________________
૧૬
ધ્યાન
આલંબન
નિરાલંબન યસ્યદ્રષ્ટિ કૃપા વૃષ્ટિ, ગિરઃ સમ સુધા કિરઃ | તઐ નમઃ શુભ ધ્યાન, શાન મનાય યોગિનઃ || ભાવાર્થ: જેઓની દ્રષ્ટિમાં કૃપાની વૃષ્ટિ છે. વાણી-સુધા અમૃત જેવી છે. જે શુભ ધ્યાન જ્ઞાનમાં મગ્ન છે. એવા યોગીપુરુષને ભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ.
ધ્યાન - એટલે પદાર્થનું ઉંડું ચિંતન-મનન કરવું.
ધ્યાન સંસારી પક્ષનું ને આધ્યાત્મિક પક્ષનું, સંશોધનાત્મક ને ચિંતનાત્મક, શુભ અથવા અશુભ થાય છે. કરીએ છીએ. તેમાં પણ પ્રથમ આલંબન પછી નિરાલંબન. આ વાતો એક જ હોવા છતાં જૂદા જૂદા દ્રષ્ટિકોણથી જોઈશું, તપાસીશું, વિચારીશું તો જ સત્ય સમજાશે.
જૈન શાસ્ત્રમાં ધ્યાનના ૪ પ્રકાર બતાડ્યા છે. ૧. આર્તધ્યાન, ૨. રૌદ્રધ્યાન, ૩. ધર્મધ્યાન અને ૪. શુક્લ ધ્યાન પ્રથમના બે ધ્યાન દુર્વિચાર, દુર્ગતિના દાતાર છે. જ્યારે બીજા બે સર્વિચારની વૃદ્ધિકારક યાવત્ મોક્ષ આપનારા છે. બીજા શબ્દમાં સારા વિચાર અને ખરાબ વિચાર તેના ૧૬ ભેદ નીચે મુજબ થાય છે.
આર્તધ્યાન - ૪ વિષયોના અનુરાગથી થાય રૌદ્રધ્યાન - ૪ હિંસાદિના અનુરાગથી થાય ધર્મધ્યાન - ૪ સમાદિ ૧૦ પ્રકારના ધર્મનું ચિંતન શુક્લધ્યાન – ૪ શોકને દૂર કરનાર રાગદશા વિનાનું.
૧૦૩