SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ આપવાથી એનો ભાગાકાર થાય. નિસાસા કોઈના લેવા હોય તો સમજવું કે આ ક્રોધની બક્ષીસ છે. દ્રોણાચાર્યે પોતાના શિષ્યો કેવા પાઠ શિખ્યા છે, પોપટની જેમ અચરે અચરે રામ રામ જેવું તો થતું નથી ને ? તે શોધવા-સમજવા માટે આઠ અક્ષરનો મંત્ર કંઠસ્થ કરવા કહ્યું. ક્રોધે ત્યજ, ક્ષમા કુરુ' બધા શિષ્યોએ ક્ષણવારમાં કંઠસ્થ કર્યો અને ગુરુજીને સંભળાવ્યો. પણ યુધિષ્ઠિરે દ્રવ્યથી અને ભાવથી તેના હાર્દને સમજવા પ્રયત્ન કર્યો જેથી ઘણો સમય બગડ્યો અંતે દ્રોણાચાર્યની પરિક્ષામાં એ વિજયી થયા. જૈન શાસ્ત્રોમાં આવશ્યક સૂત્રોમાં એક યા બીજી રીતે સ્પષ્ટ માર્ગદર્શન આપતાં કહ્યું છે કે, જીવે ત્રણ મનોરથ રાખવા જ જોઈએ. (૧) પરિગ્રહથી ક્યારે મુક્ત થાઉં, (૨) સર્વવિરતિ સંયમ ક્યારે પ્રાપ્ત કર્યું અને (૩) પાપ-વ્યાપારોથી નિવૃત્તિ ક્યારે લઉં. ટૂંકમાં આ ત્રણ મનોરથોથી જીવનમાં હેય, શેય અને ઉપાદેય સ્વરૂપ સમજાશે. ત્યવા યોગ્ય, સ્વીકારવા યોગ્ય અને જાણવા યોગ્ય પ્રવૃત્તિ કરાશે. “ખામેમિ સવજીવે, મિચ્છામી દુક્કડ, સવે જીવા કમ્યવસ, ક્ષમા વીરસ્ય ભૂષણ” જેવા અમૂલ્ય સૂત્રોના વચનોને નજર સમક્ષ રાખવા ઉપકારીઓએ કહ્યું છે. વંદિતા સૂત્રમાં “તું નિદે તં ચ ગરિયામિ” વારંવાર આવે છે. તે પદ આરાધકને ઘણા વિચારવાન બનાવી દે છે. એ જ રીતે “રાગેણવા દોષણવા' આ ટંકશાળી વચન પણ પગદંડી બતાવે છે. આત્મ નિરિક્ષણ કરવું જરૂરી છે. આ સંસારમાં અપેક્ષાએ અંધ માનવી, મુંગો માનવી, બહેરો માનવી, નિર્ધન યા મજૂર માણસ સારા. કારણ કે ક્રોધાદિ કર્મ બાંધવાના નિમિત્તની તેની પાસે ખામી છે, ઉણપ છે. અન્યથા પોતાનું ચાલે તો આખું રાજ્ય પડાવી લેવાની ભાવના ભાવનાર વિપ્ર-બ્રાહ્મણના જેવી દુર્દશા તેની પણ થાત. જે વ્યક્તિ કષાયો પ્રશસ્તભાવે કરે છે (માતા બાળક ઉપર કરે છે કેમ) તેનો આશય શુભ હોવાથી ચિકણો કર્મબંધ થતો નથી અથવા તેનાથી બચી જાય છે. પણ જે કષાયો અપ્રશસ્તભાવે કરે છે તે અશુભ આશયથી કરતો હોવાથી કર્મ બાંધતા મનમાં હેજ પણ દુઃખ થતું નથી. બાવ્રતમાં પરિગ્રહ પાપનું મૂળ છે. એ જાણ્યા બાદ અપરિગ્રહ સ્વીકારતા એ પુરુષાર્થ કરતો નથી પરિણામે એ અપરિગ્રહ દ્વારા પ્રાપ્ત થનારા અપૂર્વ આનંદનો અનુભવ સ્વપ્નમાં પણ કરી શકતો નથી. અઢાર પાપસ્થાનકોમાં ક્રોધ-માન-માયા-લોભ, રાગ અને દ્વેષ એમ ૩૩
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy