SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ટકા કષાયોના નામો છે. જે એક બીજા સાથે સંકળાયેલા છે. એટલું જ નહિ પણ પરસ્પર પ્રોત્સાહન આપી દૃઢ બને છે. ક્રોધ કરવા માટે માન-માયા-લોભનું નિમિત્ત હોવું જોઈએ તે જ રીતે બાકીના ત્રણેય માટે એ જ પદ્ધતિ સમજવી. અજ્ઞાનવશ કષાયો કરવાથી એ કષાયોની પરંપરા એક નહિ અનેક જન્મો સુધી ચાલે છે. (ક્રોધે ક્રોડ પૂરવ તણું, સંયમશું એળે જાય.) શાસ્ત્રોમાં આશ્ચર્યની વાત એ છે કે, આંખથી જોઈ શકે તેવા જીવોને અંધની ઉપમાથી અલંકૃત કર્યા છે. કારણ સ્પષ્ટ છે કે, એ ભાન ભૂલી જાય છે. કષાયોના કારણે પરવશ બની જાય છે. બીજા શબ્દમાં છતી આંખે આંધળા બનેલા એ જીવો કર્મ બાંધવા પાછું જોતા નથી. આ છે એ આઠ પ્રજ્ઞાચક્ષુ જેવા અંધ ઃ ૧. ક્રોધાંધ (ચંડકૌશિક), ૨. માનાંધ (બાહુબલી), ૩. માયાંધ (લક્ષ્મણા સાધ્વી), ૪. લોભાંધ (મમ્માશેઠ), ૫. દિવસાંધ, ૬. રતાળાંધ, ૭. વિષયાંધ (ઈલાચીકુમાર), ૮. રાગાંધ (બળદેવ). અંતે રાગ-દ્વેષનું ક્ષેત્ર કેટલું વિશાળ છે તે સમજવા ૧૮ પાપસ્થાનકમાં ઉપર જણાવેલા ૬ ઉપરાંત બીજા ૭ કે ૮ પાપસ્થાનકોનો વિશિષ્ટ રીતે વાણીવચનથી જ વ્યાપાર એક યા બીજી રીતે થાય છે. જો આત્મા સમજી જાય તો અઢારે પાપસ્થાનકના સેવનથી એ મૂક્ત થવા પ્રયત્નશીલ બની શકે છે. આત્મા જાગે એટલે તેને બધું સમજાય છે, સૂઝે છે અને ગમે છે. રાગ-દ્વેષનું દમન કરવાના સહેલા ઉપાયો ઃ ૧. રાગ-દ્વેષ પોષનારાઓએ મનગમતા ખાનપાનાદિ પર કાપ મૂકી તપ અને ત્યાગની પ્રવૃત્તિ ખૂબ આદરવી જોઈએ. જેથી રાગ-દ્વેષનું પોષણ અટકે, રાગ-દ્વેષ ઢીલા પડે. ૨. ઈન્દ્રિયોની મનગમતા વિષયોની પ્રવૃત્તિથી રાગ-દ્વેષ પોષાય છે. તેથી એની સામે ઈન્દ્રિયો ૫૨ નિગ્રહ અને વ્રત-નિયમો સારી રીતે આદરવા જોઈએ જેથી રાગ-દ્વેષનું બળ અટકે. સામાન્ય રીતે માનવી ઈન્દ્રિયોને ખુશ રાખવા ટીવી, સિનેમા, અશ્લીલ સંગીત વગેરે ક્ષેત્રે અનર્થકારી પ્રયત્નો કરે છે. ૩. હિંસા, અસત્ય વગેરેના સેવનથી તો ભારોભાર રાગ-દ્વેષને મદદ થાય છે, માટે તે અટકાવવા શીલ અર્થાત્ એ ‘હિંસાદિનો ત્રિવિધે ત્રિવિધે ત્યાગ' આચરવો જોઈએ. ટૂંકમાં ત્યાગનો માર્ગ એ જ રાજ માર્ગ છે. રાગ-દ્વેષને ઘટાડવા ત્યાગ માર્ગને અપનાવો.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy