________________
૧૦૪
તસ્યઉત્તરી સૂત્રમાં કાઉસ્સગ્ન-ધ્યાનની પૂર્વભૂમિકા ૫-૬ પ્રકારે બતાડતાં કહ્યું છે કે, કાઉસ્સગ્ગ કે ધ્યાનને (૧) આત્મશુદ્ધિ કરવા માટે, (૨) પાપનું પ્રાયશ્મિત્ત કરવા માટે, (૩) વિશેષ રૂપે આત્માને શુદ્ધ (નિર્મળ) કરવા માટે, (૪) માયા-નિયાણ-મિથ્યાત્વશલ્યથી મુક્ત અલગ-અલિપ્ત કરવા અને (૫) પાપ કર્મનો નાશ કરવા માટે કરાય છે અને તો જ કાઉસ્સગ્ગ ધ્યાન દ્વારા આત્મા આત્મચિંતન વ્યવસ્થિત કરી શકશે.
કાઉસ્સગ્ન ધ્યાન શરૂ કરતાં પહેલા ખાસ અસત્ય સૂત્રમાં કહેલા ૧૨ જે આગારો છે તેને ઓળખવા પડશે. એની ગરહાજરીમાં જ આત્માનો સાચો અનુભવ થશે. સંસારના નશ્વર પદાર્થના ચિંત્વનથી મને વૈરાગ્યમાં વ્યવસ્થિત પરોવાશે. ધ્યાનમાં પર પદાર્થોથી અલિપ્ત થવાની જે કાળજી રાખે છે તે પોતાના લક્ષ સુધી પહોંચવા શક્તિશાળી બને છે. કાઉસ્સગ્નમાં સૂક્ષ્મ રીતે આત્માને કાયાથી અલિપ્ત કરવાનો છે.
ધ્યાન અને તેને લગતા ગ્રંથો : ૧. વૈરાગ્યશતક, ૨. ઈન્દ્રિય પરાજય શતક, ૩. શાંત સુધારસ, ૪. અધ્યાત્મ કલ્પદ્રુમ, ૫. ઉપદેશમાલા, ૬. હૃદયપ્રદીપ ષત્રિશિકા, ૭. યોગશાસ્ત્ર જેવા અનેક લગભગ ૨૦૦૦ શ્લોક પ્રમાણ છે. આ ગ્રંથોને નિપુણ બુદ્ધિથી વાંચનાર-સમજનાર, વિચારનો વિનિમય કરનાર શરીરને આત્માની ભિન્ન બરાબર સમજી લે છે. અને એ જ ધ્યાનનું પ્રથમ પગથિયું છે.
સંસારમાં મન વધુ ચંચળ કેમ બને છે ? એનો જવાબ ઉપરના ગ્રંથોમાં છે. દ્રષ્ટિદોષ કે વિચારભેદના કારણે પર-પદાર્થો, નશ્વર પદાર્થો અનિત્ય તત્ત્વો તરફ મૃગજળની જેમ માનવી આંધળી દોડ મૂકે છે. જ્યાં કાંઈ નથી ત્યાંજ ઘણું છે એમ માની એ પ્રાપ્ત કરવા મરણીયો પ્રયત્ન કરે છે. જ્યારે નાસીપાસ થાય છે ત્યારે બ્રહ્મજ્ઞાન જેવું ફસાયા-ભૂલા પડ્યાનું જ્ઞાન થાય છે. પણ તે નકામું નિરર્થક છે. રાંડ્યા પછીનું ડહાપણ શું કામનું?
જ્યારે પ્રયત્ન કરવાથી કાંઈ જ ન મળે ત્યારે ઈર્ષ્યા-અદેખાઈની મોટી ખાઈ વિચારમાં ઉભી થાય છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે, “પ્રયત્નથી પરમેશ્વર મળે એ વાત ખોટી કહેવા ઉતાવળ કરે પણ પરમેશ્વરની પ્રાપ્તિ અર્થે તો પ્રયત્ન જૂદા જૂદા સ્થળ-પ્રકારે કરવો જોઈએ. તે જો કરવામાં ન આવે તો દોષ કોનો ? અનુભવી પુરુષોની વાણી કાળાંતરે સાચી જ ઠરે છે.
ધ્યાન-કાઉસ્સગ્ગ-જાપના પ્રારંભમાં સ્થળની પસંદગી કરવી જોઈએ. સ્થળ