________________
૮૧
ન શકે. માટે જ પ્રભુના વચન-દર્શનને સાચી રીતે જાણી વિરાધનાના માર્ગથી વિરામ પામવા પ્રયત્ન કરવો જોઈએ.
આ સંસારમાં વધુમાં વધુ આરાધના કરવાનો અધિકાર (યોગ્યતા) મનુષ્ય ગતિના જીવોને છે. ત્યાર પછી થોડી યોગ્યતા તિર્યંચ જીવોને સ્વીકારવી પડે. બાકી દેવ-નરક અને યુગલિક જીવો પ્રાયઃ તેનાથી વંછીત જ સમજવા માટે મનુષ્યગતિ આરાધના માટે ઉત્તમ કહી છે.
શરીરમાં જેમ અશાતા વેદનીયના કારણે રોગ આવે તેમ આરાધના કરતાં બેદરકારીના કારણે આશાતના થાય છે. રોગને દૂર કરવા જેવો રોગ તેવી દવા કરવી પડે, યાવતું ઓપરેશન પણ કરવું પડે. તેમ આશાતનાના બદલે જ્ઞાનદર્શન-ચારિત્ર-તપનું પ્રાયશ્મિત્ત લેવું પડે. નાની ભૂલ મોટું નુકસાન કરે તેમ આશાતના કરનારના જન્મ વધી જાય.
અંતે મનમાં એક જ ગાંઠ વાળવાની કે ઓછી પણ શુદ્ધ ભાવવાળી-શાંતિથી આરાધના કરીશું પણ આશાતનાથી દૂર દૂર રહીશું. કોન્ટીટીનો મોહ અનર્થકારી, ક્વોલીટીનો આગ્રહ હિતકારી.