________________
૩૦
રાગ-દ્વેષ જ્યારે જીવનમાં પ્રગટે ત્યારે ક્રોધી લાલચોળ બને, માની શરમીંદો થાય, માયાવી લજ્જાળુ દેખાય અને લોભી મોટું છૂપાવી દે. ક્રોધ મોહરાજાનો સુભટ છે, માનને હાથીની ઉપમા આપી છે. માયાને પત્નિ અને લોભને મંત્રી તરીકે પરિચય આપ્યો છે. ક્રોધ - સમભાવ ભૂલાવે. માન - અભિમાન કરાવે. માયા - આચાર, વિચારમાં ભેદ પાડે અને લોભ - નશ્વર વસ્તુ ઉપર મમત્વ જગાડે. આ જ કારણે જીવોએ કષાયોથી દૂર રહેવું જોઈએ. એમ કહ્યું છે.
ક્રોધાદિ ચારે કષાયોની સઝાય દ્વારા આ કષાયોના સામ્રાજ્યને, તેના પ્રભુત્વને અને તેના દ્વારા થતાં નુકસાનને ટૂંકમાં કવિઓએ સારી રીતે વર્ણવ્યું છે. જે વ્યક્તિ અનુકૂળતામાં રાચે નહિ અને પ્રતિકૂળતામાં દુઃખ પામે નહિ, પણ મારા કર્મના ફળ સમજી સમભાવે ભોગવી લે એ સુખી જ થાય. સુખી કહેવાય.
કાદવમાં રહેવું છતાં કાદવથી ખરડાવું નહિ એ જેમ કમળનો સ્વભાવ છે, તેમ સંસારમાં રહેવું પણ, રાગ-દ્વેષથી લેપાવું નહિ, તે શ્રાવકનો સ્વભાવ થઈ જાય તો તેનું જીવન ધન્ય થઈ જાય. આજ વિચારોને શ્લોક દ્વારા શાસ્ત્રોમાં પુષ્ટિ આપી છે.
ક્રોધ પ્રિતિ વિનાશતિ, માન વિનય નાશન, માયા મિત્રાણી નાશયતિ, લોભ સર્વ વિનાશન. ઉપશમેન હણ્યાત ક્રોધ, માન માઈનેન જયતે, માયા ચ આર્જવ ભાવેન, લોભે સંતોષયે જયેત.
(દશવૈકાલિક સૂત્ર) કષાયોથી જીવ ચારે ગતિમાં કેવી રીતે ભમે છે, જાય છે તે પણ શ્લોક દ્વારા જ્ઞાની પુરુષોએ કહ્યું છે.
અહે વઈ ક્રોહણ, જાણોણ અટવાઈ,
માયા ગઈ પડિગ્ધાઓ, લોહાઓ દુહુઓ ભય. ભાવાર્થઃ ક્રોધથી નીચ ગતિ, નરકગતિ મળે, માનથી અધમગતિ મળે, માયાથી ભગતિનો નાશ થાય અને લોભથી આલોક-પરલોકમાં ભય ઉત્પન્ન થાય.
ક્રોધનું ઉત્પત્તિસ્થાન ચર્મચક્ષુ અથવા કર્ણ બતાડવામાં આવ્યું છે, બોલવાથી વધે, એનો ગુણાકાર થાય, સહન કરવાથી, ભૂલી જવાથી, ક્ષમા માંગવાથી અથવા