________________
૧૦૫
શાંત ન હોય, અનુકૂળ ન હોય તો મન ચંચળ બને તે સ્વાભાવિક છે. બીજી વાત સમયની છે. સમય જો રાત્રીના છેલ્લા પહોરનો હોય તો તેથી શરીરમાં સ્ફર્તિતાજગી હોય અને તેના કારણે સાધક સાધનામાં સ્થિર થઈ શકે. ત્રીજી વાત મુદ્રા અને આસન છે. ઘણી વખત આરામદાઈ આસનમાં સાધના કરવાનું દુઃસાહસ કરાય છે. એથી કોઈપણ રીતે તેમાં એકાગ્રતા જન્મે જ નહિ. ખૂર્દી ઉપર, સોફાસેટ ઉપર દિશાનો ખ્યાલ કર્યા વગર શરૂ કરવામાં આવતી ક્રિયા આરામની પ્રધાનતા હોવાથી સફળ થતી નથી. તેમાં શરીર ઉપરની મમતા દેખાય છે. તેથી જ ધ્યાન વિનય-વિવેકથી કરવાનું કહ્યું છે.
એક વાત સમજી લેવા જેવી છે કે, કાઉસ્સગ્નમાં નવકાર કે લોગસ્સ સૂત્રનું સ્મરણ કાઉસગ્ગ મુદ્રામાં જ કરવાનું હોય છે. જ્યારે ધ્યાનમાં વિશિષ્ટ મુદ્રાનો આગ્રહ હોતો નથી. સાધક પોતાને અનુકૂળ હોય તેવી મુદ્રામાં અથવા અન્ય રીતે ધ્યાન કરી શકે છે. ધ્યાનમાં કોઈ સૂત્રનું બંધન નથી. માત્ર પદાર્થનું વધુ સૂક્ષ્મ રીતે ચિંત્વન કરવાનું હોય છે. જાપ શંખાવર્ત, નંદાવર્ત, નવપદાદિ વિવિધ રીતે માળા ઉપરાંત થાય છે.
સાધકે ધ્યાન શરૂ કરતાં પૂર્વે જીવમાત્રની સાથે મૈત્રી ભાવની, દરેક જીવ સુખી થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ. જે બધાને સુખી કરવા મનથી પ્રયત્ન કરે છે તે પોતે અવશ્ય સુખી થવા લાયક છે. બીજાને દુઃખી કરી, અહિત ઈચ્છી કરવામાં આવતી પ્રવૃત્તિ પોતાનું જ અહિત કરે છે. જો કષાય કરે તો કષાય થાય. રાગદ્વેષ કરે તો રાગ-દ્વેષ થાય. કારણ પોતાનું ધાર્યું થતું નથી.
ધ્યાન એ પ્રવાસ છે. શુભ વિચારોનો પ્રવાસ શરૂ કરતાં પહેલાં ધ્યેય નક્કી કરવું પડે. જરૂરી સાધનો પણ ભેગા કરવા પડે. સમય અને ભાવના ઉચ્ચ રીતે ભાવવી પડે. સામાયિકની ૪૮ મિનીટનો સમય (પ્રવાસ) આરાધના, સાધના, ચિંતન, મનનમાં જો પસાર કરવામાં આવે તો સમય ક્યારે પૂર્ણ થયો એ પણ ખબર ન પડે. માટે ધ્યાનનો પૂર્ણ કાળજીથી, સ્વસ્થતાથી અભ્યાસ કરી પ્રારંભ કરો.
ધાર્મિક અનુષ્ઠાનો વિધિ વિધાનોના પ્રારંભમાં જે ૧૫-૨૦ મિનીટ સુધીની ક્રિયા (પ્રવૃત્તિ) કરાય છે. તેમાં મુખ્યત્વે શારીરિક-માનસિક-આધ્યાત્મિક શુદ્ધિ અને સુરક્ષાનો ભાવ છૂપાયો છે. એનો અર્થ એજ કે કોઈ પણ સાધના કરવી હોય તો બાહ્ય શુદ્ધિને અત્યંતર મંત્રાદિ દ્વારા કરવી આવશ્યક છે. શુદ્ધિ-શુદ્ધ વાતાવરણ જન્માવે અને તો જ સાધના સુવિશુદ્ધ થાય.