________________
૧૨૫
બોલે, કદાચ જે મને યાદ નથી એ યાદ કરાવી આપી દેશે. મારો પરિવાર મારો પૂજારી છે.
ખરેખર દુનિયા કેવી છે. સંસારમાં મારાં-તારાના પ્રશ્ને વેરઝેર ઊભા કર્યા છે. પણ ચિંતનની ચાંદનીમાં મારું-તારું જૂદા સ્વરૂપે દેખાય છે. તે પ્રથમ સમજી લઈએ પછી આગળની વાત.
ભૂતકાળમાં અનંતા જન્મ આ જીવે ભોગવ્યા, કર્યા. બધે ઠેકાણે ભવ-ગતિઆયુષ્ય-ઈન્ડિયાદિ અનુસાર સંસાર ઊભો કર્યો, મોટો કર્યો, ફાલ્યો ફૂલ્યો, અનેક રીતે જરૂરીઆત મુજબ સાધનો ઊભા કર્યા. પણ જ્યારે સંસારમાંથી વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે ઊભા કરેલા સંસારને છોડીને જવાનું ગમતું નથી. દુઃખ થાય છે. અત્યાર સુધી જેનું નિર્માણ રસપૂર્વક કર્યું તે જ મને દુઃખ આપે છે. મને કોઈ બચાવવા મદદરૂપ થતું નથી અને એ બધું ત્યજી છોડી જવાનું ગમતું પણ નથી.
અચાનક આંખ બંધ થઈ. છોડવાનું છોડ્યું નહિં સાથે લઈ જવાનું ભેગું કર્યું નહિ ને જીવ પ્રવાસે નીકળી ગયો. શરીર-મકાન-ધન-પરિવાર વગેરે જતાં જતાં તેના કારણે જે કર્મ બાંધ્યા તે સાથે લઈ ગયો ને તેથી કર્મ અનુસાર ગતિજાતિમાં ઈચ્છાએ-અનિચ્છાએ જન્મ લીધો. જોકે જેટલું અનુકૂળ હતું તેટલું બધું જ પ્રતિકૂળ નિર્માણ થયું.
ભૂતકાળ પછી નવા વર્તમાન કાળના જન્મનો વિચાર કરીએ. ગત જન્મમાંથી મારું મારું કરી જે ઉભું કરેલું તે તો વળાવવા પણ સાથે ન આવ્યું, તેના બદલે પાપ-પુણ્યનું પોટલું સાથે આવ્યું. એક કન્યા રોજ ગાતી હતી...
“એ તો પાપનું પોટલું બાંધી, ચાલ્યો જીવ સંસારી.' વર્તમાન ભવ-જન્મમાં આ જીવ આહાર, ભય, મૈથુનને પરિગ્રહ સંજ્ઞાને વશ થઈ ખાવામાં, જોવામાં, ભોગવવામાં ને ભેગું કરવામાં લાગી ગયો. જેની જરૂર વધુ નથી. એ ન મળ્યું પણ જેની ઉપેક્ષા કરવાની જરૂર છે એ સારી છે. મારી છે એવું માની સમય અને શક્તિ તેની પાછળ ખર્ચા.
જીવને સામાન્ય રીતે ચાર અવસ્થામાં પસાર થવું પડે છે. બાલ્યકાળ અજ્ઞાનતાથી વ્યતિત કર્યો. યુવાવસ્થા મોજ-શોખ, એશ-આરામમાં ગુમાવી. પ્રૌઢાવસ્થામાં સમજવામાં ભૂલ કરી એટલે ન કરવાનું કર્યું, કરવાનું પછી કરીશું