________________
પોતાનું
અહં મમેતિ મંત્રોä, મોહસ્ય જગદાન્ધ્યકૃત્ । અયમેવ હિનપૂર્વઃ, પ્રતિમન્ત્રોડપિ મોહજિત્ ।।
૧૯
મારું
પારકું
ભાવાર્થ : હું અને મારું (અહં અને મમ) મોહરાજાના મંત્રે જગતને અંધ કરેલ છે. આગળ ‘ન’ જોડ્યા પછીનો મંત્ર (નાઅહં, ના મમ) મોહને જીતવા વશીકરણ રૂપ મહામંત્ર છે.
‘જુગ જૂગથી ચાલ્યા આવે છે. સાસુ-વહુના ઝઘડા.’
કવિએ સાચું જ કહ્યું હશે. કારણ એક મકાનમાં રાતના બીજા પહોરથી ઝઘડો ચાલતો હતો. પ્રશ્ન એટલો જ કે, મારું શું ? તમારું શું ? ઝઘડાની શરૂઆત સાત પ્રશ્નોથી થઈ ? ૧. આ ઘર મારું છે. ૨. આ દુકાન મારી છે. ૩. આ જમીન મારી છે. ૪. આ મોટર-સ્કુટર મારું છે. ૫. આ પરિવાર મારો છે. ૬. બેન્કના લોકરમાં રહેલું, બેન્કનો બધો વહીવટ મારો છે અને ૭. મારા કારણે આ પેઢી જામી છે, ખ્યાતિ થઈ છે. બીજા કોઈનો તેમાં અધિકાર નથી.
અડધી રાત પૂરી થઈ પણ વાત પૂરી ન થઈ.
હશે....
મારા મને મને પ્રશ્ન કર્યો કે હવે તારું શું છે ? તેનો જવાબ શોધ. હું આસન લગાડી બેઠો છું. મને વિશ્વાસ છે કે જેને હું મારું કહીશ, બતાડીશ, સંબોધિશ તે બધું બધા સ્વીકારી લેશે. સહેજ પણ કોઈ ઝઘડો નહિં કરે. ઉંચા આવાજે નહિં
૧૨૪