SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ નિમિત્તે કરેલા કષાયનો-ક્રોધનો સિલસિલો ભવાંતરમાં ચાલ્યો અને તે દૃષ્ટિવિષ સર્પ રૂપે અનેક જીવોના પ્રાણ લેવા પરિણમ્યો. દૃષ્ટિને નજર કહેવાય છે. નજર ક્યારેક માણસને દુઃખી કરે છે. આંખેથી લગ્ન મંડપના થાળમાં જમવાની અનેક વાનગી જુઓ તો ખાધા વગર પેટ ભરાઈ જાય છે. કહેવત છે કે, “જોઈને જ ધરાઈ ગયા.' એમ આંખેથી વીતરાગને જોઈને વૈરાગ્ય વધે જ્યારે વૈભવને જોઈએ તો જન્મ વધે, સંસાર વધે. ઘણા, “નજર લાગી’ એમ માની જાણકાર-અનુભવી પાસે મંત્રોચ્ચાર દ્વારા નજર ઉતરાવે છે. જે આત્મા ક્રોધ કરે ત્યારે સર્વપ્રથમ પોતાનું જ શરીર ગરમ થાય છે. શબ્દોચ્ચાર પણ તેના કારણે કાળાંતરે અસભ્ય થાય છે. નહિવત કારણે પ્રગટેલો ક્રોધ વાદ-વિવાદના રૂપને ધારણ કરી લે છે. સમજવા માટે વાતને ભૂલી જવા માટે યા ટૂંકમાં પતાવવા માટે સમાધાનનો માર્ગ અપનાવવાના બદલે એ કષાયો વધારે છે. નવતત્ત્વ પ્રકરણમાં કષાયનો પરિચય આપણને ઘણું કહી જાય છે. કષાયનો વિસ્તૃત કોઠો - નફા નુકસાનના વિચારઃ નામ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય સંજવલના ગતિ નરકગતિ તિર્યંચગતિ મનુષ્યગતિ દેવગતિ ઉપમા પથ્થરમાં તડ પૃથ્વીમાં રેખા રેતમાં રેખા પાણીમાં રેખા અભિમાન પથ્થરનો સ્થંભ હાડકાનો સ્થંભ લાકડાનો સ્થંભ નેતરની સોટી સ્વભાવ વાંસના મૂળ ઘેંટાના શિંગડા બળદની મૂત્રધારા વાંસની છાલ રંગ કિરમજીનો રંગ ગાડાની મળી કાજળ જેવો હળદર જેવો અવરોધ સમકિત રોકે વિરતિ ન મળે સર્વ વિરતિ યથાખ્યાત ચારિત્ર સમય આજીવન એક વર્ષ ચાર માસ પંદર દિવસ અન્ય સ્થળે ક્રોધાદિ ચાર કષાયોનો કોઠો નીચે પ્રમાણે પણ છે. કષાય નુકસાન જીતાય ફળ ઉદાહરણ ઉદાહરણ રંગ મંત્રજાપ અપ્રિય પ્રિય ક્રોધ પ્રિતી ક્ષમા શાંતિ સર્પ ચંડકૌશિક કાળો નમો લોએ પ્રસન્નચંદ્ર સવસાહૂણે માન વિનય નમ્રતા વિનય હાથી બાહુબલી નીલો નમો ગૌ.સ્વામી ઉવઝાયણ માયા મિત્ર સરળતા નિખાલસ નાગણ લક્ષ્મણા પીળો નમો બાળક સાધ્વીજી આયરિયાણં લોભ સર્વરીતે સંતોષ તૃપ્તિ કીડી/ઉંદર મખ્ખણશેઠ લાલ નમો સિદ્ધાણં પુણિયોશ્રાવક
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy