________________
૪૧
નરકગતિને પણ પામે, એમ શાસ્ત્રમાં વર્ણવ્યું છે, એ વાત જાણતા હતા. એક વિચાર સુપ્રસિદ્ધ છે કે, ‘જેવો આહાર તેવો ઓડકાર' તેમ શુદ્ધ-સાત્વિક આહાર માનવીના પરિણામ-લેશ્યા-સ્વાસ્થ્યને આદરણીય કક્ષા સુધી લઈ જાય છે.
જૈન દર્શનમાં *ચાર પ્રકારના આહારમાં (અન્ન, પાણી, ખાદ્ય પદાર્થ, મુખવાસ) કહ્યા છે. તેમાં પણ પાણીને આહાર તરીકે માન્યતા આપી છે. ઘણાં તપસ્વી વર્ષમાં ૧૦૦/૧૫૦ ઉપવાસ છૂટા છૂટા કરે છે. ત્યારે પાણી તેઓને ટકાવે-સાથ આપે છે. વર્ષીતપ કરનાર તપસ્વી તેથી ધન્ય બને છે.
આહારનો બીજો વિભાગ પાણી છે. સંસારમાં પાણી મોળું, ગળ્યું, ભારે, ખારું વગેરે પ્રાપ્ત થાય છે. કૂવાનું પાણી અપ્રગટ ફિલ્ટર કરેલું આવે. બોરીંગ, વરસાદનું પાણી થોડું ઉણપવાળું હોય જ્યારે તળાવ ને નદીનું પાણી ડહોળાયેલું હોય તો ફટકડી નાખી વિવેકપૂર્વક ગાળીને વપરાય છે. માત્ર સમુદ્ર-સાગરનું પાણી ખારું હોવાથી વિપુલ સંખ્યામાં હોવા છતાં અપેય પીવાલાયક કહેવાતું નથી.
પ્રાચીન કાળમાં જીવદયા અને શુદ્ધતા માટે સાત પ્રકારના ગળણાં બતાડ્યા હતા. જેવા કે – પાણીનું, ઘીનું, તેલનું, છાસનું, દૂધનું, લોટનું અને ઉકાળેલા પાણીનું. વર્તમાનમાં ફિલ્ટર કરેલા પીવાના પાણીની બાટલી-બાટલાઓનો પ્રચાર વધી ગયો છે. પ્રશ્ન એ છે કે, આ પાણી ક્યારે ફિલ્ટર કરી બાટલીમાં ભરાયું ? તેથી તેનો વપરાશ ભલે વધી ગયો પણ શંકાસ્પદ જરૂર છે.
‘કિં વદતિ’ની જેમ કહેવામાં આવે છે કે, સમુદ્રનું પાણી ભલે પીવામાં કામ ન આવે પણ ગરમીમાં તે વાદળા રૂપે પરિણમે છે. ચોમાસામાં એજ વાદળો મેહુલારૂપે આકાશમાં ગમણાગમણ કરી પૃથ્વીને ભીજાવે છે. વનસ્પતિને ઉગાડવા કામ આવે છે.
પાણી મંત્રીત કરી પિવાથી રોગી નિરોગી થાય, આભડછેટ વખતે શરીર ઉપર છાંટવાથી અપવિત્ર પવિત્ર થાય. શાંતિકળશનાં વિધાન વખતે મસ્તક ઉપર છાંટવાથી જીવનમાં શાંતિની વૃદ્ધિ થાય. યાવત્ ‘રંધો ફોલ' (કર્ણાટક કેરલા બોર્ડ૨)ના ધોધનું પાણી શરીર ઉ૫૨ ૧૫-૨૦ મિનિટ પડવાથી મસ્તકની સુશુપ્ત જ્ઞાનેન્દ્રિય સતેજ કામ કરતી થાય છે. ગમે તે સમજો એકેન્દ્રિયના દ્રવ્યો (અનાજ, વનસ્પતિ વગેરે) અલ્પ હિંસાવાળા છે તથા શરીરની તંદુરસ્તીમાં કામ આવે છે.
* બીજી રીતે નીચેના પણ આહાર છે.
(અ) મનોજ્ઞ, રસિક, પ્રિશનીય, બૃહણીય, દીપનીય, મદનીય.
(બ)
૧. વધારેલું, ૨. બોફેલું, ૩. રાંધ્યા વિના સ્વભાવથી પક્વ, ૪. રાત વાસી રાખવાથી નિપજેલ (દહીં)