ કે એકાંતમાં નથી. આત્મામાં છે. શાશ્વત સુખમાં છે. (જાપ-ધ્યાન) આ સંસારમાં જેને ખરેખર આદર્શ માનવી થવું હોય, આત્માને પરમાત્મા બનાવવો હોય, જીવ ને શીવ (મુક્ત) કરવો હોય તેવા વિચારક માનવીએ કોઈપણ દિવસ દુઃખને કહેતા ન ફરવું. સમતાથી ભોગવી લેવું તો તે ઘટે, ક્ષય થાય. એ જ રીતે પાપને કહેવાથી (ફરી ન કરવાની ભાવનાને વેગ મળે માટે) ઘટે. છૂપાવશો તો તે આ ભવમાં અને બીજા ભવમાં પણ વધશે. એની સામે પુણ્ય કર્મ જે કર્યું છે તે બીજાને કહેવા બેસો તો જાય. (શક્તિ છૂપાવી પુણ્ય અલ્પ કર્યું હોય ને ફળ ૨૫/૫૦ ટકાની અપેક્ષા રાખો, ચાર માણસો ધન્યવાદ આપે તેવા શબ્દ સાંભળવાની ભૂખ રાખો, તે ખોટું છે.) ગુપ્ત રાખવાથી પુણ્ય વધે. જમણા હાથે આપો તો ડાબા હાથને ખબર પડવી ન જોઈએ. એકંદર રીતે માનવીને પોતાની ઈચ્છાથી વિરુદ્ધ જોવું, ખાવું, સાંભળવું, અનુભવવું ગમતું નથી અને તે કારણે ઉત્તમ પ્રકારની ભાવના એ ભાવી શકતો નથી. ૭૦૮૦ વ્યક્તિ જો પ્રસંશા કરે તો તેને ખૂબ સાંભળવી ગમે છે. તે માટે સમય પણ આપવામાં એ તૈયાર રહે છે. પણ જો ૫/૧૫ વ્યક્તિ નિંદા કરે તો તેના પરિણામ બગડે છે. કષાયો કરવા માટે તૈયાર થાય છે. મનમાં દ્વેષ જન્મે છે. આ અહિતકારી ગણિત છે. જગતમાં ખેડૂત અવસર આવે ત્યારે ખેતીને સાફ કરે છે. સોનાર સોનાને શુદ્ધ કરી ઓપ આપે છે. ચિત્રકાર સામાન્ય કાગળને ચિત્ર દ્વારા મૂલ્યવાન બનાવે છે. ડૉક્ટર શરીરને તપાસી યોગ્ય ઉપચાર કરી તંદુરસ્ત કરે છે. કુંભાર માટીને Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ કેળવી ઘડા બનાવે છે. તેમ સાધકે આત્મશુદ્ધિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. તો જ તેનું જીવન સફળ થાય. મનુષ્યજન્મ પ્રાપ્ત કરેલો ધન્ય બને. એક કવિએ પ્રભુની સમક્ષ ગાયું – મારો ધન્ય બન્યો આજે અવતાર, મળ્યા અને પરમાતમા.” કથાનુયોગમાં એક બહુ મજાની સમજવા-વિચારવાલાયક કથા આવે છે. નગરીની બહાર આજે ૧૨-૧૨ વર્ષથી સપ્તરંગી આકાશને સ્પર્શે તેવી સાત માળની મોટી હવેલી નાગદત્ત શેઠ બનાવતા હતા. અવાર-નવાર દૂર ઊભા રહી તેના માટે વિવિધ વિચારો કરી કારીગરોને સૂચના આપતા હતા. નગરજનો પણ વિશાળ હવેલીને બે મિનીટ જોયા કરતા હતા. ભાગ્યવાન જ તેમાં રહેવા આવશે તેવું વિચારતા. એક દિવસ નાગદત્ત હવેલીની શોભાનું નિરીક્ષણ કરતા હતા ત્યાં એક મુનિરાજ ત્યાંથી પસાર થતાં થોડું હસ્યા. બનવા કાળ નાગદત્ત ઘરે જમતો હતો ત્યારે સ્વાભાવિક ગુરુ વહોરવા આવ્યા ત્યારે હસ્યા. ત્રીજી વખત દુકાનમાંથી બકરાને નાગદત્ત લાકડી મારી કાઢી રહ્યો હતો ત્યારે પણ હસ્યા. નાગદત્તને મુનિના હાસ્યનું રહસ્ય જાણવાની ઘણી ઈચ્છા થઈ. તેમણે મુનિ પાસે જઈને પૂછ્યું ત્યારે ખબર પડી કે માત્ર સાત દિવસનું આયુષ્ય છે. તેથી આ જીવ કાંઈ જ કરી શકવાનો નથી. મહેલમાં રહેવા નહીં મળે તેથી વૈરાગ્ય થયું. અંતે મુનિના ઉપદેશથી એણે સંયમ લઈ જીવનને સુગંધીત અને સફળ બનાવ્યું. થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે, દોષ લવ પણ નિજ દેખતાં, નિરગુણ નિજાતમા જાણ રે. ભાવાર્થ બીજાનો સાવ નાનો ગુણ જોઈને પણ આપણે રાજી થવું જોઈએ અને આપણાં પોતાના નાનામાં નાના દોષ જોઈને આપણને ગુણહિન માનવા જોઈએ. (દોષરહિત થવા પ્રયત્ન કરવો જોઈએ.) રાખ કે પારો ધાન્યમાં નાખવાથી તેનું રક્ષણ થાય. ચાડીયાને ખેતરમાં ઊભો કરો પક્ષી ખેતરમાં ઓછા આવશે. ધ્વજા મંદિરમાં ફરકે તો ભગવાનના દર્શન કરવાની ભાવના વધે. ઘાસ તૃણ મુખમાં રાખી યુદ્ધભૂમિમાં સામે જવાથી શરણાગતિનો સ્વીકાર થયો કહેવાશે. આ બધા અપેક્ષાએ ગુણ કહેવાય તેમ જેના જીવનમાં ધર્મ વસ્યો છે. જેને ધર્મને જીવનમાં પ્રાધાન્યતા આપી છે તેના જન્મ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મરણ ઘટે છે. તેથી જ જય વિયરાય સૂત્ર દ્વારા વીતરાગી પરમાત્મા પાસે કાંઈ જ માંગવાનું ન હોય છતાં ભવનિર્વેદ, માર્ગાનુંસારીપણું, લોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ વગેરે ૧૩ માંગણી ગુણીયલ થવાની દ્રષ્ટિથી મંગાય છે. જ્ઞાનસાર અષ્ટકમાં ઉપા. યશોવિજયજી મહારાજે સાધકને બોધ આપતાં જણાવ્યું છે કે, “હે સાધક! જો તું ગુણથી અધૂરો છે. તો આત્મપ્રશંસા કરવાનો શો અર્થ? એ પ્રવૃત્તિ છોડી દે. આત્મપ્રશંસા ગુણની અધુરાશ છે. જ્યારે પારકાના ગુણની પ્રશંસા પ્રગતિનું દ્વાર છે. સદ્ગુણ એ ગુલાબનો બગીચો છે. ગુલાબ પોતાના સુવાસની ઢોલ પીટતો નથી. સુવાસની આકર્ષાઈ ભમરાઓ દૂર દૂરથી સ્વયં ખેચાઈને આવે છે. ગુલાબના રૂપ કરતાં કાગળના બનેલા ફૂલ ગમે તેટલા ઢોલ પીટે તો પણ ભમરા કે માનવો તેની પાસે જતા નથી. અમૃતવેલની સઝાયમાં ગુણ અને દોષ માટે તેના રચયિતાએ સારા વિચાર આપ્યા છે. પાપ નવિ તીવ્ર ભાવે કેર, જેહને નવિ ભવ રાગ રે, ઉચિત્ત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદના લાગશે. ચેતન. ભાવાર્થ જેઓ ખાસ રસપૂર્વક પાપ કરતાં નથી, જેમને ભવનો રાગ નથી, જેઓ હંમેશાં ઔચિત્યનું પાલન કરે છે. તેઓએ ગુણોની અવશ્ય અનુમોદના કરવી જોઈએ. એક પાઠશાળાની વાત પંડિતજીએ બ્લેક બોર્ડ ઉપર નીચે મુજબના ૩ વાક્યો લખી અક્ષરોને વધાર્યા વગર બાળકોને સુધારવા હોય તો તે સુધારવા કહ્યું પણ બાળબુદ્ધિથી તેમાં કાંઈ સુધારો કરી ન શકી. કહેવાય છે કે, બુદ્ધિ કોઈના બાપની જાગીર નથી. તેથી એક બાળકે એ વાક્યોને મનન-ચિંતન કરી સુધાર્યા. લખેલું વાક્ય સુધારેલું વાક્ય દુઃખ - કાઢવા જેવું છે. દુઃખ – ભોગવવા જેવું છે. સુખ - ભોગવવા જેવું છે સુખ - ભૂલવા જેવું છે. કષાય - ભૂલવા જેવા છે કષાયો - કાઢવા જેવા છે. પંડિતજી આ પ્રયોગ દ્વારા બાળકોને ગુણ-અવગુણ, સારું-ખરાબ સ્વીકારવા યોગ્ય અને અસ્વીકારવા યોગ્ય વાત સમજાવવા માગતા હતા. આપણે પણ આ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ગુણના બગીચા દ્વારા વાચકને ચિંતકને, દુઃખીને, સુખીને, ત્યાગીને, ભોગીને પોતાનું ક્ષેત્ર પસંદ કરવા, તેમાં આગળ વધવા આમંત્રણ આપીએ છીએ. આ રહ્યો એ પ્રાચીન કાળનો અવનવા રૂપ-રંગ-ગંધથી છલકાયેલો માનવતાનો બગીચો. ગુણ બગીચો ૧-૨ જિનમૂર્તિ-જિનમંદિર : સફેદ ફૂલ ભાવથી દર્શન - પુણ્યપાલ રાજા, દેવપાલ રાજા આર્દિકુમાર ભાવથી ભક્તિ - કુમારપાળ, દુર્ગતાનારી ભાવથી પૂજા - શ્રીપાળરાજા મૂર્તિ નિર્માણ અષાઢી શ્રાવક સ્ત્રી તીર્થકર - મલ્લિકુમારી જિન મંદિર - ધરણાશા, વસ્તુપાલ-તેજપાલ પ્રભુ ભક્તિ પેથડશા જિનાગમ ? પીળા ગુલાબ જ્ઞાન સાધના - શ્રી સ્વલિભદ્રજી તથા ૭ બેનો જ્ઞાન સર્જન - શ્રી હેમચંદ્રાચાર્ય, ઉપા. યશોવિજયજી જ્ઞાન આરાધક - વરદત્ત ગુણમંજરી જ્ઞાન વિસ્મૃત - શ્રી ભાનુચંદ્ર નવાંગી ટીકાકાર - શ્રી અભયદેવસૂરિ ૧૪૪૪ ગ્રંથરચના - શ્રી હરિભદ્રસૂરી શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી દશપૂર્વી - શ્રી વજસ્વામી સહસ્ત્રાવધાની - શ્રી મુનિચંદ્રસૂરિ પૂર્વનું જ્ઞાન - રૂદ્રસોમા માતા, આર્યરક્ષિત પુત્ર ચરમ કેવળી જંબુસ્વામી સાધુ: કમળનું સરોવર ગુરુ ભક્તિ એકલવ્ય, નૂતનમુનિ, ચંડરૂદ્રાચાર્ય ગુરુ વંદન શ્રી કૃષ્ણજી ગુરુ વૈયાવચ્ચ - બાહુબલીજી (પૂર્વ ભવ) નંદીષેણ મુનિ ધર્મઉપદેશક - નંદીષેણ મુનિ (વેશ્યાના ઘરે ૧૨ વર્ષ) દેવી સહાય - શ્રી પાદલિપ્તસૂરિ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આહાર કરતા કેવળી - કુરગડુ મુનિ મોદક પરઠવતા કેવળી - ઢંઢણ અણગાર લઘુપ્રતિક્રમણ કેવળી - અઈમુત્તામુનિ ચોરી સંયમની કરી - પ્રભવ આદિ ૫૦૦ ચોર જગતગુરુ હિરવિજયસૂરિ સાધ્વી ઃ ચંદ્રવિકાસી કમળ વૈરાગ્ય દેશના - સુવ્રતા (પ્રભંજના સંયમી થયા) મિચ્છામી દુક્કડ - ચંદનબાળા-મૃગાવતિ ગુરુપદે આરૂઢ - યાકીની મહત્તરા પ્રતિબોધ કરનાર - બ્રાહ્મી, સુંદરી સ્થીરીકરણ - રાજીમતિ, માતા સાધ્વી (અરણિક) યુદ્ધ અટકાવ્યું - પદ્માવતિ, સુવ્રતા સેવાથી કેવલી - પુષ્પલતા. અઢાર નાતરા - કુબેરદત્તા રાજાના અંતઃપુરમાં રહ્યા - સરસ્વતિ સાધ્વી શ્રાવક : રાતરાણીના ફૂલ મિચ્છામી દુક્કડ - ગૌતમ સ્વામીએ આનંદ શ્રાવકને આપ્યો ગોચરી વિનંતી - જીરણ શેઠ જયણા કુમારપાળ રાજા બુદ્ધિનિધાન અભયકુમાર બાલ્યવયે, અટ્ટમ - નાગકેતુ સૌભાગ્ય - કવન્ના શેઠ અંતિમ રાજર્ષિ - ઉદાયન રાજા કણેકના પીંડ જેવું શરીર - મૃગા લોઢીયો નૃત્ય કરતાં કેવલી - ઈલાચીકુમાર દાસીપતિ - ચંડપ્રદ્યોત રાજા વીર પ્રભુનું સામૈયું - દશાર્ણભદ્ર રૂપમાં રોગ - સગરચક્રી શ્રાવિકા : મોગરાના ફૂલ છ મહિના ઉપવાસ - ચંપાશ્રાવિકા Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ શીલ નવપદ ઓળી - મયણાસુંદરી શયાતરીણી - જયંતિશ્રાવિકા સ્થિરીકરણ - કોશા વેશ્યા દ્રઢ શ્રદ્ધાળુ - સુલસા શ્રાવિકા દાટો નહિ બાંધો - અનુપમા દેવી નૃત્ય ભક્તિ - મંદોદરી રાણી પાચપાંડવ પત્ની - દૌપદી લક્ષપાક તેલ વહોરાવનાર - સુલતા જીવદયા અનુકંપા-ધર્મઃ ચમેલીના ફૂલ દાન - જગડુશા શેઠ, શ્રેયાંસકુમાર અભયદાન - મેઘકુમાર (પૂર્વભવ), મેઘરથ રાજા (શાંતિનાથ પૂર્વભવ) - સ્યુલિભદ્રજી, વિજયશેઠ-શેઠાણી તપ - ધન્નાઅણગાર, કનકકેતુ જીવદયા - ધર્મરૂચિ અણગાર પરદુઃખભંજન - વિક્રમાદિત્ય ધ્યાન - પ્રસન્નચંદ્ર, શ્રીપાળ ત્યાગ - શાલીભદ્ર - યુધિષ્ઠીર - ગજસુકુમાળ, દ્રઢપ્રહારી સત્ય હરિશ્ચન્દ્ર - ભતૃહરિ સામાયિક - પુણિયા શ્રાવક મૌન સુદર્શન સાધર્મિક ભક્તિ - પુણિયા શ્રાવક માતૃભક્તિ - શ્રવણ ક્ષાયિક સમકિતી - શ્રેણિક, શ્રીકૃષ્ણ લગ્નમંડપ કેવળી - પૃથ્વીચંદ્ર ગુણસાર નરકગતિ પામ્યો - તંદુલીયો મત્ય, બ્રહ્મદત્ત ચક્રી ભીખ માંગવી પડી - મુંજ રાજા અભવિ જીવ - કપિલા દાસી. ન્યાય સમતા વૈરાગ્ય Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નોંધ : Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી લબ્ધિ-પ્રવિણ-મહિમા શિશુ શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ - પૂનાના સંસ્થાપક 8 પાઠશાળા ઉપયોગી અનેક ભાષામાં પુસ્તકોનું સંપાદન કરનાર 888888888888888888888888888888888888888888888888888888804 ઉછ8888888888888888888888888888888888888888888888888888888888888888છે. વયોવૃદ્ધ - સંયમવૃદ્ધ - જ્ઞાનવૃદ્ધ સાહિત્યભૂષણ પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મ.સા.ના પ્રમ પવિત્ર ચણે શ્રી મંજુલાબેન રમણિકલાલ કોઠારી - બેંગલોર શ્રી મહેશભાઈ રમણિકલાલ કોઠારી - બેંગલોરી શ્રી રેખાબેન અરવિંદભાઈ તુરખીયા - કોલ્હાપુર શ્રી મમતાબેન દીપકભાઈ શાહ - બેંગલોર 9%%%9%ચ્છ%ચ્છ%ચ્છ%ચ્છ%િ ૭%%ચ્છ%80