SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વખત કરેલી વિરાધનાથી અલ્પ સમયમાં બચાવે છે. જન્મ-મરણ ઘટાડે છે. માટે જ કહ્યું છે કે, સંસારને ઘટાડવો હોય તો ઉત્તમ પ્રકારની આરાધના-સાધનાઉપાસના કરો. રંગરાગમાં ગળાડૂબ બનેલા ઈલાચીકુમાર દોર ઉપર નાચતા જો કેવળી થયા હોય, પર્યુષણાના પવિત્ર દિવસે ન છૂટકે આહાર કરી રહેલા કુરગમુનિ જો કેવળી થઈ શકતા હોય તો તેનું એક જ કારણ છે, ખરા હૃદયથી કરેલો પાપનો પશ્ચાતાપ. પ્રશ્ન એ છે કે, આરાધના કરનાર આશાતના કેમ કરે ? શું તેને ખબર નથી કે આશાતનાપૂર્વકની કરેલી આરાધના નકામી થશે, નિષ્ફળ જશે. આશાતના કરનાર જો મિથ્યાત્વી હોય તો બીજાને બતાડવા આરાધના કરે. કપિલા દાસીએ દાનશાળામાં દાન આપ્યું પણ અનિચ્છાએ. હું નથી આપતી. શ્રેણીક રાજાનો ચોટલો આપે છે. ઉંધા લોટા ઉપર ગમે તેટલું પાણી નાખો, કોઈ દિવસ ભરાશે નહિં. બીજું આશાતના અજ્ઞાનતાથી પણ થાય. તે માટે જો આશાતનાનું જ્ઞાન થઈ જાય, આરાધનાનો ઉદ્દેશ સમજાઈ જાય તો આશાતના જરૂર અટકે. અઈમુત્તા મુનિએ અજ્ઞાનતાથી જ આશાતના કરેલ. સાચું સમજાઈ ગયું કે તરત તરી ગયા. ત્રીજી વાત આશાતના પ્રમાદ, બેદરકારી, ચંચળવૃત્તિ, એકાગ્રતાના અભાવે પણ થાય. પ્રભુ વિરે કહ્યું છે કે, ઉપયોગ એક જ સ્થળે રહે. એટલે ક્રિયા પણ કરે ને બીજી બાજું અન્ય કાર્ય કરે તો બેઉ બગડે. તેથી શાંતચિત્તે જે આરાધના કરે છે તે ફાવી જાય છે. મુનિ ઉપાશ્રયમાં જયણાપૂર્વક કાજો કાઢવાની ક્રિયા-પ્રવૃત્તિ કરતા હતા. કુદરતી રીતે મુનિના થોડા કર્મનો ક્ષય થઈ રહ્યો હતો. તેથી તેઓને અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું હતું. તેના કારણે મુનિએ જ્ઞાન દ્વારા ઈન્દ્ર મહારાજાને ઈન્દ્રાણીના પગ દબાવતા જોયા. આ માટે મોહરાજાનું નાટક જોઈ મુનિ હસ્યા. ફળસ્વરૂપ જે અવધિજ્ઞાન પ્રાપ્ત થવાનું હતું તે ન થયું. માત્ર હસવાના કારણે જો આટલું નુકસાન થતું હોય તો વિવેક-વિનય વગર કરેલી ધર્મક્રિયા કેટલું નુકસાન કરે? સંસારમાં અભવ્ય જીવ અને મિથ્યાત્વી જીવને એક અંધ, એક કાણો કહ્યો છે. અભવ્ય જિનદર્શનને સત્ય સ્વરૂપે જોઈ ન શકે અને મિથ્યાત્વી માની-સ્વીકારી
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy