________________
સમજવા જેવી વાત છે કે રાગનો વિકાસ માન અને માયાના કારણે જીવનમાં થાય છે. જો કોઈએ માન આપ્યું તો તેના પ્રત્યે લાગણી જન્મે અને જો અપમાન કર્યું તો વેષ થાય. માયા માટે પણ એમ જ સમજવું. આ રીતે આ બે અથવા છ પાપને પોષનારા સ્થાનકો છે. દરેક સ્થાનકમાં જડબુદ્ધિરૂપે મિથ્યાત્વ મહત્ત્વનો ભાગ ભજવે છે.
જ્ઞાની પુરુષોએ માનના આઠ પ્રકારો “મદ'ના નામે નીચે મુજબ બતાવ્યા છે. સમજદાર વ્યક્તિએ તેનાથી બચવા પ્રયત્ન કરવો જોઈએ. તેથી પરંપરાએ રાગ ઘટે તો કર્મબંધ ઘટે તે સ્વાભાવિક છે. - ૧. જાતિમદઃ હરિકેશી મુનિ (ચાંડાલ) એ કર્યો હતો.
૨. લોભમદઃ શુભૂમ ચક્રવર્તીએ કર્યો, જેનાથી નરકગતિ પામ્યા.
૩. કુળમદઃ મરીચિ (મુનિ) પિતાના વચન સાંભળી કુળનો મદ કરી નીચ ગોત્ર કર્મ બાંધ્યું.
૪. રઢિમદઃ દશાર્ણભદ્ર રાજાએ ભ. મહાવીરસ્વામીના સામૈયા સંબંધી પોતાની ઋદ્ધિ બતાડવા પ્રયત્ન કર્યો.
૫. બળભદઃ રાવણ-વસુભૂતિને પોતાનામાં રહેલ બળ માટે અભિમાન કર્યું.
૬. રૂપમદ : સનતકુમાર ચક્રવર્તીએ દેવતાઓને પોતાનું રૂપ જોવા રાજસભામાં આવવા કહ્યું. દેવતાએ દેહમાં અનેક રોગો ઉત્પન્ન થયા છે, શરીર રોગોથી ઘેરાઈ ગયું છે એમ કહ્યું.
૭. તપમદ : વિશાખાનંદીએ ભાઈના શબ્દ સાંભળી તપના બદલામાં નિયાણું કરી તપ વેચી નાખ્યું.
૮. વિદ્યામદ : સ્થૂલિભદ્રજીએ પ્રાપ્ત કરેલ વિદ્યાનો પ્રયોગ બહેનોને બતાડવા કર્યો. પરિણામે બાકીનું અર્થ સહિત જ્ઞાન ગુરુએ વાંચના દ્વારા ન આપ્યું.
સારાંશ એજ કે પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલ શક્તિ માટે ભૂલેચૂકે જો અભિમાન કરવામાં આવે તો તેના બદલે ભવિષ્યમાં અંતરાય કર્મના કારણે તે શક્તિ વિકૃત થઈ જાય, ઘણું ગુમાવવું પડે.
રાગનો ભાગીદાર માન છે. મરિચીના ભવમાં કરેલો કુળમદ ૨૭મા ભવે બ્રાહ્મણીની કુક્ષિમાં ૮૨ દિવસ માટે ભોગવવો પડ્યો.
ષનો પાર્ટનર ક્રોધ છે. તે વધુ અહિત કરનાર છે. એક જન્મમાં ઉત્પન્ન થયેલ વેર-ક્રોધ, પાર્શ્વનાથ અને કમઠનો દશ દશ ભવ સુધી ચાલુ રહ્યો. દરેક વખતે ભગવાને સમતા રાખી ભોગવ્યો. ચંડકૌશિકને યાદ કરો. પૂર્વભવે સામાન્ય